Main Menu

Sunday, December 3rd, 2017

 

ભરુચ, સુરેન્દ્રનગર સહિત અન્યત્ર મોદીનો ઝંઝાવતી પ્રચાર

ગુજરાતમાં ભાજપની હાલ આંધી ચાલી રહી છે : મોદીએ દાવો કર્યો

કોંગીની બુલેટ ટ્રેન લાવવા માટેની યોજના હતી પરંતુ સફળતા મળી ન હતી ગુજરાતને હુલ્લડોથી દૂર રાખવા મતદારો સાવધાન રહે તે જરૂરી છે : મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ રાઉન્ડમાં મતદાન પહેલા ઝંઝાવતી પ્રચાર જારી રાખ્યો હતો અને કોંગ્રેસ પાર્ટી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. મોદીએ દક્ષિણ ગુજરાતમાં ભરુચમાં જારદાર પ્રચાર સાથે દિવસની શરૂઆત કરી હતી. મોદ બે દિવસના પ્રચાર અર્થે પહોંચ્યા બાદ સૌથી પહેલા ભરુચ સાથે તેમના કાર્યક્રમની શરૂઆત થઇ હતી. અલબત્ત નિર્ધારિત સમય કરતા મોડેથી મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. ભરુચમાં ચૂંટણી પ્રચાર કરતા મોદીએRead More


કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે


સુરેન્દ્રનગરમા પીએમ મોદી બોલ્યા, ગુજરાતમાં 1001% ભાજપ જ જીતશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતભરમાં પવનવેગી ભાજપના પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. તેમણે ગુજરાતમાં ચૂંટણીનો મહાપ્રચાર શરૂ કરી દીધો છે. જનસંપર્ક માટે તેઓ ગુજરાતમા આવીને સભાઓ યોજી રહ્યા છે. ત્યારે આજે રવિવારે તેઓ ગુજરાત આવ્યા છે. જેમાં પહેલી સભા ભરૂચમા કરી હતી. જેના બાદ બીજી સભા સુરેન્દ્રનગરમાં યોજાવાની છે. તરણેતરની પાઘડી અને ઝાલાવાડી પાઘડી તેમને પહેરાવવામાં આવી હતી. ચૂંટણીમાં જે તાકાત 2007, 2012માં ન જોઈ તેવી અભૂતપૂર્વ આઁધી આ 2017ની ચૂંટણીમાં જોઈ. લોકસભા વખતે આનાથી અડધા લોકો હતા, જ્યારે આજે અદભૂત ભીડ આવી છે. ગયા એક અઠવાડિયીથી કોગ્રેસના અધ્યક્ષની ચૂંટણીમા વંટોળRead More


‘ઓખી’ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાની આગાહી

બંગાળની ખાડીમાં ઓખી નામના વાવાઝોડાએ ભારે હાહાકાર મચાવ્યો છે, આ વાવાઝોડાએ કેરળ અને તામીલનાડુમાં શુક્રવારે ૨૨ લોકોનો ભોગ લીધો હતો અને હવે તે ફંટાઇને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ તેની અસર જોવા મળશે. વાવાઝોડામાં ભારે પવન સાથે વરસાદ પડવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. ગુજરાતમાં જો આ વાવાઝોડુ ત્રાટકે તો ઉભા પાકને ભારે નુકસાન થઇ શકે છે આ ઉપરાંત સમુદ્રી કાંઠાના વિસ્તારો પર પણ તેની માઠી અસર થઇ શકે છે. હવામાન વિભાગનું અનુમાન છે કે જો વાવાઝોડુ આ જ ગતી અને દિશામાં આગળRead More


રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વરુ આવ્યા ભાજપના સમર્થનમાં…ચોત્રા ગામે મંદિરમાં 500 કોંગ્રેસી કાર્યકરોની હાજરીમાં ભાજપના ઉમેદવાર હીરા સોલંકીને બોલાવી જાહેર કર્યો ટેકો…જુઓ

રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વરુ આવ્યા ભાજપના સમર્થનમાં…પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી અને ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે કોંગ્રેસ સામે કર્યો બળવો…ચોત્રા ગામે મંદિરમાં 500 કોંગ્રેસી કાર્યકરોની હાજરીમાં ભાજપના ઉમેદવાર હીરા સોલંકીને બોલાવી જાહેર કર્યો ટેકો…હીરા સોલંકીને મત આપવા કોંગ્રેસી પૂર્વ ધારાસભ્ય વરુએ કરી હાકલ…રાજુલા બેઠકની ટીકીટ પ્રતાપ વરુને ન મળતા કર્યો બળવો…કોંગ્રેસમાં ફરી થયું ભંગાણ


હાથીની અંબાડી પર ભારતના બંધારણના પુસ્તકોને નગર યાત્રા કરાવાશે

પ્રજાસત્તાક દિવસ ૨૬મી જાન્યુઆરીના દિવસે ઊજવાય છે એ બધાને ખબર હોય છે, પરંતુ તા. ૨૪મી જાન્યુઆરીના રોજ બંધારણ દિવસ ઊજવાય ઊજવાય છે તે ભાગ્યે જ કોઈ જાણતું હશે. લોકોમાં આ અંગેની અવેરનેસ કેળવવા ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા. ૨૪મી જાન્યુઆરીના રોજ ભારતનો બંધારણ દિવસ ઊજવાશે. હાથીની અંબાડી ઉપર બંધારણના ઓરિજનલ ત્રણ પુસ્તકને નગરમાં ફેરવવા એટલે યાત્રા કરાવવામાં આવશે. જેમાં શહેરની તમામ કોલેજનાં સ્ટુડન્ટ્સ, આચાર્ય અને પ્રોફેસરો તેમજ કુલપતિ પણ જોડાશે. લોકોમાં બંધારણ વિશે જાગ્રતતા ફેલાવાશે ગુજરાત યુનિવર્સિટીના લાઇબ્રેરિયન યોગેશ પારેખે જણાવ્યું કે ગુજરાતમાં પ્રથમવાર આ ઐતિહાસિક ઇવેન્ટ થશે. જેમાં બાબા સાહેબRead More


મેગા બ્લોકથી સોમવારે બે ટ્રેન પ્રભાવિત

ભાવનગર રેલવે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ભાવનગર રેલવે ડિવિઝનની હકૂમત હેઠળના રિબડા-ગોંડલ સેકેશનમાં આગામી તા.૪ના સોમવારના સાંજના ૬/૧૦ થી રાત્રિના ૧૨/૧૦ સુધી મેગા બ્લોક લેવામાં આવશે. આ મેગા બ્લોકને લીધે ભાવનગર ડિવિ.ની રાજકોટ-સોમનાથ અને વેરાવળ-રાજકોટ ટ્રેન પ્રભાવિત થશે. આ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના ડીસીએમ માશુક અહમદના જણાવ્યા અનુસાર, ભાવનગર રેલવે ડિવિ.ના એન્જિનિયરિંગ બ્લોકને લીધે આગામી તા.૪ના સોમવારના ટ્રેન નંબર ૫૯૪૨૩ રાજકોટ-સોમનાથ ટ્રેન રાજકોટના બદલે ગોંડલથી રવાના થશે. અર્થાત આ ટ્રેન રાજકોટના બદલે ગોંડલ-સોમનાથ વચ્ચે દોડશે. તેવી જ રીતે તા.૪ના સાંજની ટ્રેન નંબર ૫૯૪૨૪ વેરાવળ-રાજકોટ ટ્રેન રાજકોટના બદલે ગોંડલ સુધી જ જશે.Read More