Main Menu

Thursday, January 11th, 2018

 

અમરેલી એસ.ઓ.જી.દ્વારા ચાઈનીઝ દોરી અને તુક્કલોનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં દરોડા…ચાઈનીઝ દોરી અને તુક્કલ સાથે 2 ઈસમોની અટકાયત

સરકાર દ્વારા પ્રતિબંધીત ચાઈનીજ તુક્કલ અને ચાઈનીજ દોરી વેચવા પર પાબંધી છે પણ વેપારીઓ દ્વારા છાનાખૂણે આવા ચાઈનીજ તુક્કલ અને ચાઈનીજ દોરી વેચતા પર અમરેલી એસ.ઓ.જી.એ તવાઈ કરીને ચાઈનીઝ દોરી અને તુક્કલો નું વેચાણ કરતા દુકાનદારો ને ત્યાં દરોડા પાડતા ચાઈનીઝ દોરી અને તુક્કલ સાથે 2 ઈસમો ની અટકાયત કરી કાર્યવાહી કરતા વેપારી ઓ માં ફફડાટ વ્યાપી ગયો છે.ઉતરાયણ ને ગણતરી ના દિવસે બાકી છે ત્યારે અમરેલી એસઓજી પોલીસ એ રાજુલા શહેર માં  દરોડા પાડતા રાજુલા શહેર ના શાકમાર્કેટ માં આવેલ દુકાન ની બહાર ચાઈનીઝ દોરી અને તુક્કલ નું વેચાણ થતું હોવાની બાતમીનેRead More


રાજ્યસભામાં બિલ પાસ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ વિચારણા

ત્રિપલ તલાક પર વટહુકમ જારી કરવાની મોદી સરકારની તૈયારી

બજેટ સત્રમાં સંયુક્ત સત્રમાં વટહુકમ લાવીને આગળ વધવા માટેની તૈયારી લોકસભામાં બિલ પસાર થયા બાદથી રાજ્યસભામાં અટવાઇ જતા તૈયારીઓ એક વખતમાં ત્રણ તલાક પર રોક મુકનાર મહત્વપૂર્ણ બિલ લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભામાં અટવાઇ પડ્યા પછી સરકાર હવે બીજા વિકલ્પ પર ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ત્રિપલ તલાકને અપરાધ જાહેર કરવા માટે આને લઇને વટહુકમ જારી કરવા માટે વિચારી રહી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે સરકાર ત્રિલ તલાક પર તમામ વિકલ્પ ખુલ્લા રાખીને આગળ વધી રહી છે. આ જ ક્રમમાં સંસદના બજેટRead More


દહીંથરા ગૌશાળામાં મકરસંક્રાંતિની જોળી મીટીંગ અબોલ જીવો માટે સ્વંયમ સેવકો દ્વારા સ્વંયમ હાજરી

દામનગર ના દહીંથરા ખાતે આવેલ અલખઘણી ગૌશાળા ભગવાન શ્રી મહાવીર સ્વામી પાંજરાપોળ દ્વારા થતી ગૌસેવા દૂરસદુર વિસ્તરી રહી છે પાંચો ઉપરાંત અબોલ જીવો બીમાર ગાયો ની સેવા માટે દરવર્ષે મકરસંક્રાંતિ ની જોળી ની વિશાળ મીટીંગ તા૧૦/૧/ ના રોજ રાત્રે દહીંથરા ગૌશાળા સંકુલ માં મળી હતી આ મીટીંગ માં લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય વિસ્તારો માં થી ખૂબ મોટી સંખ્યા માં ગૌસેવકો ની હાજરી રહી હતી.મકરસંક્રાંતિ ની જોળી ની સેવા માટે ની મીટીંગ માં ગ્રામ્ય વિસ્તારો માં થી  સ્વંયમ સેવકો દ્વારા જાતે ટેક્ટર કે અન્ય વાહન વ્યવસ્થા કરી ખોળ ગોળ નિરણRead More


ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ,અધ્યક્ષ ભાવનગર ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા સતત છઠી વખત તેમના મત વિસ્તારમાં પતંગ વિતરણ કર્યું

ભાવનગર પશ્ચિમ ના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા તા.૧૦ અને ૧૧ જાન્યુઆરી ના રોજ તેમના મત વિસ્તાર માં આવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો તેમજ ઇન્દિરાનગર,નારી,વરતેજ માં આવેલ સરકારી શાળાના બાળકોને તથા બાલાશ્રમ,તાપીબાઈ,અંકુર,અંધ ઉદ્યોગ શાળાના બાળકો તથા એચ.આઈ.વી.થી પીડિત બાળકોને કુલ ૧ લાખ પાંચ હજાર થી અધિક પતંગો નું વિતરણ કરવામાં આવેલ હતું.તથા પ્રત્યેક બાળકને બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું અને બાળકો ને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.


આંચલ ઠાકુરએ સ્કીઈંગમાં રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આપી શુભકામનાઓ

આંચલ ઠાકુરે સ્કીઈંગમાં મેડલ જીતી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ૨૧ વર્ષની આંચલ ઇન્ટરનેશનલ સ્કીઇંગ સંઘ દ્વારા તુર્કીમાં આયોજીત અલ્પાઇન એડેર ૩૨૦૦ કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.ઇન્ટરનેશનલ સ્કીઇંગ કોમ્પિટિશનમાં મેડલ જીતનારી આંચલ ભારતની પ્રથમ ખેલાડી છે. આંચલની આ જીત એટલા માટે ખાસ છે કેમકે સ્કીઇંગની રમત ભારતમાં પ્રચલિત નથી અને ના તો આ રમત માટે ઘણા બધા સંસાધનો હાજર છે.આંચલની આ સિદ્ધિ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ આપતા જણાવ્યું છે કે, સપૂર્ણ દેશ તેમની ઐતિહાસિક સિદ્ધિ પર ગર્વ છે.મોદીએ ટ્વીટ પર લખ્યું છે કે, “શાબાશ આંચલ સ્કીઇંગમાં આંતરાષ્ટ્રીય મેડલ જીતવા માટે,Read More


મોર્ડન આર્ટ, લેન્ડસ્કેપ અને પેપર મેસે પર એક્ઝિબિશન

લો- ગાર્ડન ખાતે આવેલાં રવિશંકર રવળ કલા ભવનમાં ભાવનગરનાં આર્ટિસ્ટ અનિલ વર્ધાનના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્ટિસ્ટે આ એક્ઝિબિશનમાં ત્રણ પ્રકારાનાં આર્ટ વર્કને રજૂ કર્યા છે. જેમાં આર્ટિસ્ટે મોર્ડન આર્ટ, લેન્ડસ્કેપ અને પેપર મેસે પર કરેલું કામ રજૂ કર્યું છે. આ એક્ઝિબિશનની ૧૧ જાન્યુઆરી સુધી લોકો મુલાકાત લઇ શકશે. આર્ટિસ્ટ અનિલ વર્ધાને જણાવ્યું હતું કે, કેનવાસ પર ઓઇલ પેઇન્ટનો યૂઝ કરીને મેં મૌલિક શૈલી પર મોર્ડન આર્ટ અને ફિગર પર કામ કરવામાં આવ્યું છે. જેમાં મેં ડાર્ક-લાઇટ શેડ્સની પસંદગી કરી પેઇન્ટિંગ્સ તૈયાર કર્યા છે. લેન્ડસ્કેપમાં ભાવનગરની જગ્યાઓ જેમ કેRead More


ભાવનગરમાં ચોરાઉ મુદ્દામાલ સાથે બે શખ્સ પોલીસની ઝપટે

ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાંથી મોટરસાઈકલ સવાર બે શખસને આજે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપી લીધા હતા. એલસીબીએ આરોપીઓના કબજામાંથી રોકડ, મોટર સાઈકલ, મોબાઈલ ફોન, રાંધણગેસ સિલીન્ડર, ઘરેણાં સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપીઓ વિરૃધ્ધ ભાવનગર ઉપરાંત, વરતેજ, સિહોર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલાં હોવાનું પોલીસ તપાસમાં ખુલવા ઔપામ્યું હતુ. ભાવનગર શહેર વિસ્તારમાં થયેલાં ચોરી, ઘરફોડ ચોરીના ગુના ડીટેક્ટ કરવાની એસપી. પી.એલ.માલ દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ દીપક મિશ્રાને આપવામાં આવી હતી. જે મુજબ આજે એલસીબીના ઈન્સ્પેક્ટર મિશ્રાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પરાક્રમસિંહ ગોહિલ, શિવરાજસિંહ સરવૈયા, હર્ષદભાઈ ગોહિલ, મહિપાલસિંહRead More


મીડિયાની પાબંદીને લઈને યુનિર્વિસટીની સેનેટ સભામાં ભારે ધાંધલ-ધમાલ મચી

ભાવનગર યુનિ.ની કોર્ટસભાના રિર્પોિંટગ માટે મીડિયાની પાંબદીને લઈને આજે યુનિ.સેનેટસભામાં ભારે ધાંધલ-ધમાલ મચી ગઈ હતી. ભાવનગર યુનિ.ની માર્ચમા મોકૂફ રખાયેલી સનેટસભા આજે મળી હતી.આ સેનેટસભામાં કવર કરવા માટે મીડિયાને એન્ટી નહી આપવામાં આવી ન હતી.દરમિયાન અડધી કલાક બાદ કોર્ટસભ્ય રાજપાલસિહ જાડેજાએ મિડિયાને કોર્ટસભાની કાર્યવાહીનુ રિર્પોિંટગ કરવા માટે યુનિ.ના કારભારીઓને આગ્રહ કર્યો હતો.જોકે યુનિ.ના કારભારીઓએ કોર્ટસભાનુ કવર કરવા માટે મીડિયાની એન્ટ્રીનો ઈન્કાર કરતા આખરે કોર્ટસભ્ય જાડેજાની આગેવાનીમા તમામ મીડિયાને કોર્ટસભાની કાર્યવાહીનુ રિર્પોિંટગ કરવા માટે કોર્ટસભાની બહાર આવીને ઈંજન આપ્યુ હતું.જેને પગલે મીડિયાના કર્મચારીઓ કોર્ટસભા જવાનો પ્રયાસ કરતા યુનિ.ના કેમ્પસ અધિકારી સહિતનાRead More