Main Menu

Wednesday, December 6th, 2017

 

ખોડલધામના ટ્રસ્ટીઓ ગોપાલ વસ્તરપરાની તરફેણમાં પ્રચારમાં રહેતા રાજકરણના આંટાપાટા ગુંચવ્યા…જુઓ વિડીયો

વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો મધ્યાનતર સમય ચાલી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાની લાઠી બેઠકના ભાજપના ઉમેદવાર ગોપાલ ચમારડી પાટીદારો ના પ્રસિદ્ધ ખોડલધામ મંદિરના ટ્રસ્ટી અને સખીદાતા છે ત્યારે હાર્દિક પટેલ અને નરેશ પટેલની મુલાકાત બાદ ખોડલધામના અન્ય ટ્રસ્ટીઓ લાઠીના ભાજપના ઉમેદવાર ગોપાલ ચમારડી ની તરફેણમાં પ્રચારમાં રહેતા રાજકરણના આંટાપાટા ગુંચવ્યા છે.અમરેલી જિલ્લાની લાઠી બેઠકના ભાજપના ભામાશા ઉમેદવાર ગોપાલ ચમારડી પ્રસિદ્ધ ખોડલધામ મંદિરના ટ્રસ્ટી છે અને ખોડલધામ મંદિર નિર્માણમાં સૌથી હાઈએસ્ટ ફાળો ગોપાલ ચમારડી નો છે ત્યારે ભાજપના ઉમેદવાર ગોપાલ ચમારડીને જીતાડવા ખોડલધામ મંદિરના ટ્રસ્ટીઓ લાઠી બેઠકપર પ્રચાર પ્રસાર માં પાટીદારીના સંપર્કRead More


અમરેલી જિલ્લાના બે દિગ્ગજો વચ્ચે ચૂંટણી જંગમાં પરિવાર આવ્યો મેદાનમાં…2 મોટા ગજ્જાના ભાજપ-કોંગ્રેસના રાજકીય નેતાઓને જીતાડવા મહિલાઓ આવી ચૂંટણી જંગમાં…જુઓ વિડીઓ

અમરેલી જીલ્લામાં ભાજપ ના પાયાના પત્થર ગણાતા દિલીપ સંઘાણી ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણી ધારી બેઠક પરથી લડી રહ્યા હોય ત્યાર્રે દિલીપ સંઘાણી ની દીકરી પૂનમ સંઘાણી પિતાને જીતાડવા માટે ઘર ઘર અને દુકાને દુકાને પ્રચાર પ્રસાર કરી રહી છે સંઘાણી પરિવાર માંથી દીકરી પૂનમ પિતાને જીતાડવા માટે એડીચોટી નું જોર લગાવીને પિતા દિલીપ સંઘાણી માટે ગામડા ખુંદી રહી છે અને પિતા સંઘાણી જીતે તેમાટે ના અથડ પ્રયત્નો કરી રહી છે.દીકરી પૂનમ પિતા દિલીપ સંઘાણીને જીતાડવા કામે વળગી છે તો અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ઉમેદવાર હોય ત્યારે પતિનેRead More


અમરેલી જિલ્લામાં ચૂંટણીનો ટેમ્પો જામ્યો…ભાજપ-કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયો પર કાર્યકર્તાઓની કામગીરીને અપાઈ રહ્યો છે આખરી ઓપ..જુઓ વિડીયો

ગુજરાત રાજ્યની રાજકારણમાં એ.પી.સેન્ટર ગણાતા અમરેલી જિલ્લાની 5 બેઠકો માટે ચૂંટણીના અંતિમ તબ્બકામાં પ્રચાર પ્રસાર નું માધ્યમ વધી ગયું છે અમરેલી, સાવરકુંડલા, ધારી, રાજુલા અને લાઠી બેઠક પર ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર કામે લાગી ગયા છે ભીત પત્રો તો ઉમેદવારને જીતડવાના ચોપનિયાઓ લઈને કાર્યકરો દુકાનદારોને મત માટે સમજાવી રહ્યા છે સાવરકુંડલા બેઠક અને અમરેલી બેઠકમાં નેતાઓ મત મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભાજપ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે.150 પ્લસ સથે ભાજપ લક્ષ્યાંક હાસિલ કરવા કમર કસી રહી છે ભાજપ ના કાર્યાલયે કાર્યકરોને સમજાવીને વિસ્તારોમાંRead More


મેચ ડ્રો થવા છતાં ટીમ ઇન્ડિયાએ તોડ્યો ઇંગ્લેન્ડનો આ જુનો રેકોર્ડ…જુઓ

ભારત અને શ્રીલંકાની વચ્ચે દિલ્હીમાં રમાયેલ ટેસ્ટ મેચ ભલે મેહમાન ટીમે બચાવી લીધી હોય, પરંતુ આ ટેસ્ટને ડ્રો કરાવ્યા બાદ પણ શ્રીલંકાની ટીમ વિરાટ સેનાને આ મોટા રેકોર્ડને તોડવાથી રોકી શકી નહોતી. પાંચમાં દિવસે Team India ને જીત માટે ૭ વિકેટની જરૂરત હતી, પરંતુ શ્રીલંકાના બેટ્સમેનોની શાનદાર ઇનિંગના કારણે ભારતીય ટીમ આ મેચને જીતવામાં નિષ્ફળ રહી અને ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. તેની સાથે જ ત્રણ ટેસ્ટ મેચની સીરીઝને ભારતને ૧-૦ થી પોતાના નામે કરી લીધી અને તેની સાથે ટીમ ઇન્ડિયાએ એક એવું કારનામું કરી દીધું જે ભારતીય ટેસ્ટ ક્રિકેટRead More


ઓખીને કારણે ચિંતામાં મૂકાયેલા ખેડૂતોને સીએમ રૂપાણીએ આપ્યા ખુશીના સમાચાર

ઓખી વાવાઝોડાને કારણે સૌથી મોટું નુકશાન ખેડૂતોને થયું છે. તેમનો ખેતરમાં લહેરાતો ઉભો પાક બગડી ગયો છે. તેથી ચિંતામાં મૂકાયેલા ખેડૂતોને રાહત મળે તેવા સમાચાર સીએમ વિજય રૂપાણીએ આપ્યા છે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, ઓખી વાવાઝોડાને કારણે ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવામાં આવશે. વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે હતા. જ્યાં તેમણે રેલી યોજીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ રેલીમાં તેમને રાજકોટવાસીઓ તરફથી મોટો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે તેમણે મીડિયા સંબોધનમાં જણાવ્યું હતું કે, ઓખી વાવાઝોડાની ઘાત હવે ટળી ગઈ છે. પંરતુ ઓખી ખેડૂતોને જે નુકશાન થયું છે તેમનુંRead More


રાજકોટવાસીઓને બપોરે લાગ્યો ભૂકંપનો આંચકો

ઓખીનું સંકટ ટળ્યા બાદ આજે બપોરે રાજકોટવાસીઓને વધુ એક કુદરતી ઝાટકો લાગ્યો હતો. રાજકોટ નજીક આજે બપોરે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ આંચકો 3.1ની તીવ્રતાનો હોવાનું સિસ્મોગ્રાફી સેન્ટરે જણાવ્યું છે. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયુ છે કે, આજે બપોરે 11.10 વાગ્યે રાજકોટથી 27 કિ.મી. દૂર ઈસ્ટ સાઉથ ઈસ્ટ (પૂર્વ દક્ષિણ પૂર્વ) તરફના વિસ્તારમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે આ આંચકાની વધુ અસર થઈ ન હતી. જોકે, આંચકાની તીવ્રતા હળવી હોવાનું જાણવા મળ્યુ છે. આ ઉપરાંત કચ્છમાં પણ લાંબા સમય બાદ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.Read More


દાહોદ: રાહુલ ગાંધીની ગરીબીની સમજ અંગે PMએ કર્યો પ્રહાર

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ગુજરાત પ્રવાસે છે. તેમણે બુધવારે સવારે ધંધૂકામાં સભા ગજવી હતી, ત્યાર બાદ બપોરે તેઓ દાહોદ પહોંચ્યા હતા. અહીં તેમણે કોંગ્રેસ અને કોંગ્રેસના વાયદાઓ પર ખૂબ આકરા પ્રહાર કર્યા હતા. આ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ‘ગરીબો પહેલા ગેસનો વિચાર જ નહોતા કરી શકતા. ગેસનો ચૂલો લેવા માટે નેતાઓના પગ પકડવા પડતા, કટકી ભરવી પડતી. ગેસના ચૂલા વગર રસોઇ કરવા લાકડા લેવા બહેનોએ મહેનત કરવી પડતી, ચોમાસું હોય તો લાકડા ભીનાં છે. આવા ચૂલા પર રસોઇ કરતાં આવી બહેનોRead More


કોટડાસાંગાણીના કરમાળ પીપળીયા થી અપહરણ થયેલ બાળકીને હડમતીયા ગોલીડા ગામ પાસે થી મુક્ત કરાવતી સરધાર પોલીસ

રાજકોટ જીલા ના   કોટડાસાંગાણી ના કરમાળ પીપળીયા ગામે થી ત્રણ શખ્સોએ પંદર વર્ષ ની બાળકી નુ ઘાતક હથિયાર  સાથે બાઇક પર  અપહરણ કરી જતા ત્રણ શખ્સો ને સરધાર પોલીસે રાજકોટ તાલુકા ના હડમતીયા ગામ પાસે થી પકડી પાડી કોટડાસાંગાણી પોલીસ ના હવાલે કર્યા છે. આજીડેમ પોલીસ  ની પી સી આર નંબર બાર ના સરધાર આઉટ પોસ્ટ  ના હેડ કોન્સ્ટેબલ  કનુભાઈ પરમાર તથા કોન્સ્ટેબલ પરેશભાઈ પટેલ સરધાર કુવાડવા હાઈવે પેટ્રોલીંગ મા હોય તે દરમિયાન હડમતીયા ગોલીડા ગામ પાસે થી પુરપાટ ઝડપે શંકાસ્પદ  આવી રહેલા ચાર સવારી બાઈક ને અટકાવતા તુરંતRead More


ધારીમાં પૂ. શંભુનાથજી મહારાજે દિલીપ સંઘાણીને વિજેતા બનાવવા જનમેદનીને કરી હાંકલ..જુઓ વિડીયો

અમરેલી જિલ્‍લાની પાંચ વિધાનસભાની બેઠકો માટે થઈ તા. 9નાં રોજ મતદાન થનાર છે. ત્‍યારે ભાજપ-કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્‍યું છે ત્‍યારે ધારી-બગસરા બેઠક ઉપર સહકાર શિરોમણી દિલીપ સંઘાણી ભાજપ તરફથી ચૂંટણી લડતાં હોય, ધારી-બગસરા વિધાનસભા બેઠકમાં કેસરીયો માહોલ સર્જાયો છે. ગઈકાલે ધારી ખાતે રાજયસભાના સાંસદ પૂ. શંભુનાથજી મહારાજની ઉપસ્‍થિતિમાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સભામાં મોટી સંખ્‍યામાં ભાજપી કાર્યકરો, શહેરીજનો, દલીત સમાજનાં લોકો, ઉપસ્‍થિત રહી અને અનેક લોકોને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. તમામ સમાજના લોકોએ ધારી-બગસરા વિધાનસભા બેઠક ઉપર દિલીપભાઈને વિજયી બનાવવા આ અવિકસીત ગામડાRead More


સર ટી.હોસ્પિટલમાં વૃક્ષની ડાળીઓ ધરાશાયી

ઓખી વાવાઝોડું મંગળવારે રાત્રથી દક્ષિણ ગુજરાતમાં ત્રાટકવાનું છે. પરંતુ ભાવનગર જિલ્લામાં તેની અસર ગઈકાલ સોમવારથી જ જોવા મળી હતી. ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે મંગળવારે સવારથી જ તોફાની પવન શરૃ થઈ ગયો હતો. જેના કારણે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં એક વૃક્ષની ડાળીઓ ધરાશાયી થઈ ગયું હતું. ભાવનગરમાં આજે મંગળવારે ૨૮ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનથી એક તરફ લોકો ટાઢના ઠુંઠવાયા હતા. તો બીજી તરફ ભારે પવનને કારણે ભાવનગરની સર ટી.હોસ્પિટલના પટાંગણમાં આવેલા એક ઝાડની ડાળીઓ ધરાશાયી થઈ ગઈ હતી. જો કે, આ બનાવમાં સદ્નસીબે કોઈ જાન-માલને હાની પહોંચી ન હતી.