Main Menu

Wednesday, November 8th, 2017

 

નાની કંપનીઓ માટે સિંગલ રિટર્ન ફાઇલિંગની વ્યવસ્થા રહેશે

કાલથી જીએસટી કાઉન્સીલની બેઠક : ૨૦૦ વસ્તુ પર રેટ ઘટશે

ગુવાહાટીમાં આજથી અરુણ જેટલીના નેતૃત્વમાં જીએસટી કાઉન્સીલની અતિ મહત્વપૂર્ણ બેઠક મળશે : તમામ નાના કારોબારીઓની બેઠક પર નજર હશે જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે જીએસટી કાઉન્સીલની બેઠક આવતીકાલથી ફરી શરૂ થઇ રહી છે. નવમી અને ૧૦મી નવેમ્બરના દિવસે જીએસટી કાઉન્સીલની બેઠક નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં યોજાઈ રહી છે. કારોબારીઓના સંદર્ભમાં આમા કોઇ મોટા નિર્ણય કરવામાં આવી શકે છે. જીએસટી કાઉન્સીલ ૧૫૦થી ૨૦૦ વસ્તુઓ ઉપર રેટમાં ઘટાડો કરી શકે છે. આ ઉપરાંત સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ કરવા સહિત ધરખમ સુધારા કરી શકે છે. શુક્રવારના દિવસે બેઠકમાં નાની કંપનીઓRead More


પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અમરેલીમાં કર્યું જનસંપર્ક અભિયાન…અમરેલીના વેપારીઓનો જનસંપર્ક કરીને ભાજપને જીતાડવાની કરી અપીલ…મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અભિયાનમાં જોડાયા

આજે પ્રદેશ ભાજપ પ્રુમખ જીતુ વાધાણીએ અમરેલી નો પ્રવાસ કરીને જનસંપર્ક કર્યો હતો કૃષિમંત્રી વઘાસીયા, સાંસદ નારણ કાછડિયા સહીતના કાર્યકરો શહેરની બજારમાં ફરી લોક સંપર્ક કર્યો હતો ઢોલ સાથે નીકળેલ ભાજપની જનસંપર્ક યાત્રા અમરેલીની મુખ્ય બજારો માં નીકળીને દુકાને દુકાને ભાજપ ના વિકાસની પત્રિકાનું વિતરણ કર્યું હતું સાથે વેપારીઓએ ફૂલહાર તો શાલ ઓઢાડીને પ્રદેશ અધ્યક્ષનું સન્માન કર્યું હતું આ તબક્કે જીતુ વાધાણીએ જણાવ્યું કે રાહુલ ગાંધી ગુજરાતમાં ઉશ્કેરણી કરવા આવે છે જ્ઞાતી જ્ઞાતી વ્ચ્ચે વેરઝેર ફેલાવવા માટે આવે છે  જીતુ વાધાણીએ સુરતમાં થયેલ ઘર્ષણ બાબતે  પ્રતિક્રિયા આપી હતી.સુરત માં થયેલ નારેબાજી મુદ્દેRead More


દામનગર શહેરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ દ્વારા ગૌરવ જન સંપર્ક અભિયાન

દામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલ ગૌરવ જન સંપર્ક અભિયાન મા ગુજરાત પ્રદેશ ભાજપ ના જીતુભાઈ વાઘાણી દામનગર સરદાર ચોક આવતા સરદાર વલ્લભભાઈ ની પ્રતિમા ને પુષ્પહાર કરી સાથે સાંસદ નારણભાઈ કાછડિયા કૃષિ મંત્રી વલ્લભભાઈ વધાસિયા માજી ધારા સભ્ય વાલજીભાઈ ખોખરીયા જિલ્લા ભાજપ ના હિરેન હિરપરા મગનભાઈ કાનાણી કમલેશભાઈ કાનાણી ગોપાલભાઈ વસ્તપરા મનુભાઈ આદ્રોજા હીરાભાઈ નવાપરા દેવરાજભાઈ ઈસામલિયા સહિત સ્થાની અગ્રણી ઓ સાથે શહેર ની મુખ્ય બજાર માં દરેક વેપારી ઓ નો રૂબરૂ સંપર્ક કરતા પ્રદેશ ભાજપ અગ્રણી દ્વારા દામનગર શહેર યુવા ભાજપ સહિત ના કાર્યકર્તા ઓ શહેર ની મુખ્યRead More


અમરેલી શહેરમાંથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી એલ.સી.બી.

ગઇ કાલ તા.૦૭/૧૧/૨૦૧૭ ના રોજ એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. એ.પી.પટેલ નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ અમરેલી સીટી પો.સ્‍ટે. વિસ્‍તારમાં પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે અમરેલી સીટીમાં સંધી સોસાયટીમાં રહેતો સાબીરભાઇ ઉસ્‍માનભાઇ અમરેલી સીટીમાં જીલ્‍લા જેલની પાછળ બાવળની કાંટમાં ગે.કા. ઇંગ્લીશ દારૂ રાખે છે અને તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં આરોપી સાબીરભાઇ ઉસ્‍માનભાઇ અંધારાનો લાભ લઇ નાસી ગયેલ. અને બાતમી વાળી જગ્યાએથી પ્‍લાસ્‍ટીકનો કોથળો મળી આવતાં જે ચેક કરતાં કોથળામાંથી પરપ્રાન્‍ત બનાવટની જુદી જુદી બ્રાન્‍ડની ઇંગ્લીશ દારૂનીRead More


ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી લડશે ચૂંટણી : પરસોત્તમ સોલંકી

૧૦૩ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના હાલના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.નાદુરસ્ત તબિયત માંથી બહાર આવેલા મંત્રી પરસોત્તમ સોલંકી એ કહ્યું હતું કે આગામી વિધાનસભા ની ચુંટણીમાં તેઓ જ ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી લડશે.તેમજ વધુ માં જણાવ્યું હતું કે આ વખતે કોળી સમાજ તેમજ અન્ય સમાજના લોકો તેને વધુ જંગી બહુમતી જીત અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.૧૦૩ ભાવનગર વિધાનસભા ના હાલના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તેમને સૌપ્રથમ તેને તબિયત ને લઈને આગામી ચુંટણીમાં નહિRead More


સિંહ બેલડી પર બાઈક ચાલકોએ કરેલ અત્યાચાર નો વિડીયો થયો વાયરલ… સિંહો ને પરેશાન કરતો વિડીયો થી સિંહપ્રેમીઓમાં રોષ…જુઓ વિડીયો

સિંહ બેલડી પર બાઈક ચાલકોએ કરેલ અત્યાચાર નો વિડીયો થયો વાયરલ…લીલીયાના ક્રાકચ ના શેત્રુજી નદી પંથક નો વિડીયો હોવાનું તારણ…બૃહદ ગીર વિસ્તારના સિંહો ને પરેશાન કરતો વિડીયો થી સિંહપ્રેમીઓમાં રોષ…સિંહોને શ્વાન ની માફક દોડાવ્યાનો વિડીયો સોસીયલ મીડિયામાં થયો ફરતો….વનવિભાગ ઘટનાથી અજાણ.


અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અમર ડેરી દ્વારા આકસ્મિક વીમાના ચેકનું થયેલ વિતરણ

અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અમર ડેરી દ્વ્રારા સંચાલિત દૂધ ભરતી મંડળીમાં દૂધ ભરતા સભાસદોનું આકસ્મિક વીમા પ્રીમીયમ અમર ડેરીના સ્થાપક ચેરમેન શ્રી માન.શ્રી દિલિપભાઈ સંઘાણી સાહેબ તથા ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયાના માર્ગદર્શન હેઠળ પશુપાલકો વતી અમર ડેરી દ્વ્રારા યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કં.લી.માં પ્રીમીયમ ભરવામાં આવે છે. તો આ યોજના હેઠળ અમર ડેરી દ્વ્રારા કાણેક દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. ગીર ગઢડા જી.ગીર સોમનાથમાં દુધ ભરતા સભાસદ શ્રી દેવાયતભાઈ માણસુરભાઈ ઢગેલ નું આકસ્મિક અવસાન થતા તેમના વારસદાર શ્રીમતી રાજુબેન દેવાયતભાઈ ઢગેલને વીમા કલેઈમની રકમ રૂ. ૨,૦૦૦,૦૦/- (બે લાખ) તા.૩૧.૧૦.૨૦૧૭Read More


સુરતમાં રાહુલ ગાંધીએ ડાયમંડના વેપારીઓ સાથે મળી જીએસટી અંગે ચિતાર મેળવ્યો…કારીગરની જેમ ઘસ્યા હીરા

કોંગ્રેસ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  આજે ફરી એક દિવસના સુરત પ્રવાસે આવ્યા છે. સવારે એરપોર્ટ પર કોંગ્રેસના અગ્રણી નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીની આ મુલાકાત એબ્રોઈડરી, ડાઈંગ, પાવર લુમ્સ, ડાયમંડના વેપારીઓ સાથે મળી જીએસટી અંગે ચિતાર મેળવ્યો હતો. દરમિયાન રાહુલ ગાંધીનો આગવો અંદાજ જોવા મળ્યો હતો. પાવર લુમ્સ, એબ્રોઈડરી અને ડાયમંડ ફેક્ટરીમાં અંદરથી નિરિક્ષણ કરી માહિતી મેળવી હતી. જ્યારે ડાયમંડના કારખાનામાં હીરા ઘસ્યા હતા. અને રસ્તા પર સુરતની ફેવરીટ ડિશ લોચો, ખારી, ખમણ અને બિસ્કીટનો ટેસ્ટ લીધો હતો.સુરતમાં મોટી સંખ્યામાં હીરાના કારખાના આવેલા છે. જેમાં હીરાનીRead More


અમરેલી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખા ના જીલ્લા પોગ્રામ અધિકારી(ડીપીઓ)નરેન્દ્રભાઈ મકવાણાની પ્રશંસનીય કામગીરી…મુખ્યમંત્રી અમૃતમ તથા માં વાત્સલ્ય કાર્ડની સંતોષકારક કામગીરી

સમગ્ર રાજ્યમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સહિંતા અમલી હોવા છતાં માનવતા વાદને ધ્યાનમાં રાખી ને જીલ્લા પોગ્રામ ઓફિસર નરેન્દ્ર ભાઈ મકવાણા દ્વારા સાવરકુંડલા ના કેન્સર ગ્રસ્ત મહિલા દર્દીનું મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ ગાંધીનગર સુધી રજુઆતો કરીને બ્લોક હેલ્થ ઓફીસ કુકાવાવ ખાતે થી કાઢી આપવી ને દર્દી ને સમયસર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા.


તા.૧૭ ડિસેમ્‍બરે શ્રમ અદાલત-અમરેલી ખાતે લોકઅદાલત યોજાશે

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ-અમદવાદની સૂચના મુજબ અદાલતોની સાથોસાથ શ્રમ અદાલત-અમરેલી ખાતે પણ તા.૧૭ ડિસેમ્‍બર- ૨૦૧૭ના રોજ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્‍યું છે. લોક અદાલતમાં વધુમાં વધુ કેસો ફેસલ થાય તે હેતુથી નામદાર ગુજરાત હાઇકોર્ટની સૂચનાથી લોકઅદાલત યોજવામાં આવે છે. આ લોકઅદાલતમાં નેગોશિએબલ-૧૩૮, બેંક રિકવરી, લેબર ડિસ્‍પ્‍યુટ કેસ, ઇલેક્ટ્રિસિટી અને વોટર બિલ્‍સ (નોન કમ્‍પાઉન્‍ડેબલ) કેસ, ક્રિમિનલ કમ્‍પાઉન્‍ડેબલ, મેટ્રિમોનિયલ અને બીજા સિવિલ ડિસ્‍પ્‍યુટ કેસોની પ્રી-લિટિગેશન લોક અદાલતનું આયોજન કરવું અને સમાધાન માટેના જરૂરી તમામ પ્રયત્‍નો હાથ ધરવા અને મૂકેલ કેસોમાં પક્ષકારોને નોટીસ કરી વધુને વધુ પક્ષકારો હાજર રહે તેમજ વધુમાં વધુRead More