Main Menu

Monday, January 8th, 2018

 

હોસ્‍પિટલ ખાતે જિલ્‍લા બેંકના એમ.ડી.ચંદુભાઈ સંઘાણીની ખબરઅંતર પુછતા લોક સાહિત્‍યકાર માયાભાઈ આહિર

અમરેલીની હોસ્‍પિટલમા સારવાર લઈ રહેલ જિલ્‍લા બેંકના એમ.ડી. ચંદુભાઈ સંઘાણી ની ખબર અંતર પુછવા આજે તેમના પરમમીત્ર એવા સાહિત્‍યકાર માયાભાઈ આહિર એ સંઘાણીની મૂલાકાત લઈ વ્‍હેલીતકે સાજાનરવા થવા તેવી શુભેચ્‍છા પાઠવી હતી. આ તકે હોસ્‍પિટલ ખાતે માયાભાઈ આહિરએ ડો.રામાનુજન, ડો.ધાખડા સહિત હોસ્‍પિટલ સ્‍ટાફની પણ મૂલાકાત કરી હતી અને સેવાને બિરદાવી હતી. અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, છેલ્‍લા બે દિવસથી નાદુરસ્‍ત તબીયતને કારણે સારવાર લઈ રહેલ ચંદુભાઈની ખબરઅંતર પુછવા મહિલા વિકાસગૃહની બાળાઓ પહોચી હતી. ચંદુભાઈ સંઘાણીએ પણ હોસ્‍પિટલ ઉપર આવતા સ્‍નેહીજનો, મીત્રો, શુભેચ્‍છકો અને ફોન દ્રારા ખબર પુછતા તમામ લોકો પ્રતિRead More


કલેકટરશ્રી સંજય અમરાણીના અધ્‍યક્ષસ્‍થાને રોડ સેફટી કાઉન્‍સીલની બેઠક મળી

જિલ્‍લા કલેકટર અને રોડ સેફટી કાઉન્‍સીલના ચેરેમનશ્રી સંજય અમરાણીના અધ્‍યક્ષસ્‍થાને રોડ સેફટી કાઉન્‍સીલની બેઠક કલેકટર કચેરી-અમરેલી ખાતે મળી હતી. કલેકટરશ્રી સંજય અમરાણીએ, રાજય તથા સ્‍થાનિક-ગ્રામ્ય વિસ્‍તારના રસ્‍તાઓ પહોળા કરવા તેમજ લેન વધારવા અંગેની સૂચનાઓ આપી હતી. સ્‍કૂલ-કોલેજ- આનંદપ્રમોદના સ્‍થળ સહિતની જગ્યાઓ પર સ્‍પીડબ્રેકર મૂકવા, ગ્રામ્ય વિસ્‍તારનો રોડ પૂરો થાય અને હાઇ-વે શરૂ થાય તે પહેલા બમ્‍પ અને સાઇનેઝીશ મૂકવા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. સીટી રોડ તથા ફૂટપાથ પરથી દબાણો દૂર કરવા જણાવ્યું હતુ. ડેઝલીંગ લાઇટ સામે વાહન માલિક-ચાલકો સામે કરવામાં આવેલ કાર્યવાહી, ઓવરડાઇમેન્‍શન સામે કરવામાં આવેલ કાર્યવાહી-ગુડઝ વાહનમાં લોખંડના સળીયાRead More


પૂજયભાઈજીના મુખેથી ભાગવત કથાના ત્રીજા દિવસે સમગ્ર નંદગાવ ભક્તિમય રંગમાં રંગાયુ

પૂજયભાઈજી ના મુખેથી ભાગવત કથા ના ત્રીજા દિવસે સમગ્ર નંદગાવ ભક્તિમય રંગ માં રંગાયુ શ્રોતાઓ માનમૂકી નાચયા હતા તેમજ ભાઈજીએ કથા દરમિયાન અસ્પૃશ્યતા વિશે વિશેષ જણાવતા કહ્યું અસ્પૃશ્યતા જે માણસ માં સંસ્કાર નથી તે માણસ અસ્પૃશ્ય છે. બીજી કોઈ નહીં આ સમગ્ર માહોલ ભક્તિ રસમાં તરબોળ થયો હતો. આજ ના દીને મુખ્ય મહેમાન પદે કાગવડ ખોડલ ધામનું ટ્રસ્ટી મંડળ ઉપસ્થીત રહી ભાઈજીના હાથે આશિષ મેળવ્યા હતા.


પરેશ ધાનાણીની વિરોધ પક્ષ ના નેતા તરીકે વરણી થત્તા અમદાવાદના બાપુનગરમાં N.S.U.I.ના યુવાનોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો

અમરેલીના ધારાસભ્ય ને સૌરાષ્ટ્ર પટેલ સમાજના પનોતા પુત્ર એવા નવ યૂવાન શ્રી પરેશભાઈ ધાનાણી ની  ગૂજરાત વિધાનસભા ના વિરોધ પક્ષ ના નેતા તરીકે વરણી થવા બદલ યુવાઓ દ્રારા અમદાવાદ નાં બાપુનગર માતૃ શક્તિ સોસાયટી પાસે ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો.આ જશ્ન મા ગુજરાત પ્રદેશ એન. એસ. યુ. આઈ નાં મંત્રી મયુરભાઈ સેજલિયા, સંદીપ વસોય, સંદીપ સોરઠીયા,નિકુંજ બાબરીયા, ભદ્રેશ સેજલિયા, તેમજ 50 જેટલા યુવાનો એ જશ્ન મનાવ્યો હતો.


તળાજામાં વ્હોરા સમાજના ધર્મગુરૃના જન્મ દિવસ નિમિત્તે ઝુલુસ નિકળ્યુ

શાંત અને વેપાર સાથે જોડાયેલા દાઉદી વ્હોરા કોમના ધર્મગુરૃ સૈયદના આલીકદર મુફદલ શૈફુદીન સાહેબના જન્મ દિવસ નિમિત્તે દુનિયાભરમાં દાઉદી વ્હોરા સમાજના વસવાટ કરે છે. ત્યાં જન્મ દિવસ હર્ષ અને ઉલ્લાસભેર ઉજવાઇ છે. જેના ભાગરૃપે તળાજા દાઉદી વ્હોરા સમાજ દ્વારા આજે રવિવારે સૈયદના સાહેબના જન્મ દિવસ નિમિત્તે ભાવનગરથી આવેલ તાહેરી સ્કાઉટ (બેન્ડ) દ્વારા તળાજાના રાજમાર્ગો પર ઝુલુસ કાઢી વ્હોરા મસ્જીદ ખાતે સંપન્ન કર્યું હતું. વ્હોરા સમાજના એક આગવા સ્કાઉટ (બેન્ડ)એ લોકોમાં જબરૃ આકર્ષણ જમાવ્યું હતું. મસ્જીદ ખાતે મજલીસ તથા જ્ઞાાતિભોજન યોજાયા હતા.


ભાવનગરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઝુલુસ નિકળ્યુ

દાઉદી વ્હોરા કોમના ધર્મગુરૃ સૈયદ સાહેબના જન્મદિન નિમિતે આજે ભાવનગરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઝુલુસ કાડવામાં આવ્યુ હતું.


જાલી નોટ કેસમાં આરોપી પાસેથી વધુ રૂપિયા ૧ લાખ ૬૭ હજારની જાલી નોટ તથા જાલીનોટ છાપવા ઉપયોગમાં લેવાયેલ સાધનો કબ્જે લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબની સુચનાથી બે દિવસ પુર્વે ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા એસ.ઓ.જી. સ્ટાફે તથા વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ટી.એસ.રીઝવી તથા સ્ટાફે સંયુક્ત ઓપરેશન કરી રૂપિયા ૯,૬૭,૫૦૦/- ની ૨૦૦૦ તથા ૫૦૦ ના દરની જાલી નોટો ઝડપી પાડેલ હતી અને બે આરોપીઓ (૧) જગાભાઇ રેવાભાઇ ભુરખીયા ઉ.વ.૩૨ રહે. રાજપરા (ભાયાતી) ગામ તા. વલ્લ્ભીપુર જી.ભાવનગર (૨) દલસુખભાઇ ભીખાભાઇ ભાવનગરીયા/પટેલ ઉ.વ.૪૩ રહે. લાઠીદડ ગામ, ઉપરકોટ વિસ્તાર તા.જી.બોટાદવાળાને ઝડપી પાડેલ હતા અને બંન્ને આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરી દિન-૨ ના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવેલ હતા અનેRead More


વરતેજ વિસ્તારના રહેણાકી મકાનમાં પ્રાઇમશ બ્લાષ્ટ થતા એક મહિલાને ગંભીર ઇજા

વરતેજ વિસ્તાર ના રહેણાકી મકાન માં પ્રાઇમશ પર મહિલા ચા બનાવતી વેળા એ એકાએક  બ્લાષ્ટ થતા આગ લાગી….આગ લાગતા ઘર માં સામન્ય થયું નુકશાન….પ્રાઇમશ બ્લાષ્ટ થતા એક મહિલા ને ગંભીર ઇજા અને એક પુરુષ ને સામાન્ય ઇજા….ઇજાગ્રસ્તો ને વધુ સારવાર હેઠળ ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડેલ


​અમરેલી બન્યું કૃષ્ણમય પૂજ્ય ભાઈજી ની મધુર અને મૃદુભાષામાં ભાગવતકથા તરબોળ કરે છે

અમરેલીમાં ચાલી રહેલ ફિણાવા પરિવાર આયોજિત ભાગવતકથા કૃષ્ણમય અને ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું છે વિશાળસંખ્યામાં જનમેદની કથા નો લ્હાવો લેશે ફિણાવા પરિવાર દ્વારા ભોજન પ્રસાદ ની પણ સુંદર વ્યવસ્થા કરવા માં આવેલ છે આજની કથા માં ભાગવત અને કથા ના મહત્વ ને સમજવતા ભાઈજી એ જેમ શરીર ને ટકાવવા ભોજન જરૂરી જેમ સમય થાય તુરંત ભોજન યાદ આવે તેમ માનવ ને ભગવદ ભક્તિ ની ભૂખ લાગવી જરૂરી છે જેમ બેટરી ડીચાર્જ થાય તો મોબાઈલ ચાર્જ કરવો પડે તેમ માનવી થાકી જાય હારી જાય ત્યારે તેને ચાર્જ કરવા કથામૃત કથા રૂપીRead More


સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જીલ્લા પોલીસે બાબરકોટ ગામે મેડીકલ કેમ્પ યોજયો

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી,દરિયાઇ સુરક્ષા કચેરી,અમદાવાદનાઓની સ્થાયી સુચના અંતર્ગત પોલીસ અધીક્ષકશ્રી, અમરેલીની સુચના અને માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી સુરક્ષા યોજના અન્વયે પોલીસ- પ્રજા વચ્ચેનું અંતર ઘટે અને પરસ્પર મિત્રતા કેળવાય અને સાથ-સહકારથી રાષ્ટ્ર અને સમાજની સુરક્ષા જળવાય તેવા ઉમદા હેતુથી ખાસ કરીને કોષ્ટલ વિસ્તારમાં માછીમાર કુટુંબોનાં લાભાર્થે ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામ તથા મેડીકલ કેમ્પ તથા પ્રોઢ શિક્ષણ માટેનાં કાર્યક્રમો યોજવા જણાવેલ છે. જે અન્વયે આજ રોજ જાફરાબાદ મરીન પો.સ્ટે.નાં બાબરકોટ ગામે એક મેડીકલ કેમ્પનું સુંદર આયોજન કરેલ હતું.,આ મેડીકલ કેમ્પમાં અમરેલીનાં પ્રખ્યાત ડોકટરશ્રીઓ (૧) શ્રી કિશોર યાદવ, જનરલ (ર)ડો.અશોક પટેલ,હરસ મસા સ્પેશ્યિયાલિસ્ટRead More