Main Menu

Monday, December 4th, 2017

 

ઓખી: બંદરો પર ભયસૂચક સિગ્નલ, વિજય રૂપાણીએ કરી સમીક્ષા બેઠક

અરબી સમુદ્રમાં સર્જાયેલું ઓખી વાવાઝોડું દક્ષિણ ભારત બાદ હવે મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ફંટાયું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ઓખી વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. ગીર સોમનાથમાં ઉના,ગીરગઢડામાં સહિત ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ ગાંધીનગરમાં રેવન્યૂ સેકેટ્રરી તથા હવામાન વિભાગના વડાએ પણ ઓકી અંગે વધારે માહિતી આપી હતી. ઓખીના કારણે ગીરસોમનાથના નવા બંદર, કોડીનારના મૂળ દ્વારકા, માઢવાડ અને વલસાડના તેમજ જાફરાબાદના દરિયા કિનારે ભયસૂચક સિગ્નલ નંબર બે લગાવવામાં આવ્યું છે. તેમજ દરિયામાંથી મોટા ભાગની હોડીઓ પરત આવવા લાગી છે. અને દરિયાકાંઠે એનડીઆરએફની ટીમને સજજ રહેવાની સૂચના આપવામાં આવીRead More


અભિનેતા શશિ કપૂરનું લાંબી માંદગી બાદ નિધન

હિન્દી સિનેમાના સિનિયર અભિનેતા અને દાદા સાહેબ ફાળકે તથા પદ્મભૂષણ એવોર્ડથી સમ્માનિત કલાકાર શશિ કપૂરનું આજે નિધન થયું છે. તેમનું ૭૯ વર્ષની વયે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અવસાન થયું છે. તે ઘણા લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અભિનેતા શશિ કપૂર કપૂર ખાનદાનના એક માત્ર એવા વ્યક્તિ હતા જેમણે વિદેશી મહિલા સાથે મેરેજ કર્યા હતા. શશિ કપૂરે ઘણી બોલિવુડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો જેમાં ‘જબ જબ ફૂલ ખીલે’, ‘હસીના માન જાયેગી’, ‘દીવાર’, ‘આ ગલે લગ જા’, ‘જુનૂન’, અને ‘કભી-કભી’નો સમાવેશ થાય છે.


સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખે કેસરિયો મૂકીને કોંગી પ્રતાપ દુધાતને ટેકો જાહેર કરતા ભાજપમાં ભૂકંપ સર્જાયો

સાવરકુંડલા લીલીયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત તરફી વાવાજોડું ફૂંકાઈ ગયું છે ઠેર ઠેર કોંગી ઉમેદવાર દુધાતને મીઠો આવકાર મળી રહયી છે ત્યારે સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ અને સુન્ની મુસ્લિમ જમાતના પૂર્વ પ્રમુખ યુનુસભાઈ મલેકે કેસરિયો મૂકીને કોંગી પ્રતાપ દુધાતને ટેકો જાહેર કરતા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે              સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ યુનુસભાઈ મલેક એ સાવરકુંડલા મુસ્લિમ સિપાહી જમાતખાને બોલાવેલી મીટીંગમાં હકડેઠઠ ની જનમેદની વચ્ચે સાવરકુંડલાની 11 પેટા જમાતોના પ્રમુખે કોંગી ઉમેદવાર પ્રતાપ દુધાતનું ભાવભીનું સ્વાગત કરીને ભાજપના અડીખમ મુસ્લિમ અગ્રણીએ જાહેરમાં કોંગ્રેસનાRead More


ઓખી વાવાઝોડાની સંભાવના સામે તંત્ર સાબદુ.કલેકટર અમરાણીની અધ્યક્ષતામાં બેઠક મળી

તા.૭ ડિસેમ્‍બર-૨૦૧૭ સુધી ભારેથી અતિભારે તીવ્રતાવાળું ઓખી નામનું વાવઝોડું આવવાની શક્યતા ભારતીય હવામાન ખાતાની તા.૨ ડિસેમ્‍બર-૨૦૧૭ની આગાહી અનુસાર સમગ્ર સૌરાષ્‍ટ્ર ક્ષેત્રમાં તા.૪ થી તા.૭ ડિસેમ્‍બર-૨૦૧૭ સુધી ભારેથી અતિભારે તીવ્રતાવાળું ઓખી નામનું વાવઝોડું આવવાની શક્યતા છે અને તેના કારણે ભારે પવન ફૂંકાવવા તથા હળવા થી ભારે વરસાદ પડવાની શક્યતા હોય, કન્‍ટીજન્‍સી પ્‍લાન મુજબ તકેદારીના જરૂરી તમામ પગલા લેવા તમામ કન્ટ્રોલરૂમો કાર્યરત રાખવા તંત્ર દ્વારા જણાવાયુ છે. અમરેલી જિલ્લા કલેકટરશ્રી એસ.એલ.અમરાણીની અધ્યક્ષતા માં મળેલી બેઠકમાં જણાવ્યું હતું કે, સંભવિત વાવાઝોડા ના સમયે લોકોના જાનમાલને નુકશાન ન પહોંચે તે બાબતે તમામ સરકારી વિભાગોનાRead More


ઓખીથી અમદાવાદ અને અમરેલીમાં વરસાદ

ઓખી વાવાઝોડું નબળું પડ્યુ છે પરંતુ તેની અસર ગુજરાતમાં વર્તાવા લાગી છે અને વાદળ છાયા વાતાવણ વચ્ચે અમરેલી તથા અમદાવાદના આસપાસના વિસ્તારોમાં છાંટા પડ્યા હતા અને કેટલાક ઠેકાણે માવઠા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે ઓખી વાવાઝોડું પ્રર્તિ કલાક 14થી 15 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ઉમેર્યુ હતું કે આ વાવાઝોડાની અસર હેઠળ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.આ અસર હેઠળ અમરેલી અને આસપાસના વિસ્તારોમાં છાંટા પડવાથી ખેડૂતો ચિંતામાંRead More


કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો : ખેડૂતો, યુવાનોને વચનોની લ્હાણી

ગુજરાત વિઘાનસભા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ દ્વારા આજે ખુશ રહે ગુજરાતની થીમ ઉ૫ર ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. સાંજે યોજાયેલી ૫ત્રકાર ૫રિષદમાં કોંગ્રેસના આ 16 પાનાનું ઘોષણા ૫ત્ર રજુ કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વિવિધ જાહેરાતો કરી હતી. આ ચૂંટણી ઢંઢેરામાં ખેડુતો, યુવાનો, મહિલાઓ અને વિદ્યાર્થીઓને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચૂંટણી ઢંઢેરામાં કરાયેલી મુખ્ય જાહેરાતો કંઇક આ પ્રમાણે છે. 49 ટકા અનામતમાં ફેરફાર કર્યા વગર નવું અનામત બીલ લવાશે OBC જેવા જ લાભ સ્પેશિયલ કેટેગરી ઉભી કરી અપાશે ખેડૂતો ઉ૫રના વીજચોરીના કેસોની પુન: સમીક્ષા કરાશે વાવેતર ૫હેલા જRead More


ભાવનગરમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “અનામતની લોલીપોપ આપનાર કોંગ્રેસને ગુજરાત ઓળખે છે”

ધરમપુરમાં સભા સંબોધ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી પહોંચ્યા હતા. સભામાં હાજર વિશાળ જનમેદનીને સંબોધતાં વડાપ્રધાને કેશુભાઇ પટેલ તેમજ હરિસિંહ ગોહિલ પાસેથી રાજનીતિના પાઠ શીખ્યા હોવાનું જણાવ્યું હતું. અહીં વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ જણાવ્યું કે, યુપીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા બાદ હિમાચલમાં પણ કોંગ્રેસની હાર નકકી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, અનામતની લોલીપોપ આપનાર કોંગ્રેસને ગુજરાતની જનતા ઓળખે છે. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ પર પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું કે, 2007માં સિબ્બલે તેમને જેલમાં પૂરી દેવાની વાત ઉચ્ચારી હતી, પરંતુ કોંગ્રેસ હજુ સુધી તેમનુંRead More


‘ઓખી’ ચક્રવાતના પગલે GMB દ્વારા ઘોઘા-દહેજ ફેરી સર્વિસને સ્થગિત કરાઈ

અમદાવાદ: ‘ઓખી’ ચક્રવાતના પગલે રાજ્યના ગુજરાત મેરિટાઈમ બોર્ડ (GMB) દ્વારા ઘોઘા-દહેજ ફેરી સર્વિસને તાકીદની અસરથી સ્થગિત કરી દેવામાં આવી છે. જો કે તા. પાંચમી ડિસેમ્બરના રોજ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવ્યા બાદ જો યોગ્ય વાતાવરણ હશે તો તા. ૬ઠ્ઠીના રોજ આ સેવાને પુન: શરૂ કરવામાં આવશે તેમ જણાવાયું છે. ઓખી ચક્રવાતી વાવાઝોડાનું તોફાન મધ્ય પૂર્વ અને આસપાસના અરબી સમુદ્રના દક્ષિણ પૂર્વીય ક્ષેત્રમાં સક્રિય હતુ. જે ઉત્તર પશ્ચિમ દિશા તરફ ૧૮ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. સંભવિત રીતે તે તા. પાંચમી ડિસેમ્બર, ૨૦૧૭ના મધ્યરાત્રે ડીપ ડિપ્રેશનને કારણે સુરત નજીક દક્ષિણ ગુજરાતનેRead More


અમરેલી બેઠક પર જામ્યું હોર્ડિંગ્સ યુદ્ધ…ભાજપના ઉમેદવારને કંસ સાથેના સંબોધન સાથે પરેશ ધાનાણીના નામથી લાગ્યા હોર્ડિંગ્સ..ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ધાનાણી વિરુદ્ધ લગાવ્યા હોર્ડિંગ્સ…જુઓ વિડીયો

અમરેલી બેઠક પર જામ્યું હોર્ડિંગ્સ યુદ્ધ….અમરેલી ભાજપના ઉમેદવારને કંસ સાથેના સંબોધન સાથે પરેશ ધાનાણી ના નામથી લાગ્યા હોર્ડિંગ્સ…ભાજપના ઉમેદવાર બાવકુ ઊંધાડને ધાનાણી કાકા કહીને સંબોધે છે….ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ધાનાણી વિરુદ્ધ લગાવ્યા હોર્ડિંગ્સ….ધાનાણી રાષ્ટ્રીય કક્ષાએ વધુ રહેતા હોવાથી દિલ્હી નહિ વિતાવું કહીને ધાનાણી સામે લગાવ્યા હોર્ડિંગ્સ…ભાજપ-કોંગ્રેસના લાગેલા હોર્ડિંગ્સ યુદ્ધ નો નવતર ચિલ્લો જોવા મળ્યો.


બ્રહ્મલીન સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજીની શોડષી પ્રસંગે ૬૦ પ્રાથમિક શાળાના ૧૩૦૦૦ બાળકોને બટુક ભોજન

ભાવનગર જિલ્લા ઉમરાળા તાલુકા ના ટીબી ખાતે આરોગ્ય ધામ ના પ્રેરણા મૂર્તિ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી ની શોડષી પ્રસંગે સાઈઠ પ્રાથમિક શાળા ના તેર હજાર બાળકો ને બટુક ભોજન ઉમરાળા તાલુકા ના ચમારડી ટીબી ધોળા સહિત ગ્રામ્ય વિસ્તારો માં માનવતા ના મસીહા આરોગ્ય ધામ ટીબી ના પ્રણેતા બ્રહ્મલીન  સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી ની શોડષી પ્રસંગે સેવક સમુદાય નું અદભુત આયોજન હજારો ને મહાપ્રસાદ…