Main Menu

Saturday, January 13th, 2018

 

ત્રણ માસ પહેલાં ઢસા, આંબેડકરનગરમાંથી ચોરી કરેલ મો.સા.સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ._* જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર, એલ.સી.બી. ની ટીમ ભાવનગર શહેર વિસ્‍તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, રામમંત્ર મંદીર થી કાળીયાબીડ જતાં રોડ ઉપર આવતાં એક શંકાસ્પદ મો.સા. સાથે *ભવદિપભાઇ મનસુખભાઇ  બારૈયા ઉ.વ.૨૦ રહે.પાલીવાલ જ્ઞાતિની વાડી પાછળ, દેવગાણા, તા.શિહોર જી.ભાવનગર હાલ-જલારામ સોસાયટી,જનકભાઇ બારૈયા નાં મકાનમાં ભાડેથી,ભાવનગર વાળા મળીRead More


સાવરકુંડલાના ગુજરાત ટુડે ના પત્રકાર ઈંદ્રિશ જાદવનો જન્મ દિવસ

સાવરકુંડલાના ગુજરાત ટુડે ના પત્રકાર ઈંદ્રિશ જાદવ નો આજે જન્મ દિવસ છે સાથે પત્રકાર જાદવને ત્યાં અવતરેલ ઢીંગલીઓનો જન્મદિવસ પણ પિતાના જન્મદિવસની સંગાથે હોવાથી ખુશી બેવડી થઈ છે            સાવરકુંડલામાં મેડીકલના વ્યવસાય સાથે સંકળાયેલા અને સચોટ પત્રકારત્વ થકી સામાજિક અને શેક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા મુસ્લિ સિપાહી સમાજના ઉપપ્રમુખ ઈંદ્રિશ જાદવ 42 વર્ષ પૂર્ણ કરીને 43 માં વર્ષમાં પ્રવેશ્યા છે ત્યારે મહત્વની વાત એજ છે કે પત્રકાર જાદવ સંગાથે તેમની બેલડી દીકરી ઈશા સને ઇરમ નો પણ સજોડે જ જન્મદિવસ હોવાથી ખુશી બેવડાઈ છે ઈંદ્રિશ જાદવ અલ્હાઝRead More


અમરેલીને રસતરબોળ કરતી કૃષ્ણ કથામૃતમની પૂર્ણાંહુતી

અમરેલીને રસતરબોળ કરતી કૃષ્ણ કથામૃતમ ની પૂર્ણાંહુતી ભક્તિરસ થી રોજ જકડી રાખતી અને અમરેલી જેનાથી ધન્ય બન્યું એ કથા એટલે ફિણાવા પરિવાર અને સમસ્ત કડવા પાટીદાર દ્વાર આયોજીત ભાગવતકથા દરરોજ ભજન અને ભોજન સતસંગ ની લ્હાણી કરાવનાર આ કથામાં આજે લાઠીનાં દુધાળા ના ભામશા અને વતનના રતન એવા સવજીભાઈ ધોળકીયા ઉપસ્થિત રહયા હતા પૂ.ભાઈજી કથા વિશ્રામ વખતે ફિણાવા પરિવાર તેમજ પાટીદાર સમાજ તેમજ 7 દિવસ સુધી મહેનત કરનાર યુવાનો ને અને પત્રકાર મિત્રો તેમજ 7 દિવસ રોજ અલગ અલગ ઝાંખી ના દર્શન કરાવનાર નું પણ સન્માન અને આભાર વ્યક્ત કર્યોRead More


અમરેલીમાં સ્વામી વિવેકાનંદની 155મી જન્મજયંતિ નિમિતે “વિવેક વંદના” કરવામાં આવી

યુવાનોના આદર્શ યુગપુરુષ સ્વામી વિવેકાનંદની 155મી જન્મજયંતિ “રાષ્ટ્રીય યુવા દિન” નિમિત્તે અમરેલી જીલ્લાની પ્રખ્યાત નિવાસી શાળા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં “વિવેક વંદના” કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, અમર ડેરીના ચેરમેન અશ્ર્વીનભાઈ સાવલિયા, વિશ્ર્વ હિન્દુ પરિષદના ડૉ. જી. જે. ગજેરા, દડુભાઈ ખાચર ડૉ. ભાનુભાઈ કિકાણી, મનસુખભાઈ રૈયાણી, ડી. ભાઈ બામટા, મજબુતભાઈ બસિયા, ડૉ. બી. એમ. રામાનુજ, જીલ્લા-શહેર-તાલુકા ભાજપના અગ્રણીઓ ધીરૂભાઈ ગઢિયા, જયેશભાઈ ટાંક, મુકુંદભાઈ મહેતા, કિરીટભાઈ વામજા, રીતેશભાઈ ઉપાધ્યાય, એ. પી. બોરડ, અશ્ર્વીનગીરી ગોસાઈ, કૌશિક વેકરિયા, આર. સી. ધાનાણી, હકુભાઈ ચૌહાણ, હીરાભાઈ પડાયા,Read More


અમરેલીના ચક્કરગઢ રોડ પર આંગડીયા કર્મચારી લુટાયો…ગુજરાત આંગડીયા પેઢીના કર્મચારીને છરી મારી લુટ…ચાર અજાણ્યા શખ્સો કર્મચારી પાસેથી થેલો લુટી ફરાર..જુઓ

અમરેલીના ચક્કરગઢ રોડ પર આંગડીયા કર્મચારી લુટાયો..ગુજરાત આંગડીયા પેઢીના કર્મચારીને છરી મારી લુટ.. ચાર અજાણ્યા શખ્સો કર્મચારી પાસેથી થેલો લુટી ફરાર..ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો..પોલીસ દોડતી થઇ..[wpdevart_youtube]_RBq4l4kK4k[/wpdevart_youtube]


ગીર સોમનાથ : આરોગ્ય વિભાગના રેસ્ટોરન્ટ-મીઠાઇની સહિત 10 સ્થળો પર દરોડો

ગીર સોમનાથના વેરાવળમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેસ્ટોરન્ટ અને મીઠાઇઓની દુકાનો સહિત 10 સ્થળો  પર દરોડા પાડ્યા હતા. જેમાં નામાંકિત સાગર રેસ્ટોરન્ટમાંથી મોટી માત્રામાં અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જે તમામ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ રેસ્ટોરન્ટ સંચાલક કર્મચારીઓને છોડી નાશી છૂટ્યા હતા.


પાલિતાણાના બગીચામાં ભીલવાસ શાળાના બાળકોની સ્વચ્છતા ઝુંબેશ

પાલિતાણા પાવકવન બગીચાની બાજુમાં આવેલી ભીલવાસ પ્રાથમિક શાળાના આચાર્ય ધામેલિયા સંજયભાઈ આર., પ્રાથમિક શાળાના શિક્ષકો તથા શાળાના બાળકો દ્વારા ફોરેસ્ટ અધિકારી હસ્તમખાન ડી.બલોચને રૃબરૃ મળી સ્વચ્છતાના વિષયને ધ્યાન લઈ પાવકવનમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતુ. સહકાર ભાવના સમાજ સેવા સ્વચ્છતાના ગુણનો વિકાસ થાય. તથા પ્રવૃત્તિને પણ સ્વચ્છ રાખી શકાય તે માટે પાવકવન બગીચાને ઘણા વર્ષો બાદ સામુહિક સ્વચ્છતા અભિયાનના ધોરણે સાધન સામગ્રી સાથે બાળકો તથા અધિકારીઓ, શિક્ષકો દ્વારા સફાઈ કામકાજની ઝુંબેશ ઉપાડી હતી. બગીચામાંથી પ્લાસ્ટીકની બોટલ, પ્લાસ્ટીક રેપર, ગ્લાસ, રબ્બર જેવા નકામા કચરા દૂર કરાયા હતા.


મકરસંક્રાન્તિમાં ગાયોને લીલુ ઘાસ અને ખીચડો ખવડાવવાનું મહાત્મ્ય

સુર્ય મકર રાશીમાં પ્રવેશે એ નિમિત્તે દર વર્ષે ૧૪ જાન્યુઆરીના દિવસે મકરસંક્રાન્તિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગ્રામ્ય પંથકમાં ખીયર તરીકે પ્રચલીત આ પર્વ આગામી તા.૧૪-૧ ને રવિવારે ઉજવાશે. ગામડાઓમાં આ પર્વે ગાયોને લીલુ ઘાસ તથા ઘઉંના ફાડાનો ખીચડો ખવડાવવામાં આવે છે. તો ગરીબો, નિરાધરોને અનાજ તેમજ ગોળ, મમરા, દાળિયા, તલના લાડુ, શેરડી તેમજ રોકડ દાન દેવાનો પણ મહિમા છે. સિહોર મકરસંક્રાન્તિ પર્વે ગણતરીના દિવસો આડા છે ત્યારે મેઈન બજારમાં, દાદાની વાવ, તેમજ વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર દોર પાવાના માંજાના ફાળકા ધમધમી રહ્યા છે. પતંગના દોરની વિવિધ વેરાયટી સાથે જુદીRead More


ગારિયાધાર પાલિકા માટે ભાજપના ૧૪૨ કાર્યકર્તા ચૂંટણી લડવા ઉત્સુક

ગારિયાધાર નગરપાલિકાની આગામી ચૂંટણીઓની તડામાર તૈયારીના ભાજપા દ્વારા કાર્યકરોના સેન્સ લઇને શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. જેમાં ૭ વોર્ડ માટે ૨૮ ઉમેદવારો માટે ભાજપના ૧૪૨ કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી કરવામાં આવી હતી. ગારિયાધાર લોહાણા મહાજન વાડી ખાતે આગામી ન.પા.ની ચૂંટણી માટે ઇચ્છુક ઉમેદવારોનો ભાજપ દ્વારા સેન્સ લેવાયો હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, જીલ્લા મહામંત્રી ઉમેશભાઇ મકવાણા, મહિલા મોર્ચાના જિલ્લા ઉપાધ્યક્ષ ગાયત્રીબા જાડેજા અને માજી જિલ્લા અધ્યક્ષ હંસાબેન કુંભાણીએ હાજર રહી સેન્સ લીધા હતા. આ સેન્સમાં ૭ વોર્ડ માટે ભાજપના ૧૪૨ કાર્યકરો દ્વારા ચૂંટણી લડવા માટેRead More


અકવાડામાંથી દેશી દારૂ ગાળવાના આથો લીટર-૩૦૦૦ તથા દારૂ ગાળનાની ભઠ્ઠીના સાધનો ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાંથી પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે દારૂ/જુગારની બદી નાબુદ કરવા હાથ ધરેલ ઝુંબેશના ભાગરૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસોએ અકવાડા ગામેથી કનુભાઇ ઉકાભાઇ દે.પુ.ને ત્યા રેઇડ કરી દેશી દારૂ ગાળવાનો આથો લીટર-૩૦૦૦ તથા દારૂની ભઠ્ઠીની સાધન સામગ્રી મળી રૂપિયા ૯૦૦૦/- મુદ્દામલ કબ્જે કરી કાયદેસર  કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. આ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. અનીરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા લગ્ધીરસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા પ્રદિપસિંહ ગોહિલRead More