Main Menu

Tuesday, November 14th, 2017

 

ભાજપના દિગ્ગજ દિલીપ સંઘાણીએ કર્યું શક્તિ પ્રદર્શન…બગસરા/ધારી ખાતે જનસંપર્ક અભિયાનમાં ઉમટી માનવ મેદની…જુઓ અહેવાલ

અમરેલી જીલ્લાના બગસરા ખાતે આજે ભાજપની મહાસંપર્ક યાત્રા યોજાઈ હતી.રાજ્ય ના પૂર્વ કૃષિમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીની આગેવાની માં યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા.ઉલેખનીય છે કે બગસરા-ધારી વિધાનસભા બેઠક પર દિલીપ સંઘાણી ભાજપ ના ઉમેદવાર તરીકે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે.આવા સંજોગો માં આ સમ્પર્ક યાત્રા દિલીપ સંઘાણી નું શક્તિ પ્રદર્શન પણ ગણી શકાય.આ મુદ્દે વાત કરતા દિલીપ સંઘાણી એ જણાવ્યું હતું કે આ સમ્પર્ક યાત્રા જાણે કે વિજય યાત્રા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.આ કાર્યક્રમ થી ભાજપ ના આગેવાનો માંRead More


હાર્દિક પટેલની કથિત સીડી બહાર આવતા રાજકોટમાં પાસના કાર્યકરો દ્વારા ભાજપનો વિરોધ

હાર્દિક પટેલ ની કથિત સીડી બહાર આવતા રાજકોટમાં પાસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ માટે ઇન્દિરા સર્કલ નજીક કેટલાક પાસના કાર્યકરો એકત્રિત થયા હતા અને ભાજપ  ના પૂતળું સળગાવવાની તૈયારી કરી રહ્યાં હતા, જો કે વિરોધ પ્રદર્શન અંગે પોલીસને જાણ થઇ જતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પૂતળું સળગાવતા અટકાવ્યા હતા. આ દરમિયાન પાસના કાર્યકરોને પકડવા પોલીસે દોટ મૂકી હતી જે દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા હતા.


લખનૌમાં વર્ક કલ્ચરમાં સુધારો થઇ રહ્યો છે….યોગી ઈફેક્ટ : બધા અધિકારી સમયસર ઓફિસમાં પહોંચે છે

સાફ સફાઇ ઉપર હાલ ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે નવાબોના શહેરમાં હવે અધિકારી પોતાની નવાબી છોડી રહ્યા છે. લખનૌના પાટનગર લખનૌમાં વર્ક કલ્ચરમાં સુધારો થઇ રહ્યો છે. અહીંના અધિકારીઓ હવે પાન મસાલા અને ગુટખા ખાવાના બદલે ચુઇંગ ગમ ખાઇ રહ્યા છે. સાથે સાથે હવે અધિકારી સમયસર ઓફિસ પહોંચી રહ્યા છે. સ્થિતિ  એ છે કે હવે સચિવાલયની બહાર કાર પા‹કગમાં જગ્યા રહેતી નથી. સચિવાલયના ગેટ નંબર સાત પર તૈનાત ગાર્ડે કહ્યુ છે કે ફુલ હાજરી જાવા મળી રહી છે. અધિકારી કામ કરવા લાગી ગયા છે. જેથી પા‹કગ ફુલ છે. હવેથી થોડાકRead More


જજો ને લાંચ આપવાનો મામલો…સીટ તપાસની માંગને અંતે ફગાવાઈ : સુપ્રીમની ટિકા

આ પ્રકારની રીટથી કોર્ટનો સમય બરબાદ કરવાની સાથે ન્યાયાધીશોની ઇમાનદારી ઉપર વગરકારણે સંદેહ ન્યાયમૂર્તિ આરકે અગ્રવાલ, ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા અને ન્યાયમૂર્તિ એએમ ખાનવીલકરની પીઠે એક ન્યાયાધીશને સુનાવણીમાંથી હટાવવાના મામલે કરવામાં આવેલી સીટની માંગને ફગાવી દેતા આ મામલે કરવામાં આવેલી રીટથી કોર્ટને નુકસાન થયું હોવાની ફિટકાર પણ આપી છે. સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોના નામ ઉપર લાંચ માંગવાના મામલે સીટ દ્વારા તપાસની માંગણી અંગે કરવામાં આવેલી એક યાચિકાને આજે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, આ પ્રકારની યાચિકાથી ન્યાયાધીશોની ઇમાનદારી ઉપર વિના કારણ સંદેહ ઉભો થાય છે. સુપ્રીમ કોર્ટે વકીલ કામીની જયસ્વાલનીRead More


અમરેલી જીલ્‍લા સહકારી સંઘ દ્વારા અખિલ ભારત સહકાર સપ્‍તાહની ઉજવણી કરવામા આવી

ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ સહકાર ઘ્‍વજ ફરકાવી સહકારી પ્રવુતિ  અંગે માર્ગદર્શન આપ્‍યું અમરેલી જીલ્‍લા સહકારી સંઘ દ્વારા 64 માં અખિલ ભારત સહકાર સપ્‍તાહ ની ઉજવણી કરવામા આવી હતી.જેમા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ સહકારી સંસ્‍થાના માઘ્‍યમથી સ્‍વરોજગારી અને સેવાના ઉદેશ્‍ય સમજાવ્‍યા હતા.આ તકે અમર ડેરીના ચેરમેન અશ્‍વિન સાવલીયા,મહિલા સહકારી આગેવાન ભાવના ગોંડલીયા,જીલ્‍લા મઘ્‍યસ્‍થમેંકના જનરલ મેનેજર બી.એસ.કોઠીયા,સંઘના ડિરેકટર જે.પી.વઘાસીયા,સંઘના મેનેજર ભરતભાઈ પટેલ તેમજ જીલલાની સહકારી સંસ્‍થાઓના પ્રીતનિધીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.


ચૂટણીના મુખ્ય ખર્ચ નિરીક્ષક આર.એસ.ભાટી તેમજ કલેકટર અમરાણીએ મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લીધી

અમરેલી જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂટણી-૨૦૧૭ અંતર્ગત ચૂટણીના મુખ્ય ખર્ચ નિરીક્ષક શ્રી આર.એસ.ભાટી તેમજ એસ. શ્રીનિવાસન અને કલેકટરશ્રી સંજય અમરાણીએ મીડિયા મોનીટરીંગ સેન્ટર ની મુલાકાત લયને ચૂટણી સબંધીત જરૂરી માહિતી મેળવી હતી.


સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્રારા ઓનલાઈન સભ્યો તેમજ નરેન્દ્ર મોદી  એપ નો કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્રારા ઓનલાઈન સભ્યો તેમજ નરેન્દ્ર મોદી  એપ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમા વી.ડી.કાણકીયા કોલેજના વિદ્યાર્થી ઓ તેમજ શહેર યુવા ભાજપ ના જવાબદાર કાયઁકતાઓ  જોડાયા હતા. નરેન્દ્ર મોદી એપ મીસ કોલ તેમજ એપ ડાઉનલોડ અને સાથે ઓનલાઇન સભ્ય નોંધણી કરાવવા આવો.જેમા શહેર યુવા ભાજપ ના પ્રમુખ અરવિંદ મેવાડા દ્રારા આયોજન કરવામા આવ્યુ હતો. આ કાયઁકમ ઉપસ્થિત શહેર ભાજપ ના પુવઁ પ્રમુખ  હેમાઞભાઇ ઞઢીયા. શહેરના ભાજપ ઉપપ્રમુખ વિજય સિંહ વાઘેલા તથા દીપક મોરી.અનિરુધસિંહ રાઠોડ. .હરીભાઇ ભરવાડ. .ઞૌતમ સાવજ..ગોપાલ રાઠોડ. .ધમાઁઞ મશરૂ..નિતીન હૈલેયા..અભિનવ વિઝુંડા. .ઞોપાલ વકાણી..મૌનીલ ધંધુકીયા..કેતન પંડયા..સંજય બરવારીયા..સાગરRead More


ઉમેદવારીપત્ર ભરવાના પ્રથમ દિવસે અમરેલી જિલ્‍લાના વિધાનસભા મતવિભાગમાં એકપણ ઉમેદવારીપત્ર ભરાયું નહિ

ભારતના ચૂંટણીપંચ તરફથી જાહેર થયેલ કાર્યક્રમ મુજબ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત ડિસેમ્‍બર-૨૦૧૭માં યોજાનાર છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રીએ ચૂંટણી અંગેની નોટીસ બહાર પાડી હતી, જે કાર્યક્રમ મુજબ તા.૧૪ થી તા.૨૧ નવે.-૨૦૧૭ સુધી ઉમેદવારો તરફથી સંબંધિત ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારીપત્રો ભરવામાં આવશે.આજરોજ તા.૧૪ નવેમ્‍બર-૨૦૧૭ના રોજ પ્રથમ દિવસે અમરેલી જિલ્‍લાની પાંચ વિધાનસભા મતવિભાગ પૈકી એકપણ વિધાનસભામાં એકપણ ઉમેદવારે ઉમેદવારીપત્ર ભરી પોતાની ઉમેદવારી નોંધાવી નથી, તેમ અમરેલી-નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

આગામી વિધાનસભા ચુંટણીને ઘ્યાને લઇ ભાવનગર જીલ્લામાં ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે ઝુંબેશ હાથ ધરેલ હોય જે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી. પરમાર સાહેબના માર્ગદર્શન  હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા પ્રદિપસિંહ ગોહિલની  સંયુક્ત બાતમી આધારે ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી ભાવેશભાઇ કુરજીભાઇ વાઘેલા રહેવાસી અધેવાડા ગામ, તા.જી.ભાવનગર વાળાને ટોપથ્રી સર્કલ પાસેથી ઝડપી પાડી ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા એ.એસ.આઇ. જી.પી.જાની તથા હેડકોન્સ. ઓમદેવસિંહRead More


ભાવનગરમાં ચાચા નહેરુના જન્મ દિવસ નિમિતે યુવા કોંગ્રેસ દ્વારા બાળકોને ચોકલેટ વિતરણ કરી ઉજવણી

આજરોજ ચાચા નહેરુનો જન્મ દિવસ હોય જેને બાલ દિવસ તરીકે ઉજવવા માં આવે છે.ત્યારે ભાવનગર માં યુવા કોંગ્રેસ દ્વારા ચાચા નહેરુ ના જન્મ દિવસ નિમિતે બાળકો ને ચોકલેટ વિતરણ કરી જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ભાવનગર યુવા કોંગ્રેસ ના યુવાનો જોડાયા હતા.