Main Menu

December, 2017

 

સુપ્રસિધ્ધ તીર્થસ્થળ બગદાણા ખાતે બજરંગદાસ બાપા ની ૪૧ મી પુણ્યતિથી મહોત્સવ ધામધૂમ થી ઉજવવામાં આવશે

સૌરાષ્ટ્ર-ગુજરાત ના સુપ્રસિધ્ધ તીર્થસ્થળ બગદાણા તા.મહુવા જી.ભાવનગર ખાતે પ.પુ.ગુરુદેવ શ્રી બજરંગદાસ બાપા ની ૪૧ મી પુણ્યતિથી મહોત્સવ આગામી તા.૫-૧-૨૦૧૮ ને શુક્રવાર પોષવદ-૪ ભક્તિમય માહોલ વચ્ચે ધામધૂમ થી ઉજવવામાં આવશે.પ્રતિવર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ પુ.બાપાની પુણ્ય તિથી મહોત્સવ માં એક દોઢ લાખ ભાવિક ભક્તજનો સામેલ થશે.


ડુંગરથી આસરાણા ચોકડી 12 કિ.મી.સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં

ડુંગરથી આસરાણા ચોકડી 12 કિ.મી. સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે.છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું કામ તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યુ નથી.આ માર્ગ બિસ્માર હોવાથી એમ્બ્યુલન્સ પણ ઝડપથી ચાલી શકતી નથી. આ માર્ગ સીંગલપટી હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય રહે છે. અને માર્ગની બંને તરફ બાવળોનાં ઝૂંડ જામી ગયા છે.આ માર્ગ ઉપરથી રાજુલા, પીપાવાવનાં સીમેન્ટ ભરેલાં વાહનો અવર જવર કરે છે.આ રોડ ઉપર મોટા ખાડાઓ પડી જવાથી વાહન ચાલકો કંટાળી ગયા છે.આ માર્ગમાં આવી મુશ્કેલી હોવા છતાં જવાબદાર તંત્ર માત્ર ખાડા પૂરીને હાશકારો અનુભવે છે પણ વાહન ચાલકોની મુશ્કેલીને સમજતુંRead More


બગદાણા નજીકના ધરાઈ ગામ ખાતે ગામજનો દ્વારા નિવૃત શિક્ષક કરુણાભાઈ માણસુર ભમ્મરનો નિવૃત વિદાય સમારંભ યોજાયો

બગદાણા નજીકના ધરાઈ ગામ ખાતે ગામજનો દ્વારા નિવૃત શિક્ષક કરુણાભાઈ માણસુર ભમ્મરનો નિવૃત વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.આ ગામ માં ૩૭ વર્ષ સુધી શિક્ષક સેવા આપનાર શિક્ષક ના આ સન્માન સમારંભ માં ગામ આખું ઉત્સાહભેર જોડાયું હતું.ધરાઈ વિકાસ સમિતિ સુરત તેમજ ગામજનો દ્વારા યોજાયેલા આ પ્રેરક સન્માન સમારોહ માં નવ નિયુક્ત આચાર્ય રાજેશભાઈ ભમ્મર નો સત્કાર સમારોહ પણ યોજાયો હતો.પુ.આત્માનંદ સરસ્વતીજી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા અભિવાદન સમારોહ માં ગુરુઆશ્રમ બગદાણા ના પુ.મનજીદાદા,અંબિકા આશ્રમ નવા સાંગાણાના પુ.રમજુબાપુ,લોક સાહીત્કાર માયાભાઈ આહીર,મેરાણભાઈ ગઢવી,ગુરુઆશ્રમ ના ટ્રસ્ટીઓ સર્વશ્રી વનરાજસિહ જાડેજા,રામસિહભાઈ ચુડાસમા,પ્રમુખ નરશીઆતા,ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી સહિતનાRead More


આખરે વલભીપુર હાઇવે કેટલાના ભોગ લેશે…ઘાંઘળી નજીક અકસ્માતમાં ભાવનગરના આશાસ્પદ યુવાનનું મોત..છ જેટલા લોકોને ઇજા

ભાવનગર વલભીપુર હાઇવે ઘાંઘળી નજીક બપોરના સુમારે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ભાવનગરના આશાસ્પદ યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો છે ઘાંઘળી થી વલભીપુર જવાનો માર્ગ દિવસે ને દિવસે અત્યંત ભયજનક બનતો જાય છે કેટ – કેટલાઈ પરિવારોના રહેલા છાંયડાઓ મોભીઓ યુવાનો અહીંના રોડ પર જીવ ગુમાવી રહ્યા છે રોજબરોજ અહીંનો હાઇવે રક્તરજીત બનતો જાય છે અકસ્માતની ઘટનાઓ વારંવાર બની રહી છે લોકો જીવ ગુમાવી રહ્યા છે લોકો મોતને ભેટી રહ્યા છે તંત્ર પણ રોજબરોજ બનતી અકસ્માતની ઘટનાઓ પર અને લોકોના મોત પર તમાશો જોયા કરતું હોય તેવું લાગી રહ્યું છે આજે બપોરનાRead More


દામનગર દેનાબેંક ના કેશયર મુંજપરા સેવા નિવૃત થતા વિદાયમાન સારાકર્મો પુષ્પો ની જેમ મહેક અર્પે છે સર્વત્ર સરાહના મેળવતા મુંજપરા

દામનગર દેનાબેંક શાખા માં કેશયર મનસુખભાઈ મુંજપરા સેવા નિવૃત થતા વિદાયમાન કાર્યક્રમ માં ખૂબ મોટી સંખ્યા માં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા દામનગર દેનાબેંક શાખા માં કેશયર ની ફરજ બજાવતા મનસુખભાઇ મુંજપરા વય મર્યાદા સેવા નિવૃત થતા ભુરખીયા હનુમાનજી મંદિરે વિદાય માન માં મેનેજર શ્રી મનીષ શર્મા પરમાણદ વ્યાસ મયક પટેલ ભાવિન કુમાર પરેશ ધારેયા નટુભાઈ ચૌહાણ અમિત બારડ મોહનભાઈ ભાસ્કર ત્રિલોકભાઈ રણછોડભાઈ નકુમ રત્નાબેન ગોયાણી સહિત ના સ્ટાફ  દ્વારા મુંજપરા નું બહુમાન દામનગર બ્રાંચ ના ખાતા ધારકો ની વિશાળ હાજરી માં સેવા નિવૃત મનસુખભાઈ ને ભેટ સોગાદ શિલ્ડ સ્મૃતિ પત્રો શાલોRead More


ધો.૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાઓ ૧૨મી માર્ચથી

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૦ અને ૧૨ની આગામી બોર્ડ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.જે મુજબ ૧૨મી માર્ચથી ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષાઓ શરૃ થઈ રહી છે.ગત વર્ષે સેમેસ્ટર સીસ્ટમ રદ થયા બાદ આ વર્ષે પ્રથમવાર ધો.૧૨ સાયન્સની એન્યુઅલ પેટર્ન પ્રમાણે પરીક્ષા લેવામા આવનાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્મયિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની આજે ગાંધીનગરમાં બેઠક મળી હતી.જેમાં સર્વાનુમતે બોર્ડની ધો.૧૦ અને ૧૨ની આગામી માર્ચ ૨૦૧૮ની જાહેર પરીક્ષા માટેના વિગતવાર કાર્યક્રમો મંજૂર કરવામા આવ્યા હતા.જે મજુબ ધો.૧૦ ની તથા ધો.૧૨ સાયન્સ અને ધો.૧૨Read More


‘ગૂડ બાય ૨૦૧૭’ : ડીજે ડાન્સપાર્ટી, આતશબાજીથી ૨૦૧૮ના વર્ષને આવકારાશે

કેટલીક ખાટી-મીઠ્ઠી યાદો, જીવનના નવા અનુભવોના સંભારણા સાથે ૨૦૧૭નું વર્ષ આવતીકાલે વિદાય લેવા જઇ રહ્યું છે. ૨૦૧૭ના વર્ષને ‘ગૂડબાય’ અને નવી આશાઓ સાથે લાવી રહેલા ૨૦૧૮ના  વર્ષને ‘વેલકમ’કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આવતીકાલે સાંજથી મોડી રાત સુધી મિત્રો-સ્વજનો સાથે પાર્ટી કરીને ૨૦૧૮ના વર્ષને આવકારશે. આવતીકાલે મહિનો-વર્ષ સાથે સપ્તાહના અંતિમ દિવસનો પણ અનખો સંયોગ સર્જાયો છે. અમદાવાદમાંથી અનેક લોકો નવા વર્ષની ઉજવણી માટે ગોવા, ઉદેપુર, માઉન્ટ આબુ, સાપુતારા, દીવ, દમણ, લોનાવાલા પહોંચી ગયા છે. આ સિવાય અનેક લોકોએ દુબઇ, સિંગાપુર, મલેશિયા, મકાઉમાં પણ નવા વર્ષનીRead More


લાંચકાંડમાં શિક્ષણાધિકારી કચેરીના ક્લાર્કને ૭ વર્ષની કેદની સજા ફટકારાતા હલચલ મચી

ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ક્લાર્કને બિલ પાસ કરાવવા માટેના લાંચકાંડમાં કોર્ટે ૭ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જાણવા મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા સાડા પાંચ વર્ષ પૂર્વે યોજવામાં આવેલી ટાટની પરીક્ષામાં પ્રદીપભાઈ શુકલ નામના વ્યક્તિએ વીડિયો શૂટીંગનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. જે કોન્ટ્રાક્ટના બિલની ઉઘરાણી માટે તેઓ અવાર-નવાર શિક્ષણાધિકારી કચેરીમાં ધક્કા ખાતા હોય, દરમિયાનમાં આ કામનું બિલ પાસ કરાવવા માટે ડીઈઓ કચેરીના જૂનિયર ક્લાર્ક મનુ જેઠાભાઈ પરમારએ રૃ.૨,૦૦૦ની લાંચની માગણી કરતા પ્રદીપ શુકલએ આ અંગે ભાવનગર એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીની ટીમે ગત તા.૦૧-૦૬-૨૦૧૨ના રોજRead More


ભાવનગર શહેરના વિકાસને પગલે મનપા સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા સંકલનની બેઠક

ભાવનગર શહેરના વિકાસને પગલે મનપા સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા સંકલનની બેઠક કરવામાં આવી હતી. સંકલનની બેઠકમાં મેયર અને કમિશ્નર સહીત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં ઓવર બ્રીજ સીક્સલેન રોડ સહિતના અનેક નાના મોટા કામોને વિધાનસભાની ચુંટણીમાં મળેલી પછડાટ બાદ ભાજપ હાથમાં લઈને ગતિ આપવા માંગે છે


ભાવનગરના ઘોઘાની રો રો સર્વિસ બંધ થવાની વાત પોકળ સાબિત થઇ…લીંક સ્પાન માટે ૨૦ દિવસ ફેરી બંધ રહેશે

ભાવનગરના ઘોઘાની રો રો સર્વિસ બંધ થવાની વાત પોકળ સાબિત થઇ છે ફેરી સર્વિસ ચલાવતા ઈન્ડીગો શી વે કંપનીના સીઈઓએ સ્પસ્ટતા કરી છે કે લીંક સ્પાન માટે ૨૦ દિવસ ફેરી બંધ રહેશે અને બાદમાં કાર્ગો જેવી મોટી સુવિધા પ્રાપ્ત થવાની છે રો રો સર્વિસને પગલે આજદિન સુધીમાં ૨૦ હજારથી વધુ લોકોએ લાભ લીધો છે અને આગામી દિવસોમાં ઘોઘા ફરી તેના એતિહાસિક વિકાસને પગલે હરણફાળ કરવાની છે તે નિશ્ચિત છે એટલું નહિ આગામી દિવસોમાં હજીરા સાથે સીધું જોડાણ પણ થશે અને મુબઈ સાથે પણ જોડાણ થઇ શકે છે.રજવાડા ગયા બાદ આવેલીRead More