Main Menu

Friday, November 17th, 2017

 

અમરેલી જિલ્‍લામાં લાઠી અને સાવરકુંડલા વિધાનસભા મત વિભાગમાં ચાર ઉમેદવારીપત્ર ભરાયા

ભારતના ચૂંટણીપંચ તરફથી જાહેર થયેલ કાર્યક્રમ મુજબ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત ડિસેમ્‍બર-૨૦૧૭માં યોજાનાર છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રીએ ચૂંટણી અંગેની નોટીસ બહાર પાડી હતી, જે કાર્યક્રમ મુજબ તા.૧૪ થી તા.૨૧ નવે.-૨૦૧૭ સુધી ઉમેદવારો તરફથી સંબંધિત ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારીપત્રો ભરવામાં આવશે. આજરોજ તા.૧૭ નવેમ્‍બર-૨૦૧૭ને શુક્રવારના રોજ અમરેલી જિલ્‍લાની પાંચ વિધાનસભા મતવિભાગ ઉમેદવારે ઉમેદવારીપત્ર ભરી પોતાની ઉમેદવારી નોંધાવ્યાની વિગત આ મુજબ છે, ૯૬-લાઠી નારોલા હિતેશભાઇ મગનભાઇ અપક્ષ તા.૧૭/૧૧/૨૦૧૭ ૯૬-લાઠી માંજરીયા મેરામભાઇ દેવાયતભાઇ આમ આદમી પાર્ટી તા.૧૭/૧૧/૨૦૧૭ ૯૭-સાવરકુંડલા બગડા હિંમતભાઇ દાનજીભાઇRead More


વિધાનસભાની ટિકિટ ને લઇને મહુવાની બેઠક પર અસંતોષ…કોને આપ્યું રાજીનામુ….જુઓ અહેવાલ

બિપિન કુમાર ભૂપતરાય સંઘવી જેઓ 40 વર્ષથી મહુવામાં ભાજપના પીઢ રાજકીય નેતા છે……અને જેઓએ મહુવા વિધાનસભા બેઠક પર ટિકિટ ની માંગણી કરેલ પરંતુ ભાજપ તરફથી તેમની અવગણના કરવામાં આવતા તેઓ આજે ભાજપ માંથી રાજીનામુ આપ્યું…..


સાવરકુંડલા ના વીજપડી ગામે પોલીસ સબ-સટેશન ની સામે ટેકટર પલટી ગયુ

સાવરકુંડલા ના વીજપડી ગામે પોલીસ સબ-સટેશન ની સામે બંપ મા ટેકટર પલટી ગયુ ટેકટર ની  પાછળ લારી મા વજન વધારે હોવાથી બંપ મા પલટી ગઈ.ટેકટર ની લારી મા 4 માણસો હતા તેને કોઈ પણ જાતની ઈજા થઈ નથી ડાઈવર ને હાથમાં વાગવા થી બાજુના દવાખાના મા ખસેડવામા આવયા..


સિહોર રેલવે સ્ટેશન નજીક મીટર ગેઇજ ના પડેલા જુના લાકડા ના જથ્થા માં લાગી ભીષણ આગ

સિહોર રેલવે સ્ટેશનની હદમાં પડતર મસમોટા લાકડાના જથ્થામાં ભીષણ આગની ઘટના બનવા પામી છે. અગાઉ સિહોર રેલવેની મીટરગેજ લાઈન હતી જેને તંત્ર દ્વારા બ્રોડગેજ કરવામાં આવી હતી. મીટરગેજની લાઈનમાંથી નીકળેલ મસમોટો લાકડાનો જથ્થો છેલ્લા કેટલાક સમયથી સિહોરના રેલવે સ્ટેશનની હદમાં આવેલ જગ્યામાં પડતર પડયો હતો. જેમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૃપ ધારણ કરી લેતા રેલવે તંત્રનો મોટો કાફલો દોડી ગયો હતો. સિહોરનાં ફાયર સ્ટાફે પણ ઘટના સ્થળે દોડી જઈને આગને કાબુમાં લેવા મથામણ શરૃ કરી હતી. જો કે આગRead More


અમરેલીના કમીગઢના ભાજપના 30 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા…અમરેલીમાં બાવકુ ઊંધાડને ટીકીટ મળતા ભાજપમાં થયો ભડકો…જુઓ

અમરેલી ના કમીગઢ ના ભાજપના 30 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા…અમરેલીમાં બાવકુ ઊંધાડને ટીકીટ મળતા ભાજપમાં થયો ભડકો…ધારાસભ્ય પરેશ ધાનાણી ના નિવાસસ્થાને કેસરિયો મૂકી કોંગ્રેસનો હાથ ઝાલ્યો..કોંગ્રેસ માં ઉત્સાહ..


બાવકુ ઊંઘાડે ભાજપે આપેલ અમરેલીની બેઠક પર જીતનો વિસ્વાશ વ્યકત કર્યો

અમરેલી બેઠક પરથી ભાજપે પાંચ ટર્મના ધારાસભ્ય બાવકુ ઊંઘાડ ને મેદાનમાં ઉતર્યા છે અમરેલી ખાતે કાર્યાલય પણ ચાલુ કરીને જીલ્લા પંચાયત જીતીને છેલ્લી પાંચ વિધાનસભા જીતનારા બાવકુ ઊંઘાડે ભાજપે આપેલ અમરેલીની બેઠક પર જીતનો વિસ્વાસ વ્યકત કર્યો છે ત્યારે આજ અમરેલી ની બેઠક પરથી કોંગ્રેસના પરેશ ધાનાણી એ ભાજપના દિગ્ગજ પુરુષોતમ રૂપાલા અને દિલીપ સંઘાણી ને મહાત આપી ચુક્યા છે.


કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ…કોંગ્રેસના મંત્રીએ રાજીનામું આપીને કરી અપક્ષ ઉમેદવારી…કોણ છે આ ઉમેદવાર અને કઈ વિધાનસભામાં કરી ઉમેદવારી…જુઓ સીટીવોચ અહેવાલ

આજે વિધાનસભાની ચુંટણી ના ફોર્મ ભરવાના ત્રીજા દિવસે અમરેલી જીલ્લાના સાવરકુંડલા થી ફોર્મ ભરવાની શુભ શરૂઆત થઇ છે પણ કોંગ્રેસ માટે જાતકો સાબિત થઇ રહ્યો છે સાવરકુંડલા માં કોંગ્રેસ પક્ષ માંથી ૨૫ વર્ષથી કાર્યકર સાથે કોંગ્રેસ માં મંત્રી પદે સેવા આપતા એડવોકેટ હિમત બગડા એ અપક્ષ ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસ માં ટીકીટ પહેલા જ ભડકો થયો છે.સાવરકુંડલા ના એડવોકેટ નોટરી હિમત બગડા…. સાવરકુંડલા માં છેલ્લા ૨૫ વર્ષથી કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે સેવા આપતા બગડા પક્ષના નેતાઓની મનમાની અને કાર્યકરોની અવગણના થતી હોવાના સુર સાથે બળવો પોકારીને આજેજ કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામુંRead More


ધારી/બગસરા વિસ્તારનાં ધારાસભ્ય નલીન કોટડીયાએ આપી પ્રતિક્રિયા..દીલીપ સંઘાણી ચુંટણી લડે તે આ વિસ્તાર માટે ગૌરવ…આ વિસ્તારને ખુબ ફાયદો થશે..જુઓ વિડીયો

અમરેલી જીલ્લાની ત્રણ બેઠકોની જાહેરાત પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરવામાં આવેલી જેમાં ધારી બેઠક પર ભાજપે દિગ્ગજ ગણાતા દિલીપ સંઘાણી ને મેદાનમાં ઉતર્યા છે ત્યારે ધારી ના ધારાસભ્ય નલીન કોટડીયા કે જે હાલ જ રાજ્યસભાની ચુંટણીમાં ભાજપ તરફી મતદાન કરીને ભાજપ માંથી ઉમેદવારી જાહેર થવાની કાગડોળે રાહે હતા જેના પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે નલીન કોટડીયા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે….


99-મહુવા વિધાનસભા બેઠક માટે અપક્ષ ઉમેદવારે ફોર્મ રજૂ કરી ખાતુ ખોલાવ્યું

100-તળાજા બેઠકમાં વધુ એક અપક્ષ ઉમેદવારે રજૂ કરેલું ફોર્મ ઃ ત્રીજા દિવસે 36 ફોર્મનો થયેલો ઉપાડ ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પ્રqક્રયામાં ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના ત્રીજા દિવસે 99-મહુવા બેઠકમાં એક અપક્ષ ઉમેદવારે ફોર્મ રજૂ કરી ખાતુ ખોલાવ્યું હતું તો 100-તળાજા વિધાનસભા બેઠકમાં વધુ એક અપક્ષ ઉમેદવારે ફોર્મ રજૂ કય¯ુ હતું જ્યારે કુલ 36 ફોર્મનો ઉપાડ થયો હતો. ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકની આગામી તા.9મી ડિસેમ્બરના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી પ્રqક્રયામાં ગઇ તા.14મીના રોજ પ્રસિધ્ધ થયેલા જાહેરનામાની સાથે જ ઉમેદવારી ફોર્મ રજૂ કરવાનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમRead More


ભાવ.પશ્ચિમમાં જીતુ વાઘાણી અને પુર્વમાં વિભાવરીબેન ભાજપના ઉમેદવાર

ભાજપએ જાહેર કરેલી પ્રથમ યાદીમાં ભાવનગર જિલ્લાની ચાર બેઠકોના ઉમેદવાર જાહેર ઃ તળાજા, પાલિતાણા અને ગારિયાધાર બેઠક માટે ઉમેદવારની પસંદગીમાં હજુ અવઢવ ઃ ભાવ. ગ્રામ્યમાં પરશોત્તમ સોલંકી જ્યારે મહુવામાં સીટીગ ધારાસભ્ય ભાવનાબેન મકવાણાના સ્થાને તેમના પતિ આર.સી. મકવાણાને ટીકીટ આગામી 9 ડિસેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણના ઉમેદવારોનું લીસ્ટ આજે ભાજપે જાહેર કય¯ુ છે. જેમાં ભાવનગર જિલ્લાની સાત પૈકીની ચાર બેઠકોના ઉમેદવારના નામ જાહેર કર્યા છે તેમાં ભાવનગર પૂર્વ, પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય અને મહુવા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે જ્યારે તળાજા, પાલિતાણા અને ગારિયાધાર બેઠકના ઉમેદવારોના નામ હજુ જાહેર કરવામાંRead More