Main Menu

Saturday, November 11th, 2017

 

ચલાલા બસ સ્‍ટેન્‍ડ પાસેથી દેશી બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી લેતી એલ.સી.બી.

આજરોજ તા.૧૦/૧૧/૨૦૧૭ ના રોજ એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. એ.પી.પટેલ નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે ચલાલા મુકામે એસ.ટી.બસ સ્‍ટેશન પાસે ચલાલાથી ધારી- ખાંભા જવાના ટી-પોઇન્‍ટ પાસે એક ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે શંકાસ્‍પદ રીતે આંટા-ફેરા મારે છે તેવી ચોક્કસ બાતમી મળતાં એલ.સી.બી. ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં બાતમીમાં જણાવેલ વર્ણન વાળો ઇસમ મળી આવતાં તેની અંગઝડતી કરતાં એક દેશી બનાવટનો તમંચો ચાલુ હાલતમાં મળી આવતાં પુછરપરછ દરમ્‍યાન આ ઇસમનું નામ જોરૂ ઉર્ફે જયવીર જીલુભાઇ કહોર, ઉં.વ.૩૦, રહે.વડીયા, જી.અમરેલી વાળો હોવાનું જાણવા મળેલ. મજકુર ઇસમ પાસેથી મળીRead More


ડેડાણ આઉટ પોસ્ટ ખાતે સાવરકુંડલા ડીવીઝન ના ડી.વાય.એસ.પી માવાણી સાહેબ દ્વારા ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ

મોહસીન પઠાણ  : ઉપરોક્ત વિગત અનુસાર ખાંભા તાલુકાના ડેડાણ આઉટ પોસ્ટ ખાતે આજ રોજ સાવરકુંડલા ડીવીઝન ના ડી વાય એસ પી શ્રી માવાણી સાહેબ દ્વારા આવનારી ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આગેવાનોએ સાથે મળીને ચર્ચા કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પૂણૅ થાય તેવી અપીલ કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે કોઈ અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ ડોળવા ના પ્રયત્નો થાય તો સ્થાનિક પોલીસ ને જાણ કરવી અને આ બેઠક મા ડેડાણ ગામ ના તમામ જ્ઞાતિના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


પાટીદાર કોર્ટની કલમ 144 લાગુ….ભાજપના નેતાઓએ પ્રચાર અર્થે આવવું નહીં..ક્યાં લાગ્યા આવા બેનરો ?? જુઓ અહેવાલ

સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ  દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી ડોર ટુ ડોર પ્રચાર કરી રહેલા ભાજપી નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિરોધમાં ફરી નવતર સ્વરૂપે પાટીદારોની સોસાયટી બહાર પાસ દ્વારા બેનર લગાવવામાં આવ્યાં છે કે, પાટીદાર કોર્ટની કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેથી ભાજપના નેતાઓએ આ સોસાયટીમાં પ્રચાર અર્થે આવવું નહીં.પાટીદારોની સોસાયટી આગળ બેનર લગાવવાના મુદ્દે પાસના કન્વીનર ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે અમને દેશદ્રોહીના લેબલ લગાવી દીધા છે. ત્યાં હવે શા માટે મતની ભીખ માગવા તેમણે આવવું જોઈએ. ભાજપ જ નહીં પરંતુ તેમણે ઉભાRead More


હાર્દિક પટેલે આખરે પોતાનો એજન્ડા જાહેર કર્યો…મારો મુદ્દો ભાજપને હરાવવાનો છે : અનામતનો નથી : હાર્દિક પટેલ

સત્તાધારી ભાજપ વિરૂધ્ધ પોતાના આકરા વલણને ઉજાગર કરતા પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રમુખ હાર્દિક પટેલે ગઇકાલે એક પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યુ હતુ કે, મારો મુખ્ય મુદ્દો ભાજપને હરાવવાનો છે અનામતનો નથી. તેમણે સંવાદ કાર્યક્રમ હેઠળ આયોજીત એક રેલીને સંબોધનમાં આ વાત જણાવી હતી જેમાં મોટાભાગના પટેલ સમુદાયના લોકો હાજર હતા. હાર્દિકે દાવો કર્યો હતો કે અનામત પ્રદાન કરવા માટે કોઇ બંધારણીય બાધા નથી. મેં ૭ દિવસ બંધારણને વાંચ્યુ હતુ અને મને કયાંય પણ એવી ચીજ નહોતી મળી કે જે એ જણાવે કે પ૦ ટકાથી વધુ આરક્ષણ આપી ન શકાય.    હાર્દિકRead More


સલડીનાં શકિત કેન્‍દ્રમાં ભાજપનો પ્રચાર કરતાં હેમેન્‍દ્ર મહેતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ભાજપના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ અમિતભાઈ શાહના માર્ગદર્શન અનુસાર અને અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરાની સુચના પ્રમાણે સાવરકુંડલા વિધાનસભા સીટની લીલીયા તાલુકાના સલડી ખાતે પ્રચાર-પ્રસાર પ્રારંભ કરવામાં આવ્‍યો. આ કાર્યક્રમને અનુલક્ષીને મુંબઈ બોરીવલીના માજી ધારાસભ્‍ય અને મુંબઈ ભાજપના ઉપાઘ્‍યક્ષ હેમેન્‍દ્રભાઈ મહેતા અને ડો. ભરતભાઈ કાનાબાર આજે લીલીયા તાલુકાના સલડી ખાતે ગૌરવ સંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો. સલડી ખાતે ઘેર ઘેર જઈ લોકોને સરકારે કરેલ લોકલક્ષી કામગીરી અને છેલ્‍લા ર0 વર્ષમાં ગુજરાત રાજયમાં થયેલ વિકાસની માહિતી આપી અને પ્રદેશ કાર્યાલય તરફથી આપવામાં આવેલ સાહિત્‍ય લોકોને આપી, આવનાર વિધાનસભાની ચૂંટણીમાંRead More


ચમારડીમાં ગોપાલભાઈ વસ્‍તરપરા આયોજિત 301 સમૂહ લગ્નોત્‍સવની તડામાર તૈયારીઓ શરૂ

બાબરાનાં ચમારડી ગામે આગામી માર્ચ મહિનામાં 301 સમૂહલગ્નોત્‍સવનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ જીપી વિસ્‍તરપરા ચેરીટેબલ ટ્રસ્‍ટનાં પ્રમુખ ગોપાલભાઈ વસ્‍તરપરા ર્ેારા કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજે કન્‍યાઓએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને લગ્ન સંબંધી દસ્‍તાવેજો રજુ કર્યા હતા. અત્રે એ ઉલ્‍લેખનીય છે કે ગોપાલભાઈ વસ્‍તરપરા ર્ેારા આયોજિત સમૂહ લગ્નોત્‍સવે સમગ્ર પંથકમાં આકર્ષણ ઉભુ કર્યુ છે. દર વર્ષ યોજાતાં સમૂહ લગ્નોત્‍સવનો હિસ્‍સો બનવા સમગ્ર પંથકનાં લગ્ન ઈચ્‍છુકો થનગનાટ અનુભવતાં હોય છે.


૯૪-ધારી વિધાનસભા માટે સર્વ જ્ઞાતિમાં લોકપ્રિય હરેશ મકવાણાની ભાજપા દાવેદારી

 મોહસીન પઠાણ : ૯૪-ધારી-બગસરા-ચલાલા-ખાંભા ની વિધાનસભા બેઠક ઉપર ભાજપા માંથી સૌ સમાજ ના લોકપ્રિય હરેશ મકવાણા એ ધમાકેદાર દાવેદારી કરેલ છે.યુવાનો,મહિલા,વડીલ,સર્વે વિવિધ સમાજમાં લોકસેવક તરીકે હદયસમ્રાટ તરીકે હરેશ મકવાણા સમગ્ર વિસ્તારમાં ખુબજ લોકપ્રિય બની ચુક્યા છે.સેવાભાવી તરીકે સેવા કાર્યાલય ધારી,ચલાલા,ખાંભા,બગસરા,માં કાયમી ચલાવી ઘર આંગણે જ લોકો ની સેવા કરી રહ્યા છે.જેની સૌ સરાહના કરે છે.સહકારી મંડળીના ચેરમેન સંસ્થાના પ્રમુખ તથા કોળી સમાજના રાજ્ય કક્ષાના મહામંત્રી તરીકે ખુબજ મોટી કામગીરી કરી રહ્યા છે.વિધાનસભા હેઠળ ના તમામ અગ્રણીઓમાં ભાજપાના હરેશ મકવાણા માટે સર્વ સમત અને લોકપ્રિય ઉમેદવાર ગણવામાં આવે છે.


કોંગ્રેસી નેતા સામે આવી નવી આફત…28 વિઘાની સરકારી જમીન પર દબાણ કર્યાની થઈ ફરિયાદ…કોણ છે કોંગી નેતા અને કોણે કરી ફરિયાદ..?? જુઓ સિટીવોચનો સ્પેશ્યલ અહેવાલ

ચુંટણી નજીક આવતા જ રાજકીય નેતાઓના કૌભાંડો બહાર આવતા હોય છે ત્યારે અમરેલી જીલ્લાના ચલાલા ના કોંગ્રેસ ના નેતા જે.વી.કાકડિયા પર સરકારી જમીન પચાવી પાડીને ગેરકાયદેસર ફાર્મ હાઉસ બનાવીને ખેતી કરતા હોવાની ઉચ્ચ લેવેલે ફરિયાદ કોંગી નેતાના ભાઈએજ કરતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.આ છે અમરેલી જીલ્લાના ચલાલા ના બગસરા રોડ પર આવેલી કોંગ્રેસના નેતા કાકડિયા દંપતી જે.વી.કાકડિયા અને કોકિલા કાકડિયા એ ૨૮ વીઘા પર કબજો કરીને બનાવેલ કાકડિયા ફાર્મ હાઉસ…. ૨૮ વીઘા જમીન પર ગેરકાયદેસર કબજો કરીને વર્ષોથી જમીન પર ખેતી કામ કોંગી નેતા કરી રહ્યા છે જયારેRead More