Main Menu

Thursday, November 2nd, 2017

 

અમરેલી જિલ્લામાં કપાસ,મગફળીની ભરપૂર આવક…વાહનોની કતારો લાગી યાર્ડની બહાર…ખેડૂતો 1200 થી 1400ના ભાવો મળે તેવી કરી રહ્યા છે માંગણી…યાર્ડમાં થતી આવકો થી મજૂરોમાં હરખની હેલી

અમરેલી ના એ.પી.એમ.સી.માં ખેડૂતો દ્વારા મગફળી અને કપાસની વધુ પ્રમાણ માં આવક કરીને ખેત જણસો વેચી રહ્યા છે સાંજ થી અમરેલી એ.પી.એમ.સી.માં કપાસ અને મગફળી ની ગાડીઓ ખડકાઈ જાય છે અને સવારથી યાર્ડ માં હરરાજી શરુ થતા જ ખેડૂતો માળ વેચી રહ્યા છે કપાસમાં ૭૫૦ થી લઈને ૯૫૦ જેટલો ભાવ ખેડૂતને મળી રહ્યો છે જયારે મગફળી ટેકાના ભાવ કરતા પણ ખુબજ ઓછા ભાવો મળી રહ્યા હોવાથી ખેડૂતોને સરકારની ઓનલાઈન કાર્યપધતી ને કારણે પારાવાર પરેશાની થઇ રહી છે જેથી ગામડે ગામથી આવતો ખેડૂત નાની એવી શતીને કારણે હેરાન થઇ રહ્યો છે.સવારથીRead More


શાહ ગૌરવ સંપર્ક અભિયાન શરૂ કરાવશે

ગુજરાત ચૂંટણી : ભાજપ ઘેર ઘેર જવા માટે સંપૂર્ણ સુસજ્જ

ગૌરવ સંપર્ક અભિયાનને લઇને કાર્યકરો ભારે ઉત્સાહિત થયા : સાતમીથી ૧૨ સુધી અભિયાન જારદારરીતે ચાલશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે મિશન ગુજરાતને તીવ્ર બનાવવાનો નિર્ણય કરી લીધો છે. ગુજરાત ગૌરવ યાત્રા બાદ હવે પાર્ટી મતદારો સુધી પહોંચવા માટે ઘેર ઘેર જનાર છે. આ કાર્યક્રમ હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાતમી નવેમ્બરથી ૧૨મી નવેમ્બર સુધી ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન ચલાવશે. આ હેટળ રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભામાં જનસંપર્ક કરવામાં આવનાર છે. ભાજપના પ્રવકતા આઇકે જાડેજા દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી ચુકી છે. સંપર્ક અભિયાનની શરૂઆત ભાજપ પ્રમુખ અમિત શાહ અમદાવાદના નારાણપુરાRead More


પુજ્ય મંહત બાપા હાથ પકડે પછી મારે ચિંતા શું : વડાપ્રધાન મોદી

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ગાંધીનગરના અક્ષરઘામ મંદિર પહોંચી ગયા છે. જ્યાં તેમણે મયૂર દ્વારનું ઉદ્ઘાટન કર્યું છે અને નીલકંઠવર્ણી મૂર્તિનો જલાભિષેક કર્યો છે. અમદાવાદ એરપોર્ટથી તેઓ રાજભવન ગયા હતા , જ્યાં ટૂંકુ રોકાણ કર્યા બાદ તેઓ અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા.જ્યાં તેમણે સંબોધન કરતા જણાવેલ કે અક્ષરધામ મંદિરનું કામ સેવા સાથે જોડાયેલું છે.અક્ષરધામ મંદિરને કેસ સ્ટડીની જેમ જુએ યુનિવર્સિટી.મંદિરમાં આવનાર પર્યટક ભક્ત બનીને બહાર જાય છે.પ્રમુખ સ્વામી સાથે મારી ઘણી નીકટતા હતી.પુજ્ય મંહત બાપા હાથ પકડે પછી મારે ચિંતા શું.મંદિરમા આધુનિકતા અને આધ્યાત્મનો સુભગ સમનવ્ય.


જય શાહની ફરિયાદ રદ કરાવવા કોર્ટમાં પિટિશન

જય શાહ વિશે લેખ મામલે જવાબદારો હવે હાઇકોર્ટમા

હાઇકોર્ટે જય શાહ વિરૂધ્ધ નોટિસ જારી કરી જવાબ માંગ્યો અરજદારોને નીચલી કોર્ટના સમન્સ સામે સ્ટે ના આપ્યા નવી દિલ્હીના ધ વાયર નામના ન્યુઝ પોર્ટલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ અને તેની કંપની વિશે લખાયેલા વિવાદીત અને બદનક્ષીભર્યા આર્ટિકલ અંગે જય શાહે અત્રેની મેટ્રોપોલીટન કોર્ટમાં પોર્ટલના રિપોર્ટર રોહિણીસિંહ સહિત સાત આરોપીઓ વિરૂધ્ધ દાખલ કરેલી બદનક્ષીની ફરિયાદ અને ફોજદારી કોર્ટ દ્વારા તેઓની વિરૂધ્ધ જારી કરાયેલા સમન્સના હુકમને પડકારતી ન્યુઝ પોર્ટલના જવાબદારોએ ગુજરાત હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન દાખલ કરી છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે અમિત શાહના પુત્ર જય શાહ સહિતના પક્ષકારો વિરૂધ્ધRead More


હિમાચલમાંથી કોંગ્રેસને ઉખાડી ફેંકવા મોદીનો લોકોને અનુરોધ

સડી ગયેલી કોંગ્રેસની વિચારધારાને મુક્ત કરવાની જરૂર : મોદી

પોતે ભ્રષ્ટાચારના કેસમાં જામીન ઉપર રહેલા મુખ્યમંત્રી વીરભદ્ર ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાત કરી રહ્યા છે : કોંગ્રેસ પાર્ટી લાફિંગ ક્લબ બની ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના કાંગરામાં આક્રમક ચૂંટણી પ્રચાર કરીને મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસો કર્યા હતા. મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા કહ્યું હતું કે, ૯મી તારીખના દિવસે બટન દાવીને કોંગ્રેસ પાર્ટીને ઉખાડી ફેંકવા માટેનો સમય આવી ગયો છે. હિમાચલ પ્રદેશને લૂંટનાર લોકો સત્તામાં રહેવા જાઇએ નહીં. મોદીએ કોંગ્રેસ મુક્ત ભારતના પોતાના નારા પર કોંગ્રેસની ટિકાટિપ્પણીનો જવાબ આપતા કહ્યું હતું કે, પંડિત નહેરુ જનસંઘને ખતમ કરી દેવાRead More


ખર્ચ નિયંત્રણ અંગે અને નિયત થયેલા ભાવો અંગે જિલ્‍લા કલેકટર-વ-જિલ્‍લા ચૂંટણી અધિકારી એસ.એલ.અમરાણીની અધ્‍યક્ષતામાં બેઠક સંપન્‍ન

અમરેલી જિલ્‍લામાં વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૧૭ ખર્ચ નિયંત્રણ અંગે અને નિયત થયેલા ભાવો અંગે જિલ્‍લા કલેકટર-વ-જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી એસ.એલ. અમરાણીની અધ્‍યક્ષતામાં બેઠક સંપન્‍ન થઇ હતી. જેમાં વિવિધ પક્ષોના પ્રતિનિધીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેમને ખર્ચ અંગેનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતુ. આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નિરગુડે, નાયબ ચૂંટણી અધિકારીશ્રી રાજેશ આલ, નાયબ માહિતી નિયામકશ્રી બસીયા તેમજ વાહન વ્‍યવહાર અધિકારીશ્રી ઉપસ્‍થિત રહ્યા હતા.


ઓ.બી.સી સમાજ દ્વારા અલ્પેશ ઠાકોરનો થયો ઉગ્ર વિરોધ…અલ્પેશ ઠાકોરના પૂતળાને જુતા નો હાર પહેરાવી કરાયું દહન…ક્યાં ??…જુઓ વિડીયો

ઓ.બી.સી. એકતા મંચ ના પ્રમુખ અલ્પેશ ઠાકોર તાજેતર માંજ કોંગ્રેસ માં જોડાતા તેમનો ઠેર ઠેર વિરોધ ઓબીસી સમાજ દ્વારા કરાયો હતો ત્યારે  આજે રાજકોટ ના કોટડા સાંગાણી માં બસ સ્ટેન્ડ સામે કોટડા સાંગાણી તાલુકા  ઓબીસી સમાજ દ્વારા  અલ્પેશ ઠાકોર ના પૂતળાને જુતા નો હાર પહેરાવી.દહન કરી તેમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ  અલ્પેશ વિરોધી નારાઓ જેવાકે.  સમાજ નો ગદ્દાર કોણ છે અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોર. અલ્પેશ ઠાકોર હાય હાય. સહિત ના નારાઓ લગાવ્યા હતા અને ઉગ્ર દેખાવો પણ કરાયા હતા  આ વિરોધ માં તાલુકા ભરના ઑ બી  સી આગેવાનોRead More


અમરેલી તાલુકામાં તલાટી કમ મંત્રીઓની મનમાનીથી ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે નાથાલાલ સુખડીયાએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તલાટીકમ મંત્રીઓની દિલધગડાઈ અને આડોડાઈ ના કારણે પાણીપત્રક કાઢી આપતા નથી.ખેડૂતોને વીજ કનેક્શન મેળવવા જરૂરી ચતુ;સીમા બનાવી આપતા નથી.ખેડૂતો ને ટેકાના ભાવે સરકારશ્રી માં ખેત ઉત્પાદન વેંચાણ કરવા પાણી પત્રક જરૂરી હોવાથી આ કામગીરી તેઓ રાજ્ય સરકારશ્રી ના પરિપત્ર ક્રમાંક ; એલઆરસી/૧૦૨૦૧૨/૧૫/લ.૧ સચિવાલય ગાંધીનગર તા.૧૬-૦૩-૨૦૧૨ ના સ્પસ્ટ આદેશ તલાટી કમ મંત્રી ને કરવાના કામ ના આદેશને અવગણી.મહેસુલ તલાટી અને તલાટી કમ મંત્રી ના ગુંચવડા ના કારણે કામગીરી ન કરતા હોવાથી ખેડૂતો બહુ જ મુશ્કેલી માં મુકાયેલ છે.આ બાબતે ધ્યાને લઈ કડક પગલા ભરી આદેશ કરવામાં આવે.તેમRead More


લાઠી તાલુકાના અકળાની નવ દીકરીનો પરણીય પર્વ હરેકૃષ્ણ સરોવર દુધાળા ખાતે યોજાયો

દામનગર લાઠી તાલુકા ના અકળા ગામ ની નવ દીકરી ના સમૂહ લગ્ન પ્રસંગ હરેકૃષ્ણ સરોવર ખાતે યોજાયા જળ સંસાધન નું અદભુત કાર્ય કરનાર સવજીભાઈ ધોળકિયા દ્વારા નિર્માણ કરાયેલ સરોવર સ્થળે પરણીય પર્વ યોજી નવદંપતી ને સદકર્મ નો અદભુત સંદેશ પાઠવતા રિવર મેન દ્વારા જીવન માં સમાજ ઉપયોગી કાર્ય કરવા સામાજિક જવાબદારી અંગે માર્મિક ટકોર કરી વેરાન વગડા ને નંદનવન બનાવી લાઠી તાલુકા ના દુધાળા ને પર્યટક સ્થળ બનાવતા વાર તહેવાર કે રજા ના દિવસો માં હજારો ની સંખ્યા દુધાળા ની મુલાકત થી ખૂબ સંતોષ ની લાગણી વ્યક્ત કરે છે ત્યારેRead More


રૂ.૩૩,૧૦૦/-નાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ઘોઘારોડ પોલીસ સ્ટેશન ટીમ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને આગામી દિવસોમાં ગુજરાત રાજયમાં વિધાનસભાની ચુંટણીઓ યોજાનાર હોય.જેથી ભાવનગર શહેર/ ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ.જે સુચના તથા માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ઘોઘા રોડ પો.સ્ટે.નાં અધિકારી તથા  સ્ટાફનાં માણસો ભાવનગર,આડોડિયાવાસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. અજયસિંહ વાઘેલાને બાતમીરાહે હકિકત મળી આવેલ કે,કવિતાબેન ભરતભાઇ આડોડિયા રહે.આડોડિયાવાસ, ભાવનગરવાળી પોતાનાં કબ્જાવાળા મકાનમાં ગે.કા. ઇંગ્લીશ દારૂ રાખી તેનું વેચાણ કરે છે.જે બાતમીRead More