Main Menu

Monday, November 13th, 2017

 

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે : રાહુલ ગાંધીએ દાવો કર્યો 

મોદી તેમજ ભાજપને જનતા ઓળખી ગઈ : રાહુલ ગાંધી

નોટબંધીમાં મોદીએ દેશના પ્રમાણિક લોકોને લાઇનમાં લગાવ્યા અને તમામ ચોરોના કાળા નાણાંને પાછલા બારણે સફેદ કરી નાંખ્યા : રાહુલના પ્રહારો કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તર ગુજરાતના તેમના ચૂંટણી પ્રવાસના આજે ત્રીજા દિવસે પાટણ, હારીજ, બહુચરાજી, મહેસાણા અને વિસગનર સહિતના સહિતના સ્થળોએ જાહેરસભા દરમ્યાન નોટબંધી- જીએસટી, શિક્ષણ, આરોગ્ય અને બેરોજગારીને લઇ મોદી સરકાર અને ભાજપ પર ફરી એકવાર ચાબખા વરસાવ્યા હતા. રાહુલ ગાંધીએ ભારે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, ભાજપ કંઇપણ કરે પરંતુ ગુજરાતની જનતાએ આ વખતે પરિવર્તનનું મન બનાવી લીધું છે અને ડિસેમ્બરમાં ગુજરાતની જનતાની કોંગ્રેસની સરકાર આવશે તેRead More


દેશી દારૂની હેરા-ફેરી કરતા ઈસમોને પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ

પોલીસ અધિક્ષક જગદીશ પટેલ સાહેબ ની પ્રોહીબિશન પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવાની સુચના થતા નાયબ પોલીસ અધિક્ષક સા.ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ તથા સાથે ના પોલીસ સ્ટાફ હિન્ગરાજ સિહ ગોહિલ,પીયુષ કુમાર,સુરેશભાઈ ખુમાણ,મયુરભાઈ માંગરોળીયા તથા જયરાજ ભાઈ વાળા વિગેરે પોલીસ સ્ટાફનાઓ સાવરકુંડલા ટાઉન માં હાથસણી રોડ ઉપર વોચમાં હતા દરમિયાન કિશોર વિક્રમભાઈ ખાચર ઉ.વ.૨૮ રહે.સાવરકુંડલા વાળો પોતાના કબ્જા હવાલાવાળી સફેદ કલર ની અલ્ટો કાર જી.જે.એ.એચ.૯૨૯૨ કી.રૂ.૮૦ હજાર ની લઈને નીકળતા જેને રોકી ચેક કરતા કારમાં ગેરકાયદેસર ૩૬૦ લીટર જેટલો દેશી દારુ કી.રૂ.૧૦,૮૦૦ નો અલગ અલગ પ્લાસ્ટિક ની મોટી કોથળીઓમાં ભરેલ હોય.જેRead More


ટીંબી.પીઠવડી તથા વંડા ખાતેની ત્રણ ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલતી એલ.સી.બી.અમરેલી

તાજેતરમાં અમરેલી જીલ્‍લામાં જુદા જુદા પો.સ્‍ટે. વિસ્‍તારમાં ઘરફોડ ચોરીના બનાવો વધવા પામેલ હોય જે ઘરફોડ ચોરીના બનાવો ઉપર અંકુશ લાવવા માટે અમરેલી એલ.સી.બી પોલીસ ઇન્‍સ.શ્રી.એ.પી.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા આ પ્રકારના બનાવોની વિગતોનો ઉંડાણ પુર્વક અભ્યાસ કરવામાં આવેલ અને આવા ગુન્‍હાઓ શોધી કાઢવા તથા તેના ઉપર અંકુશ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ. આજરોજ અમરેલી એલ.સી.બી પોલીસ ઇન્‍સ.શ્રી.એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ રાજુલા ટાઉન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં અને પેટ્રોલીંગ દરમ્‍યાન રાજુલાના તુલસીબાગમાંથી બે શંકાસ્‍પદ ઇસમો મળી આવતાં અને તેમની પાસેથી એક શાર્પ કંપનીનુ મોટુ એલ.ઇ.ડી ટી.વી તથા એક ગોલ્‍ડન કલરનો સેમસંગRead More


છેલ્લા ત્રણ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણાને મળેલ સંયુક્ત બાતમી આધારે ભાવનગર જીલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં-૨૮/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૪૭,૩૭૯, વિ.મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી હસમુખ ઉર્ફે ખુશાલ વાલજીભાઇ વાઘેલા રહેવાસી હાલ-બરવાળા મુળ-પાલીતાણા જી. ભાવનગરવાળાને  સોનગઢ  બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલRead More


કર્મચારીઓ / અધિકારીઓને ચૂંટણી અંગેનું જરૂરી માર્ગદર્શન આપતા જિલ્લા વિકાસ અધિકારી નિરગુડે

અમરેલી જિલ્લા માં વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૭ અંતર્ગત મિડીયા મોનીટરીંગ તેમજ ખર્ચ અંગેના કર્મચારીઓ / અધિકારીઓ ને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિરગુડેએ ચૂંટણી અંગેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં નાયબ કલેકટરશ્રી પ્રજાપતિ,જિલ્લા તિજોરી અધિકારીશ્રી સુવા, નાયબ માહિતી અધિકારીશ્રી બી.એસ.બસીયા સહિતના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું.


ધારીનાં ડેમમાં મોરજરનાં આઘેડનું પગ લપસી જતા મોત

ધારીના મોરજર ગામના ભોળાભાઇ શભુભાઇ ભેસાણીયા ઉ.પર નામના આઘેડ ગઇકાલે બપોરના સમયે ખોડીયાર ડેમ ના પાળા પાસે ચાલીને જતા હતા તે દરમ્યાન પગ લપસી જતા પાણીમાં પડી જતા ડૂબી જતા તેનું મોત થયાનું ધારી પોલીસમાં રમણીકભાઇ ધનજીભાઇ ભેસાણીયાએ જાહેર કરેલ છે.


રાજુલા ચૂંટણી અધિકારીએ ચૂંટણી અંગેની નોટીસ બહાર પાડી…ઉમેદવારી નોંધવવા ઇચ્‍છુકોએ તા.૧૪ થી તા.૨૧ નવેમ્‍બર-૨૦૧૭ સુધીમાં ફોર્મ ભરવાના રહેશે

ભારતના ચૂંટણીપંચ તરફથી જાહેર થયેલ કાર્યક્રમ મુજબ વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૧૭ અંતર્ગત ડિસેમ્‍બર-૨૦૧૭માં યોજાનાર છે. આ ચૂંટણી અંતર્ગત ૯૮-રાજુલા વિધાનસભા મતદાર વિભાગ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી-રાજુલાએ ચૂંટણી અંગેની નોટીસ તા.૧૪ નવેમ્‍બર-૨૦૧૭ના રોજ બહાર પાડવામાં આવેલ છે. જે કાર્યક્રમ મુજબ ૯૮-રાજુલા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવેશ થતાં મતદારો પૈકી જે વ્‍યક્તિ તેમની ઉમેદવારી નોંધવવા ઇચ્‍છતા હોય તેમણે તા.૧૪ થી તા.૨૧ નવેમ્‍બર-૨૦૧૭ સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધીમાં ચૂંટણી અધિકારી-૯૮-રાજુલા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી, પ્રાંત કચેરી, રાજુલા-હિંડોરણા બાયપાસ રોડ-રાજુલા અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી, ૯૮-રાજુલા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદારશ્રી-રાજુલા, પ્રાંતRead More


હરિધામ સોખડાના કોઠારી સ્વામી અને વરિષ્ઠ સંત પુરૂષોત્તમ ચરણદાસ બ્રહ્મલીન થયા….સત્સંગીઓ શોકમાં ગરકાવ

વડોદરાઃ હરીધામ સોખડા ગામ સ્થિત યોગી ડીવાઇન સોસાયટી સ્વામીનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત પુરૂષોત્તમ ચરણદાસ (કોઠારી સ્વામી)નું આજે વહેલી સવારે 79 વર્ષે અક્ષરનિવાસી થયા છે. કોઠારી સ્વામીના બ્રહ્મલીન થયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં હરીભક્તો સોખડા ખાતે પહોંચ્યા હતા. આજે સાંજે 4 કલાકે હરીધામ ખાતે અંત્યેષ્ઠી થશે. 1961માં યોગી મહારાજે 51 સંતોને દીક્ષા આપી હતી. જેમાં એક પુરૂષોત્તમ ચરણદાસ સ્વામી હતા. પુરૂષોત્તમ ચરણદાસ સ્વામીનો જન્મ સૌરાષ્ટ્રના માણાવદર ગામમાં થયો હતો. બાળપણથી જ તેઓને આદ્યાત્મિકતાની લગન લાગી હતી. અને 1961માં તેમણે યોગી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. યોગી ડીવાઇન સોસાયટી સ્વામી નારાયણRead More


ભાવનગર : ભીડભંજન મહાદેવ મંદિર પાસે આવેલા એક ગેરેજમાં આગ…આગના કારણે રીક્ષા,બાઇક સહિત સામાન બળી ને ખાખ…ફાયર સ્ટાફએ આગને લીધી કાબુમાં

શહેરના ભીડભંજન મહાદેવ મંદિર પાસે આવેલી ગેરેજની લાકડાની કેબીનમાં મોડી રાત્રે એકોઅક આગ ભભુકી ઉઠી હતી આગની લપેટમાં ગેરેજ પાસે પડેલી આેટો રીક્ષાને પણ લપેટમાં લીધી હતી આ આગની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ આગને પાણી છાંટી આેલવી નાખી હતી આગમાં રીક્ષા અને કેબીન સંપુર્ણ સળગી ગયા હતા. આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ભીડભંજન મહાદેવ મંદિર પાસે અજયભાઇ વી.મકવાના ગેરેજના કેબીનમાં ગત મોડી રાત્રીના સાડા અગીયાર વાગે એકાએક આગ લાગી હતી. ગેરેજની કેબીનમાં લાગેલી આગે ગેરેજ પાસે પાર્ક કરેલી જયેશભાઇ પી.બારડનીRead More


સાધુ-સંતોની અવગણના થતા ભાજપ સરકાર સામે ભારે રોષ : ગીરનાર તળેટીમાં સંતોની મીટીંગ….ભારતીબાપુના આશિર્વાદ સાથે સંઘર્ષના મંડાણ થવાની પૂરી શકયતા

સાધુ-સંતોની ભાજપ રાજમાં સતત અવગણના, અખાડા સહિતના પ્રશ્નોના ઉકેલમાં કોઇ રસ નહિ લેવાતા આજે સૌરાષ્ટ્ર-ભારતના પૂજય એવા ભારતી સેવાશ્રમ આશ્રમના પૂ. ભારતી બાપુના સાંનિધ્યમાં ગીરનાર તળેટીમાં સાધુ-સંતોની મહત્વની બેઠક મળી છે.જેમાં ઉપવાસ સહિતના આકરા પગલાઓ અંગે ચર્ચા વિચારણા ચાલી રહ્યાનું જાણવા મળે છે. બપોર સુધીમાં પગલાઓની જાહેરાત થશે તેમ જાણવા મળે છે.