Main Menu

Citywatch News

 

દામનગરના ધામેલ સહિતના ગ્રામ્ય વિસ્તારો દ્વારા પોલીસ પરિવાર દામનગર અમરેલીનું ભવ્ય બહુમાન કરાયું

દામનગર ના ધામેલ સહિત ના ગ્રામ્ય વિસ્તાર માં જિલ્લા પોલીસ અધિક્ષક ડેપ્યુટી ઓફ અમરેલી દામનગર વંડા સહિત ના પોલીસ પરિવાર નું ભવ્ય બહુમાન                                                                અમરેલી ભવનગર જિલ્લા ના અનેકો પોલીસ સ્ટેશન માં લૂંટ ચોરી ધાડ ના અસંખ્ય ગુના ઓ કરતી ખતરનાક  ગેંગ ના ત્રણ આરોપી ઓ ની ઝડપી કાયદા નું જ્ઞાનભાન કરાવતી પોલીસ થી ખુશ ગ્રામ્ય વિસ્તારો દ્વારા પોલીસ પરિવારRead More


રાજુલાના ચાંચ ગામે મહેલમાં દીપડાના ધામા

રાજુલા તાલુકાના ચાંચ ગામે આવેલા ભાવનગરના રાજવીના મહેલમાં છેલ્લા કેટલાક સમયથી ધામા હોય મહેલ આસપાસ વસનારા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. મહેલના માલિક અને આસપાસ વસનારા આ દીપડો કોઈનો જીવ લે તે પહેલા વન વિભાગ દીપડાને પકડી પાંજરે પુરે તેવી લાગણી વ્યકત કરી રહ્યા છે. રાજુલા તાલુકાના ચાંચ ગામે છેલ્લા કેટલાક સમયથી એક દીપડાએ ધામા નાખ્યા છે. આ બાબતે ચાંચ ગામે વોટસઅપના માધ્યમથી કથીવદર પ્રકૃતિપ્રેમી આતાભાઈ વાઘને જાણ કરવામાં આવી કે ભાવનગરના રાજવીના ગઢના કાંગરે ચડી દીપડો સાંજના સમયે શિકારની શોધમાં બેઠો હોય છે આ મહેલની આજુ બાજુ માનવ વસ્તી ધરાવતોRead More


મંગળવારે પાલિતાણામાં શત્રુંજય ગિરિરાજની છ’ગાઉની યાત્રા

તીર્થધામ પાલિતાણામાં છ’ગાઉની યાત્રા તરીકે ઓળખાતો ઢેબરિયા તેરસનો મેળો આગામી તા.૨૭મીને મંગળવારે યોજાશે. અહિ જય આદીનાથના નાદ સાથે તા.૨૭મીને મંગળવારે વહેલી સવારે ભાવિકો છ’ગાઉની યાત્રાનો પ્રારંભ કરશે. દેશભરમાંથી અંદાજે ૧ લાખથી વધુ ભાવિકો ઉમટી પડી પૂણ્યનું ભાથું બાંધશે. દરમિયાન આદપુર ગામમાં સિધ્ધવડ વાડી ખાતે ૯૭ પાલમાં દહી, ઢેબરા, દાક્ષ, તરબુચ, સરબત, રસ, ખાખરા વિગેરે પ્રસાદનો ભાવિકો લાભ લેશે. જૈન સમાજમાં ફાગણ સુદ તેરસે પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પર છ’ગાઉની યાત્રા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેશભરમાંથી લાખો જૈન જૈનેત્તરો છ’ગાઉની યાત્રા કરી પુણ્યનું ભાથુ બાંધે છે. આ વખતે તા.૨૭મીને મંગળવારેRead More


બોટાદમાં સતવારા સમાજનું આવેદન

બોટાદમાં ગુજરાત સતવારા સુરક્ષા સેના દ્વારા સિક્કા પોલીસ સ્ટેશનમાં સતવારા સમાજની મહિલા સાથે થયેલા અભદ્ર વર્તનના મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી.


ભાવનગર તાલુકાના બુધેલ ગામના ગ્રામજનોનું આવેદન

ભાવનગર તાલુકાના બુધેલ ગામના સરપંચ ભવાનીસીંગ મોરી દ્વારા રાજેશભાઈ નામના ગ્રામજનને આર.ટી.આઈ. અન્વયે માહિતી માંગવા બદલ માર મારતા અને ગામના અમુક વિસ્તારમાં પાણી બંધ કરી દેવાના આક્ષેપ સાથે બુધેલ ગામ સમસ્ત દ્વારા સરપંચના વિરોધમાં કલેક્ટરને આવેદન પત્ર આપી ઘટિત કાર્યવાહી કરવાની માંગ કરી હતી.


મહુવા માર્કેટીંગ યાર્ડમાં શોર્ટસર્કીટના લીધે ટ્રક સળગ્યો

મહુવા માર્કેટીંગ યાર્ડમાં દક્ષિણ ભારત તરફ જતી ટ્રકમાં ડુંગળી ભરાતી હતી દરમિયાનમાં અચાનક ટ્રકમાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. પરંતુ મહુવા યાર્ડના વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે આગ ઓલવવાની કાર્યવાહી હાથ ધરાતા એકાદ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગમાં ટ્રકની કેબીન તેમજ ભરેલ ડુંગળીનો માલ બળીને ખાક્ થઇ ગયો હતો. પ્રાથમિક જાણકારી અનુસાર મહુવા યાર્ડના વેપારી મનુભાઈ વલ્લભભાઈનો ડુંગળીનો માલ ટ્કમાં લોડીંગ થતો હતો ત્યારે આગ લાગી હતી.


ભાજપનો તમામ ચાર બેઠકો પર વિજય

જિલ્લા-તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કુલ ૪૬.૩૮ ટકા મતદાન નોંધાયુ હતુ. જેની આજે શુક્રવારે મતગણતરી હાથ ધરવામાં આવતા પેટા ચૂંટણીની તમામ ચાર સીટ પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી બાજી મારી હતી. ભાવનગર સહિત રાજ્યભરમાં બુધવારે જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી અને પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ૪૬.૯૬ ટકા મતદાન નોંધાયુ હતું. ભાવનગર જિલ્લા પંચાયતની એક બેઠક માટે પેટા ચૂંટણી અને તાલુકા પંચાયતની ત્રણ બેઠકની પેટા ચૂંટણી થઈ હતી. જેની આજે શુક્રવારે સવારે ૯ કલાકે જે તે તાલુકા મથકે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. પાલિતાણા તાલુકાના ઘેટીની જિલ્લા પંચાયતની સામાન્ય સ્ત્રી બેઠક ખાલીRead More


અમરેલી જીલ્લાની ચાર બેઠકો માટેની મત ગણતરી યોજાઈ…૩ બેઠક પર કોંગ્રેસ અને ૧ બેઠકમાં ભાજપનો વિજય

અમરેલી જીલ્લાની ચાર બેઠકો માટેની મત ગણતરી માં આજે ધારી તાલુકા પંચાયતની ૩ બેઠક વીરપુર, ગોપાલગ્રામ અને દિતલા બેઠક માં કોંગ્રેસે બાજી મારી હતી જયારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના કુકાવાવ તાલુકા પંચાયતની સનાળી બેઠક ભાજપે કબજે કરી હતી પાલિકાની ચૂટણીમાં ભાજપનો હાથ ઉપર રહ્યો હતો પણ તાલુકા પંચાયતની પેટા ચૂટણીમાં કોંગ્રેસે બાજી મારીને ૩ બેઠકો કબજે કરી છે જેમાં વીરપુર બેઠકમાં ધીરુ મકવાણા ૧૯૪ મતે, ગોપાલગ્રામ બેઠક પર ગૌતમ હકુ વાળા ૩૮૮ મતે તો દીતલા બેઠક મહેન્દ્ર લાલકીયા ૬૮ મતે કોંગ્રેસના વિજેતા થયા છે તો કુકાવાવની સનાલી બેઠકના ભાજપનાRead More


ઘારીનાં વીરપુર માંથી સાત વન્ય પ્રાણી નીલગાય નાં મૃત દેહ મળી આવ્યા…યુરિયા વાળું પાણી પીવાથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ

ઘારીનાં વીરપુર માંથી સાત વન્ય પ્રાણી નીલગાય નાં મૃત દેહ મળીઆવ્યા…માલિકી ની વાડી માંથી એક સાથે સાત વન્ય જીવ નીલગાય નાં મૃત દેહ મળી આવતા વન વિભાગનો કાફલો ઘટના સ્થળે…યુરિયા વાળું પાણી પીવાથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ..


રાજુલા તાલુકાના વડ છતડીયા માર્ગ પર આવી ચડ્યા 2 સિંહો…શિકારની શોધમાં સિંહો નીકળ્યા રસ્તા પર…સિંહો રસ્તા પર આવતા વાહનો થંભી ગયા..જુઓ વિડીયો

રાજુલા તાલુકાના વડ છતડીયા માર્ગ પર આવી ચડ્યા 2 સિંહો…..શિકારની શોધમાં સિંહો નીકળ્યા રસ્તા પર…સિંહોએ રોડ પર મારી લટાર….સિંહો રસ્તા પર આવતા વાહનો થંભી ગયા….રાજુલા રેવેન્યુ વિસ્તારોમાં સિંહોનો છે વસવાટ..