Main Menu

Wednesday, October 25th, 2017

 

ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી ભાવનગર જિલ્લામાં યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૭ ની માહિતી આપી

ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હર્ષદ પટેલે આજે તા. ૨૫ના રોજ સાંજે ૧૭/૧૫થી ૧૮/૦૦ કલાક સુધી કલેકટર કચેરીના આયોજન સભાખંડ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી ભાવનગર જિલ્લામાં યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૭ ની માહિતી આપી જણાવ્યું હતું કે જિલ્લાની ૭ વિધાનસભા બેઠકો પર તા. ૯/૧૨ના રોજ ચૂંટણી યોજવામાં આવશે. તા. ૧૮/૧૨ના રોજ મતગણતરી કરાશે. તા. ૨૦/૧૨ સુધીમા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાશે. આજથી જ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થાય છે. જિલ્લાના ૭ પોલીંગ સ્ટેશન પર માત્ર મહિલા સ્ટાફ હશે.ચાલુ વર્ષે જિલ્લાના તમામ મતદાન મથકો પર વી. વી. પેટ નો ઉપયોગRead More


અમરેલી ખાતે જિલ્‍લા ચૂંટણી અધિકારી સંજય અમરાણીના અધ્યક્ષસ્‍થાને પત્રકાર પરિષદ

૧,૪૧૫ મતદાન મથકો પર અમરેલી જિલ્‍લાના ૧૧,૭૩,૩૮૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે

કલેક્ટર-વ- જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી સંજય અમરાણીના અધ્‍યક્ષસ્થાને વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૧૭ અન્‍વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્‍લા કલેક્ટર કચેરી-અમરેલી ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી સંજય અમરાણીએ જણાવ્‍યું હતુ કે, ચૂંટણી જાહેર થતા તા.૨૫ ઓકટોબર-૨૦૧૭થી જિલ્‍લામાં આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે. આદર્શ આચારસંહિતાના અમલમાં નિષ્‍પક્ષ રીતે ચૂંટણી કાર્યવાહી થાય તેમાં ઇલેકટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયાની પણ અગત્‍યની ભૂમિકા છે. ચૂંટણીલક્ષી સવિસ્‍તાર વિગતો આપતા જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી અમરાણીએ મોડેલ કોડ ઓફ કન્‍ડક્ટના ભાગરૂપે કોલ સેન્‍ટરમાં કાર્યરત ટોલ ફ્રી નંબર પર ચૂંટણી સંબંધી કોઇપણ ફરિયાદ (૦૨૭૯૨) ૨૩૦૬૦૭ પર નોંધાવીRead More


ગુજરાત ચુંટણી : ૨૦૦૭ ચૂંટણી પરિણામ

ગુજરાતમાં ૨૦૧૨ પહેલા ૨૦૦૭માં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે ૧૧૭ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો. ૨૦૦૭ના ચૂંટણી પરિણામ નીચે મુજબ રહ્યા હતા.વિધાનસભાની કુલ બેઠક ૧૮૨ચૂંટણી યોજાઈ ૧૮૨પરિણામ જાહેર ૧૮૨ભાજપને સીટો મળી ૧૧૭કોંગ્રેસને સીટો મળી ૫૯ભાજપને મત મળ્યા ૪૯.૧૨કોંગ્રેસને મત મળ્યા ૩૯.૬૩


ગુજરાત ચુંટણી : ૨૦૦૨ ચૂંટણી પરિણામ

ગુજરાતમાં ૨૦૦૭ પહેલા ૨૦૦૨માં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે ૧૨૭ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે ચૂંટણી લડી હતી જેમાં સ્લોગન તરીકે ગુજરાત અÂસ્મતા રાખવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં પરિણામ નીચે મુજબ રહ્યા હતા.ગુજરાતમાં ૨૦૦૭ પહેલા ૨૦૦૨માં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે ૧૨૭ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે ચૂંટણી લડી હતી જેમાં સ્લોગન તરીકે ગુજરાત અÂસ્મતા રાખવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં પરિણામ નીચે મુજબ રહ્યા હતા.વિધાનસભાની કુલ બેઠક ૧૮૨ચૂંટણી યોજાઈ ૧૮૨પરિણામ જાહેર ૧૮૨ભાજપને સીટો મળી ૧૨૭કોંગ્રેસને સીટો મળી ૫૧અન્યોને સીટો મળી ૦૪ભાજપને મતRead More


ગુજરાત ચુંટણી  :૧૯૯૮ ચૂંટણી પરિણામ

ગુજરાત ચુંટણી  :૧૯૯૮ ચૂંટણી પરિણામગુજરાતમાં ૨૦૦૨ પહેલા ૧૯૯૮માં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે ૧૧૭ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો. ભાજપે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી જેમાં સ્લોગન પણ ખુબ જ રોમાંચક રાખવામાં આવ્યું હતું. ૧૯૯૮ના ચૂંટણી પરિણામ નીચે મુજબ રહ્યા હતા.વિધાનસભાની કુલ બેઠક ૧૮૨ચૂંટણી યોજાઈ ૧૮૨પરિણામ જાહેર ૧૮૨ભાજપને સીટો મળી ૧૧૭કોંગ્રેસને સીટો મળી ૫૩અન્યોને સીટો મળી ૧૨ભાજપને મત મળ્યા ૪૪.૮૧કોંગ્રેસને મત મળ્યા ૩૫.૨૮


ગુજરાત ચુંટણી : ૧૯૯૫ ચૂંટણી પરિણામ

ગુજરાત :૧૯૯૫ ચૂંટણી પરિણામાજરાતમાં ૧૯૯૮ પહેલા ૧૯૯૫માં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે ૧૨૧ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો. ભાજપે મુખ્યમંત્રી પદના કોઇ ઉમેદવાર જાહેર ન કર્યા હતા. કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા આગેવાન તરીકે હતા. ૧૯૯૫ના ચૂંટણી પરિણામ નીચે મુજબ રહ્યા હતા.વિધાનસભાની કુલ બેઠક ૧૮૨ચૂંટણી યોજાઈ ૧૮૨પરિણામ જાહેર ૧૮૨ભાજપને સીટો મળી ૧૨૧કોંગ્રેસને સીટો મળી ૪૫અન્યોને સીટો મળી ૧૬ભાજપને મત મળ્યા ૪૨.૫૧કોંગ્રેસને મત મળ્યા ૩૨.૯


છેલ્લી પાંચ ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે

ગુજરાત : ૨૦૧૨માં ભાજપે ૧૧૬ બેઠકો જીતી લીધી હતી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. ગુજરાતમાં બે તબક્કામાં નવ અને ૧૪મી ડિસેમ્બરે મતદાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્ય ગુજરાતમાં આ વખતની ચૂંટણી ખુબ જ હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ પુરવાર થનાર છે. શાસનવિરોધી પરિબળો, પાટીદારોની નારાજગી, અન્ય જુદા જુદા સમુદાયની નારાજગી અને અન્ય શ્રેણીબદ્ધ પરિબળોના પરિણામ સ્વરુપે હાલત ખુબ જ કફોડી બનેલી છે. આવી સ્થતિમાં પ્રતિષ્ઠા સમાન ચૂંટણી પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ગુજરાતમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણી ૨૦૧૨માં યોજાઈ હતી જેમાંRead More


તળાજા તાલુકાના કુંઢેલી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડીંગનું ખાતમૂહર્ત કરાયું

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે આશરે રૂ.૮૫ લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થશે. ૧૨ પથારી, પી.એમ.રૂમ, લેબોરેટરી, ફાર્મસી સ્ટોર, ઓપીડી વિભાગ સહીત પંચાવનસો ચો.ફૂટના બાંધકામ સાથેના અધ્યતન નવા બિલ્ડીંગનું ખાતમૂહર્ત ભાવનગર જીલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ એ. સરવૈયાના હસ્તે ગત લાભપાંચમના રોજ કરવામાં આવ્યું હતું. કુંઢેલી-ઘંટારવાળા માર્ગ પર આ નવું દવાખાનું બનાવવા માટે એક વીઘો કીમતી જમીન કુન્ધેલીના પટેલ અજવાળીબેન ગણેશભાઈ વશરામભાઈ ગોટી તરફથી દાનમાં આપવામાં આવી છે. આજુબાજુના ૨૧ ગામોને આ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બની જતા આરોગ્ય સેવા નો લાભ મળશે. ખાતમુહરત વિધિમાં સરપંચ ગજુભા રાણા, દિલીપસિંહ રાણા, શંભુભાઈRead More


મહિલા સામખ્ય  અમરેલી દ્વારા બાબરા તાલુકામાં કિશોરી વર્ક્શોપ

અમરેલી જીલ્લા માં શિક્ષણ દ્વારા બહેનો અને કીશોરીમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરતી ગ્રામ્યસ્તર પર કાર્યરત મહિલા સામખ્ય દ્વારા બાબરા તાલુકામાં બી.આર.સી. હોલમાં કિશોરી વોર્ક્શોપનું આયોજન જીલ્લા સંકલન અધિકારી હર્ષિદાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું, જેમાં બાળપણ ગયું અને કિશોરવસ્થા આવું એ મોડ્યુલ દ્વારા કીશોરીમાં થતા શારીરિક ફેરફાર તથા અવેરનેશ વિષે વિસ્તૃત આપવામાં જેમાં કે બાબરા હેલ્થ વિભાગમાંથી શરદભાઈ ગોહિલ,ચંપાબેન તથા મહિલા સામખ્યના કાર્યકર્તા પ્રિયદર્શની હર્ષાબેન તથા કનુબેન દ્વારા કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો. જેમાં ગ્રામ્ય વિસ્તારની ૯૨ કિશોરી કાર્યશાળામાં હાજર રહી


અમરેલી જિલ્લામાં મગફળીની ખરીદી ગુજકેટ દ્વારા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આરંભ

આજે લાભપાચમે અમરેલી અને સાવરકુંડલા ની માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા હતા 600 થી 700 ના ભાવે દિવાળી પહેલા વેચાતી મગફળીથી ખેડૂતોને પરસેવાની કમાણીનું યોગ્ય વળતર મળતું ન હતું પણ સરકારે કરેલ લાભપાચમે ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગામડે ગામડે થી ખેડૂતો તેજના ભાવે મગફળી વેચવા ખેડૂતો ઉમટ્યા હતા હાથસણી ગામના ખેડૂતે 30 વિઘની વાવેલી નગફળી ને ટેકાના ભાવે વેચવા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ માં આવ્યા હતા અને 900 નો પોષણ શમ ભાવ મળતા ખેડૂતોમાં રાહતનો અહેસાસ જોવા મળ્યો હતો જ્યારે ગુજકેટ દ્વારા થતી ટેકાનાRead More