Main Menu

Monday, November 6th, 2017

 

પરપ્રાન્તીય ઇસમને દેશી બનાવટના તમંચા તથા કાર્ટીસ સાથે પકડી પાડતી અમરેલી પોલીસ….પકડાયેલ તમંચાની મદદથી ગઇ કાલે સાંજે થયેલ લુંટનો ભેદ ઉકેલાયો

ગઇ કાલ તા.૦૫/૧૧/૨૦૧૭ ના રોજ અમરેલીના કરીમભાઇ અબ્દુલભાઇ જીવાણી, ઉં.વ.૩૫, ધંધો.શાકભાજીનો, રહે.અમરેલી, મીની કસ્‍બાવાડ વાળા શાકભાજીની ઉઘરાણીના પૈસા લેવા માટે મો.સા. લઇને લીલીયા ગયેલા અને લીલીયાથી પાછા આવતી વખતે સાડા નવેક વાગ્યે સાવરકુંડલા બાયપાસ પર આવેલ સરવૈયા પેટ્રોલપંપ પાસે પહોંચતાં એક અજાણ્યા ઇસમે હાથ ઉંચો કરી રોકતાં આ ઇસમે ગાડી આડે આવી તમંચો બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી પોતાના ખીસામાંથી બે મોબાઇલ ફોન કિં.રૂ.૧૦૦૦/- તથા રોકડા રૂ.૧૫૦૦/- કાઢી લઇ લુંટ ચલાવેલ હતી. આ અંગે કરીમભાઇ અબ્દુલભાઇ જીયાણીએ અમરેલી રૂરલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કરતાં અમરેલી રૂરલ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૧૨/૨૦૧૭, ઇ.પી.કો. કલમRead More


ઔધોગિક વિકાસને નવી ઉંચાઈઓ સુધી લઈ જશે પરમાણું ઉર્જા – ડો.નીલમ ગોયલ

ચિત્રા જી.આઈ.ડી.સી.માં પરમાણું ઉર્જા વિષય ઉપર સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું.ભાવનગર ચિત્રા જી.આઈ.ડી.સી.માં ભારત ના વિકાસની ચાર મહત્વકાન્ક્ષી યોજનાઓ અને પરમાણું ઉર્જા વિષય ઉપર એક સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું.જેમાં ચિત્રા જી.આઈ.ડી.સી.ના દરેક પદાધિકારીઓ તેમજ સભ્યશ્રીઓ એ ભાગ લીધો હતો.


ફિલ્મ “પદ્માવતી” માં દર્શાવવામાં આવેલા દ્રશ્યોને લઈને વલ્લભીપુર રાજપૂત સમાજ દ્વારા વિરોધ…૪૦૦ જેટલા લોકો દ્વારા સુત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર

સંજય લીલા ભણસાલી દ્વારા નિર્માણ કરવા આવેલી ફિલ્મ “પદ્માવતી” કે જેમાં દર્શાવવામાં આવેલા દ્રશ્યો ને લઈને રાજપૂત સમાજ વિરોધ કરી રહ્યા છે .આ વિરોધ હાલ વ્યાપક બન્યો છે જેને લઈને આજે ભાવનગર ના વલ્લભીપુર ખાતે રાજપૂત સમાજના ૪૦૦ જેટલા લોકો દ્વારા સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવી આ ફિલ્મને થીયેટરમાં વધુ પ્રસીદ્ધ થતા અટકાવવાની માંગ કરવામાં આવી છે .સંજય લીલા ભણસાલી ની ફિલ્મો વિવાદ માં ફસાય છે જેનું કારણ છે તેની ફિલ્મો એતિહાસિક ફિલ્મો અને તેમાં કરેલા સુધારા અને દ્રશ્યો ને લઈને હોય છે.ત્યારે તાજેતરમાં તેની રજૂઆત થયેલી ફિલ્મRead More


રાજુલાના પીપાવાવ પોર્ટમાં ગેસ ભરેલું ટેન્કર પલટી ગયું….ગેંસ ટેન્કર ઊંધું વળતા અફડાતફડી સર્જાઈ…સિક્યુરિટી સ્ટાફ ઘટના સ્થળે દોડ્યો…જુઓ વિડીયો

રાજુલાના પીપાવાવ પોર્ટમાં ગેસ ભરેલું ટેન્કર પલટી ગયું….17 ટન ગેસ ભરેલ ટેન્કર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગયું…..ગેંસ ટેન્કર ઊંધું વળતા અફડાતફડી સર્જાઈ…ટેન્કર ચાલકને બહાર કઢાયો…સિક્યુરિટી સ્ટાફ ઘટના સ્થળે દોડ્યો….ફાયર ફાઇટર અને સિક્યુરિટી સ્ટાફ ખડેપગે…કોઈ જાનહાની કે ગંભીર દુર્ઘટના ન સર્જાઈ માટે તંત્ર હાજર.


લાખોના ખર્ચે તૈયાર કરેલ ઇ-માર્કેટિંગનો ખર્ચ ગયો પાણીમાં…સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ઇ-માર્કેટિંગ ઓનલાઇન બુકીંગ શોભના ગાઠીયા સમાન…યાર્ડ સત્તાધીશો સરકારના આ ગતકડાં સામે રોષિત…જુઓ અહેવાલ

સરકાર દ્વારા ખેડૂતોની ખેત જણસો ઓનલાઈન વેચાઈ તેમાટે ઈ-માર્કેટિંગની સુવિધાઓ ૧ વર્ષ ઉપરાંતથી માર્કેટિંગ યાર્ડો માં ઉભી કરવામાં આવી છે પણ કર્મની કઠણાઈ એ છે કે સવા વર્ષ બાદ પણ અમરેલી જીલ્લાના સાવરકુંડલા એ.પી.એમ.સી.માં આજદિન સુધી એકપણ ઓનલાઈન ઈ-માર્કેટીગ નો સોદો થયો નથી અને સરકાર દ્વારા લાખોનો ખર્ચ વેડફાઈ ગયો છે.સાવરકુંડલા નું એ.પી.એમ.સી. માર્કેટીગ યાર્ડ આ એ.પી.એમ.સી. માં સવા વર્ષ ઉપરાંતથી રાષ્ટ્રીય કૃષિ બજાર ની કામગીરી વેગવંતી છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો ઓનલાઈન પ્રક્રિયા દ્વારા દેશના દરેક ખૂણે ખેત જણસો વેચે તેમાટે લાખોના ખર્ચે કોમ્પ્યુટર ના રૂમો, કોમ્પ્યુટરો, વાઈફાઈ કનેક્શનRead More


અમદાવાદ સ્થિત કોંગ્રેસ ઓફિસ પર પત્રકાર પરિષદ યોજશે

ગુજરાત ચૂંટણી : મનમોહનસિંહ કાલે જીએસટી મુદ્દે પ્રહાર કરશે

ખામીપૂર્ણ જીએસટીની માઠી અસર અને કોઇની સલાહ વગર લેવામાં આવેલા નોટબંધીના કઠોર નિર્ણયને લઇને મોદી સરકાર ઉપર પ્રહાર કરવા સુસજ્જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર જારી છે ત્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આવતીકાલે અમદાવાદ પહોંચી રહ્યા છે. અમદાવાદમાં મનમોહનસિંહ અર્થતંત્ર અંગે વિસ્તારપૂર્વક વાત કરીને જીએસટી તેમજ નોટબંધી મુદ્દે સરકાર પર પ્રહારો કરનાર છે. સિંહ નોટંધી અને જીએસટી મુદ્દે જ મોટા ભાગે વાતચીત દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરનાર છે. સિંહ પત્રકાર પરિષદ અને જાહેર કાર્યક્રમ પણ કરનાર છે. રાજકોટ, સુરત અને અમદાવાદ સહિત ગુજરાતમાં ૨૫ સ્થળો પર વેપારીઓ સાથે કોંગ્રેસ પાર્ટીએRead More


દામનગરમાં ગંદા પાણીની ગટર ખુલ્લા રોડ પર નિકાલ કરતા ભારે હાલાકી

દામનગર ની અતિ ધમધમતી બજાર લુહાર શેરી માં ધર વપરાશ ના ગંદા પાણી ની નિકી છેલ્લા ઘણા સમય થી ખુલ્લી બજાર માં આવે છે રાહ દારી ઓ ને ગંદી સુંગધ અને ગટર ના પાણી ના ચાટણા  માં થી મુક્તિ મળશે ? અતિ દુર્ગધ મારતી ગટર નુ પાણી મુખ્ય બજાર માં ઘણા સમય થી છોડવા માં આવતી વ્યક્તિ પાલિકા શાસકો ને શુ સબંધ માં થાય છે ? આવી ધોર બેદરકારી કેમ? દામનગર શહેર ની મુખ્ય બજાર માં ધરવપરાશ ના ગંદા પાણી ને ખૂલ્લી બજારો માં છોડવા ની બાબત સામન્ય બની ગઈRead More


વડિયાના અનિડા મુકામે કોંગ્રેસની સભામાં જનમેદની ઉમટી

વડિયાના અનિડા મુકામે કોંગ્રેસની સભામાં જનમેદની ઉમટી.આ તકે રવજીભાઈ પાનસુરીયા કોંગ્રેસ તાલુકા પ્રમુખ કાનજી ભાઈ શિક્ષણ સમિતિ ચેરમેન.દલશુખભાઈ કુંકાવાવ સરપંચ.અનિડા સરપંચ ચંદુભાઈ .ધર્મેન્દ્રભાઈ પાનસૂરિયા આરોગ્ય સમિતિ ચેરમેન.તેમજ આજુબાજુ ની જનતા .તેમજ બહેનો પણ આ સભા માં પધાર્યા હતા.કોંગ્રેસ ના ઉમેદવાર પરેશભાઈ ધાનાની એ સભા ગજવી હતી.


મેચને લઇને થિરુવંતનપુરમમાં જોરદાર ક્રિકેટ ક્રેઝ

ભારત-ન્યુઝીલેન્ડની વચ્ચે કાલે અંતિમ ટ્‌વેન્ટી જંગ

બંને ટીમો એક-એક મેચ જીતી હોવાથી અંતિમ મેચ ખુબ રોમાંચક બનશે : ટોસ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે થિરુવંતનપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ મેદાન ખાતે આવતીકાલે ત્રીજી અને અંતિમ ટ્‌વેન્ટી મેચ રમાનાર છે. બંને ટીમો એક એક મેચ જીતી હોવાથી નિર્ણાયક ટ્‌વેન્ટી મેચ રોમાંચક બની રહે તેવી શક્યતા છે. બીજી ટ્‌વેન્ટી મેચમાં ન્યુઝીલેન્ડે ભારત ઉપર સરળરીતે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૧૯૬ રન બનાવ્યા હતા. જેમાં કોલિન મુનરોએ ઝંઝાવાતી સદી ફટકારી હતી. આ અગાઉ પ્રથમ ટ્‌વેન્ટી મેચમાં ભારતે જીત મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટ્‌વેન્ટી મેચમાંRead More


પિસ્ટલ સાથે એક ઇસમને પાલીતાણાથી ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે આગામી વિધાનસભા ચુંટણી શાંતીપુર્ણ અને ભયમુક્ત માહોલમાં યોજાય તે સારૂ જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ કે, જે સુચન આધારે આજરોજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે એસ.ઓ.જી. પોલીસે આજરોજ મોહશીન ચાંદભાઇ કુરેશી ઉ.વ.૩૬ રહેવાસી લક્ષ્મણધામ સોસાયટી હવા મહેલ રોડ હાઉસીંગ બોર્ડ પાલીતાણા જી. ભાવનગર મુળ વડવા માઢીયાફળી ભાવનગરવાળાનેRead More