Main Menu

Monday, March 6th, 2017

 

સાવરકુંડલા ખાતે 2 સંતો નું ઐતિહાસિક મિલન…

સાવરકુંડલા શહેર ના સૂફીસંત અને વ્યસન મુક્તિ ના પ્રેણતા અલ્હાજ સૈયદ દાદાબાપુ કાદરી ના આંગણે સતાધાર ના સંત શિરોમણી પૂજ્ય વિજય બાપુ એ પધરામણી કરતા બે સંતો ના ઐતિહાસિક મિલન થતા હિન્દૂ-મુસ્લિમ સમુદાય ના અગ્રણીઓ સાથે રહીને સંતો ના સ્નેહભર્યા શબ્દો નું રસપાન કર્યું હતું સંતો સમાજ નું અભિન્ન અંગ છે અને સમાજ ને સાચી દિશા માં જો કોઈ લઈ જતું હોય તો તે આ દેશના સંતો મહંતો છે ત્યારે આજે વ્યસન મુક્તિ થકી સમગ્ર ગુજરાત સાથે અન્ય રાજ્યોમાં પ્રસિદ્ધિ પામેલ સાવરકુંડલા ના સૂફીસંત અલ્હાજ સરકાર સૈયદ દાદાબાપુ કાદરી ના બાગેRead More


શ્રી આર.જે.એચ.હાઈસ્કુલના આચાયને શ્રેષ્ઠ શિક્ષણવિદનો રાષ્ટ્રીય એવોડ આપયો

ઈન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એજ્યુકેશન & મેનેજમેન્ટ નવી દિલ્હી દ્વારા ઉચ્ચ પ્રતિષ્ઠા અને શિક્ષણ ના શેત્રમાં ઉત્કૃષ્ઠ સીધીઓ તથા નોંધપાત્ર ભૂમિકા માટે શ્રી આર.જે.એચ.હાઇસ્કુલ ઢશા જંકશન ના આચાર્ય ડો.જી.બી.હેરમાને શ્રેષ્ઠ શિક્ષણવિદ એવોડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.ડો.જી.બી.હેરમાએ પોતાની સમગ્ર શેક્ષણિક કારકિર્દી દરમ્યાન તથા ખાસ કરીને છેલ્લા બે વર્ષ માં તેમના નેતૃત્વ માં શાળા એ શિક્ષણ,રમત-ગમત અને સહઅભયાસ ક્રમ પ્રવુતિ માં રાષ્ટ્રીય કક્ષા એ ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરીને શિક્ષણ અને સામાજિક શેત્રે ખુબ મોટું પ્રદાન કરેલું છે.


અમરેલીમાં શ્રી પારેખ મહેતા પ્રાથમિક વિભાગ ધો.૧ થી ૫ નો કિલ્લોલ વાર્ષિકોત્સવ યોજાયો

[wpdevart_youtube]Bgw8b6jXSvg[/wpdevart_youtube]તા.૪.૩.૧૭ ને શનિવારે અમરેલીમાં શ્રી પારેખ મહેતા પ્રાથમિક વિભાગ ધો.૧ થી ૫ નો કિલ્લોલ વાર્ષિકોત્સવ યોજાયો. આમંત્રિત મહેમાનો તથા બહોળા પ્રમાણ માં વાલીઓની હાજરીમાં કિલ્લોલ વાર્ષિકોત્સવ ની ઊજવણી કરવામાં આવી હતી.કિલ્લોલ નામ પ્રમાણે જ બાલમંદિર થી પાંચ ધોરણ ના પંખીડા ઓ રાસલા,રાધે કૃષ્ણ,રેલ ગાડી,પ્રાણીઓ,જોકર,જાદુ,રાજસ્થાની ઘૂમર આપની કલા સંસ્કૃતિ એવો ટીટોળો અને સ્વાગત પ્રાથના જેવા ગીતો પર કલશોર કરી મન મૂકી ને ઝૂમ્યા હતા.આ બાળકો સાથે આવેલ તમામ લોકો પણ ઝૂમી ઉઠ્યા હતા.


અમરેલી ડીવીઝનમાંથી આશા દવે ની ઓર્ગેનાઈઝ સેક્રેટરી તરીકે વરણી

બીએસએનએલ ના અમરેલી ડીવીઝન ને સર્કલ માં સહર્ષ સહમતી થી પ્રતિનિધિત્વ આપતા આશા દવેને ઓર્ગેનાઈઝ સેક્રેટરી તરીકે સ્થાન મળતા સર્વો ને આવકારી સુભેચ્છા પાઠવી છે.વડતાલ ખાતે બીએસએનએલ ના યુનિયન સર્કલ કોન્ફરન્સ માં અમરેલી ડીવીઝન ડીસ્ટ્રીકટ સેક્રેટરી તરીકે દિનેશ આર.રામાણી,જે.સી.એમ.સેક્રેટરી એમ,આઈ.ખેરાણી,યુનિયન ના આગેવાનો એ ભાગ લીધો હતો.


ભાવના સોસાયટીમાં જીઇબીની લાઇન ઉપર કામ કરી રહેલા શ્રમિકનું ઇલે. શોકથી મોત

ચિત્રા ભાવના સોસાયટીમાં પીજીવીસીએલની 11 કે.વી.ની લાઇન ઉપર કામ કરી રહેલા પીજીવીસીએલના કોન્ટ્રાકટરના મજુર ગોધરાના ભલાભાઇ મોહનભાઇ નાયકને અચાનક 11 કે.વી.ની લાઇનમાં પાવર શરૂ થઇ જતાં ઇલેકટ્રીક શોર્ટ લાગતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવને લઇ બોરતળાવ પોલીસ તથા પીજીવીસીએલના અધિકારીઆે ઘટના સ્થળે દોડી ગયા હતા.


લાઠી યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુધ્ધ રેલી કાઢી મામલતદાર ને પાઠવ્યું આવેદનપત્ર

[wpdevart_youtube]7FFva3g7YgQ[/wpdevart_youtube]અમરેલી જિલ્‍લા યુવક કોંગ્રેસ ઘ્‍વારા આજે લાઠીનાં મામલતદારને આવેદનપત્ર પાઠવીને રાંઘણગેસનાં સિલીન્‍ડરમાં કરવામાં આવેલ ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્‍યો છે.આવેદનપત્રમાં જણાવેલ છે કે, કેન્‍દ્રની ભાજપ સરકારે એકી સાથે રાંઘણગેસનાં સિલીન્‍ડરનાં રૂપિયા 87નો તોતિંગ ભાવ વધારો કરતાં ગરીબ અને મઘ્‍યમવર્ગીય પરિવારોની હાલત બગડી ગઈ છે. અને ગૃહિણીઓને ઘરનું ગુજરાન કરવાનું મુશ્‍કેલ બનયું હોય ભાવવધારો પરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.આ તકે જિલ્‍લા યુવક કોંગ્રેસનાં પ્રમુખ પરેશ ભુવા, હિંમત રાસડીયા, જીતુાઈ વાળા, આંબાભાઈ કાકડીયા સહિતનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.


રાંધણગેસના ભાવમાં થયેલા કમરતોડ વધારાના વિરોધમાં

સિહોર જિલ્લા કાેંગ્રેસ નાં કાર્યકતાર્આેએ ભાવનગર-રાજકોટ ધોરીમાર્ગ કર્યો ચકકાજામ

રાંધણગેસના ભાવમાં થયેલા કમરતોડ વધારાના વિરોધમાં સિહોર જિલ્લા કાેંગ્રેસ નાં કાર્યકતાર્આેએ સિહોરમાં ભાવનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ઉતરી આવી ચકકાજામ કર્યો હતો. કાેંગ્રેસના કાર્યકતાર્આેએ કરેલા ચકકાજામના પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો અને માર્ગ પર બેસી ગયેલા કાેંગ્રેસના કાર્યકતાર્આેને માર્ગ પરથી હટાવવા ના કરેલા પ્રયાસ દરમ્યાન પોલીસ અને કાર્યકતાઆે વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ દરમ્યાન કેટલાક કાર્યકતાર્આેએ રાંધણ ગેસનાખાલી બાટલાઆે રસ્તાપર ફેંકયા હતા. ગેસમાં થયેલા કમરતોડ ભાવ વધારાથી આમ જનતાને પડી રહેલી અને આગામી દિવસોમાં પડનારી મુશ્કેલી અંગે જિલ્લા કાેંગ્રેસ દ્વારા વાચા આપવાના થયેલા પ્રયાસમાં થાેડીવાર માટે ધોરીમાર્ગ પર ઉશ્કેરાટ છવાયો હતો.Read More


ધારીના ગીગાસણમાં ૩ ડાલામથ્થા સાવજો સજોડે જોવા મલ્યા જુઓ વિડીઓ

[wpdevart_youtube]tx_gK4Sf_Tg[/wpdevart_youtube]અમરેલીના ધારીમાં એક વાડીમાં એકસાથે ત્રણ સિંહો જોવા મળ્યા હતાં. બાજુમાં એક ટ્રેક્ટર આવી રહ્યું હતું તેની બીકે ત્રણેય સિંહો ખેતરમાં દોડી રહ્યા હતાં. સવાર-સવારમાં એકસાથે ત્રણેય સિંહોને દોડતા જોઈ જતાં ઉભેલા એક ખેડૂત અને પુત્ર બૂમાબૂમ કરી હતી. જોકે એકસાથે ત્રણ નર સિંહો સાથે જોવા મળ્યા હોય તેવી આ પહેલી ઘટના હતી. મહત્વની વાત એ છે કે આ ત્રણેય સિંહોની નામ પણ જોરદાર છે. આ ત્રણેય સિંહના નામ છે અમર અક્બર અને એન્થોની.  


મહારાષ્ટ્રના સાંગલીમાં એક નાળામાંથી કબજે કરાયા 19 બાળકીઓના ભ્રૂણ

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં બાળકીઓના જન્મ થયા પહેલા જ ગર્ભમાં જ મારવાનો મામલો સામે આવ્યો છે. અહીં એક નાળાની અંદરથી પોલીસે 19 બાળકીઓના ભ્રૂણને કબજે કર્યા છે. હાલ આ મામલાના માસ્ટરમાઈન્ડ ડોક્ટર હજુ પોલીસની પકડની બહાર છે.સાંગલી જિલ્લાના મહસાલ ગામમાં રવિવારે એક નાળાની અંદરથી 19 ભ્રૂણ મળી આવ્યા. બાળકીઓના ભ્રૂણને પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને નાળામાં દાટી દીધા હતા.મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક 26 વર્ષીય મહિલાનું એબોર્શન દરમિયાન મોત થયું. જે મહિલાનું મોત થયું તે ત્રીજી વાર ગર્ભવતી હતી અને તેની પહેલાથી બે દીકરીઓ હતી. આ વખતે પણ દીકરી જન્મનારી હતી.ત્રીજીRead More


ISISના એજન્ટ બંધુઓને પોલીસ અધિકારીઓ ભાવનગર ખાતે વિવિધ તપાસ માટે લાવ્યા

ભાવનગર અને રાજકોટમાંથી ગુજરાત એટીએસએ ખાસ ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધરી રાજકોટ અને ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી ઝડપી પાડેલ ISISના એજન્ટ બંધુઓને પોલીસ અધિકારીઓ આજે ભાવનગર ખાતે વિવિધ તપાસ માટે લાવ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં એટીએસ પોલીસ વિભાગનો સ્ટાફ તથા વાહનો સાથે ભાવનગર એસઓજી પોલીસને સાથે રાખી કેટલાક સ્થળોએ તેને લઇ ગઇ હતી. જયાં પંચનામું તથા કેટલાક વ્યક્તિઓના નિવેદનો લીધા હતા.રાજયના એટીએસ વિભાગના અધિકારીઓ તથા તેનો ચાલીસેક કર્મચારીઓનો કાફલો આજે સવારે આઇએસઆઇએસની સાથે જોડાયેલ અને ખતરનાક આતંકી પ્રવૃતિને અંજામ આપવાની તૈયાર કરી રહેલ ભાવનગરના પ્રભુદાસ તળાવમાં આવેલ આફરીન ફ્લેટનાRead More