Main Menu

Thursday, January 4th, 2018

 

બગદાણા ખાતે ગુરુદેવ બજરંગદાસ બાપાની ૪૧ મી પુણ્ય તિથી મહોત્સવ ઉજવવામાં આવશે

પુ.બજરંગદાસ બાપાની તપોભૂમિ ગુરુઆશ્રમ બગદાણા ખાતે ગુરુદેવ બજરંગદાસ બાપની ૪૧ મી પુણ્ય તિથી મહોત્સવ આવતીકાલે ૫ ને શુક્રવાર ધામધૂમ થી ઉજવવામાં આવશે.આ દિવસે પુ.બાપાના ચરણોમાં શીશ નમાવવા હજારોની સંખ્યા માં ભાવિક ભક્તજનો પધારશે.પુણ્યતિથી મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે સમગ્ર મંદિર પરિસર ને રોશની થી શણગારવામાં આવ્યું છે.સર્વત્ર શ્રધ્ધા ભક્તિ અને ઉત્સાહ નો માહોલ સર્જાયો છે.


રેલ્વે વિભાગને લગત વિવિધ પ્રશ્‍નો સંદર્ભે

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને સુરતના સાંસદ દર્શનાબેન મંત્રી પીયુષ ગોયેલજીને મળ્‍યા

આજ તા. 4 જાન્‍યુઆરી, ર917ના રોજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને સુરતના સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ રેલ્વે  વિભાગને લગત વિવિધ પ્રશ્‍નો સબંધે રેક્ષ્વે મંત્રી શ્રી પિયુષ ગોયેલને મળી રૂબરૂ રજૂઆત કરેલ હતી. તેઓએ કરેલ રજૂઆત મુજબ ગત તા. 3 એપ્રિલ, ર916ના રોજ મહુવા થી બાંદ્રા  સુધી બે નવી ટ્રેનો શરૂ થયેલ છે. જેમાંથી એક ટ્રેન એકસપ્રેસ અને બીજી સુપર ફાસ્‍ટ ટ્રેન છે. આ બંને ટ્રેનો હાલ અઠવાડીયામાં ફકત બે દિવસ જ ચાલી રહી છે તેને દૈનિક ચલાવવામાં આવે તથા આ બંને ટ્રેન પૈકી એકસપ્રેસRead More


સાયોના ઈન્‍ડસ્‍ટ્રીજ કંપનીની એન્‍યુઅલ જનરલ મીટીંગ મળી…પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણી ઉપસ્‍થિત રહયા

ટ્રક, ટ્રેકટર, અર્થમુવર્સ, જનરેટર, વોટર પંપ, ઓઈલ પંપ સહિતની 4પ થી વધારે બ્રાન્‍ડનુ નિર્માણ કરતી કંપનીના બોર્ડ ઓફ ડીરેકટરશ્રીઓ તથા કર્મચારીગણની હાજરીમા મળેલ મીટીંગ વિદેશી બજાર પણ ભારતીય ઉત્‍પાદનોને અગ્રતા આપે છે આવી કંપનીઓમા જેમનુ નામ છે તે ગુજરાતની સાયોના ઈન્‍ડસ્‍ટ્રીઝ પ્રાઈવેટ લીમીટેડ કંપની કે જે 4પ થી વધારે વિવિધ બ્રાન્‍ડેડ ટ્રક, ટે્રકટર, અર્થ મુવર્સ, જનરેટર તેમજ ર00 થી વધારે વોટર પંપ, ઓઈલ પંપ સહિતની વિવિધ વિશ્‍વાસપાત્ર પ્રોડકટનુ નિર્માણ કાર્ય કરે છે. આ કંપનીની એન્‍યુલ જનરલ મીટીંગ કંપનીના બોર્ડ ઓફ ડીરેકટરો તથા કર્મચારીઓની ઉપસ્‍થિતીમા મળેલ જેમા પૂર્વ કેબીનેટ મંત્રી ગુજકોમાસોલનાRead More


બીજેપીના ૩ નેતાને હરાવનાર સી.એમ.પદનો દાવેદાર થશે તો ? કોંગી નેતાઓની ચિંતા

વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ અમરેલીના પરેશ ધાનાણીને સોંપી દેવાય તો ૪૧ વર્ષના ત્રીજી ટર્મના આ પાટીદાર ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નેતા અને પાંચ વર્ષ પછી ક્યાંક મુખ્યમંત્રીપદ માટે દાવેદાર તરીકે ઉભરે તેવી લાંબી ગણતરીને ખોટી પાડવા કોંગ્રેસના પ્રદેશ નેતાઓ અત્યારથી હવાતિયા મારી રહ્યા છે. ધાનણીને કટ ટુ સાઈઝ કરવા કોંગ્રેસમાં પડદા પાછળ ખંધા રાજકારણીને પણ ઈર્ષ્યા થાય તેવી રમતો શરૂ થઈ છે. વિપક્ષના નેતાના પદ માટે યુવા ચહેરાની સામે કોંગ્રેસના જૂના જોગીઓના દબાણ પાછળ ભવિષ્યમાં મુખ્યમંત્રીપદના દાવેદારની દુરંદેશીતા કારણભૂત છે. વર્ષ ૨૦૦૨માં ૨૬ વર્ષની વયે પરેશ ધાનાણીએ ભાજપના કેબિનેટ મંત્રી પુરસોત્તમ રૂપાલાનેRead More


મનાલીમાં માઈનસ ડિગ્રીમાં ટ્રેકીંગ કરતા ભાવનગર યુનિ.ના વિદ્યાર્થીઓ

ભાવનગર શહેરમાં સામાન્ય ઠંડીમાં લોકો ઠુઠવાય જતા હોય છે ત્યારે માઈનસ ડિગ્રી તાપમાન હોય તે વિસ્તારમાં શુ હાલત થતી હોય છે ?. માઈન્સ ડિગ્રીમાં ટ્રેકીંગ કરવુ તે પણ મોટા સાહસની જ વાત છે, આવુ જ સાહસ ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ખેડી રહ્યા છે અને મનાલીના પહાડો પર ટ્રેકીંગની મજા માણી રહ્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંજી ભાવનગર યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્પોર્ટસ દ્વારા દર વર્ષે શીયાળામાં ટ્રેકીંગનુ આયોજન કરવામાં આવતુ હોય છે અને તેના માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવતી હોય છે. હાલ ભાવનગર યુનિવર્સિટીના ૧પ ભાઈઓ અને ૧પ બહેનો તેમજ કોચ મળી આશરે કુલRead More


વણઉકેલ પ્રશ્નોના સમર્થનમાં રેલવે કર્મચારીઓનું આંદોલન

વણઉકેલ પ્રશ્નોના સમર્થનમાં રેલવેના કર્મચારીઓએ આંદોલનનો આરંભ કર્યો છે.વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘના નેજા હેઠળ આરંભ થયેલી લડતમાં અનેક કર્મચારીઓ જોડાયા છે. આ અંગે વેસ્ટર્ન રેલવે મઝદૂરસંઘના ડીવીઝનલ સેક્રેટરી ધ્રુવ બધેકા આક્ષેપ મુજબ , બોટાદ-ગાંધીગ્રામ સેકશન બ્રોડગેજમાં રૃપાતંરીત કરવાના કારણે બંધ કરાયો છે. જે દોઢ વર્ષ બાદ પુનઃ શરૃ થવાનો હોવા છતા રેલવે કર્મચારીઓની ખોટી બદલીઓ કરાતા કર્મચારીઓમાં કચવાટ પ્રવર્તી રહ્યો છે. પુરતો વર્કલોડ હોવા છતા ઈલેકટ્રીક ફીટર ગ્રેડ-૧ની પોસ્ટ અમરેલી ખાતે સરન્ડર કરવામાં આવી છે. પીરીયોડીકલ ટ્રાન્સફરમાં રેલવે મંત્રાલય દ્વારા જારી પોલીસી નિર્દોષનુ ઉલ્લંઘન, ગેંગમેનને ગેટ પર ૧૨ કલાક નોકરીRead More


ભાવનગર : દિકરીએ પિતાને કાંધ દઈ અગ્નિદાહ આપ્યો

સ્વામિનારાયણ પ્રાથમિક શાળા, સરદારનગરના આચાર્ય અરૃણભાઈ પટેલના પત્નિ શારદાબેન પોતાના પિતા રાઘવભાઈનુ એકનું એક જ સંતાન હોય, પોતાના પિતાનો અક્ષરવાસ થવાથી તેમણે હિંમતપુર્વક અક્ષરવાસી પિતાની પાલખીને કાંધ આપી છેક સ્મશાન સુધી જઈ અને અક્ષરવાસી પિતાને અગ્નિદાહ પણ પોતાના હાથે જ આપી સમાજની અનેક દિકરીઓને નવો રાહ ચિંધ્યો હતો.


વેળાવદર-ભાલ નજીકના સનેસ ગામની સરકારી પડતર જમીનમાં સંતાડી રાખેલાં વિદેશી દારૃનો મસમોટો જથ્થો ઝડપાયો

ભાવનગર શહેરના સીમાડા પરના વેળાવદર-ભાલ નજીકના સનેસ ગામની સરકારી પડતર જમીનમાં નામીચા બુટલેગર શખસોએ સંતાડી રાખેલાં વિદેશી દારૃ અને બિયર ટીનનો મસમોટો રૃા.૧પ,પ૭ લાખનો જથ્થો પૂર્વબાતમીના આધારે એલસીબીએ વેળાવદર-ભાલ પોલીસના નાક નીચેથી ઝડપી પાડયો હતો. એલસીબીએ વિલાયતી દારૃ, બિયર ટીન, મોબાઈલ ફોન, બાઈક, મોટરકાર મળી કુલ રૃા.૧૭,૬પ લાખનો ધીંગો મુદ્દામાલ સાથે ચાર શખસને દબોચી લીધાં છે. ઉલ્લેખનીય છે કે, આ અંગે વેળાવદર પોલીસમથકના પીએસઆઈ વાઘેલાનો સંપર્ક કરતાં તેમણે ફોન રિસિવ કરવાની તસ્દી લીધી ન હતી. ભાવનગર એસ.પી.પી.એલ.માલ દ્વારા શહેર અને જિલ્લામાં ઘૂસાડાતાં વિદેશી દારૃ અને દેશી દારૃ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમાવતાંRead More


શ્વાનોની એકેયતા ભાતૃપ્રેમનો સુંદર સંદેશ આપતી સોશ્યલ મીડિયા પર ફરતી પ્રેરણાતમક તસ્વીર

દામનગર સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ અદભુત સંદેશ અર્પે છે શિયાળા માં પરસ્પર  ઍકૈયતા ભાતૃભાવ રહેલ શ્વાન ની સુંદર સંદેશ આપતી તસ્વીર  સોશ્યલ મીડિયા નો રચનાત્મક ઉપયોગ ઘણુ બધુ કહી જાય છે અને પૃષ્ટિ મેળવ્યા વગર અફવા ને આધાર માની સોશ્યલ મીડિયા પર ફેલાતી ખોટી પોસ્ટ ની સત્યતા તપસ્યા વગર ઘણુ અનર્થ પણ કરાવી શકે છે શ્વાનો ની એકતા ની અદભુત હૂંફ દર્શનીય છે


કાગવદર ગામ પાસે રોડ ઉપરથી ખનીજ ચોરી કરી નીકળતાં પાંચ વાહનો પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી જીલ્‍લાના દરિયાકાંઠે આવેલ રાજુલા-જાફરાબાદ પંથકને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે બનાવવાની કામગીરી શરૂ હોય ખાનગી કંપની દ્વારા ગૌચરની જમીનમાંથી માટી ચોરી કરી પહોંચાડવાની પ્રવૃતિ થતી હોવાનું ધ્યાને આવતાં અમરેલી એલ.સી.બી. પો.ઇન્‍સ. એ.પી.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા વોચ ગોઠવતાં ગઇ કાલ તા.૦૨/૦૧/૨૦૧૭ ની રાત્રિના કાગવદર ગામ પાસે રોડ ઉપરથી વાહન ચેકીંગ દરમ્‍યાન રોડ ઉપરથી ગે.કા. રોયલ્‍ટી વગર માટી ભરેલ હાલતમાં મળી આવેલ આઇવા ડમ્‍પર કુલ પાંચ વાહનો પકડી પાડી ખાણ ખનીજ ધારા કલમ ૩૪ મુજબ ડીટેઇન કરવામાં આવેલ અને ખાણ ખનીજ ખાતાને રીપોર્ટ કરવામાં આવેલ છે. આમ, ખનીજ ચોરીRead More