Main Menu

Friday, November 3rd, 2017

 

હજુ તો ઉમેદવારો ની જાહેર કરવામાં પાર્ટી મુંજવણ….ત્યાં તો રાજુલા ની બેઠક પર કોંગ્રેસ ના માગણી દારે….કપ રકાબી ના વિતરણ કરવાનું શરૂ કરી દીધું…ભાજપે કરી આચારસહિતા ભંગ કરી ફરિયાદ

એન્કર- ચુંટણી ના પડધમ વાગી ગયા છે અને આચારસંહિતા અમલીકરણ ચાલુ હોય ત્યારે અમરેલીના દરિયા કાંઠાના જાફરાબાદ માં કોંગ્રેસના સિમ્બોલ સાથે સ્થાનિક નેતા અંબરીશ ડેર ના ફોટા વાલી કપ રકાબી નું વિતરણ હોટેલો માં થઇ રહ્યું હોવાની આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું છે અને કાર્યવાહી આરંભી દીધી છે આચાર સંહિતા ના પ્રથમ ઉલાળિયો અમરેલી જીલ્લાના જાફરાબાદના દરિયા કાંઠે થયો છે રાજુલાના સ્થાનિક કોંગ્રેસી નેતા અંબરીશ ડેર ના ફોટા સાથે કોંગ્રેસના પંજા ના સિમ્બોલ વાલી ચા પીવાની કપ રકાબી દરિયાકાંઠા ના વિસ્તારોની હોટેલો પર કોંગ્રેસી કાર્યકરો દ્વારા વિતરણ થઇRead More


અમરેલી જિલ્લાની 5 બેઠકો કબ્જે કરવા સાંસદ કાછડીયા સક્રિય….. સાવરકુંડલાના ઘનશ્યામ ડોબરીયા નિવાસસ્થાને યોજાઈ સંગઠન બેઠક….. ભાજપ એકજુથ બનીને કોંગ્રેસને પછડાટ આપવાની રણનીતી ઘડાઈ……

સાવરકુંડલા માં સાંસદ કાછડીયા અને જિલ્લા પૂર્વ પ્રમુખ કાનાબાર જિલ્લા ડાઈમંડ સેલના કન્વીનર ડોબરીયાની શુભેચ્છા મુલાકાતે આવતા શહેર ભાજપમાં હરખની હેલી જોવા મળી રહી છે સાવરકુંડલા ખાતે ઉધોગપતિ અને ભાજપના અગ્રણી ઘનશ્યામ ડોબરીયા ના નિવાસસ્થાને આજે અમરેલી ના 108 ગણાતા સાંસદ નારણભાઈ કાછડીયા સાથે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરતભાઇ કાનાબાર સહિત ભાજપના અગ્રણી આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરીને આગામી વિધાનસભાની ચૂંટણી માં કોંગ્રેસને પછડાટ આપવા એકજુથ બનીને ભાજપી કાર્યકર્તાઓએ સંગઠન અંગે ગહન ચર્ચા વિચારણા થયેલ હતી આ બેઠકમાં સુરતના ઉધોગપતિ ભોળાભાઈ લહેરી, જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ કાનાણી, પુનભાઈ ગજેરા, શરદભાઈ પંડ્યા,Read More


મેચને લઇને રાજકોટમાં જારદાર ક્રિકેટ ક્રેઝ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાલે રાજકોટ ખાતે જંગ થશે

ભારત તેમજ ન્યુઝીલેન્ડ ટ્‌વેન્ટી મેચને લઇને આશાવાદી ભારતીય ટીમ વનડે બાદ ટ્‌વેન્ટી શ્રેણી જીતવા માટે સજ્જ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટ્‌વેન્ટી મેચોની શ્રેણી પૈકી બીજી ટ્‌વેન્ટી મેચ રમાનાર છે. ભારતીય ટીમે હાલમાં જ વનડે શ્રેણીમાં જીત મેળવ્યા બાદ હવે ટ્‌વેન્ટી શ્રેણી જીતી લેવા માટે પણ સજ્જ છે. પ્રથમ ટ્‌વેન્ટી મેચમાં ભારતે શાનદાર દેખાવ કરીને ન્યુઝીલેન્ડ ઉપર જીત મેળવી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ આ મેચને લઇને પણ ખુબ આશાવાદી છે. પ્રથમ મેચમાં ભારત તરફથી શિખર ધવન અને રોહિત શર્માએ ધરખમ બેટિંગRead More


રાહુલે સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ ખેલી ભાજપને બેકફુટ પર ધકેલ્યું

કોંગી જમીન અધિગ્રહણ માટે નવો કાયદો લાવશે : રાહુલની ખાતરી

પ્રચારના અંતિમ દિવસે રાહુલે મોદી-ભાજપને આડા હાથે લીધા : નોટબંધી, જીએસટીએ નાના દુકાનદારો, વેપારીને ખતમ કર્યા : રાહુલ ગાંધીનો આક્ષેપ દક્ષિણ ગુજરાતના ત્રીજા દિવસના ચૂંટણી પ્રવાસ દરમ્યાન સુરત-વલસાડમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ લોકોની દુઃખતી નસ પકડી હતી અને કોંગ્રેસ તરફથી સહાનુભૂતિનો મલમ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ભાજપ પર ફરી એકવાર જારદાર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, મોદી સરકારના નોટબંધી અને જીએસટીના નિર્ણયને પગલે દેશની અર્થવ્યવસ્થા તૂટી ગઇ અને નાના વેપારીઓ, દુકાનદારો, ઉદ્યોગકારો ખતમ થઇ ગયા. દેશનો જીડીપી દર બે ટકા સુધી ઘટી ગયો. દેશમાં જા સૌથીRead More


કારોબાર કરવાની બાબત ખુબ સરળ બની છે

દેશમાં કારોબારી માહોલમાં જોરદાર સુધારો થયો : મોદી

ફુડ પ્રોસેસિંગના સેક્ટરમાં વ્યાપક તકો છે : શહેરીકરણમાં તેજી અને મધ્યમવર્ગના વધારાથી ફુડ પ્રોસેસિંગમાં તેજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી સ્થિત  વિજ્ઞાન ભવનમાં ઇન્ટરનેશનલ ફુડ ફેસ્ટીવલ નું ઉદ્‌ઘાટન કર્યું હતું. વર્લ્ડ ફુડ ઇન્ડિયા  ૨૦૧૭ ત્રણ દિવસ સુધી ચાલનાર છે. આ ફુડ ફેસ્ટીવલમાં દુનિયાભરના ૭૦ દેશોથી ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ લોકો ભાગ લઇ રહ્યા છે. ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રોકાણ વધારવાનો આ કાર્યક્રમનો ઉદેશ્ય રહેલો છે. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતમાં કારોબારી માહોલમાં જારદાર સુધારો થયો છે. કારોબાર કરવાની બાબત અગાઉ ક્યારે પણ એટલી સરળ ન હતી. તેમણે ઉમેર્યું હતુંRead More


જટિલ મામલા પર અંતિમ નિર્ણય બંધારણીય બેંચ લેશે

બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવા પર સ્ટેનો સુપ્રીમનો ઇન્કાર

બેંક અને મોબાઇલ ટેલિફોન કંપનીઓને ગ્રાહકોને મેસેજ મોકલીને દહેશત નહીં ફેલાવવા સ્પષ્ટ સૂચના : કાર્યકરોની અરજી ઉપર સુનાવણી હાથ ધરાઈ સુપ્રીમ કોર્ટે મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટને આધાર નંબર સાથે લિંક કરવા ઉપર વચગાળાનો સ્ટે મુકવાનો ઇન્કાર કરી દીધો છે. આજે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલા પર નિર્ણય બંધારણીય પીઠ ઉપર છોડી દેવામાં આવ્યો છે. અલબત્ત સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, બેંક અને મોબાઇલ ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને મેસેજ મોકલીને દહેશતનું વાતાવરણ સર્જવાના પ્રયાસ ન કરે. કારણ કે, આ પ્રવૃત્તિ યોગ્ય નથી. હકીકતમાં કંપનીઓ તરફથી ગ્રાહકોને મેસેજ મોકલીને કહેવામાંRead More


રાષ્ટ્રીય યુવા યોજના અંતર્ગત દીવ ખાતે રાષ્ટ્રીય એકતા શિબિર…દેશભરમાંથી યુવા કાર્યકર્તાઓ લેશે ભાગ

આગામી પખવાડિયે રાષ્ટ્રીય યુવા યોજના અંતર્ગત દીવ ખાતે રાષ્ટ્રીય એકતા શિબિર યોજાશે.આ શિબિર માં દેશભરમાંથી યુવા કાર્યકર્તા ઓ ભાગ લેશે.વેશ્વિક એકતાની ભાવના સાથે કાર્યરત ગાંધીવાદી વિચારક સુબ્બારાવજી ના નેતૃત્વ માં રાષ્ટ્રીય યુવા યોજના દ્વારા રાષ્ટ્ર અને વિશ્વમાં ભાઈચારા સાથે વૈચારિક સમભાવ માટે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે.


ચિત્રા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવાયું

ભાવનગર મહાનગરપાલિકા ના દબાણ હટાવ સેલ દ્વારા આજે ચિત્રા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ મહેશ્વરી સોસાયટી માં ભરતભાઈ સોલંકી દ્વારા બનાવાયેલ ગેરકાયદેસર બાંધકામ મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.


ભાવનગર જીલ્લાના ઘણા ગામોમાં નવા તલાટીઓ ફરજ પર જતા જ નથી…ભાવનગર જીલ્લા ગ્રામ પંચાયત પરિષદ દ્વારા પગલા ભરવા માંગ

તલાટી સહમંત્રી કર્મચારીઓમાં એ રાહત થઈ છે.બને ફરજ માટે નિમણુંકો અલગ થઈ છે.પરંતુ ભાવનગર જીલ્લાના ઘણા ગામોમાં નવા તલાટીઓ ફરજ પર જતા જ નથી.ભાવનગર જીલ્લા ગ્રામ પંચાયત પરિષદ દ્વારા પગલા ભરવા માંગ થઈ છે.સરકાર ગ્રામ વિકાસ માટે એક પછી એક સારા પગલા લઈ રહેલ છે.ગામડાના વિકાસ તથા મહેસુલી કામકાજમાં ઝડપી કાર્યવાહી થાય તે માટે લગભગ તમામ ગ્રામપંચાયતો માં છેલ્લા એક વર્ષ માં તલાટીઓ ની નિમણુકો થવા પામી છે.પરંતુ ઘણા ગામો માં કર્મચારીઓ હાજર થયા નથી અથવા જતા જ નથી.


પેમ્પલેટસ અને પોસ્ટર્સ છાપકામ અને પ્રસિધ્ધિ બાબતે પ્રેસ માલિકો/સંચાલકોને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની મહત્વની સુચના.

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ ભાવનગર જિલ્લામાં તા. ૦૯/૧૨ના રોજ યોજાનાર છે ત્યારે પેમ્પલેટસ અને પોસ્ટર્સ છાપકામ અને પ્રસિધ્ધિ બાબતે પ્રેસ માલિકો/સંચાલકોને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની મહત્વની સુચના એવી છે કે- ભારતનાં ચુંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૭નો ચુંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જેમાં ચુંટણી દરમ્યાન વ્યકિતગત અથવા રાજકીય પક્ષો દ્વારા જુદી જુદી પત્રિકાઓ, પેમ્પલેટસ, પોસ્ટરો કે જે કોઇ ચુંટણી અંગેનું સાહિત્ય પ્રેસમાં છપાવવામાં આવે તેની ચાર નકલો અને પ્રેસના માલિકે(પ્રકાશકે) નમુના-''ક'' માં કરેલ એકરારપત્ર (ડેકલેરેશન) તેમજ પ્રસિધ્ધ કરનાર વ્યકિતએ નમુના ''ખ'' માં કરેલ એકરારપત્ર (ડેકલેરેશન) સાથે સાહિત્ય છાપકામોની ચાર પ્રતો અત્રેની કચેરીએRead More