Main Menu

Saturday, November 4th, 2017

 

અક્ષરધામ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ અમદાવાદ એરપોર્ટથી પકડાયો

અમદાવાદ: 15 વર્ષ પહેલા ગાંધીનગર સ્થિત અક્ષરધામ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ અબ્દુલ રશીદ અજમેરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચને અક્ષરધામ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડને પકડવામાં સફળતા હાથ લાગી છે.2002માં 600થી વધારે દર્શનાર્થીઓ મંદિરમાં હતા ત્યારે બપોર બાદ 2 આતંકીઓએ હુમલો કરી દીધો હતો. મંદિર જેવી પવિત્ર જગ્યાને લોહીલુહાણ કરવાનો પ્લાન બનાવનાર અબ્દુલ રશીદ અજમેરી સાઉદી અરબના રિયાધથી આજે અમદાવાદ આવ્યો હતો. જેવો તે એરપોર્ટ પર પહોંચ્યો કે તરત ક્રાઈમ બ્રાન્ચે તેને ઉપાડી લીધો હતો.25મી સપ્ટેમ્બર 2002ના દિવસે સાંજે 4.30 વાગેRead More


નાના વેપારીઓને જીએસટીમાં મળી શકે છે મોટી છૂટ, આગામી સપ્તાહે કેન્દ્રની જાહેરાત સંભવ

મોદી સરકારે જીએસટી હેઠળ નાના વેપારીઓને ટેક્સથી રાહત આપવાનું મન બનાવી રહી છે. જીએસટીના કારણે નાના વેપારીઓને થનાર મુશ્કેલીઓને દૂર કરવા માટે વધુ પગલા ઉઠાવવાનો વાયદો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાજ્યોના મંત્રીઓની એક સમિતિએ તેમના સૌથી વધુ સૂચનોને સ્વિકાર કરી લીધા છે. આ વિશે કોઇ જાહેરાત જીએસટી પરિષદની આગામી સપ્તાહે મળનાર બેઠકમાં કરવામાં આવી શકે છે. વિશ્વ બેન્કના કારોબાર સુગમતા રેન્કિંગમાં ભારતની 30 સ્થાનની લાબી ઉછાળ પર આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક મુદ્દા પર રાજ્યોની આપત્તિઓને જોતા જીએસટી પરિષદે રાજ્યોના મંત્રીઓ અને અધિકારીઓની એક સમિતિRead More


ગુજરાતનો એજન્ડા વિકાસ છે : નાણાપ્રધાન અરુણ જેટલી

ગુજરાત આવેલા કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ કોંગ્રેસ પર જાતિવાદનું ઝેર ફેલાવવાનો આક્ષેપ કર્યો.  અરુણ જેટલીએ કહ્યું કે વિકાસની લહેર રોકવા માટે કોંગ્રેસ જાતિવાદનું ઝેર ફેલાવે છે. ગત ચૂંટણીઓ જીતવા કોંગ્રેસે સીબીઆઈ અને દેશદ્રોહી તત્વોનો ઉપયોગ કર્યાનો પણ જેટલીએ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ગુજરાતનો એજન્ડા વિકાસનો છે. ભાજપ ગુજરાતને વિકાસના પથ પર લઈ ગયું, ગુજરાતે દેશને નેતૃત્વ આપ્યું. વિકાસને નવી દીશા દેખાડી. પરંતુ કોંગ્રેસ વિકાસની મજાક કરી તેને નીચો દેખાડવાનો પ્રયાસ કરે છે. અરૂણ જેટલીએ કહ્યું કે વર્ષ 2007 અને 2012ની ચૂંટણી ગુજરાત માટે મહત્વપૂર્ણ હતી. ગુજરાતની ઇચ્છા હતી કેRead More


હું રાજકોટથી જ ચુંટણી લડીશ, જંગી મતોથી જીત હાશલ કરીશ : મુખ્યમંત્રી રૂપાણી

આજે દેવ દિવાળી અને કાર્તિકી પુનમ છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના યાત્રાધામ વડતાલ ખાતે ચાલી રહેલા કાર્તિકી સમૈયાના દર્શન કરવા રાજ્યના મુખ્યમંત્રી વીજયભાઇ રૂપાણી હારજ રહ્યા હતા. વિજયભાઇ રૂપાણીએ મંદિરમાં દર્શન કર્યા ઉપરાંત, સંતો મહંતોના આશિર્વાદ પણ લીધા હતા. વડતાલ મંદિરના આચાર્ય રાકેશ પ્રસાદદાસજીએ વિજયભાઇને રક્ષા પોટલી બાંધી અને માણકી ઘોડી ભેટમાં આપી હતી. તો બીજી તરફ મીડિયા સાથે વાત કરતા વિજયભાઇ રૂપાણીએ તેઓ રાજકોટ જ ચૂંટણી લડવાના હોવાના વિવાદનો પણ અંત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે હુ રાજકોટથી જ ચૂંટણી લડીશ અને જંગી મતોથી જીત હાશલ કરીશ. મુખ્યમંત્રી વિજયRead More


ટામેટા-ડુંગળીના ભાવ આસમાને, ખાદ્ય-પુરવઠા પ્રધાને આપ્યા કાર્યવાહીના આદેશ

દેશમાં ડૂંગળી અને ટામેટાના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ઘણા શહેરોમાં તો ટામેટાનો ભાવ 60 રૂપિયા પ્રતિકિલો સુધી પહોંચી ચુક્યો છે. આવી જ સ્થિતિ દિલ્હીમાં પણ સર્જાઇ છે. ત્યારે દિલ્હીના ખાદ્ય અને પુરવઠા પ્રધાન ઇમરાન હુસૈને સંગ્રહખોરો વિરૂદ્ધ પ્રભાવી કાર્યવાહી કરવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. દિલ્હીના ખાદ્ય અને પુરવઠા મંત્રાલય તરફથી જાહેર થયેલા નિવેદન મુજબ ટામેટા અને ડૂંગળીના ભાવ કોઇ પણ નક્કર કારણ વગર સતત વધી રહ્યા હોવાથી આ વસ્તુઓની સંગ્રહખોરી તરફ ઇશારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં દિલ્હીમાં ઘણા સ્થળોએ ટામેટાના ભાવ 55થી 60 રૂપિયે કિલો સુધીRead More


વડિયામાં ચૂંટણીને અનુલક્ષીને ડી.વાય.એસ.પી શ્રી મોંણપરાએ ગ્રામપંચાયત ખાતે લોકોની મુલાકાત લીધી

રાજુ કારિયા : અમરેલીના વડિયા માં આવતી ચૂંટણી ને અનુલક્ષી ને ડી વાય એસ પી શ્રી મોંણપરા સાહેબે વડિયા ગ્રામપંચાયત ખાતે લોકો ની મુલાકાત લીધી…અને ગ્રામજનો નો અભિપ્રાય લીધો..આ તકે છગનભાઇ ઢોલરીયા સરપંચ .મિતુલભાઈ ગણાત્રા.નિલેશભાઈ પરમાર દિનેશભાઇ રામાણી. રમણિકલાલ હરિ પ્રોવીઝન તેમજ બ્રહ્મસમાં જ પ્રમુખ અશ્વિનભાઈ મહેતા તેમજ વહેપારીઓ એ હાજરી આપી હતી..


વડિયામાં ખેલ મહાકુંભ 2017 અંતર્ગત બહેનોની સ્પર્ધાઓ યોજાઈ

રાજુ કારિયા : અમરેલીના વડિયા માં ખેલ મહાકુંભ 2017 અંનડર14 અંડર 17 બહેનો ની સ્પર્ધા વડિયા સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ વડિયા .રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા યોજાઈ…ઉદ્દઘાટક શ્રી કે.એ.ચુડાસમા વડિયા મામલતદાર સાહેબે ઉદ્ઘાટન કર્યું.તેમજ અતિથિ વિશેષ એમ પી માલવીયા સાહેબ હતા.તેમજ બી કે.પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ આર એસ વસાવા જિલ્લા રમત ગમત અધિકારી ની રાહબરી નીચે સુરગવાળા સ્કુલ આચાર્ય પાદરિયા સાહેબે સંચાલન કર્યું હતું આ સમગ્ર સ્પર્ધા માં ગુજરાત ની 28 અંડર 14 ટિમો ભાગ લઈ રહી છે..


ભાવનગર ઉપરાંત બોટાદ અને અમરેલી જિલ્લાનાં સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, ચુંટાયેલા સભ્યો અને કાર્યકતાર્આે સાથે અમીત શાહનો સીધો સંવાદ…ભાજપ સામેના પડકારો અને પ્રશ્નો અંગે વિગતે ચર્ચા

ભાવનગર ઉપરાંત બોટાદ અને અમરેલી જિલ્લાનાં સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, ચુંટાયેલા સભ્યો અને કાર્યકતાર્આે સાથે અમીત શાહનો સીધો સંવાદ ; ચુંટણી પ્રચાર-પ્રસારને અસરકારક બનાવવા સુચન  ભાજપ સામેના પડકારો અને પ્રશ્નો અંગે વિગતે ચર્ચા વિધાનસભા ચુંટણી સંદર્ભે બેઠક લેવા આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ભાવનગર આવી પહાેંચ્યા છે. સરદારનગર ખાતે નવનિમિર્ત આેડીટોરીયમમાં તેમના અધ્યક્ષસ્થાને ચુંટણીલક્ષી બેઠકનો પ્રારંભ થયો હતો જેમાં ગુજરાતના રાષ્ટ્રીય પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા તથા કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયા અને પરશોતમભાઇ રૂપાલા વિગેરેની પણ ઉપિસ્થતી રહી હતી. વિધાનસભા ચુંટણીમાં અસરકારક પ્રચાર-પ્રસાર માટે આRead More


દાનવો પર દેવોના વિજયની ઉજવણીનું પર્વ એટલે દેવ દિવાળી

દાનવો પર દેવોના વિજયની ઉજવણીનું પર્વ એટલે દેવ દિવાળી. કારતક સુદ પૂનમના દિવસે હિન્દુ ધર્મના લોકો દેવ દિવાળીની પરંપરાગત અને આસ્થાભેર ઉજવણી કરે છે. જે અંતર્ગત આવતીકાલે શનિવારે સમગ્ર ગોહિલવાડમાં દેવ દિવાળીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે. દેવ દિવાળીના દિવસે હવન, યજ્ઞા અને દીપદાન તેમજ સમુદ્રસ્નાનનું વિશેષ માહત્મય રહેલું હોવાથી ઘણી જગ્યાએ હવન અને યજ્ઞા થશે. જ્યારે દીપદાન અને સુમદ્રસ્નાન કરી પુણ્યનું ભાથું બાંધવામાં આવશે.ર્કાિતક ર્પૂિણમા સાથે એક ર્ધાિમક માન્યતા જોડાયેલી છે. જેમાં તાઢકાસુરના ત્રણ પુત્રો તારકા, કમલક્ષ અને વિદ્યુતમણીએ બ્રહ્માજીની ઉગ્ર તપસ્યા કરી એક હજાર વર્ષ સુધી જીવવાનું તેમજ સોના-ચાંદીRead More


અમરેલીમાં ગુરુનાનક સાહેબની ૫૪૮મી જન્મ જયંતિની ઉજવણી…શોભાયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા

શિખ અને સિંધી સમાજનાં ધર્મગુરૂ ગુરૂનાનાક સાહેબનાં દેવનાં જન્મોત્સવ અવસરે આજે વાહે ગુરૂનો નાદ અમરેલી માં ગૂંજી ઉઠયો હતો. સમગ્ર વિશ્વને પ્રેમ, કરૂણા, સત્ય અને અહિંસાનો સંદેશો આપનાર ધર્મગુરૂ શ્રી ગુરૂનાનક દેવ સાહેબજીની આજે જન્મજયંતી સિંધી મંદિર, ગુરૂદ્વારામાં અરદાસ, ગુરૂબાણી, ભજન, કિર્તન, સત્સંગ, કણાપ્રસાહ, લંગર તથા આતશબાજી અને કેક કાપી ગુરૂનાનક સાહેબનાં જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. કારતક સુદ પૂણિર્માને શીખ અને સિંધી સમાજ ધર્મગુરૂ નાનકદેવની જન્મજયંતીને પ્રકાશપર્વ તરીકે પણ ઉજવે છે. આજે સરકારી કચેરી અને શાળા, કોલેજોમાં જાહેર રજા હોય છે.દેશ અને દુનિયામાં વિશ્વશાંતિનો સંદેશો ફેલાવ્યો હતો. ધર્મRead More