Main Menu

Friday, January 12th, 2018

 

સાવરકુડલામાં તાલુકા ખરીદ વેચાણ સંધ દ્વારા મહાધન સહકાર સંમેલન યોજાયું

સાવરકુડલા તાલુકા ખરીદ વેસાન સંધ અને મહાધન સહકાર સંમેલન આજરોજ સાવરકુંડલા ના ગાયત્રી મંદીર મા યોજાયો દિપકભાઈ માલાણી ના અધ્યકશ સ્થાને તેમા હાજર રહેલ મહાધન ના ડેપ્યુટી અધીકારી શેલડયાભાઈ સાવરકુંડલા યાડૅના ચેરમેન બાબુભાઈ પાટીદાર સંધ ના ડીરેકટર મનજીભાઈ તળાવયા. તાલુકા પચયાત ના . ઉ.પ્રમુખ રાધવભાઈ સાવલયા . સંધ ના ડીરેકટર કરમશીભાઈ ડોબરીયા. યાડૅ ના ડીરેકટર ભનુભાઈ જયાણી સંધ ના મેનેજર રાજુભાઈ માલાણી તથા મડળી ઓ ના પ્રમુખ મંત્રી હાજર રહેલ..દીપકભાઈ માલાણી એ ખાતર..દવા વીશે માગ્રદશ્રન આપેલ અને પ્રમુખ મત્રી શ્રી એ સુચન પણ કરેલ કે. જે ફીગર પ્રીટ થી ખાતરRead More


સાવરકુંડલા શહેરમાં મયુરભાઈ ખાચર દ્વારા પ્રાઇવેટ શાળાઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

સાવરકુંડલા શહેર માં મયુરભાઈ ખાચર દ્વારા અને મીડિયા કન્વીનર તથા આઇ ટી સેલ દ્વારા ગુજરાત સરકાર શ્રી ના નિયમ અનુસાર ફી લેવા ના નિધૉરણ નિયમો બાબતે સાવરકુંડલા શહેર ની પ્રાયવેટ શાળાઓમાં આવેદનપત્ર આપીને નીયમ અનુસાર ફી લેવા માટે રજુવાત કરવા માં આવી સાથે દરેક શાળા એ તેમના નોટિસ બોર્ડ પર ફી નિયમ ની કોપી મુકવી જેથી દરેક વાલીઓ ને જાણ થાય તે બાબતે દરેક શાળા ને આવેદન પત્ર આપવામાં આવ્યું.જતીનભાઈ મૈસુરીયા, કેતનભાઇ કેશુર, મયુરભાઇ રબારી.લાલભાઈ દેગામા,નીકુંજભાઇ ચોંડાગર.જયદીપ ભાઇ ગજ્જર,દ્વારા ઉગ્ર રજુવાત કરવામાં આવી.


દીપક સ્કુલ ખાતે હિન્દી પખવાડિયા ની ઉજવણી

[wpdevart_youtube]qSodLn9bPZw[/wpdevart_youtube]


બહેરા મૂંગા શાળા ખાતે પુ.ભાઈજી એ બાળકોને આશીર્વાદ આપ્યા

[wpdevart_youtube]7P-as6rQOco[/wpdevart_youtube]


એમ.વી.પટેલ કન્યા વિદ્યાલય દ્વારા સ્પર્ધા અને પ્રદર્શન યોજાયું

[wpdevart_youtube]BR5zN5OJipw[/wpdevart_youtube]


દામનગર શહેર ની પ્રાથમિક શાળા ઓ માં સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતી ની શાનદાર ઉજવણી

દામનગર શહેર ની સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા અને સવાણી પ્રાથમિક શાળા નં ૨ માં સ્વામી વિવેકાનંદ ની ૧૫૫ મી જન્મ જ્યંતી પ્રસંગે સ્વામી વિવેકાનંદ ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા પ્રેરક પ્રવચન મુક અભિનય સ્થળ પ્રશ્નોતરી જેવા કાર્યક્રમો યોજાયા બાળકો ની જિજ્ઞાસા વૃત્તિ ને સતેજ કરતી સ્થળ પ્રશ્નોતરી બૌદ્ધિક કસોટી ઓ નું સુંદર આયોજન


જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા અમરેલીમાં આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ ઉજવાયો

પતંગ ઉડાડવાની કળા-સંસ્‍કૃત્તિનું આદાન-પ્રદાન એટલે આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્સવ – સાસંદ નારણભાઇ કાછડીયા અમરેલી ખાતે જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ યોજાયો હતો. સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, કલેકટરશ્રી સંજય અમરાણી તેમજ ગુજકોમાસોલના ચેરમેનશ્રી દિલીપભાઇ સંઘાણી સહિતના મહાનુભાવોએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્‍લો મૂક્યો હતો. સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું કે, ઉત્તરાયણ એ બાળકો થી માંડી વૃધ્‍ધ સુધીના તમામ માટેનું પર્વ છે. પતંગ ઉડાડવાની કળા-સંસ્‍કૃત્તિનું આદાન-પ્રદાન એટલે આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્સવ. પતંગ પાસેથી એ શીખ મળે છે કે કુશળતા અને સાહસથી આકાશમાં ઉડવા મળે તેટલું વિશાળ ફલક મળે છે. ગુજરાત પ્રવાસન નિગમRead More


ભાવનગરમાં વૃધ્ધાને ધક્કો મારી પછાડી દઈ સોનાની ચેનની લૂંટ

ભાવનગર શહેરના તળાજા રોડ પરના મકાનમાં ગઈકાલે સાંજના સુમારે અજાણ્યા શખસે વૃધ્ધાને ધક્કો મારી પછાડી દઈ તેમના ગળામાં પહેરેલાં સોનાની ચેનની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયાની ફરિયાદ અત્રેના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ભોગગ્રસ્ત વૃધ્ધાના પુત્રએ નોંધાવી હતી. પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર શહેરના તળાજા રોડ ઉપર એચ.કે.દવેના બંગલા પાસેના પ્લોટ નં.રર૬૧ માં રહેતાં સિંધી મુકેશભાઈ નારણદાસ દરિયાણી (ઉ.વ.૪૧) એ અત્રેના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે ફરિયાદી તેની દાણાપીઠમાં આવેલ દુકાને ગયા હતા. જ્યારે સાંજના સુમારે ફરિયાદીના પત્ની કોઈ કામ માટે બહાર ગયા હતા, જ્યારે પુત્ર નજીકમાં રમવાRead More


આજે ચૂંટણી લડવા ઈચ્છુકો માટે ભાજપ દ્વારા સેન્સ લેવાશે

ભાવનગર જિલ્લામાં તળાજા, ગારીયાધાર સાથે સિહોર નગરપાલિકાની આગામી ચૂંટણી ફેબ્રુઆરી માસમાં યોજાનાર છે. આ ચૂંટણી નવા સીમાંકન મુજબ યોજાશે. સિહોર નગરપાલિકાના આગાઉના ૯ વોર્ડના ર૭ સભ્યોને બદલે ૯ વોર્ડમાં દરેકના ચાર સભ્યો ચુંટવાના રહેશે. જેમાં પ૦ ટકા મહિલા અનામત રહેશે. જેથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેનો દોર શરૃ થઈ ગયો છે. સિહોર નગરપાલિકામાં છેલ્લી ટર્મથી ભાજપનું શાસન છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર ગ્રામ્ય બેઠકમાં ભાજપને લાંબા સમયે સિહોર શહેરમાં રપ૦૦ મત જેટલી લીડ નિકળતા ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે. વિધાનસભાની ચુંટણીમાં ભાજપને સારીએવીRead More


ગઢપુરમાં ઘેલા નદીનું સંતો, મહંતો દ્વારા સફાઈ અભિયાન

મહાતીર્થ ભગવાન સ્વામીનારાયણના પદાર્વીંદથી પાવન થયેલ તીર્થભૂમિ ગઢપુરમાં વહેતી ગંગા સમાજ ઉન્મત ગંગા નદી (ઘેલા નદી)ની સાફ-સફાઈ બોટાદ મંદિર દ્વારા સાફ-સફાઈ તથા ગઢપુર મંદિરના મહંત સ્વામી ઘનશ્યામ સ્વામીની પ્રેરણાથી બોટાદ મંદિરના સંતો, પાર્ષદો, હરિભક્તો બહેનો તથા ભાઈઓ સૌ સાથે મળીને કરી હતી. અહી સાફ-સફાઈ કરી, યાત્રીકોને આસ્થા વધે અને પવિત્ર જાણીને વિશેષ મહોત્સવ થાય. સ્નાન કરીને પાવન થાય, એવા શુભ આશયથી આ કામગીરીમાં બોટાદ અને ખોપાળા તથા આજુ-બાજુના ગામનાં ભક્તો જોડાયા હતા અને સ્વચ્છ અભિયાનને અનુરૃપ સમાજને પ્રેરણા દાયક કામગીરી હતી.