Main Menu

November, 2017

 

પરમાણુ ઉર્જા ઉપર ડો.નિલમ ગોયલનો વાર્તાલાપ…મન માંથી ડર કાઢી નાખવો પડશે

ભાવનગર,પરમાણું ઉર્જા વિકાસ જાગરૂકતા અભિયાન અંતરગત ભારતની પરમાણુ સહેલી અને પરમાણુ ઉર્જા વિકાસ જાગરુકતા સંસ્થાનના અધ્યક્ષ ડો.નિલમ ગોયલ દ્વારા દૌલત અનંત વળિયા વિદ્યાલય,શાસ્ત્રીનગર ખાતે વિદ્યાર્થીઓને પરમાણુ ઉર્જા અને દેશના વિકાસમાં અગ્રેસર મહત્વપૂર્ણ યોજનાઓ વિષે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું.જેમાં અંદાજે ૫૫૦-૬૦૦ વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકગણે ભાગ લીધો.જેમાં બતાવવામાં આવ્યું કે આપણી ઝીંદગી ની મૂળભૂત જરૂરિયાતો માટે વીજળી બહુ મહત્વ ની છે.વીજળી વિના આપને ખોરાક,કપડા અને ઘર પણ નસીબ થશે નહી.એટલે કે વીજળી વિના જીવનની કલ્પના પણ કરી શકતા નથી.


પદ્માવતી પર રોક લગાવે સરકાર, નહીં તો એવું થશે જેને ઈતિહાસ યાદ રાખશે: તોગડિયા

સુપ્રીમ કોર્ટની ઝાટકણી પછી પણ પદ્માવતી પર લોકોની નિવેદનબાજી રોકાવવાનું નામ જ નથી લેતી. વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાએ પદ્માવતી પર હુમલો કરતાં કહ્યું કે કેન્દ્ર સરકાર ફિલ્મ પર રોક લગાવે નહીં તો સિનેમા ઘરમાં જે થશે તેને ઈતિહાસ જોશે. પ્રવીણ તોગડિયાએ નામ લીધા વગર ગુરૂવારે ભોપાલમાં બીજેપી નેતાઓ પર નિશાન સાધયુ હતું. તેમણે કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી લડનાર એ જણાવે કે હિંદુત્વ માટે તેમણે શું કર્યું? વિકાસ માટે લડવા ઈચ્છો છો તો એને કહો પણ. આજે ખેડૂત, વિદ્યાર્થી બધા પરેશાન છે. માથા પર કોઈ તલવાર પણ મુકશે તોRead More


મેગીના નમૂના ફરીથી ફેલ, ડિસ્ટ્રીબ્યૂટર કંપની તથા નેસ્લે ને 62 લાખનો દંડ

બે મિનિટમાં તૈયાર થનાર મેગીનુ નામ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. ઉતર પ્રદેશની શાહજહાપુરની એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે કંપની નેસ્લે અને તેના ડિસ્ટ્રીબ્યુટર્સ પર 62 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મેગી નૂડલ્સના સેમ્પલમાં એશ કોન્ટેંટ માપદંડ કરતા વધારે મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે. 2015 માં 7 સેમ્પલ લઈને લખનૌ લેબમાં તપાસ માટે મોકલાવામાં આવ્યા હતા અને 2016 માં તેનો રિપોર્ટ આવ્યા પછી ADM કોર્ટમાં 7 કેસ દાખલ કરાયા હતા. કુલ દંડમાંથી 45 લાખ રૂપિયા નેસ્લે ઈન્ડિયાને આપવા પડશે. 15 લાખ ડિસ્ટ્રીબ્યુટર્સ અને 2-2 લાખનો દંડ વેચનાર પર પણ લગાવવામાંRead More


ચૂંટણી પ્રચાર માટે પીએમ મોદી 3 ડિસેમ્બરથી બે દિવસ ગુજરાતમાં

વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ડિસેમ્બરથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.તેઓ બે દિવસમાં ભાજપની સાત ચૂંટણી સભાઓ ગજવશે.આ સિવાય અમદાવાદમાં એક કાર્યક્રમમાં પણ સામેલ થશે.નરેન્દ્ર મોદી ત્રણ ડિસેમ્બરે ભરૂચ, સુરેન્દ્રનગર, અને રાજકોટમાં સભા સંબોધિત કરીને ભાજપ માટે મત માંગશે.તો ચાર ડિસેમ્બરે પીએમ મોદી ધરમપુર, ભાવનગર, જૂનાગઢ અને જામનગરમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે.પીએમ મોદી 3 તારીખે સાંજે અમદાવાદમાં એસજીવીપીના કાર્યક્રમમાં પણ સામેલ થશે.


અમરેલીમાં વેપારીઓને મળીને રાહુલે લાઠીમાં ભાજપ પર કર્યા પ્રહાર

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે હાલ બે દિવસની મુલાકાતે છે. બુધવારથી શરૂ થયેલી તેમની આ મુલાકાતનો આજે છેલ્લો અને અંતિમ દિવસ છે. આજે રાહુલ ગાંધીએ સવારે અમરેલીમાં સ્થાનિક વેપારી સંગઠન સાથે મુલાકાત કરી હતી. અને અહીંના વેપારીઓના પ્રશ્નોને જાણવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમણે લાઠીમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. લાઠીમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દરેક સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે. કેમ કે ગુજરાતની સરકારે તેમનું શોષણ કર્યું છે. આ સાથે જ રાહુલ ગાંધીએ અહીં તેના ટાટા નેનો, નોટબંધી અને જીએસટીનાRead More


ભાજપ ઉમેદવારના પત્ની અને કોંગ્રેસ ઉમેદવારની દીકરી ચુંટણીનો પ્રચાર કરીને અમરેલી જીલ્લામાં મત માંગી રહી છે…જુઓ અહેવાલ

ચુંટણી ના પડધમ વાગી ગયા છે ફોર્મ ભરાયા બાદ ઉમેદવારો ચુંટણી પ્રચાર માં વ્યસ્ત બન્યા છે ત્યારે ઉમેદવારના પત્ની કે ઉમેદવાર ની દીકરી ચુંટણીનો પ્રચાર કરીને અમરેલી જીલ્લામાં મત માંગી રહી છે પુરુષ સમોવડી બનેલી સ્ત્રીઓ ચુંટણીના રણમેદાનમાં ઉતારી છે ત્યારે સાવરકુંડલા માં ભાજપ ના ઉમેદવાર ની પત્ની ડોર ટુ ડોર ફરી રહી છે તો લાઠીના કોંગ્રેસના ઉમેદવાર ની દીકરી મત માંગવા દુકાને દુકાને ફરી રહી છે.સાવરકુંડલા માં ભાજપના ઉમેદવાર કમલેશ કાનાણી ના ધર્મપત્ની અનસુયા કાનાણી સાવરકુંડલા ની સોસાયટી વિસ્તારો માં મહિલા મોરચાની બહેનો ને સાથે લઈને ભાજપ ને જીતાડવાRead More


ચૂંટણીમાં રોકાયેલા કર્મીઓનું પોસ્ટલ મતદાનનો આરંભ…અમરેલી જિલ્લાની 5 બેઠકો માટેના પોસ્ટલ મતો મતદાન મથકમાં નાંખવામા આવ્યા

ગુજરાત રાજ્યની પ્રથમ તબ્બકા ની ચૂંટણી માં આજથી ચૂંટણી માં રોકાયેલા કર્મીઓનું પોસ્ટલ મતદાન નો આરંભ થયો છે અમરેલી જિલ્લાની 5 બેઠકો માટે ના પોસ્ટલ મતો મતદાન મથકમાં નાંખવસમાં આવ્યા હતા.આજ થી બે દિવસ સુધી પ્રથમ તબ્બાકા ની 9 ડિસેમ્બરે યોજવવાની ચૂંટણી નું પોસ્ટલ મતદાન અમરેલી જિલ્લામાં શરૂ થયું છે અમરેલી, સાવરકુંડલા, લાઠી, ધારી અને રાજુલા બેઠકની ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મીઓએ પોસ્ટલ મતદાન કરવામાં આવેલું જેમાં અમરેલી જિલ્લા બહારના પોલીસ કર્મીઓ, શિક્ષકો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સાથે આરોગ્ય, મામલતદાર કચેરી સહિતના ચૂંટણીમાં રોકાયેલા કર્મીઓએ મતદાન કરીને મતદાનની પવિત્ર ફરજ બજાવીRead More


અમરેલીમાં રાહુલ ગાંધીને નિહાળવા જનમેદની ઉમટી…શહેરીજનોએ કોંગી ઉપાઘ્‍યક્ષનું ઉમળકાભેર સ્‍વાગત કર્યુ

અમરેલીનાં રાજમાર્ગો પર આજે કોંગ્રેસ પક્ષનાં ઉપાઘ્‍યક્ષ રાહુલ ગાંધીની નવસર્જન યાત્રા આવી પહોંચતાં શહેરીજનોએ કોંગી ઉપાઘ્‍યક્ષનું ઉમળકાભેર સ્‍વાગત કર્યુ હતું. સાવરકુંડલાથી નવસર્જન યાત્રા સડક માર્ગે અમરેલી ખાતે આવી પહોંચતાં સાવરકુંડલા બાયપાસ ચોકડીએ રાહુલ ગાંધીનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યા બાદ બહારપરા, ફુલારા ચોક, ટાવર ચોક, ડો. જીવરાજ મહેતા ચોક, નાગનાથ ચોક, થઈને સરદાર સર્કલ ખાતે સીનીયર સીટીઝન પાર્ક ખાતે આવી પહોંચ્‍યા હતા. શહેરનાં માર્ગો પર આબાલ-વૃઘ્‍ધ, વેપારીઓ, મહિલાઓ સહિત મોટી જનમેદની રાહુલ ગાંધીને આવકારવા એકઠી થઈ હતી અને તેઓએ શહેરીજનોનું અભિવાદન ઝીલ્‍યુ હતું. આ નવસર્જન યાત્રામાં હજારોની જનમેદની ઉમટી પડી હતીRead More


લ્યો બોલો : ધારી વિસ્તારનાં કોંગ્રેસનાં ઉમેદવાર ગમે તેને કોંગ્રેસના ખેસ પહેરાવી દે છે..!!

ખાંભા : ધારી /બગસરા વિસ્તારનાં કોંગ્રેસનાં ઉમેદવાર જાણે કે હાર ભાળી ગયા હોય તેમ ગમે તેને પૂછ્યા વગર કોંગ્રેસનો ખેસ પહેરાવીને દે છે..  આવી જ એક ઘટના સામે આવી છે ખાંભા ના તાતણીયા મા.. બન્યુ એવુ કે શ્રી બાબુભાઇ  વરીયા સરપંચ ગામ તાતણીયા કે જે ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા ને વરેલા છે પણ તેમને ચાલાકી થી કોંગ્રેસ નો ખેસ પહેરાવવાની કાવતરાપૂર્વક ચાલ કરી હતી પરંતુ શ્રી દિલીપભાઇ સંઘાણી ની કાર્યકર્તા પ્રત્યે અને કાર્યકર્તા ની પાર્ટી પ્રત્યે ની નિષ્ઠા ના કારણે તેમની ચાલ નાકામયાબ બની હતી..શ્રી સંઘાણી એ શ્રી બાબુભાઇRead More


ખાંભા પંથકમાં ઠેર ઠેર દિલીપ સંઘાણીને જબરદસ્ત પ્રતિસાદ,મોટા સમઢીયાળા ગામે યોજાયેલી મીટીંગમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

ખાંભા : ધારી બેઠક પરથી ચુંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અને દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે..  ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે યોજાયેલી એક મિટિંગમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને દીલીપ સંઘાણીને વિજેતા બનાવવા ખાત્રી આપી હતી..