Main Menu

Tuesday, November 7th, 2017

 

ચોરી કરેલ મો.સા. સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ટીમ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર, એલ.સી.બી. તથા ઘોઘા રોડ પો.સ્ટે.ની ટીમ ભાવનગર શહેર વિસ્‍તારમાં મિલ્કત સંબંધી ગુન્હા ઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, ઘોઘા સર્કલ, ટી.વી. કેન્દ્દ વૃધ્ધાશ્રમ સામે ચોકમાં આવતાં હિરો હોન્ડા મો.સા. રજી.નંબર-GJ-04-BA 6145 ઉપર શંકાસ્પદ ગોપાલ કિશોરભાઇ રાઠોડ ઉ.વ.૨૫ રહે.શ્રમજીવી અખાડાની સામે, ખુલ્લા પ્લોટમાં, ટી.વી. કેન્દ્ર નજીક,ભાવનગર વાળોRead More


બાબરા પો.સ્‍ટે.ના મારા-મારીના કેસનો નાસતો ફરતો આરોપી પકડી પાડતી એલ.સી.બી.

ગઇકાલ તા.૦૬/૧૧/૨૦૧૭ ના રોજ સાંજના સમયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. એ.પી.પટેલ ની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ અમરેલી સીટી પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, બાબરા પોલીસ સ્‍ટેશનના મારા-મારીના ગુન્‍હામાં નાસતો ફરતો આરોપી અમરેલીમાં નાગનાથ મંદિર પાસેના નવા બસ સ્‍ટેશન પાસે ઉભો છે તેવી ચોક્કસ બાતમી મળેલ હોય બાતમીમાં જણાવેલ વર્ણન આધારે બાતમી વાળી જગ્યાએ કોમ્‍બીંગ કરી બાબરા પોલીસ સ્‍ટેશનના સેકન્‍ડ ગુ.ર.નં.૯૧/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર) મુજબના ગુન્‍હાના કામે નાસતા ફરતા આરોપી દિલીપભાઇ ઉર્ફે દિલુભાઇ મુળુભાઇ ખાચર, ઉં.વ.૪૩, રહે.ઇશ્વરીયા, તા.બાબરા વાળાને પકડી પાડી તેના વિરૂધ્‍ધRead More


દામનગરમાં જુના કચેરી કમ્પાઉડમાં સ્વચ્છતાનું ચિરહરણ

દામનગર શહેર ની સ્વચ્છતા માત્ર નગર પાલિકા ની જવાબદારી છે ? શુ સ્વંયમ જાગૃતિ કે વિવેક જરૂરી નથી ? દામનગર ની ઍતિહાસિક ધરોહર હેરીસ્ટેજ માં સમાવી શકાય તેવી ગાયકવાડી મહાલ શહેર ભર ની ગંદકી માટે ની કચરા પેટી  ભારે દુર્દશા સ્વચ્છતા ના અભિયાન હેઠળ ફોટા પાડી સંતોષ માની લઈ એ તે કેમ સ્વચ્છ બની શકે ?  અનુશાસન પણ જરૂરી છે દરેક નાગરિક ની પણ નેંતિક ફરજ છે કે જાહેર મિલકત ની સ્વચ્છતા પણ આપણી જ ફરજ છે દામનગર નગર પાલિકા ના કર્મચારી જ શહેર ભર ની ગંદકી આવી વિરાસત માંRead More


દામનગરમાં જાહેર મિલકતોની દુર્દશા માટે કોણ જવાબદાર ? સ્વચ્છતાની બિહામણી તસ્વીર

દામનગર જાહેર મિલકતો નું દુર્દશા માટે કોણ જવાબદાર ? જેટલી જવાબદારી સરકારી કચેરી ઓ ની છે એટલી જ દરેક નાગરિક ની પણ ફરજ છે ડેમેજ ટુ પબ્લિક પ્રોપટી શહેર કે ગામ ની સ્વચ્છતા રાખવા સ્વંયમ અનુશાસન પણ જરૂરી છે દરેક નાગરિક સ્વંયમ વિવેક રાખે તો ?  કોઈ પણ વ્યક્તિ પોતા ની ગાડી મકાન દાદર બાલ્કની માં થુકે છે ? નહીં ને ? તો પછી સરકારી ગાડી ઓ કે દાદર બાલ્કની માં શા માટે ? આટલી ગંદકી ? શુ સ્વચ્છતા આપણી જવાબદારી નેંતિક ફરજ નથી ? કાયદો વ્યસન જન્મતા રોકી શકેRead More


શાંતિના દૂત શાંતિના સાનિધ્યમાં માનવ સેવા જ માધવ સેવાને સાર્થક કરતા ભક્તિરામ બાપુ

દામનગર માનવ સેવા જ માધવ સેવા નો મહામંત્ર સાર્થક કરતા સાવરકુંડલા ના માનવ મંદિર ના મહંત ભક્તિરામ બાપુ ગોંડલીયા દ્વારા કુદરતી પકૃતિ ના  ખોળે  ઉત્તમોત્તમ આનંદ ની અલોકીક પળો માં સુંદર દ્રશ્ય શાંતિ ના દૂત શાંતિ ના સાનિધ્ય માં સાવરકુંડલા ના હાથસાણી રોડ પર આવેલ માનવ મંદિર માં પ્રવેશ કરતા જ કુદરત ની હાજરી નો અહેસાસ થયા વગર ન રહે એકદમ માઈન્ડ અપસેટ મુકબધીર અનેક પ્રકાર ની આધી વ્યાધિ ને ઉપાદી કે અસાધ્ય રોગ થી પીડિતો ની અદભુત સેવા જોઈ ને કુદરત સ્વંયમ હાજર હોવા ની પ્રતીતિ કરાવતી જગ્યા માનવRead More


ગુજરાત પ્રદેશ ભાજપ દ્ધારા ગૌરવ સંપર્ક અભિયાન અંતર્ગત ડો. ભરતભાઈ કાનાબારે સલડી શકિત કેન્‍દ્રમાં પ્રચાર-પ્રસાર કર્યો

ગુજરાત વિધાનસભાની ચુંટણી અંતર્ગત ભાજપના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ અમિતભાઈ શાહના માર્ગદર્શન અનુસાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્ધારા રાજયની તમામ નગરપાલિકાના વોર્ડ તથા તાલુકા પંચાયતની સીટ વાઈઝ પ્રચાર-પ્રસાર પ્રારંભ કરવામાં આવ્‍યો. આ કાર્યક્રમને અનુલક્ષીને પ્રદેશ ભાજપ અગ્રણી અને અમરેલી જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબારે આજે લીલીયા તાલુકાના સલડી ખાતે ગૌરવ સંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો. ઘેર ઘેર જઈ લોકોને સરકારે કરેલ લોકલક્ષી કામગીરી અને છેલ્‍લા ર0 વર્ષમાં ગુજરાત રાજયમાં થયેલ વિકાસની માહિતી આપી, આવનાર ધારાસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી વિજયી બનાવવા અપીલ કરી. સલડી શકિત કેન્‍દ્રમાં ડો.Read More


લાઠીના ટોડા ગામમાં દેશી દારૂની બે ભઠ્ઠીઓ ઉપર દરોડા : ર ઝડપાયા

જીલ્લા પોલીસ વડા શ્રી જગદિશ પટેલની વાયરવેશ સુચનાના આધારે લાઠી પોલીસ દ્વારા તાલુકાના ટોડા ગામે દેશી દારૂ બનાવવાનું પીઠુ શરૂ થયાની પ્રાથમિક બાતમીના આધારે નવા નિયુકત પોલીસ ઇન્સ. શ્રી એમ. એચ. પરાડીયા સહિતના સ્ટાફ દ્વારા દુધાળા રોડ ટોડા ગામે દેવીપૂજક વાસમાં બાવળકાંટના જંગલ કોર્ડન કરી રેઇડ કરતા દેશીદારૂ બનાવવા ઉભી કરેલી બે ભઠ્ઠી ઝડપાવા પામી હતી જેમાં દારૂ બનાવી રહેલા ગોવિંદ ધીરૂ વાઘેલા દેવીપૂજક (ઉ.વ.૩ર) રંગે હાથ ઝડપાઇ જવા પામ્યા બાદ તેના કબ્જામાંથી ૧૦ લીટર દારૂ તથા એક ટીપણુ અંદાજીત ૧૦૦ લીટર દારૂ વોશ ઝડપાતા પોલીસે સ્થળ ઉપર નાશ કરવામાંRead More


ફેસબુક, ટવીટર અને વોટસએપ જેવા સોશ્યલ મીડીયા મારફત ફેલાવાતા વાંધાજનક સંદેશા પર પ્રતિબંધ મુકવા અર્થે જાહેરનામુ જારી

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઉમેશ વ્યાસે એક જાહેરનામુ જારી કરી ફરમાવેલ છે કે- ભારતનાં ચુંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૭ યોજવાનું જાહેર કરેલ છે. સદરહુ ચુંટણી અન્વયે કેટલીક વ્યકિતઓ દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચુંટણી કાયદાનો ભંગ થતો હોય તેવા વાંધાજનક સંદેશાઓ ફેસબુક, ટવીટર, અને વોટસએપ જેવા સોશ્યલ મીડીયા મારફત અન્ય વ્યકિતઓને મોકલતા હોય છે. જેથી સદરહું ચુંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાનો,ચુંટણી કાયદાનો તથા ભારતના ચૂંટણી આયોગ દ્વારા વખતો વખત અપાતી સૂચના/આદેશનો ભંગ થાય તેવા ફેસબુક, ટવીટર, અને વોટસએપ જેવા સોશ્યલ મીડીયા મારફત ફેલાવાતા સંદેશાઓ પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે. આથી હુંRead More


કોટડાસાંગાણીના શાપર વેરાવળમાં પોલીસ અને પેરામીલેટ્રી ફોર્સ દ્રારા પેટ્રોલીંગ

ચુંટણીપંચ દ્વારા વિધાનસભા ચૂંટણી ની તારીખ જાહેર કરાઈ છે. અને આચારસંહિતા પણ લાગુ કરાઈ છે. ત્યારે રાજ્ય ભરનુ  પોલીસ તંત્ર હરકત મા આવ્યુ છે. તેના ભાગરૂપે  આવનારી ચુંટણી મા કાયદો અને  સુરક્ષા વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજકોટ જીલા ના  કોટડાસાંગાણી ના શાપર વેરાવળ મા પોલીસ અને પેરામીલેટ્રી ફોર્સ ની ટુકડીઓ દ્વારા  ફ્લેગ માર્ચ નુ આયોજન કરવામા આવ્યુ હતુ અને શાપર વેરાવળ ના ઈન્ડસ્ટ્રીજ તેમજ રહેણાંક વિસ્તારો મા ફુટ પેટ્રોલીંગ કરાયુ હતુ અને પંદર થી વધુ કિલોમીટર ના અંતર મા ફુટ પેટ્રોલીંગ કરીને પરિસ્થિતિ નો ત્યાગ મેળવ્યો હતો. અત્રેRead More


શુક્રવારે ધર્મોત્સવ સાથે નેત્રયજ્ઞ શિબિરનું આયોજન

બુધેલમાં ગંગામૈયાની 23મી પુણ્યતિથી ધાર્મિક, સામાજીક કાર્યો સાથે ઉજવાશે

ભાવનગર- તળાજા રોડ પર બુધેલના પ્રસિદ્ધ શ્રી ગંગામૈયા આશ્રમમાં તા.૧૦મીને શુકવારે ધર્મોત્સવ સાથે નેત્રયજ્ઞ શિબિરનું આયોજન થયું છે.જેના માટે તૈયારી હાથ ધરાઈ છે.શ્રી ગંગામૈયાની ૨૩મી પુણ્યતિથી નિમિતે શુક્રવારે સવારે ૯ કલાકે પૂ.ગંગામૈયાની પૂજનવિધિ તથા ૧૧ કલાકે મહાપ્રસાદ વિતરણ કરાશે આ સાથે અન્ય ધાર્મિક કાર્યોનું આયોજન પણ થયું છે. ઉપરાંત રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા આ પ્રસંગે અહીં નેત્રયજ્ઞ શિબિરનું આયોજન કરાયું છે જેમાં આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરના ઓપરેશન તેમજ વિનામૂલ્યે નેત્રમણી બેસાડી આપવામાં આવશે.નેત્રયજ્ઞ શિબિરનો પ્રારંભ સવારે ૯ કલાકથી થશે. નેત્રયજ્ઞ અને પુણ્યતિથી મહોત્સવનો લાભ લેવા આશ્રમના મહંત શ્રીRead More