Main Menu

Monday, January 1st, 2018

 

જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા તા.૧૨મીએ અમરેલી ખાતે પતંગ મહોત્‍સવ યોજાશે…કલેકટર સંજય અમરાણીના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઇ

અમરેલી ખાતે યોજવામાં આવનાર પતંગ મહોત્‍સવ કાર્યક્રમના આયોજન અર્થે કલેકટરશ્રી સંજય અમરાણીના અધ્‍યક્ષસ્‍થાને અમરેલી કલેકટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. તા.૧૨ જાન્‍યુઆરી-૨૦૧૮ના રોજ અમરેલી જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ યોજવામાં આવશે. અમરેલી સ્‍થિત કમાણી ફોરવર્ડ હાઇસ્‍કુલ મેદાન ખાતે અંદાજે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી યોજાનાર આ કાર્યક્રમમાં, દેશ-વિદેશના અંદાજે ૨૫ થી ૩૦ પતંગબાજો અવનવા અને રંગબેરંગી પતંગો અમરેલીના આકાશમાં ઉડાડશે. કલેકટરશ્રી અમરાણીએ, કાર્યક્રમ માટેના બેનર્સ, પેટા-મુખ્‍ય સ્‍ટેજ, ટુરિસ્‍ટ્સના રહેવા- જમવાની વ્‍યવસ્‍થા, કાર્યક્રમ અગાઉ મેદાનની સાફ-સફાઇ, રંગરોગાન, સુશોભન, નિમંત્રણપત્ર તૈયાર કરી પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓ અને મહાનુભાવોને તે મોકલવા અંગેRead More


દામનગર પૂર્વ મેડિકલ ઓફિસર ડો.અખિલેશ સાહેબ દ્વારા મહાવીર એક્સરેનો પ્રારંભ

દામનગર મહાવીર હોસ્પિટલ માં અતિ આધુનિક ટેકનોલોજી ધરાવતા એક્સરે મશીન નો પ્રારંભ પૂર્વ  મેડિકલ ઓફિસર ડો અખિલેશ દ્વારા મહાવીર હોસ્પિટલ ના ગ્રાઉન્ડ ફ્લોર પર મહાવીર એક્સરે ઇમેજિગ સેન્ટર શરૂ એક્સરે વિભાગ ના નિષ્ણાત વિજયશકર દ્વારા કાર્યરત અગાઉ પણ રૂરલ ગ્રામ્ય વિસ્તાર માં મહાવીર લેબોટરી શરૂ કરી દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે નાના મોટી તપાસ સારવાર માટે મહાવીર લેબ અને મહાવીર એક્સરે વિભાગો શરૂ કરી તબીબી ક્ષેત્રે ખૂબ સુંદર સુવિધા ની શરૂઆત કરી હતી


શાળા સામે ગંદકી. : ભાવનગરના ચોગઠમાં ગ્રામજનોએ તંત્ર સામે આદર્યા ઉ૫વાસ

ભાવનગરના ચોગઠ ગામ ખાતે કન્યા શાળા સામે ઉભરાતી ગટરના કારણે ફેલાતી ગંદકીને લઇને ગ્રામજનો ઉ૫વાસ ઉ૫ર ઉતરી જતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. અનેક વખત કરાયેલી રજુઆતો તંત્રએ કાને ન લેતા હવે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આ લડતને વધુ ઉગ્ર બનાવવાની ચિમકી ૫ણ ગ્રામજનોએ ઉચ્ચારી છે. ભાવનગર જિલ્લાના ચોગઠ ગામે ગંદકીના કારણે ગ્રામજનો ઉપવાસ પર બેસી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ગામમાં આવેલી કન્યા શાળા નજીક છેલ્લા ઘણાં સમયથી ઉભરાતી ગટરોના કારણે ગ્રામજનો અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગ્રામજનો દ્વારા આ મામલે TDO થી લઈને શિક્ષણ અધિકારીઓનેRead More


ગુજરાત ઠંડુંગાર, ગાત્રો થિજાવતી ઠંડી, નલિયા 4.9

ગુજરાતભરમાં લોકોને બેઠા ઠારનો અનુભવ થઈ રહ્યો છે. ગાત્રો થિજાવતી ઠંડીમાં લોકો મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યા હતા અને નવ વર્ષને વધાવ્યું હતું. શિયાળો પુરજોરમાં છે. કડકડતી ટાઢમાં લોકો તાપણા સળગાવીને ઠંડી સામે રાહત મેળવી રહ્યાં છે. લોકોએ નવવર્ષની પ્રભાતે સખત ઠંડીના અને બેઠા ઠારનો અનુભવ કર્યો હતો. પાંદડું પણ હલે નહિં છતાં ટાઢથી થરથર કાંપીએ એવી ઠંડીનો અનુભવ થયો હતો. ગુજરાતમાં ઠંડીને કારણે તાપમાનનો પારો નીચે ગગડ્યો હતો. નલીયા 4.9 સેલ્સિયસ ઠંડી સાથે ગુજરાતનું સૌથી ઠંડુંગાર શહેર નોંધાયો હતો. શિયાળાના સૌથી વધુ ઠંડીના પોષ માસમાં બેઠા ઠાર સાથેRead More


કોટડાસાંગાણી ના રામોદ ની સર્વોદય સ્કુલ દ્રારા નવા વર્ષની અનોખી રીતે ઉજવણી

હાલ ના યુગ મા લોકો નવા વર્ષની ઉજવણી માટે અનેક રીત નતનવા પેંતરાઓ રચીને હજારો ના ખર્ચા ઓ કરતા હોય છે  ત્યારે રાજકોટ જીલા ના કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામની સર્વોદય સ્કુલ દ્રારા દિકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી  અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામા આવી હતી જેમા ગામ ના ચોક મા બેટી બચાવો બેટી પઢાવો ના બેનર હેઠળ નાટકો અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી સમાજ મા રહેલ દિકરી ઓના મહત્વ ની વાતો રજુ કરી હતી અને નવા વર્ષની સમાજને કંઈક નવો સંદેશો મળે તે રીતે ઉજવણી કરી હતી અનેRead More


સાવરકુંડલા તાલુકાના ગાયત્રી મંદિર ખાતે શક્તિપીઠ ૨૪ કુંડ ગાયત્રી યજ્ઞ

[wpdevart_youtube]JYRRrO1MtlM[/wpdevart_youtube] સાવરકુંડલા તાલુકાના ગાયત્રી મંદિર ખાતે શક્તિપીઠ  ૨૪ કુંડ ગાયત્રી યજ્ઞ હરીદ્વાર ના સંતો દ્વારા તારીખ:૩૦/૩૧/અને ૧ જાન્યુઆરી ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઘણાં દંપતી ઓ એ ભાગ લીધો હતો તેમાં સેવા આપતા જોષીદાદા ઉપાધ્યાયભાઈ જતીનભાઈ નરહરિભાઈ જનકભાઈ તેમજ ધમૅપ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


સ્વચ્છતા અભિયાન : કૃષ્ણસાગર તળાવ ગંદકી અને કચરા મૂક્ત

બોટાદ શહેરમાં ડોક્ટર દંપતિ ડો. આર.બી. સાંગાણી તથા ડો.હેમા આર.સાંગાણી દ્વારા શહેરનાં પાળીયાદ રોડ પર આવેલ કૃષ્ણ સાગર તળાવ અને તેનાં કાંઠાનાં વિસ્તારને પ્લાસ્ટીક મૂક્ત અને માનવ જન્ય કચરાથી મૂક્ત કરવા રવિવારે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયુ હતુ. આ અભિયાનમાં વહેલી સવારથી ૮૦ થી ૧૦૦ લોકો હાજર થઈ ગયા હતા. અને અહિ પાનમાવાના કાગળ, પ્લાસ્ટીકની કોથળીઓ, પાઉચ, નાસ્તાના કાગળ, ઝબલા સહિતના કચરાને બોટાદ નગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ ટ્રેક્ટર તેમજ છોટા હાથીમાં ભેગો કર્યો હતો. અને અવળરોડ પર આવેલ ડમ્પીંગ સાઈડમાં ફેંકવામાં આવ્યો હતો. કૂલ ૪ ટ્રેક્ટર અને ૨ અન્ય ગાડીઓ દ્વારાRead More


ખાંટડી ગામેથી ૮.ર૦ લાખનો દારૃ ઝડપાયો

જિલ્લામાં વિદેશી દારૃનો જથ્થો ઘૂસાડતાં શખસો સામે કડક કાર્યવાહી કરવાની ભાવનગર એસ.પી.પી.એલ.માલની સૂચનાથી ઘોઘા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગઈ મોડીરાત્રિના સુમારે પૂર્વબાતમીના આધારે ઘોઘા તાલુકાના ખાંટડી ગામના બે બુટલેગર શખસના મકાનમાં રેઈડ પાડીને અધ..ધ..ધ..૮,ર૦ લાખનો પરપ્રાંતીય દારૃનો ધીંગો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, પોલીસના દરોડાની ગંધ આવી ગઈ હોય તેમ બન્ને કુખ્યાત શખસ પલાયન થઈ ગયા હતા. ઘોઘા પોલીસે વિલાયતી દારૃ, ટ્રેક્ટર, બે બાઈક મળી કુલ રૃા.૧૧,૬૦ લાખનો મુદ્દામાલ કબજે લઈ ફરાર બન્ને નામીચા બુટલેગર વિરૃધ્ધ પ્રોહિબિશન એક્ટ તળે ગુનો નોંધી બન્નેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. થર્ટીRead More


ટીબી ખાતે આવેલ માનવ સેવા જ માધવ સેવા સાર્થક કરતી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ….કેશ કાઉન્ટર વગરનું આરોગ્ય ધામ

ઉમરાળા તાલુકા ના ટીબી ખાતે આવેલ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ દ્વારા અદભુત માનવ સેવા કેશ કાઉન્ટર વગર તમામ પ્રકાર ની તબીબી તપાસ સારવાર કરતી સંસ્થા દ્વારા વંદનીય સેવા તા૩૧/૧૨ અકડેઠઠ ઓપીડી એક હજાર દર્દી નારાયણ ઉપરાંત બારસો સહાયક ને સાત્વિક ભોજન પ્રસાદ સાથે સારવાર કુદરત ની સ્વંયમ હાજરી નો અહેસાસ કરાવતું આરોગ્ય ધામ માનવ સેવા જ માધવ સેવા દિન પ્રતિદિન દર્દી નારાયણો નો ભારે ધસારો દરેક દર્દો નો ઈલાજ કરતા તબીબો નો માનવીય અભિગમ અદભુત સેવા સુશ્રુતા કરતી સંસ્થા સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ