Main Menu

Wednesday, November 15th, 2017

 

વરતેજ ગામે ક્ષત્રીય સમાજ દ્વારા પદ્માવતી ફિલ્મ ને રિલેજ કરવા બાબતે વિરોધ

ભાવનગર પાસે આવેલ વરતેજ ગામે પદ્માવતી ફિલ્મ ને રિલેજ ન કરવા બાબતે શ્રત્રિય સમાજ રોડ પર બેનર સાથે ઉતરી આવિયા ટ્રાફિક જામ કર્યો…અને આ ઉકેલ ના આવે ત્યાં સુધી કોઈ રાજકીય પક્ષો કે આગેવાનો નો ગામ માં પ્રવેશ કરવો નઈ.


શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ પહેલા કોહલીનો ધડાકો…હું રોબોટ નથી મારે પણ આરામની જરૂર પડે છે

હાર્દિકના નિર્ણયને કોહલીએ સાચો ઠેરવ્યો : ટિકાકારોને વિરાટ કોહલી દ્વારા આપવામાં આવેલ જડબાતોડ જવાબ ઇડન ગાર્ડન ખાતે પ્રવાસી શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ મેચ અગાઉ ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ ટિકાકારોને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, હું કોઇ રોબોટ નથી. મારી ચામડી કાપી જુઓ લોહી જ નિકળશે. કેપ્ટન કોહલીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે પૂર્વ ક્રિકેટરો દ્વારા યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને શ્રીલંકાની ટેસ્ટ સીરીઝમાં આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોહલીએ મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ટીમને ત્રણેય ફોર્મેટમાં રમનાર ખેલાડીઓની જરૂર હોય છે. આમ છતાં તેણે ઇશારોRead More


અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે…આર્ટ ઓફ લિવિંગના શ્રીશ્રી રવિશંકર મેદાનમાં આવ્યા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથની સાથે બેઠક કરી રવિશંકર આજે અયોધ્યા ખાતે સંતોની સાથે બેઠક કરશે આર્ટ ઓફ લિવિંગના શ્રીશ્રી રવિશંકર આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. આવતીકાલે તેઓ અયોધ્યાની મુલાકાત લેશે. એમ માનવામાં આવે છે કે, અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે તેમણે આ વાતચીત કરી હતી. અદાલતની બહાર આપસી સમજૂતિથી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તે માટે આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રીશ્રી રવિશંકર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. આ અગાઉ તેઓએ મંગળવારે રાત્રે જલસા રિસોર્ટમાં તેમના અનુયાયીઓ સાથે મુલાકાત કરી હતી. આવતીકાલે તેઓ અયોધ્યા પહોંચવાના છે જ્યાં તેઓ સંતોનેRead More


મંગળવાર મધરાતથી જીએસટીના નવા દરો લાગૂ થતાં

૨૧૧ પ્રોડક્ટ સસ્તી : કરિયાણા, રેસ્ટોરન્ટનું બિલ હવે ઓછું થશે

૧૭૮ ચીજવસ્તુઓ ઉપર હવે ૧૮ ટકા જીએસટીનો દર લાગૂ : રેસ્ટોરન્ટના બિલ પર ૫ ટકા જીએસટીનો દર : ૧૩ પ્રોડક્ટ ૧૨ ટકાના સ્લેબમાં સામેલ જીએસટી કાઉન્સિલ ની બેઠકમાં લેવાયેલા નિર્ણયને પગલે મગળવાર મધરાતથી જીએસટીના નવા દરો લાગૂ થતાં દેશવાસીઓ માટે એક રાહતના સમાચાર એ છે કે, તેમનું કરિયાણાનું બિલ ઓછું થવાની સાથે ચોકલેટ, ટુથપેસ્ટ, શેમ્પૂ, વોશિંગ પાઉડર અને રોજબરોજ ઉપયોગમાં લેવાતી ૧૭૮ જેટલી ચીજાને સરકારે ૧૮ ટકાના સ્લેબમાં સામેલ કરી દીધી છે. આ સાથે જ રેસ્ટોરાના બિલ પર હવે પાંચ ટકા જીએસટીનો દર લાગૂ કરવામાં આવ્યો છે. સરકારે આ તમામRead More


ભારત શ્રીલંકા સામેના પ્રદર્શનને દોહરાવાના મૂડમાં

ભારત-શ્રીલંકા વચ્ચે કાલથી કોલકાતા ખાતે પ્રથમ ટેસ્ટ મેચ

કેપ્ટન કોહલી અને રહાણેના પરફોર્મન્સ પર સૌની નજર શ્રીલંકાની બોલિંગ હૈરાથ અને મેથ્યુસ પર આધારિત રહેશે લગભગ અઢી મહિના બાદ ફરી એકવખત ભારત શ્રીલંકા સામે ટેસ્ટ સીરીઝ રમવા માટે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે આવતીકાલે મેદાનમાં ઉતરશે. ભારત આ ટેસ્ટમાં પોતાના અગાઉના પ્રદર્શનને પુનવર્તિત કરવાના મૂડમાં છે. જુલાઈ ઓગસ્ટમાં શ્રીલંકા અને તેણે તેના ઘરમાં ૩-૦થી કારમો પરાજય આપ્યો હતો. હવે આ વખતે તે ઘરઆંગણે પ્રવાસી શ્રીલંકાની ટીમને ક્લીનસ્વીપ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતનું જે તાજેતરમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે તેમાં શ્રીલંકાને તેણે તેના જ ઘરમાં વનડે અને ટ્‌વેન્ટી-૨૦માં પરાજિત કર્યાRead More


રાષ્ટ્રીય યુવા યોજના અંતર્ગત દીવ ખાતે રાષ્ટ્રીય એકતા શિબિર પ્રારંભ…સદભાવના યાત્રા યોજાઈ

રાષ્ટ્રીય યુવા યોજના અંતર્ગત દીવ ખાતે રાષ્ટ્રીય એકતા શિબિર પ્રારંભ થયેલ છે.અહી દેશભરના યુવા કાર્યકરો દ્વારા સદભાવના યાત્રા યોજાઈ હતી.દીવ ખાતે બુધવાર તા.૧૫ થી સોમવાર તા.૨૦ સુધી રાષ્ટ્રીય એકતા શિબિર યોજાઈ છે.આજે દીવ સમાહર્તા હેમંતકુમારના હસ્તે દીપ પ્રાગટય સાથે આ શિબિર શુભારંભ થયો.


ઉમેદવારીપત્ર ભરવાના બીજા દિવસે અમરેલી જિલ્‍લાના વિધાનસભા મતવિભાગમાં એકપણ ઉમેદવારીપત્ર ભરાયું નહિ

ભારતના ચૂંટણીપંચ તરફથી જાહેર થયેલ કાર્યક્રમ મુજબ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત ડિસેમ્‍બર-૨૦૧૭માં યોજાનાર છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રીએ ચૂંટણી અંગેની નોટીસ બહાર પાડી હતી, જે કાર્યક્રમ મુજબ તા.૧૪ થી તા.૨૧ નવે.-૨૦૧૭ સુધી ઉમેદવારો તરફથી સંબંધિત ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારીપત્રો ભરવામાં આવશે. આજરોજ તા.૧૫ નવેમ્‍બર-૨૦૧૭ને બુધવારના રોજ બીજા દિવસે અમરેલી જિલ્‍લાની પાંચ વિધાનસભા મતવિભાગ પૈકી એકપણ વિધાનસભામાં એકપણ ઉમેદવારે ઉમેદવારીપત્ર ભરી પોતાની ઉમેદવારી નોંધાવી નથી. આમ, અમરેલી જિલ્‍લામાં વિધાનસભાની ચૂંટણી માટે હજી સુધી એકપણ ઉમેદવારીપત્ર ભરાયું નથી, તેમ અમરેલી-નાયબ જિલ્‍લાRead More


અમરેલીમાં સફાઈ કર્મીઓ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત


અમરેલીમાં ડાયાબીટીસના દર્દીઓનો કેમ્પ યોજાયો


અમરેલીની દીપક સ્કુલમાં ચિલ્ડ્રન ડે ની ઉજવણી