Main Menu

January, 2018

 

જીરા-નાગધ્રા-દુધાળા રોડ ૭ મીટર પહોળો બનશે..ધારી તાલુકા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીની રજુઆતને સફળતા

ધારી તાલુકાનાં જીરા ગામથી વાયા નાગધ્રા થઈને ધારગણી જતા ડામર રોડને પહોળો કરવાની માંગણીને કેન્દ્ર સરકારે માન્ય રાખીને આ ડામર રોડને ૧૭ કીલોમીટર સુધી ૭ મીટર જેટલો પહોળો બનાવવાની મંજુરી આપેલ છે, ધારી તાલુકા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી એ ગુજરાત સરકારનાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને કેન્દ્ર સરકારનાં રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ને કરેલી લેખીત રજુઆત અને માંગણીને ગ્રાહય રાખીને આ ડામર રોડને ૧૭ કીલોમીટર સુધી ૭ મીટર પહોળો બનાવવા માટે રૂપિયા ૧૧. ૬૧ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવેલ છે. જીરા થી ધારગણી ગામRead More


સેંજળધામ : ધ્યાન સ્વામીબાપા એવોર્ડ

પ્રતિવર્ષ માધપૂર્ણિમાના દિવસે ગુજરાત-સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓને અર્પણ થતો ધ્યાન સ્વામી બાપા એવોર્ડ આજે સાવરકુંડલા તાલુકાના વંડા ગામ નજીક આવેલા સેંજળધામ ખાતે સંતશ્રી ભાણસાહેબની જગ્યા ભાણતીર્થ મુ.કમીજલા તા.વિરમગામ જી.અમદાવાદ ને અર્પણ થયો હતો.આજે સવારના ભાગે પુ.મોરારીબાપુ એ ગુજરાતની દેહાણ જગ્યાઓના પુ.સંતો મહંતો અને વિદ્ધજનોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે ભાણતીર્થ ના વર્તમાન મહંત શ્રી જાનકીદાસ બાપુ ગુરુશ્રી દ્વારકાદાસજી મહારાજ ને રૂપિયા સવા લાખ ની રાશી પ્રશસ્તીપત્ર,શાલ,સૂત્રમાલા સાથે આ એવોર્ડ થી વન્દના કરી હતી.


અમરેલી શહેરમાં રેશનીંગમાં થયેલ કૌભાંડની સત્‍વરે તપાસ કરવા નાથાલાલ સુખડીયાની રજૂઆત

નાથાલાલ સુખડીયા એ વિપક્ષ નેતા પરેશ ધાનાણી તથા કલેકટર સાહેબ ને રજૂઆત કરેલ છે જેમાં જણાવેલ છે કે, અમરેલી શહેર વિસ્‍તારમાં આવેલ વિવિધ વિસ્‍તારોની રેશનીંગની દુકાનો પર રાન્નય અને કેન્‍દ્ર સરકારશ્રીની એન.એફ.એસ.એ. યોજના અંતર્ગત પૂરવઠા વિભાગનાં અધિકારીઓ એન.આઈ.સી. વિભાગ અને રેશનીંગની દુકાન ધારકોની મીલી ભગતથી શહેરના આગેવાનો, બુઘ્‍ધીજીવીઓ, બિલ્‍ડરો, વેપારીઓ, વકિલો, ડોકટરો, સુખી સંપન્‍ન માણસોના રેશનકાર્ડ ઉપર છેલ્‍લા ઘણા વર્ષોથી ઘઉં, ચોખા, કેરોસીન વિગેરે કરોડોની રાશન સામગ્રી આ બધાના મેળાપીપળાથી ઉપડી ગયેલ છે. જેના આપને ઘ્‍યાને મૂકવા સારૂ થોડા નામો આપુ છુ. 1) ગજેરા વસંતભાઈ હરીભાઈ – બી.પી.એલ. ર) કાછડીયા કાળુભાઈRead More


અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી બંધ થતાં ખેડૂતો થયા હેરાન પરેશાન…વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ સરકાર સામે ચડાવી બાયો..જુઓ

ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી બંધ થતાં અમરેલી જિલ્લાના ખેડૂતો હેરાન પરેશાન થયા છે અમરેલી જિલ્લાના કુલ 19 કેન્દ્રો પર 11 તાલુકામાં ટેકાના ભાવની મગફળીની ખરીદી ચાલુ હતું જે એક પખવાડિયાથી બંધ થતાં ઓનલાઇન રજીસ્ટર કરેલ ખેડૂતો મગફળી વેચવા યાર્ડના કેન્દ્રો પર ધક્કા ખાઈ રહ્યા છે. સરકાર  ટેકાના ભાવે ખરીદતી મગફળી હાલ બંધ હોવાથી અમરેલી જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ટેકાના ભાવે અમરેલી જિલ્લામાં કુલ 19 કેન્દ્રો પર અત્યાર સુંધી 13 લાખ ગુણી મગફળી ખરીદાઈ છે અને હજુ પણ ઓનલાઇન માં મગફળી વેચવા માંગતા ખેડૂતો ના નામ રજીસ્ટરRead More


આજે ચંદ્રગ્રહણ: ભારતમાં ૧૫૨ વર્ષ બાદ ગ્રહણમાં ચંદ્ર બ્લ્યુ રંગનો દેખાશે

વિક્રમ સંવત ૨૦૭૪નું સૌપ્રથમ ચંદ્રગ્રહણ આવતીકાલે-૩૧ જાન્યુઆરીના છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવવાનું હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું રહેશે. ગ્રહણ વેધનો પ્રારંભ સવારે ૮ઃ૧૮થી થશે. ગ્રહણ સ્પર્શ સાંજે ૫ઃ૧૭ના, ગ્રહણ સંમિલન સાંજે ૬ઃ૨૧ના, ગ્રહણ મધ્ય સાંજે ૬ઃ૫૯ના ગ્રહણ ઉન્મિલન સાંજે ૭ઃ૩૮ના અને ગ્રહણ મોક્ષ રાત્રે ૮ઃ૪૧ના છે. આ વખતે ૧૭૬ વર્ષ બાદ પુષ્ય નક્ષત્ર અને ચંદ્ર ગ્રહણનો વિશેષ યોગ સર્જાયો છે. ઘણા લાંબા સમય બાદ સુપર મૂનની સ્થિતિ ઊભી થઇ રહી છે. આગામી દિવસોમાં ચંદ્ર સામાન્ય દિવસો કરતાં મોટો દેખાશે. ૧૫૨ વર્ષ બાદ એવું ગ્રહણ થવા જઇ રહ્યું છે જેમાં ગ્રહણમાંRead More


તળાજા તાલુકાના પિથલપુર નજીક પત્નીની નજર સામે જ પતિનું મોત

તળાજા તાલુકાના પિથલપુર નજીક આજે એસ.ટી.બસ અને મોટરસાઈકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટીની ઠોકરે બાઈકચાલક આધેડને ગંભીર ઈજા થતાં તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે મૃતકના પત્નીને ગંભીર હાલતે તળાજા દવાખાને ખસેડાયાં હતા. બનાવની કરૃણતાં એ હતી કે, મૃતકના ઘરે પાંચેક દિવસ બાદ લગ્નપ્રસંગ હતો. જ્યાં હવે લગ્નગીતના બદલે મરશિયા ગાવાની નોબત આવતાં પરિવારજનો પર વજ્રઘાત થયો હતો. આ અંગે મૃતકના પુત્રએ બસચાલક વિરૃધ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર પિથલપુર ગામે રહેતાં કિસાન કનુભાઈ પ્રાણશંકર લાધવા (ઉ.વ.પપ) અને તેમના પત્નીRead More


યુવકની હત્યામાં વધુ એક આરોપીને આજીવન કેદ

આશરે પાંચેક વર્ષ અગાઉ ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર શ્રમજીવી યુવકની હત્યાના ગુનામાં જે તે વખતે નામીચા લાલા અમરાભાઈ આલગોતર સહિતના છ શખસો વિરૃધ્ધ ગુનો દાખલ થયો હતો. જે મર્ડર કેસ જે તે વખતે ચાલી જતાં અદાલતે બે શખસને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારેે ત્રણને શંકાનો લાભ આપી છોડી મૂક્યા હતા. તેમજ નાસતા ફરતાં છઠ્ઠા આરોપીને પોલીસે ઝડપી લીધા બાદ તેનો કેસ આજે ભાવનગર કોર્ટમાં ચાલી જતાં અદાલતે સરકારી વકીલની દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓના નિવેદનને ધ્યાને લઈ આરોપીને હત્યાના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજાનો હુકમ અને રોકડRead More


તળાજામાં પત્નીએ ભાજપમાંથી, પતિએ કોંગ્રેસમાંથી ટિકિટ માગી

એક કહેવત છે એવરીથીંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર. પરંતુ તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં આ કહેવતમાં વધુ એક શબ્દ ઉમેરી એવરીથીંગ ઈઝ ફેર ઈન લવ, વોર એન્ડ ‘પોલિટીક્સ’ કહીએ તો ખોટું નથી. નગરપાલિકાની ચૂંટણીને લઈ તળાજામાં ટોક ઓફ ધ ટાઉનનો મુદ્દો બન્યો હોય તો તે છે, વર્તમાન અપક્ષ નગરસેવિકાની ભાજપમાંથી ટિકિટની માગણી તો તેમના પતિની કોંગ્રેસમાંથી ટિકિટની માગણી કરી છે. તળાજામાં બે દિવસમાં ૫૦ ઉમેદવારી પત્રો ઉપડયા છે. જો કે, ભરાયા એકપણ નથી. તળાજા ન.પાની ચૂંટણીને લઈ મોટાભાગે દ્રિપાંખીયા જંગ ચર્ચાનો વિષય છે. તેમ છતાં રાજકીય આગેવાનોને ભૂતકાળમાં ન થયેલાRead More


મનસુખ માંડવિયાની જાહેરાત-દહેજ રો રો ફેરી સર્વિસમાં બાકી લિંક સ્પાનની કામગીરી શરૂ કરાઇ

કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાએ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ માટે બાકીને એક લિંક સ્પાન લગાવવાની કામગીરી શરૂ થઈ હોવાની જાહેરાત કરી છે.આ લિંક સ્પાન લાગવાથી રો-રો ફેરી સર્વિસ મુસાફરો ઉપરાંત વાહનો માટે પણ મદદરૂપ નીવડશે. મનસુખ માંડવિયાએ એપ્રિલ મહિના સુધી આ લિંક સ્પાન લગાવવાની કામગીરી પુર્ણ થઈ જશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.


અમરેલી : ખાંભાના ડેડાણ ગામે દુકાનમાં ચોરીની ઘટના સામે આવી

અમરેલીના ખાંભાના ડેડાણ ગામે દુકાનમાં ચોરી થયાની ઘટના સામે આવી છે.અવારનવાર ચોરીની બનતી ઘટનાઓથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી ચોરીની ઘટના અંગે રાજકીય આગેવાનો અને વેપારી એસો દ્રારા પીએસઆઇની રજૂઆત કરવામાં આવી હતી.અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માંગ કરવામાં આવી હતી.ચોર ટોળકીના સીસીટીવી પણ સામે આવ્યા છે.