Main Menu

Thursday, December 7th, 2017

 

અમરેલીમાં હિન્દુ હદયસમ્રાટ યોગી આદિત્યનાથની જાહેર સભા યોજાઈ…વિશાળ જનમેદની ઉમટી પડી…જુઓ

અમરેલી વિધાનસભા બેઠક પર પ્રતિષ્ઠા ભર્યા ચુંટણી જંગમાં ઉતરેલા ભાજપના ઉમેદવાર બાવકુભાઈ ઊંધાડનો ભવ્ય વિજય થશે તેવા આશીર્વાદ યુપી ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને જુનાગઢ ત્રિલોકનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ એ પાઠવ્યા હતા.અમરેલી ખાતે પધારેલ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપસ્થિત સાધુ સંતોએ બાવકુભાઈ ઉંધાડને જીત ના આશીર્વાદ પાઠવતા ભાજપ છાવણીમાં ખુશી જોવા મળી રહી છે.


વાતાવરણમાં પલ્ટો થવાના કારણે શિયાળુ પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ અટકાવવા તકેદારી લેવા નાયબ બાગાયત નિયામકશ્રી-અમરેલીની ભલામણ

સૌરાષ્‍ટ્ર વિસ્‍તારના બાગાયતદાર ખેડૂતોને, બાગાયત ખાતુ-ગુજરાત રાજય અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્તરૂપે ભલામણ કરવામાં આવી છે. હાલ તા.૪ ડિસેમ્‍બર-૨૦૧૭થી વાતાવરણમાં પલ્ટો થવાના કારણે ઠંડી, માવઠું અને વાદળછાયું વાતાવરણ સતત રહેવાના કારણે શિયાળુ પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધવાની પૂરી શક્યતાઓ છે. જે અનુસંધાને જીરૂ પાકને ચરમીનો રોગ અટકાવવા તેમજ ડુંગળીમાં જાંબલી રંગના ધાબનો રોગ અટકાવવા મેંકોઝેબ ૭૫ ટકા, ૧૦ લીટર પાણીમાં ૨૫ ગ્રામ પ્રમાણે આગોતરા છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. ઉપરાંત ફુલ અને શાકભાજી પાકોમાં ચુસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ જણાય તો સમયસર શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવાની ભલામણ કરવામાંRead More


અમરેલી શહેરમાં ભાજપના સમર્થનમાં યોજાઈ વિશાળ બાઈક રેલી….કેસરી સાફા સાથે હજારો યુવાનો બાઈક રેલીમાં જોડાયા…જુઓ વિડીયો

અમરેલી જીલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો પૈકી અમરેલીની સીટ ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો માટે પ્રતિષ્ઠા ના જંગ સમાન બની ચુકી છે.ભાજપ ના બાવકુ ઉંધાડ અને કોંગ્રેસ ના પરેશ ધાનાણી એકબીજાને મ્હાત કરવા માટે એડી ચોટી નું જોર લગાવી રહ્યા છે.તેવા સંજોગો માં આજે અમરેલી શહેરમાં ભાજપના સમર્થનમાં યોજાયેલી એતીહાસિક કેસરિયા બાઈક રેલી એ બાવકુ ઉંધાડ ના વિજય પર આખરી મહોર મારી દીધી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.અમરેલી શહેરમાં નીકળેલી આ રેલી ને આમ તો કોંગ્રેસ માટે રેલો કહી શકાય તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે.હજારો યુવાનો આ રેલીમાં સ્વયંભુ જોડાયાRead More


સારા ભવિષ્ય માટે ભાજપને નહી, પરંતુ કોંગ્રેસને મત આપજો: હાર્દિક પટેલ

અમરેલી જીલ્લામાં આજે પાસ નેતા હાર્દિક પટેલ નું આગમન થયું હતું વિશાલ ફોર વ્હીલ ટુ વ્હીલ ના કાફલા સાથે હાર્દિકે જંગી જાહેર સભાને સંબોધી હતી અને સરકાર સામે આકરા પ્રહારો કાર્ય હતા તો અમરેલીના પરેશ ધાનાણી ને મુખ્યમંત્રી ના દાવેદાર ગણાવ્યા હતા.આજે અમરેલી માં પાસ નેતા નું આગમન થયું હતું વડીયા, કુકાવાવ બાદ હાર્દિક પટેલનો કાફલો અમરેલીમાં રેલી સ્વરૂપે ફર્યો હતો અને કામનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં જંગી જાહેર સભા હાર્દિક પટેલે સંબોધી હતી અને પ્રધાનમંત્રી ની અમરેલી ની મિમિક્રી હાર્દિક પટેલે કરી હતી.હાર્દિક પટેલે પોતાના વક્તવ્ય માં અમરેલી થી કૃષિમંત્રીRead More


મહાત્‍મા ગાંધીનું કોંગ્રેસ વિસર્જનનું સપનું રાહુલ ગાંધી પુર્ણ કરશે-યોગી આદિત્‍યનાથ

સાવરકુંડલા અને અમરેલીમાં આજે ઉતરપ્રદેશનાં મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે કોંગ્રેસપક્ષ પર આકારા પ્રહારો કરીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસપક્ષને કારમો પરાજય આપીને ભાજપને વિજેતા બનાવવા હાંકલ કરી હતી. આજે સૌ પ્રથમ યોગી આદિત્‍યનાથનું સાવરકુંડલામાં વિશાળ બાઈક રેલી દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. અને વ્‍યાયામ મંદિરે જંગી જાહેર સભા યોજાઈ હતી.બાદમાં સાંજે અમરેલીનાં સિનિયર સીટીઝન પાર્કમાં પણ જંગી જાહેર સભાને સંબોધન કરતા યોગીએ જણાવ્‍યું હતું કે મહાત્‍મા ગાંધીનું કોંગ્રેસપક્ષના વિસર્જનનું સપનું રાહુલ ગાંધી પૂર્ણ કરવા જઈ રહયા છે.આક્રમક શૈલીમાં જણાવ્‍યું હતું કે ભાજપનાં શાસનમાં ખેડૂતનો દિકરો પણ રાષ્‍ટ્રપતિ બની શકે છે. રાહુલ ગાંધી મંદિર-મંદિરRead More


અમરેલી શહેરમાં વોર્ડ નં.1, ર, પ, 6, 8, 9, 11 માં ભાજપની મીટીંગ યોજાઈ

9પ-અમરેલી વિધાનસભા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર બાવકુભાઈ ઉંધાડના સમર્થનમાં શહેરભરના વિવિધ વિસ્‍તારોમાં બેઠકોનો ધમધમાટ. અમરેલી શહેર ભાજપ દ્ધારા વોર્ડ વાઈઝ બેઠકો યોજાઈ રહી છે. તા. પ ડીસેમ્‍બરના રોજ વોર્ડ નં. 1, ર, પ, 6, 8, 9 અને 11માં ભાજપ અગ્રણીઓએ ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપ્‍યું. આ મીટીંગમાં પ્રદેશ ભાજપના ઉપાઘ્‍યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, અમરેલી જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર, શહેર વિકાસ સમિતિના ચેરમેન પી. પી. સોજીત્રા, અમરડેરીના ચેરેમેન અશ્‍વિનભાઈ સાવલીયા, પાણીપત હરીયાણાના ધારાસભ્‍ય મહીપાલજી, જુગલબાપુ કુબાવત, દીપકભાઈ વઘાસીયા અને વિપુલ ભટૃી, હીરાભાઈ પડાયા, દેવકુભાઈ કનાળાએ ઉદ્‌બોધન કર્યુ હતું. આ મીટીંગમાં શહેરRead More


રાણપુરમાં બહેને વ્હાલસોયા ભાઈને અગ્નિદાહ આપ્યો

આધુનિક યુગમાં દીકરી પણ દીકરાની સમોવડી ગણાય છે. સગાભાઈનું મૃત્યુ થતા બહેને અગ્નિદાહ દીધો હતો. રાણપુર રહેતા અને વર્ષોથી પી.જી.વી.સી.એલ.નું કામ કરતા મનીશભાઈ નારેચણિયાનું ૪૬ વર્ષે અવસાન થતા તેમની બહેન મનીશાબેન (રહે. કાંદીવલી મુંબઈ)એ રાણપુર સ્મશાનમાં ડાધુઓ સાથે જઈ પોતાના ભાઈને અગ્નિદાહ આપ્યો હતો. મનીશભાઈને પોતાનું સંતાન ન હોવાથી બહેને અગ્નિદાહ દઈ સમાજને નવો રાહ ચીંધેલ છે.


કાપડિયા કોલેજના પ્રાધ્યાપિકા ડો.સુમન શર્માને અનસુયા એવોર્ડ

તાજેતરમાં ચંડીગઢ ખાતે પંજાબ સાહિત્ય અકાદમી અને ઓલ ઈન્ડિયા પોએટ્સ કોન્ફરન્સ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી ૧૭માં અધિવેશનમાં ભાવનગરની વી.પી.કાપડીયા કોલેજના હિન્દીના પ્રાધ્યાપિકા ડો.સુમન શર્માએ ગુજરાતનુ પ્રતિનિધિત્વ કર્યુ હતું. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સાહિત્યના ક્ષેત્રમાં તેમના યોગદાનને બિરદાવી સુલભ સાહિત્ય અકાદમી દ્વારા તેમને અનસુયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સ્વરૃપે ડો.શર્માને શાલ ઓઢાડીને રોકડ રકમ અને ર્સિટફિકેટ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.


સરતાનપર રોડ પરથી બીનવારસી લાશ મળી

તળાજા નજીક સરતાનપર (બંદર) રોડ પરના દડ વિસ્તારમાંથી આજે અજાણ્યા પુરૃષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને તળાજા પોલીસે કબજે લઈ તેની ઓળખ માટેની તજવીજ હાથ ધરી છે. તળાજા ટાઉન પોલીસ જમાદાર એસ.વી.બોરીચાના જણાવ્યા મુજબ સરતાનપર રોડ પરના દડ વિસ્તારમાં ખોડિયાર માતાજી મંદિર પાસે આશરે ૪૮ વર્ષની વયના અજાણ્યા પુરૃષની લાશ મળી આવી હતી. જેની જાણ થતાં તળાજા પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ તેને કબજે લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. જો કે, મોડીરાત્રિ સુધી મૃતદેહની ઓળખ થવા પામી ન હતી. લોકમુખે થતી ચર્ચા મુજબ આશરે પંદરેક દિવસ અગાઉ તેને કોઈ અહીંRead More


શહેરના ચિત્રા એસ.ટી. વર્કશોપમાંથી અડધા લાખની મત્તા ચોરાઈ

ભાવનગર એસ.ટી.વિભાગના તાબાના ચિત્રા વર્કશોપમાં આવેલાં સ્ક્રેપ યાર્ડમાંથી અજાણ્યા શખસો તાંબા-પીત્તળની કોયલ, કેબલ મળી અડધા લાખના માલસામાનની તસ્કરી કરીને પલાયન થઈ ગયાની ફરિયાદ સ્થાનિક બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર એસ.ટી.વિભાગના ચિત્રા રોડ પર આવેલ મુખ્ય યંત્રાલય (વર્કશોપ)ના સ્ક્રેપ યાર્ડમાંથી ગત તા.૧૭/૧૦/ર૦૧૭ થી ર૪/૧૧/ર૦૧૭ દરમિયાન કોઈપણ સમયે ખાતર પાડી અજાણ્યા શખસોએ રૃા.પ૮,૦૦૦ની કિંમતના તાંબા-પીત્તળની કોયલ, કેબલ વાયર સહિતના મુદ્દામાલનો હાથફેરો કરીને નાસી છૂટયાં હતા. આ અંગે વર્કશોપમાં ફરજ બજાવતાં કર્મચારી આશીષગિરિ હરેશગિરિ ગોસ્વામીએ સ્થાનિક ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસોRead More