Main Menu

Friday, January 5th, 2018

 

વંડા પોલીસ સ્ટેશન દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ માટે શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવેલ

આજ રોજ વંડા પોલીસ સ્ટેશન દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ માટે શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવેલ જેમાં રાઈફલ તેમજ બારબોલ તેમજ ગેસ ગન તેમજ આધુનિક હથિયાર પોલીસ ને આપવામાં આવેલ છે જે તમામ હથિયાર નું પ્રદર્શન પી.પી.એસ.હાઈસ્કુલ ખાતે પો.સ.ઈ.શ્રી સી.એમ.કણસાગરા સાહેબ તેમજ સ્ટાફ ના રંજનબેન લાધવા તથા રમેશ સીસારા તેમજ સ્કુલના પ્રિન્સીપાલ ખુમાણ સાહેબ તેમજ સીપીઓ દીપકભાઈ તથા સોનલબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.


ઝબલા ડ્રાઈવર સામે બબાલ : ઊંડી વખારના વેપારીએ શટર પાડી દીધા

૫૦ માઈક્રોન થી ઓછી જાડાઈ ના પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે અને આવા ઝબલા ચાના કપ વિગેરે આરોગ્ય માટે પણ નુકશાનકારક છે છતાં બે રોક-ટોક આવા પ્લાસ્ટિક ના ચીજ વસ્તુઓનું વેચાણ થાય છે અને ઉપયોગ પણ થાય છે.આની સામે મહાપાલિકા ઝુંબેશ હાથ ધરી છે.ગઈકાલે ૪૧ વેપારી ઓ સામે પગલા લેવાયા બાદ આજે ઊંડી વખાર વિસ્તારમાં આ ડ્રાઈવ પહોંચતા વેપારીઓમાં દેકારો મચી ગયો હતો.અને વેપારીઓએ શતર પાડી દઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.


તળાજા નજીક સર્જાયો અકસ્માત…બસ અને છકડો રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત…8 લોકો ને ઇજા

તળાજા થી પાલીતાણા જવા ના રસ્તા પર તળાજા નજીક  સર્જાયો અકસ્માત.એસટી બસ અને છકડોરિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત.એસટી બસ અને છકડોરિક્ષા સામસામે અથડાતા 8 લોકો ને ઇજા.ઇજાગ્રસ્તો ને પ્રથમ તળાજા હોસ્પિટલ ખસેડાયા ત્યારબાદ વધુ સારવાર હેઠળ ભાવનગર હોસ્પિટલ ખસેડવા ની તજવીજ હાથ ધરવામાં આવી.


ગોહિલવાડના સંત શ્રી બજરંગદાસ બાપાની ૪૧ મી પુણ્યતિથિ મહોત્સવ નિમિતે બગદાણા ખાતે જોવા મળ્યો શ્રદ્ધાળુઓનું ધોડાપુર

આજે બજરંગદાસ બાપાની ૪૧ મી પુણ્યતિથિ મહોત્સવ ની ભવ્ય ઉજવણીમાં ભાવનગર જીલ્લાના ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે હજારોની સંખ્યા માં ભાવિક મહેરામણ ઉમટી પડ્યા હતા ૪૧ મી પુણ્યતિથિ મહોત્સવ ની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બગદાણાધામ ખાતે ભાવિકો એ દર્શન નો લાભ લીધો હતો.બજરંગદાસબાપાની તપોભૂમિ બગદાણા મુકામે આજ રોજ બગદાણા ના માર્ગો બાપા સીતારામ ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા , અને ભક્તિભાવ ભર્યા માહોલ વચ્ચે ૪૧ મી પુણ્યતિથિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી . આ પુણ્યતિથિ નિમિતે સમગ્ર ગુજરાત રાજ્ય માંથી હજારો ભક્તજન ગુરુમહારાજનાRead More


ઘરફોડ તથા બાઇક ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મળી  આવેલ બાતમી આધારે ભાવનગર,હાઇકોર્ટ રોડ, કોર્ટ પાસેથી ગંગાજળીયા પો.સ્ટે.  ફર્સ્ટ ગુ.ર.નં. ૫૭/૧૭ ઇ.પી.કો. કલમઃ-૪૫૪,૪૫૭,૩૦૮ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં *_આરોપી યુનુસ ઉર્ફે ઇનો ઉર્ફે મીણબતી S/O રહિમભાઇ અલ્લારખભાઇ કુરેશી રહે.શેરી નં.૧, હાસલીયા પ્લાસ્ટીક સામે, મોતીતળાવ,કુંભારવાડા, ભાવનગર_*વાળા મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને ગંગાજળીયા પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલRead More


રાજુલામાં આંબેડકર સર્કલ પાસેથી દલિત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી

[wpdevart_youtube]H0bUnKj5GsQ[/wpdevart_youtube]રાજુલામાં આંબેડકર સર્કલ પાસેથી દલિત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.એસ.ટી. બસ સાથે કોઇ હિંસક ઘટના ન બને તેથી રાજુલા ડેપો મેનેજરનાં હુકમ પ્રમાણે રાજુલાથી આગળ જતી તમામ એસ.ટી.બસ સ્થગિત કરી વર્કશોપમાં ખસેડી દેવામાં આવી હતી.ગુજરાત બંધનાં એલાનનાં પગલે રાજુલા એસ.ટી બસોના પૈડા થંભાવી દેવામાં આવ્યા હતા.એસ.ટી.બસ બંધ હોવાથી મુસાફરો તેમજ વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.આ રેલીને જોતાં રાજુલામાં દુકાનો અડધા દિવસ સુધી બંધ રાખવામાં આવી હતી.આ સ્થિતિમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજુલા પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકાઈ ગયો હતો.


અમરેલી જિલ્લામાં ગત વર્ષ કરતા રવીપાકનું ઓછું વાવેતર…ઓણસાલ 23 હજાર હેકટરમાં થયું છે રવિપાકનું વાવેતર…રવિપાકમાં ઘઉં, ડુંગળી અને જીરુનું ઉત્પાદન વધુ

[wpdevart_youtube]Of9V6LloZO0[/wpdevart_youtube]અમરેલી જીલ્લામાં ગત વર્ષ કરતા ઓણસાલ રવિપાક નું વાવેતર બે હજાર હેક્ટર ઓછું થું છે પણ શિયાળામાં ખેડૂતો રવિપાકમાં ઘઉં, ચણા, જીરું, ડુંગળી સહિતનું વાવેતર કરીને ઓણસાલ ખેડૂતો મોસમના મિજાજ મુજબ ની ખેતી કરી રહ્યા છે.ખેડૂતો જગતના તાત ગણાય અને વર્ષ વાઇજ ખેડૂતો વાવેતર કરતા હોય છે શિયાળાની મોસમમાં ખેડૂતો રવિપાકનું વાવેતર કરતા હોય છે અમરેલી જીલ્લામાં ગત વર્ષ કરતા રવિપાકમાં બે હજાર હેકટર ઓછું વાવેતર ખેડૂતોએ કર્યું છે જેમાં ઘઉં, ડુંગળી, જીરું, ચણા સાથે શક્ભાજીનું વાવેતર વધુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.સાવરકુંડલા ના ખેડૂતે ૨૦ વીઘાની ખેતીમાં ઘઉંRead More


પરેશ ધાનાણીએ ટ્વીટ કરી પક્ષના નેતાઓને આપ્યો જવાબ, ‘હું હાનીકારક નથી’

અમરેલીઃ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણનું નામ વિપક્ષના નેતા પદે નિશ્ચિત મનાઈ રહ્યું છે. તેવા માહોલમાં પક્ષમાં જ સિનિયોરિટીને લઈને છુપો વિવાદ ઉભો થયો છે. ત્યારે પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને પક્ષના જ નેતાઓને આડકતરી રીતે જવાબ આપ્યો છે. પરેશ ધાનાણીએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘પદ’ હંમેશા સામુહિક જવાબદારીનો બોજ હોય છે, મોભાનું પ્રતિક નહીં. એટલે જ ચૂંટણીમાં હરીફાઈ હોય અને ‘પદ’ની પસંદગીમાં સર્વાનુમતિ. પણ, ‘પદ’ની પસંદગીમાં હરીફાઈનો હિસ્સો બનવું હંમેશા હાનીકારક નિવડે છે.! હું હાનીકારક નથી. જોકે પરેશ ધાનાણીએ અન્ય એક ટ્વીટ પણ કરી જાતિવાદના નામે પક્ષના કેટલાક નેતાઓ પર નિશાન સાધ્યુંRead More


ગારિયાધાર દલિત સમાજે કોરેગાંવ હિંસાના મામલે આવેદન પત્ર આપ્યું

ગારિયાધાર તાલુકા અનુસુચિત જાતિ દ્વારા મહારાષ્ટ્રની કોરેગાંવની ઘટનાના મામલે આજે ગુરૃવારે ગારિયાધાર મામલતદાર કચેરી ખાતે આવેદન પાઠવાયું હતું. આ આવેદનપત્રમાં મહારાષ્ટ્ર કોરેગાંવમાં વિજય દિવસની ઉજવણીમાં ઘાતક હુમલો કરનારા લોકો સામે ધોરણસરનો ગુન્હો નોંધી કાર્યવાહીની માંગણી ઉચ્ચારાઈ છે. સરકાર દલિતોની સુરક્ષા મામલે નિષ્ફળ ગઈ હોય અને આ ઘટનાનો સમગ્ર ગારિયાધાર તાલુકા અનુસુચિત જાતિ દ્વારા વિરોધ દર્શાવાયો છે.


ઈંગ્લીશ સ્કૂલ ઘોઘાના વિદ્યાર્થીઓ દ્વારા 3૩ દેશની ટપાલ  ટિકિટોનું પ્રદર્શન યોજાયું

ઈંગ્લીશ સ્કૂલ ઘોઘાના વિદ્યાર્થીઓ દ્વારા સંગ્રહિત 110 દેશોના ચલણી સિક્કા ઓ 105 દેશની નોટ તથા 33 દેશની ટપાલ  ટિકિટોનું પ્રદર્શન ઘોઘા ઈંગ્લીશ સ્કૂલમાં યોજાયો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા ભાવનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અને ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ (માલપર) ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ જિજ્ઞાબા ગોહિલ ઘોઘા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ ઘોઘા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ જીતુભાઇ વાઘેલા જિલ્લા પંચાયત સદસ્ય કલ્પનાબા ગોહિલ  તાલુકા પંચાયત કારોબારી ચેરમેન વિરભદ્રસિંહ ગોહિલ તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ .વિનુભાઈ ગોહિલ.રામદેવસિંહ ગોહિલ ડી.સી.ગોહિલ સહિતના ઉપસ્થિત રહયા