Main Menu

Saturday, January 6th, 2018

 

વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીના નામ પર હાઇકમાન્ડે મહોર લગાવી

અમદાવાદઃ ગુજરાતમાં વિરોધ પક્ષના નેતાને લઇ દિલ્હીમાં કોંગ્રેસની બેઠક યોજાઇ હતી. જેમાં વિપક્ષના નેતાની પસંદગી થઇ ચૂકી છે. ગુજરાત કોંગ્રેસના યુવા પાટીદાર નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત થયા છે. હાઇકમાન્ડે પરેશ ધાનાણીના નામ પર મહોર લગાવી દીધી છે. અગાઉ પરેશ ધાનાણીના નામને લઇ જાહેરાત કરી હતી.મહત્વનુ છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર અને ઓબીસી સમાજ સક્રિય રહ્યુ છે. ત્યારે હવે કોંગ્રેસમાં પરેશ ધાનાણી અને કુંવરજી બાવળીયાના નામને લઈને ચર્ચા થઈ રહી હતી. હાઈકમાન્ડ દ્વારા વિપક્ષના નેતાનુ નામ જાહેર કરવામાં આવે તે પહેલા પરેશ ધાનાણી શુક્રવારેRead More


અમરેલીમાં શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈજી) ની ભાગવત કથા નો શુભારંભ

[wpdevart_youtube]6rjuzEwCW-U[/wpdevart_youtube]ભગવાન ભોળાનાથ પવિત્ર સાનિધ્યમાંથી શોભાયાત્રા ની સાથે પોથીયાત્રા નીકળી વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો ઢોલ બેન્ડ તેમજ ડી.જે.ના સથવારે વાજતેગાજતે શહેરના મુખ્યમાર્ગો પર પસાર થઈને શોભાયાત્રા કથા મંડપ પહોંચી હતી દીપ પ્રાગટય બાવાશ્રી દ્વારકેશલાલજી મહારાજ તેમજ ઉપસ્થિત મહાનુભાવો ના હાથે કરવામાં આવ્યું હતું કથા ના શુભારંભ માં અમરેલીમાં પહેલી વખત નહિ પણ આ મારી બીજી કથા છે આજથી 30 વર્ષ પહેલા કપોળવાડી માં થયેલ કથા ને યાદ કરી મહાત્મા મૂળદાસજી ને યાદ કરી કથા નો શુભારંભ કર્યો ભાગવત નું મહાત્મ્ય સમજવતા સમજવતા કથાઓ ને સમજવી કરતા અનુચરવાની વાત કરીRead More


આખુ વર્ષ અમારી સંભાળ રાખે તેની અમારે સંભાળ લેવી જોઈને

હોસ્‍પિટલમા સારવાર તળે જિલ્‍લા બેંકના એમ.ડી.ચંદુભાઈ સંઘાણીની ખબરઅંતર પુછતી મહિલા વિકાસગૃહની બાળાઓ

મહિલા વિકાસ ગૃહની સેવાકિય પ્રવૃતિ સાથે ઓતપ્રોત જિલ્‍લા બેંકના એમ.ડી. ચંદુભાઈ સંઘાણી છેલ્‍લા બે દિવસથી નાદુરસ્‍ત તબીયતને કારણે હોસ્‍પિટલના બિછાને છે જેના સમચાર પ્રસરતા મહિલા વિકાસગૃહની બાળાઓ હતપ્રત બનીને હોસ્‍પિટેલે દોડીઆવી ચંદુભાઈ સંઘાણીના ખબરઅંતર પુછયા હતા. બાળાઓએ જણાવેલ કે, આખુ વરસ અમારી સંભાળ લેતા અને જન્‍મ દિવસ ઉજવતા ચંદુભાઈ અમારા મોભી સમાન છે તેથી તેમની સંભાળ લેવી અમારૂ કર્તવ્‍ય છે તેમ જણાવી ઝડપથી સાજાથાય તેવી પ્રાર્થના કરી હતી તેમ સંસ્‍થાની યાદીમા જણાવાયેલ છે.


ભાવનગર S.O.G. ની ટીમે 500 અને 2000ના દરની નકલી નોટોના જથ્થા સાથે 4 શખ્સોની ધરપકડ કરી

ભાવનગર એસઓજીની ટીમે ગત મોડી રાત્રિએ વલ્લભીપુર ધંધુકા રોડ પરથી 4 શખ્સોને નકલી નોટો સાથે ઝડપી લીધા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભાવનગર એસઓજીની ટીમે શુક્રવારે મોડી રાત્રે વલ્લભીપુર ધંધુકા રોડ પરથી 4 શખ્સોને નકલી નોટો સાથે ઝડપી લીધા છે. રૂ. 2000ના દરની 439 નોટો અને 500ના દરની 179 નોટો પકડી છે. એસઓજીની ટીમે 9,00,00ની નકલી નોટો સાથે 4 શખ્સોને ઝડપ્યાં છે. ઝડપાયેલ શખ્સોને વલ્લભીપુરને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીનો નિર્ણય લીધા બાદ દેશભરમાં આ નિર્ણયનો વિરોધ કરાયો હતો તથાRead More


ખેતરના ખુલ્લા કૂવામાં પડી જતાં આશરે એક વર્ષના સિંહબાળનું મોત

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામે ગટુર લાખાની વાડીના કૂવામાં આજે સવારે એક સિંહનો મૃતદેહ તરતી હાલતમાં નજરે પડતા તાત્કાલિક વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વેરાવળ રેન્જના અધિકારીઓ રેસ્કયુ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને કૂવામાંથી સિંહના મૃતદેહને બહાર કાઢી અમરપુર એનિમલ કેર સેન્ટર ખાતે પી.એમ અર્થે મોકલવામાં આવ્યો હતો.વેરાવળ રેન્જ ફોરેસ્ટ ખુમાર ના જણાવ્યા મુજબ આ મૃત સિંહ બાળ માદા હતી અને અંદાજે એકથી દોઢ વર્ષનું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.મળતી માહિતી પ્રમાણે વેરાવળના વડોદરા ડોડીયા ગામ દરિયાકાંઠા વિસ્તારમાં આવેલું હોવાથીRead More


સિદસરમાં પાણીપ્રશ્ને કલેક્ટરને આવેદન

ભાવનગરમાં ભળેલા અને વોર્ડ નંબર ૧૦માં આવતા સિદસર ગામમાં દલિત વિસ્તાર આંબેડકર નગરમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. વર્ષોથી અહિ પાણીપ્રશ્ન હોવાથી અને રજૂઆતો છતા નિરાકરણ આવતુ ન હોવાથી ડો. આંબેડકર જન જાગૃતિ ગ્રુપના નેજા નિચે આજે શુક્રવારે કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.


ગારિયાધારના એસ.ટી સંકુલ બાંધકામમાં ગેરરીતિની રાવ

ગારિયાધાર એસ.ટી. સ્ટેશનમાં નવા બસ સ્ટેશનનું બાંધકામ ચાલી રહ્યુ છે. આ નવા બસ સ્ટેશનનું બાંધકામ નબળું થવું હોવાની રાવ સાથે વિજીલન્સ તપાસની માંગ ગુજરાત જનચેતના પાર્ટીના જગદીશભાઈ રંગપરા દ્વારા કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના એસ.ટી. વિભાગીય કચેરી દ્વારા કરોડોના ખર્ચે ગારિયાધારના મુસાફરોને સારી સુવિધા યુક્ત નવા બસ સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. જે નવા સ્ટેશનના બાંધકામમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાના આક્ષેપ સાથે સીએમ સુધી ફરીયાદ અને વિજીલીયન્સ તપાસની માંગ કરાઈ છે. સરકાર દ્વારા પ્રજા પાસેથી કરવેરા ઉધરાવી સારી સુવિધાઓ મળી રહે તે માટે નવા વિકાસના કામ કરતી હોય છે. ત્યારેRead More


તણસામાં જમાઈને માર મારનાર સસરા-સાળાને ૩ વર્ષનો જેલવાસ

તળાજા તાલુકાના તણસા ગામે ત્રણેક વર્ષ પૂર્વે રિસામણે પિયર રહેતી પત્નીને તેડવા ગયેલાં જમાઈ ઉપર તેના સસરા તથા સાળાએ એકસંપ કરી લોખંડના પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ આજે ઘોઘા કોર્ટમાં ચાલી જતાં અદાલતે બન્ને આરોપી પિતા-પુત્રને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રોકડ દંડનો હુકમ કર્યો હતો. જાણવા મળતી વિગત મુજબ તળાજા તાલુકાના ધારડી ગામે રહેતાં મથુરભાઈ વાઘેલા આશરે ત્રણેક વર્ષ અગાઉ તણસામાં પિયર રિસામણે રહેતી પત્નીને તેડવા માટે સાસરે ગયા હતા. જ્યાં સામાન્ય બાબતે બોલાચાલી થતાં પરિણીતાના પિતા લખમણભાઈ ઉર્ફે લખુભાઈ રામાભાઈRead More


ચાલુ ટ્રેનમાંથી પડી જતાં માસુમ બાળક મોતને ભેટયો

બાળકને ઈજા થતાં ભાવનગર દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતુ. આ અંગે રેલવે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.મૃતક બાળકનું પીએમ સ્થાનિક સર ટી.હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતુ. પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી મુજબ શહેરના કુંભારવાડા, મોતીતળાવ, મફતનગરમાં રહેતાં મીરા રફીકભાઈ મહમદભાઈ વાયરીંગવાળાનો પરિવાર ગત તા.ર/૧/ર૦૧૮ ના રોજ ભાવનગરથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં બહારગામ જવા નીકળ્યો હતો. દરમિયાનમાં ટ્રેન સિહોર-સોનગઢ વચ્ચે પહોંચતાં રફીકભાઈ મીરાનો પાંચ વર્ષીય માસુમ પુત્ર ફૈજાન અકસ્માતે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતાં લોહિયાળ ઈજા થતાં તેને ગંભીર હાલતે ભાવનગર સ્થિત સર ટી.હોસ્પિટલ ખાતે ઈમરજન્સીRead More


લાઠી તાલુકામાં ખેડૂતોની તારફેન્સીંગ યોજનાની દરખાસ્તો ક્યાં પહોંચી ?…જનક તળાવીયા દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો

દામનગર લાઠી તાલુકા ના ખેડૂતો એ ગુજરાત સરકાર શ્રી ની ખેડૂતો ના પાક રક્ષણ માટે ની તાર ફેન્સીગ યોજના નો લાભ મેળવવા કરેલ દરખાસ્તો અંગે શુ થયું?  કેટલા ખેડૂતો એ વનવિભાગ માં વ્યક્તિ ગત દરખાસ્ત કરી કેટલા ખેડૂતો એ જૂથ માં દરખાસ્તો કરી?  તેની ગામ વાઇઝ સંખ્યા કઈ તારીખે દરખાસ્તો રજૂ કરી તેમાં કેટલા ગામ માં વનવિભાગ દ્વારા સર્વે કરાયું ?  તે તમામ વિગતો સ્થાનિક અગ્રણી જનકભાઈ તળાવીયા દ્વારા દામનગર સહિત ના ગ્રામ્ય માં વિગતો મેળવાય રહી છે ધારા સભ્ય વિરજીભાઈ ઠૂંમર ની ચૂસના થી જનકભાઈ તળાવિયા દ્વારા ખેડૂતો પાસેRead More