Main Menu

Tuesday, December 5th, 2017

 

ઓખીનું તુફાન હવે ગુજરાતને ધમરોળવા તૈયાર છે ત્યારે એન.ડી.આર.એફ ની ટીમ ભાવનગરમાં

ઓખી નું તુફાન હવે ગુજરાત ને ધમરોળવા તૈયાર છે ત્યારે તેનો સામનો કરવા અને પ્રજાને કોઈ વધુ મુશ્કેલી ના  પડે તે માટે તંત્ર સાબદું થયું છે.ડીઝાસ્ટર ના આદેશના પગલે એન.ડી.આર.એફ ની ટીમ આજે ભાવનગર આવી પહોચી છે અને હાલ તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે .ઓખી નું તુફાન હાલ વલસાડ આજુબાજુ પોતાનો પ્રભાવ બતાવી રહ્યું છે ત્યારે તે સાંજે અથવા મોડી રાત્રે ભાવનગર તરફ આવી પહોચે તેવી આગાહી વચ્ચે તંત્ર સાબદું બની તેને પહોચી વળવા ની તૈયારી માં જોડાયું છે.જેને લઈને ભાવનગર ડીઝાસ્ટર દ્વારા એન.ડી.આર.એફ ની ટુકડી ને ભાવનગર માંRead More


ઓખી વાવાઝોડાને લઈ ગુજરાતના તમામ બંદરો ઉપર એલર્ટ અપાયું….જાફરાબાદ તેમજ પીપાવાવ પોર્ટ ઉપર 3 નંબરનું સિગ્નલ….પરિસ્થિતિને પહોંચી વળવા NDRF ની ટીમ અમરેલીમાં…જુઓ

ઓખી વાવાઝોડાને લઈ ગુજરાતના તમામ બંદરો ઉપર એલર્ટ અપાયું છે ત્યારે અમરેલીના  જાફરાબાદ તેમજ પીપાવાવ પોર્ટ ઉપર 3 નંબરનું સિંગનલ આપવામાં આવ્યું છે.પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે અમરેલી ખાતે એનડીઆરએફની ટિમ આવી પહોંચી છે.ઓખી વાવાઝોડાના પગલે અમરેલી ખાતે એનડીઆરએફ ની ટિમ આવી પહોંચી છે ત્યારે એનડીઆરએફ ના કમાન્ડર હેમેન્દ્રભાઈ ખટાણા સાથે વાત કરતા તેમને જણાવ્યું કે કોઈ પણ પરિસ્થિતિ ને પહોંચી વળવા અમારી ટિમ તૈયાર છે પૂરતા સાધનો છે.આ ઉપરાંત સંદેશા વ્યવહાર કે વીજ પુરવઠો ખોરવાઈ જાય તો પણ સેટેલાઇટથી ફોટોગ્રાફ,વિડીયો મોકલવા માટે આધુનિક સેટેલાઈ ની પણ સુવિધા છે આમRead More


ઓખી વાવાઝોડાને પગલે અમિત શાહની ત્રણ રેલીઓ રદ્દ કરાઇ

ઓખી વાવાઝોડાને લઈને ભાજપ અધ્યક્ષ અમિત શાહની ત્રણ રેલીઓ રદ્દ કરવામાં આવી છે. અમિત શાહની આજે રાજુલા, મહુવા અને શિહોરમાં રેલી હતી. જોકે આ પંથકમાં ગત રાતથી વરસાદી માહોલ છે તેવામાં જનસભા રદ્દ કરાઈ છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથના સુરતનો કાર્યક્રમ રદ્દ કરાય તેવી શક્યતા છે. આ સિવાય રાજસ્થાનના સીએમ વસુંદરા રાજેની સુરત અને બનાસકાંઠાના કાર્યક્રમો પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન હંસરાજ આહીરની પોરબંદર ખાતેની સભા પણ રદ્દ થાય તેવી શક્યતા છે.


રાજુલા તાલુકાના રામપરા-૨ ગામે વિપ્ર પરિવાર ઉપર થયેલા હુમલાથી સમસ્ત બ્રહ્મસમાજ લાલઘૂમ : ઉચ્ચકક્ષાએ થયેલી રજુઆતો

ભીખુભાઈ બોરીસાગર : રાજુલા તાલુકાના રામપરા-૨ ગામે ગત તારીખ ૧૪-૧૧-૨૦૧૭ ના રોજ રાત્રીના ૮:૩૦ કલાકે વિપ્ર પરિવારના જગદીશભાઈ બાલાશંકર મહેતા ધરતી બહાર ઉભા હતા તેવા સમયે તે જ ગામના આહીર સખ્સો એકસંપ રાખીને અગાઉના મનદુઃખ કારણે ઘાતકી હુમલો કરેલ,જેવી લોહીલુહાણ હાલતમાં જગદીશભાઈ મહેતાને પ્રથમ રાજુલા દવાખાને સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવેલ.વચ્ચે તેમને બચાવવા માટે તેમના પત્ની જીગ્નાબેન જગદીશભાઈ મહેતા પડતા તેમને પણ ઈજાઓ પહોચાડીને છેડતી કરેલ છે.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મહેતા જગદીશભાઈ છેલ્લા ઘણા વર્ષોથી પીપાવાવ પોર્ટમાં નોકરી કરે છે.મૂળ જુનાગઢ ના રહેવાસી છે.તેમનાRead More


સુરત: સવારથી વાતાવરણ ઘેરાયેલું રહેતા લોકો મુંઝાયા

દરિયામાં સ્થિર થયેલા વાવાઝોડા ઓખીની અસર ગઈકાલ બપોર બાદ સુરતના વાતાવરણ પણ જોવા મળી રહી છે. આજે સવારથી જ વાદળછાયું વરસાદી વાતાવરણ જોઈને લોકોમાં મુંઝવણ વધી ગઈ છે.   ગઈકાલ સુધી જ્યાં ભાજપ કોંગ્રેસની વાત ચાલતી હતી ત્યાં આજે માત્ર વાવાઝોડાની જ વાત ચાલી રહી છે. વાતાવરણમાં ઠંડી અને વરસાદ હોવાથી લોકો શોશ્યલ મિડિયામાં સ્વેટર પહેરવું કે રેઈનકોટ તે માટે કન્ફ્યુઝ હોવાની રમુજ પણ કરી રહ્યાં  છે.   સુરતમાં વાવાઝોડાની અસર ગઈકાલે જ વર્તવાનું શરૃ થઈ ગઈ હતી ગઈકાલે બપોર બાદ વાતાવરણ હિલ સ્ટેશન જેવું ઠંડુ થઈ ગયું હતું જ્યારેRead More


ઓખી વાવાઝોડુ સુરતથી ફક્ત 480 કિ.મી. જ દૂર, શાળા-કોલેજોમાં રજા

સમગ્ર રાજ્યના જનજીવનને પ્રભાવિત કરનાર ઓખી વાવાઝોડુ ઘીમે ઘીમે ગુજરાતના દરિયાકાંઠાથી નજીક આવી રહ્યું છે. મળતી વિગતો અનુસાર હવે આ વાવાઝોડુ સુરતના દરિયા કિનારાથી ફક્ત 480 કિ.મી. જેટલુ જ દુર રહ્યું છે. વાવાઝોડાની સંભવિત સ્થિતિને ઘ્યાને લઇને તંત્ર દ્વારા શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. અરબી સમુદ્રથી આગળ વધી રહેલુ ઓખી વાવાઝોડુ આજે સુરત પાસેથી ગુજરાતમાં પ્રવેશ કરશે તેવી આગાહી છે. રાત્રે 12 વાગે આોખીની અસર સુરતના દરિયા પટ્ટીમાં દેખાશે, ત્યારે ઓખીના તોળાતા સંકટ વચ્ચે સુરત વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. ઓખીના કારણે 70થી 80 કિમીની ઝડપે પવન ફુંકાશે.Read More


મુંબઇમાં ઓખી વાવાઝોડાની તીવ્રતા વધી, ચોપાટી અને દાદરના રસ્તા બંધ કરાયા

ઓખી વાવાઝોડાના કારણે ગઇકાલે સાંજથી Mumbai માં ઝરમર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે રાજય સરકારે શાળા-કોલેજોમાં રજાની જાહેરાત કરી છે. વરસાદ અને તાપમાન ઘટવાથી માર્ગો પર રોજ કરતા ઓછા જોવા મળી રહ્યા છે. ટ્રેનોમાં ભીડ પણ ઓછી જોવા મળી રહી છે.જો કે આજે બપોરે આ વાવાઝોડાની દરિયામાં તીવ્રતા વધી છે.જેના પગલે દરિયાકિનારાને આસપાસના દાદર અને ચોપાટીના રોડ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ભારતીય હવામાન ખાતાની મુંબઇ કચેરીએ ચેતવણી આપ્યા બાદ રાજય સરકારે અનેક જિલ્લાઓમાં રજા જાહેર કરી દીધી છે. મધ્ય રેલ્વે મુંબઇ ડીવીઝનના જણાવ્યા પ્રમાણે રાહતRead More


પદ્મભૂષણ શશિ કપૂરની અંતિમ વિદાય, બોલિવુડ સેલેબ્સે આપી અશ્રુભીની વિદાય

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને દાદા સાહેબ ફાળકે તથા પદ્મભૂષણ એવોર્ડથી સમ્માનિત કલાકાર શશિ કપૂરનું ૪ ડિસેમ્બરે નિધન થયું છે. તેમનું ૭૯ વર્ષની વયે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અવસાન થયું છે. તે ઘણા લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષથી શશિ કપૂર કિડનીની સમસ્યાથી પીડિત હતા. શશિ કપૂરના નિધનની પુષ્ટિ રણધીર કપૂરે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, શશિ કપૂર હવે આપણી વચ્ચે રહ્યા નથી. પ્રાપ્ત માહિતી મુજબ, તેમના અંતિમ સંસ્કાર મંગળવારે બપોરે ૧૨ વાગ્યે કરવામાં આવ્યા છે. શશિ કપૂરના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.Read More


સૌરાષ્‍ટ્ર ક્ષેત્રમાં ઓખી વાવાઝોડુ-સાયક્લોન આવવાની શક્યતા…અમરેલી જિલ્‍લાના તમામ ખેડૂતોને તકેદારીના પગલા લેવા જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રીની અપીલ

ભારતીય મોસમ વિભાગ-અમદાવાદની અદ્યતન આગાહી અનુસાર તા.૪ થી તા.૭ ડિસેમ્‍બર-૨૦૧૭ સૌરાષ્‍ટ્ર ક્ષેત્રમાં ઓખી વાવાઝોડુ-સાયક્લોન આવવાની શક્યતા છે. જેના કારણે પવન ફુંકાવવા તથા હળાવથી ભારે વરસાદ પડવાની શક્યતાઓને ધ્‍યાને રાખીને અમરેલી જિલ્‍લાના તમામ ખેડૂતોને તકેદારીના પગલા લેવા અપીલ કરવામાં આવે છે. જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કરેલ છે અને હાલમાં કપાસનો પાક ખેતરમાં ઉભો છે તેમણે તાત્‍કાલિક કપાસની વીણી કરી લેવી. ઘંઉ, જીરૂ, ચણા તેમજ અન્‍ય શિયાળુ પાકનું વાવેતર કરેલ છે તેવા ખેડૂતોએ ચાલુ અઠવાડીયા દરમિયાન પાકમાં પિયત આપવાનું ટાળવું. જેથી વધારે ભેજવાળું વાતાવરણ ટાળી શકાય અને રોગ જીવાતનો ઉપદ્રવ અટકાવીRead More


અમરેલીમાં હાર્દિક પટેલના રોડ શો તથા બે ખેડૂત મહાસંમેલન ની તૈયારી પૂર્ણ – હરેશ બાવીશી

આગામી તારીખ ૬-૧૨-૨૦૧૭ ના બુધવાર થી અનામત આંદોલન સમિતિ ના પ્રણેતા હાર્દિક પટેલ અમરેલી આવી રહ્યા છે.ત્યારે વડીયા થી લઈને અમરેલી સુધીના બે મેગા રોડ શો તથા બે ઐતિહાસિક ખેડૂત સંમેલન ને લઈને જીલ્લા કન્વીનર દિનેશભાઈ બાંભરોલીયાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રવક્તા હરેશ બાવીશી તથા સહકન્વીનર ભૂપતભાઈ સાવલિયા ના સંકલન તથા નેજા હેઠળ સવારના ૧૦ કલાકના વડીયાથી કુકાવાવ ભવ્ય મેગા રોડ શો તથા કુકાવાવ મુકામે બપોરના ૧ કલાક ના ખેડૂત સંમેલન તથા કુકાવાવ થી અમરેલી મેગા રોડ શો તથા અમરેલી ના કામનાથ મુકામે સાંજ ના ૪ કલાક ના ખેડૂત સંમેલનRead More