Main Menu

Saturday, November 18th, 2017

 

ત્રીજા દિવસના અંતે શ્રીલંકા 4 વિકેટે 165 રન, ભારતથી હજુ 7 રન પાછળ

કોલકાતા: શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ત્રીજા દિવસના અંતે 4 વિકેટે 165 રન બનાવી લીધા છે. ચાંદીમલ (13) અને ડિકવેલા (14) રને અણનમ રહ્યાં હતા. રમતમાં છે. આ પહેલા ભારત પ્રથમ ઇનિંગમાં 172 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. બેડ લાઇટને કારણે મેચને જલ્દી પુરી કરવામાં આવી હતી. શ્રીલંકા હજુ ભારતથી 7 રન પાછળ છે.


આજનો શનીશ્વરી અમાસનો સંયોગ પિતૃકૃપા માટે સર્વશ્રેષ્ઠ

કારતક વદ અમાવાસ્યા ૧૮ નવેમ્બરે શની વાર અને એમાવાસ્યા એટલે શનીશ્વરી અમાસનો સંયોગ પિતૃકૃપા માટે ઉતમ સમય છે.અમાવસ્યાનો પ્રારંભ શુક્રવારે બપોરે ૩.૩૧ કલાકથી થશે અને શનિવાર સાંજે ૫.૧૩ કલાકે સમાપ્ત થશે.આ દિવસે ગુરુના સ્વામીત્વ નું વિશાખા નક્ષત્ર અને ત્યારબાદ શનિના સ્વામીત્વનું અનુરાધા નક્ષત્ર તમામ પ્રકારની સાધના માટે ઉતમ છે.સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શનનો આજે કારતક માસ નો છેલ્લો શનિવાર એવમ અમાસ હોવાથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને આજે વિશેષ શણગાર કરવામાં આવેલ તેના દર્શનનો લાહવો અનેક હરિભક્તોએ લીધો હતો તથા હજારો થી પણ વધારે હરિભક્તો એ મહાપ્રસાદ નો લાભ લીધોRead More


તા.ર0મી નવેમ્‍બરે અમરેલી અને ધારી ના ઉમેદવાર ફોર્મ રજુ કરશે…જયારે ર1મી નવેમ્‍બરે રાજુલા ફોર્મ રજુ કરશે

ભાજપ દ્રારા અમરેલી જિલ્‍લામાં આગામી તા.ર0/11/ર017 ને સોમવારના રોજ અમરેલી, કુ ંકાવાવ વિધાનસભાના ઉમેદવારશ્રી બાવકુભાઈ ઉંધાડ સવારે 9:30 કલાકે અમરેલી એસ.ટી.ડેપો સામે જિમખાના મેદાનમાં કાર્યકર્તાઓનાં સંમેલન બાદ ફોર્મ ભરશે. આ તકે ભાજપના રાષ્‍ટ્રીય ઉપાઘ્‍યક્ષશ્રી અને કેન્‍દ્રીયમંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, કૃષિમંત્રીશ્રી વી.વી.વઘાસીયા, શ્રી દીલીપભાઈ સંઘાણી, શ્રી હીરાભાઈ સોલંકી, જિલ્‍લા ભાજપ ના પ્રભારી શ્રી ભરતભાઈ ગાજીપરા, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરા, પૂર્વ ધારાસભ્‍યશ્રી બાલુભાઈ તંતી, વાલજીભાઈ ખોખરીયા, જિલ્‍લા ભાજપ પૂર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર, શ્રી પ્રાગજીભાઈ હીરપરા, મનસુખભાઈ સુખડીયા, દીનેશભાઈ પોપટ, જિલ્‍લા ભાજપ મહામંત્રીશ્રી રવુભાઈ ખુમાણ, કમલેશભાઈ કાનાણી અને કૌશીક વેકરીયા,Read More


અમરેલી વિધાનસભા મત વિભાગમાં ત્રણ અને લાઠી-સાવરકુંડલા-રાજુલા વિધાનસભા મત વિભાગમાં એક-એક ઉમેદવારીપત્ર ભરાયું

ભારતના ચૂંટણીપંચ તરફથી જાહેર થયેલ કાર્યક્રમ મુજબ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત ડિસેમ્‍બર-૨૦૧૭માં યોજાનાર છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રીએ ચૂંટણી અંગેની નોટીસ બહાર પાડી હતી, જે કાર્યક્રમ મુજબ તા.૧૪ થી તા.૨૧ નવે.-૨૦૧૭ સુધી ઉમેદવારો તરફથી સંબંધિત ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારીપત્રો ભરવામાં આવશે. આજરોજ તા.૧૮ નવેમ્‍બર-૨૦૧૭ને શનિવારના રોજ અમરેલી જિલ્‍લાની પાંચ વિધાનસભા મતવિભાગ ઉમેદવારે ઉમેદવારીપત્ર ભરી પોતાની ઉમેદવારી નોંધાવ્યાની વિગત આ મુજબ છે, ૯૫-અમરેલી વિઠ્ઠલભાઇ માવજીભાઇ ગજેરા મુ.લાખાપાદર તા.કુંકાવાવ-વડીયા-ભારતીય નેશનલ જનતા દળ ૯૫-અમરેલી જયંતિલાલ બાવાભાઇ પાઘડાળ મુ.વડીયા તા.કુંકાવાવ-વડીયા યુવા સરકાર ૯૫-અમરેલીRead More


સાવરકુંડલા-લીલીયા બેઠકના કોંગી કાર્યકરોમાં  થયો ભડકો…કૉંગ્રેસ મહામંત્રી ઇકબાલ ગોરી સહિત 300 થી વધુ કૉંગ્રેસનાં કાર્યકરોએ કોંગ્રેસના પ્રભારી વિપીન યાદવને ધક્કે ચડાવ્યા…જુઓ

હજુ તો કોંગ્રેસે કોઈ ટિકિટ જાહેર કરી નથી ત્યાં જ સાવરકુંડલા વિધાન સભા સીટ માટે આયાતી ઉમેદવારને ટિકિટ નહિ આપવા જોરદાર વિરોધ કર્યો છે..આસપાસના લોકો અને યુવાનો સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ સ્થાનિક ઉમેદવાર આવશે તો જ સ્વીકારીશું..તેમ કહી નવતર પ્રકારે કોંગ્રેસનો વિરોધ કરવાની ચીમકી આપતા કોંગ્રેસમાં ટિકિટની જાહેરાત પહેલા જ ભડકો થયો છે અને 100 જેટલા અપક્ષ ફોર્મ ભરવાની કોંગ્રેસના હોદ્દેદારોએ ચીમકી આપી છે અને સ્થાનિક ઉમેદવાર નહિ મુકાઈ તો અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારીઓ કરવામાં આવશે. યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. સેવાદળ, સહિતના હોદેદારો  મેદાનમાં આવી ગયા છે અને કોંગ્રેસ ઉમેદ્વાર્જાહેર કરે તે પહેલાજ સ્થાનિક ઉમેદવાર મુકવાની માંગણીRead More


ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ક્ષેત્રના ખાંભા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર કોકીલાબહેન કાકડીયાનો પ્રચાર

મોહસીન પઠાણ : ઉપરોક્ત વિગત અનુસાર ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મત વિસ્તારમાં ચુંટણી પ્રચાર અર્થે ગયેલા કોંગ્રેસના ઉમેદવાર કોકીલા બહેન કાકડીયા અને સંગાથે ગયેલા કોંગ્રેસના કાર્યકરો થી લઈને રાજકીય આગેવાનો ને મળી રહેલ સમર્થન  ઠેરઠેરથી મળી રહેલ લોકોના આવકાર થી કોંગ્રેસ પાર્ટી  ગેલમાં આવી ગયેલ છે. ચુંટણી અનુસંધાને પ્રચારના આ પ્રથમ દિવસેજ વિકાસ ની દ્રષ્ટિએ પછાત એવા ખાંભા શહેરમાં જબરદસ્ત પ્રચાર ની શરૂઆત કરતી વેળાએ કોકીલા બહેન કાકડીયાએ ચુંટણી જંગ જીતી જવાનો વિશ્વાસ વ્યક્ત કરેલ છે.સાથોસાથ પધારેલા આગેવાનો એ સ્થાનિક આગેવાનો તેમજ મતદારો સાથે મૌખિક ચર્ચાઓ અને પાયાની સુવિધાઓ ની કમી વિશેRead More


કેશુભાઇ નાકરાણીને ટીકીટ મળે તે પહેલા જ રાજીનામાની ચિમકી

ગારિયાધારના ધારાસભ્ય નાકરાણીને ટીકીટ ન આપવા કાર્યકરોની રજૂઆત ઃ ગારિયાધાર ભાજપ શહેર પ્રમુખએ વ્યક્ત કરેલો રોષ ગારિયાધારના ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી સામે તેમના જ મત વિસ્તારના ગારિયાધાર શહેર ભાજપમાં અસંતોષ અને રોષ જોવા મળે છે. પ્રથમ યાદીમાં આ બેઠકના ઉમેદવારનું નામ ભાજપએ જાહેર કય¯ુ નથી પરંતુ જો નાકરાણીને રિપિટ કરાશે તો ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખ સહિત પ0 જેટલા કાર્યકરોએ રાજીનામા ધરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીને ર017ની ચૂંટણીમાં પાર્ટી દ્વારા ટિકિટ ફાળવાશે તો ગારિયાધાર ભાજપના શહેર પ્રમુખ રાજેશભાઈ જીવરાજાણી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રામજીભાઈ નાવડીયા, માજી ન.પા.Read More


અમરેલીનાં ભારતનગર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અમરેલી નજીક માંગવાપાળ રાેડ ઉપર આવેલ ભારતનગર વિસ્તારમાં રહેતાં અલ્ફાજ જમાલભાઈ પઠાણ નામનાં ઈસમે અમરેલી તાલુકાનાં વરુડી ગામ તરફ જવાના રાેડથી ડાબી બાજુનાં કાચા રસ્તા ઉપર નદીની ભેખડ પાસે સુકા ઘાસમાં છુપાવેલ વિદેશી દારુની બોટલ નંગ 261 કિંમત રુા.1,04,400 નો બાતમીનાં આધારે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ અમરેલી તાલુકા પોલીસને હવાલે કરી દીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણી દરમીયાન કેટલાંક દારુનાં ધંધાર્થીઆે ચૂંટણીનાં કાર્યક્તાર્ સાથે દારુની રેલમછેલ કરવાનાં ઈરાદે મોટા પ્રમાણમાં વિદેશી દારુ અમરેલી જિલ્લામાં ઠલવવાનો પ્રયાસ કરતાં હોય, પરંતુ પોલીસે આવા તત્વોનો ઈરાદો બર આવે તેRead More


સૌરાષ્ટ્ર- કચ્છ ઠંડાગારઃ નલીયા ૧૦.૬ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડીની અસર સાથે લોકો ઠુંઠવાય ગયા છે અને આજે નલીયાનું લઘુતમ તાપમાન ૧૦.૬ ડીગ્રી નોંધાયું છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાનો માહોલ બરાબરનો જામ્યો છે અને ઠંડા પવનના સુસવાટા ફુંકાઇ રહયા છે. છેલ્લા થોડા દિવસોથી શિયાળાની અસર જામતા લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહયા છે અને તાપણા કરીને ઠંડીથી બચવા પ્રયાસ કરે છે.  આ ઉપરાંત આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૪.૭ ડીગ્રી નોંધાયું છે.જામનગરઃ શહેરનું તાપમાન ર૭.પ મહતમ ૧પ લઘુતમ ૪૭ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦.ર કી.મી. પ્રતિ કલાક પવનની ઝડપ હતી.જુનાગઢ વિસ્તારમાં ટાઢોડુ યથાવત  જુનાગઢઃ જુનાગઢ વિસ્તારમાં આજે પણ ટાઢોડુ યથાવતRead More


અમરેલીઃ ૪૦ લાખના ચેક રિટર્નના જુદા જુદા પાંચ કેસોમાં આરોપી દોષિતઃ રૂ.૭૬ લાખ ફરીયાદીને ચુકવવા હુકમ

ખાંભાન પેટ્રોલપંપ માલિકે અમરેલીના પેટ્રોલપંપના ભાગીદારને આપેલા રૂ.૪૦ લાખના પાંચ ચેકો રીર્ટન થતા નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ પ્રમાણે અમરેલીની ચીફ કોર્ટમાં થયેલી ફરીયાદનો કેસ ચાલી જતાં કોર્ટે ૪૦ લાખના ચેક રીર્ટન થવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવી રૂ.૭૬ લાખ ફરીયાદીને તથા ૧૦ ટકા રકમ એટલે કે ૪ લાખ સરકારમાં જમા કરાવવા હુકમ કર્યો છે. આ અંગેની વિગત એવા પ્રકારની છે કેલીલીયાના સોમનાથ પેટ્રોલિયમના ભાગીદાર શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા પાસેથી ખાંભાના પેટ્રોલપંપના માલિક ગુણવંતભાઇ દામજીભાઇ માલણકીયાએ લીધેલી રકમ પેટે અલગ-અલગ રૂ.૪૦ લાખના પાંચ ચેકો આપ્યા હતા. જે ચેક અપૂરતી બેલેસને કારણે પરતRead More