Main Menu

Friday, January 26th, 2018

 

આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઇ કાનાણીએ માનવ મંદિર આશ્રમ અને લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી

આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીએ, બોઘરીયાળી ખોડિયાર મંદિર સાવરકુંડલા સ્‍થિત માનવ મંદિર આશ્રમ અને શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી. આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીએ બોઘરીયાળી ખાતે ખોડિયારમાતાના દર્શન કર્યા હતા. માનવ મંદિર આશ્રમની મુલાકાત લઇ માનસિક રીતે બિમાર અને તેમને આપવામાં આવતી સગવડો વિશે માહિતી મેળવી હતી. શ્રી કાનાણીએ શ્રી શેઠ આરોગ્ય મંદિરના વિવિધ વોર્ડની અને આરોગ્યલક્ષી સુવિધાઓ વિશેની વિગતો મેળવી હતી. આ પ્રસંગે શ્રી મહેશદાસ સ્‍વામી, શ્રી ગુરૂ ભક્તિબાપુ, વિશ્વ હિંદુ પરિષદના શ્રી રણછોડભાઇ ભરવાડ, સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, પૂર્વ રાજયમંત્રીશ્રી વી.વી. વઘાસીયા, પૂર્વ ધારાસભ્‍યશ્રી કાળુભાઇ વિરાણી, જિલ્‍લા ભાજપRead More


પોરબંદરમાં અરબી સમુદ્રમાં જઇને પાણી વચ્ચે ધ્વજવંદન કરાયું

પોરબંદરમાં દરેક પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા પર્વની જેમ આ વર્ષે પણ અનોખી ઉજવણી કરવામાં આવી. જેમાં તરવૈયાઓએ  અરબી સમુદ્રમાં જઇને પાણી વચ્ચે ધ્વજવંદન કર્યુ હતુ.આ અનોખા ધ્વજ વંદનનું આયોજન રામ સી સ્વિમિંગ ક્લબ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આ સંસ્થા દર વર્ષે આ રીતે ધ્વજવંદન યોજે છે. આ ધ્વજ વંદન કાર્યક્રમમાં પુરૂષો અને મહિલાઓ સામેલ થયા હતા.


પ્રજાસતાક દિન : જાણો. ભારતીય તિરંગાનો રસપ્રદ ઈતિહાસ

આજે ૨૬ જાન્યુઆરીએ આખો દેશ ૬૯ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે. ૨૬ જાન્યુઆરીના દિવસે દરેક ભારતીય તિરંગાને સમ્માન આપે છે. દરેક જગ્યાએ તિરંગો લહેરવામાં આવે છે. દરેક ભારતીયને પોતાના જીવ કરતા પણ વધારે તિરંગો વ્હાલો હોય છે. આજે અમે તમને જણાવીશું તિરંગાનો ઈતિહાસ.. 7 ઓગસ્ટ 1906 ના રોજ કલકત્તાના પારસી બાગાન ચોકમાં પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજને લાલ, પીળા અને લીલા રંગની પટ્ટીઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો. પીળી પટ્ટી પર વંદેમાતરમ લખ્યું હતું. ૭ ઓગસ્ટ ૧૯૦૬ ના રોજ પારસી બાગાન ચોક કલકત્તામાં આ ધ્વજ કોંગ્રેસનાRead More


સુરત ખાતે રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાયો

ગુજરાતમાં સુરત ખાતે રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજને ડુમસના વાય જંકશન પર ફરકાવાયો છે. ધ્વજની ઊંચાઈ 141 ફૂટ છે. રાજ્યના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજને જોઈને લોકો રાષ્ટ્રભક્તિની ભાવનાથી તરબોળ થઈ ગયા હતા. આમ, સુરત ખાતે અનોખી રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ રહી છે.


બી.એસ.એફની મહિલા બાઈકર્સે રાજપથ પર પહેલીવાર સ્ટંટ દર્શાવી રચ્યો ઈતિહાસ

આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સની મહિલા બાઈકર્સે ઈતિહાસ રચી દીધો. ફોર્સની 113 મહિલાઓએ બાઈક્સ પર 16 પ્રકારનાં આશ્ચર્યજનક સ્ટંટ અને એક્રોબેટિક્સ દેખાડ્યાં. BSFની આ મહિલા ટુકડીને સીમા ભવાની નામ આપવામાં આવ્યું છે. આ વખતે રિપબ્લિક ડે પરેડ દરમિયાન રાજપથ પર BSF સહિત કુલ 6 માર્ચિગ ટીમમાં વુમન પાવર નજરે પડી હતી. મહિલા ટુકડીએ રચ્યો ઈતિહાસ – BSFએ ઓક્ટોબર, 2016માં ઓલ વુમન બાઈકર્સ કેન્ટિજેન્ટ બનાવ્યાં હતા. જેઓએ ગણતંત્ર દિવસ પરેડમાં પહેલી વખત ભાગ લીધો. આ બાઈકર્સની ઉંમર 25થી 30ની વચ્ચે છે. તેમની ટ્રેનિંગ ટેકનપુરમાં થઈ હતી. – પરેડમાંRead More


રાજ્યમાં ઠંડીનો આકરો મિજાજ, પારો 10 ડિગ્રીની નીચે ઉતર્યો

રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો આકરો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન નીચુ નોંધાયું છે.  રાજ્યના અનેક શહેરોમાં પારો ગગડીને 10 ડિગ્રીને નીચે ઉતરી ગયો છે.જેના કારણે લોકો મજબૂરીવશ ગરમ વસ્ત્રોમાં વિંટળાયેલા જોવા મળ્યા. ગુરૂવારની રાત્રે રાજયમાં સૌથી નીચુ તાપમાન પાટનગર ગાંધીનગરમાં નોંધાયું. જ્યારે કે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના શહેરોમાં પણ ઠંડીનો મિજાજ જોવા મળ્યો.રાજ્યના શહેરોમાં નોંધાયેલી ઠંડીના આંકડા પર નજર કરીએ તો. ગાંધીનગરમાં પારો ગગડીને 7.5 ડિગ્રી સુધી પહોંચી ગયો.જ્યારે કે અમરેલીમાં 8.6 ડિગ્રી અને અમદાવાદમાં 8.7 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસા, મહુવા. અને નલિયામાં 9.5Read More


૬૯માં ગણતંત્ર પર્વની અમરેલી જીલ્લાકક્ષાની ઉજવણી સાવરકુંડલા ખાતે…આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના વરદ હસ્તે ધ્વજવંદન કરાયુ

૬૯ માં ગણતંત્ર પર્વની અમરેલી જીલ્લાકક્ષાની ઉજવણી સાવરકુંડલા ખાતે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના વરદ હસ્તે ધ્વજ વંદન કરીને તિરંગો ફરકાવ્યો હતો અને પરેડ નું નિરીક્ષણ કરીને પ્રજાજોગ સંદેશ આરોગ્ય મંત્રીએ પાઠવ્યો હતો.અમરેલી જીલ્લા કક્ષાનો ૬૯ મો પ્રજાસતાક પર્વ સાવરકુંડલા ની આંખની હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ના વર્દ હસ્તે તિરંગો લહેરાવીને સલામી અર્પી હતી ધ્વજ વંદન બાદ આરોગ્ય મંત્રીએ પરેડ નિરીક્ષણ કર્યું હતું બાદ પ્રજા જોગ સંદેશ પાઠવ્યો હતો સાથે આઝાદી માટે લડેલા ચાર સ્વતંત્ર સેનાની સુતરની આંટી અને પુષ્પગુચ્છ આપીને આરોગ્ય મંત્રી સન્માનિત કાર્ય હતા.


ગુજરાતી કલાકાર મનોજ જોશીને મળશે પદ્મશ્રી એવોર્ડ

કેન્દ્ર સરકાર દ્વારા આજે દેશમાંથી ૧૫,૭૦૦ લોકોને પદ્મશ્રી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના જાણીતા ફિલ્મ અભિનેતા મનોજ જોષીનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વડાપ્રધાન કાર્યાલય તરફથી મનોજ જોષીને પદ્મશ્રી એવોર્ડ માટે તેમની પસંદગી કરાઈ હોવાની જાણ કરી દેવામાં આવી છે. મનોજ જોષીએ અનેક ગુજરાતી ફિલ્મો, નાટકોમાં કામ કર્યુ છે. સાથે જ તેઓ હિન્દી ટીવી સીરીયલ અને ફિલ્મોમાં પણ અભિનય કરી ચુક્યા છે. તાજેતરમાં જ તેમણે ટેલીવિઝન સીરીયલ અશોકામાં ચાણક્યનુ પાત્ર ભજવ્યુ હતું. પદ્મશ્રી મળવાRead More


અમરનાથમાં 52 યાત્રીઓને બચાવનાર ડ્રાઇવરને મળ્યો આ પુરસ્કાર

ગુજરાતથી અમરનાથમાં યાત્રા કરવા ગયેલા 52 યાત્રીઓની બસ પર થયેલા આતંકી હુમલાની વાત હવે સૌ કોઇ જાણે છે. આ હુમલામાં આતંકીઓ વચ્ચે ફસાયેલા ડ્રાઇવરની બાહદૂરીને આ વખતે પ્રજાસત્તાક દિવસે ખાસ સન્માનિત કરવામાં આ વશે. ગુજરાતની આ બસના ડ્રાઇવર શેખ સલીમ ગફૂરને પોતાની સમજદારી અને હિંમત માટે દેશનો બીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ગુરુવારે 13 લોકોને ઉત્તમ જીવન રક્ષા પદક સન્માન આપવાની જાહેરાત કરી હતી. જેમાં ડ્રાઇવર શેખ સલીમ ગફૂરનું નામ ટોપ પર હતું. નોંધનીય છે કે દર વર્ષે 26 જાન્યુઆરી પહેલા ગૃહ મંત્રાલય તરફથી જીવન રક્ષા પદકRead More


પદ્મશ્રીથી નવાજ્યા આ મહાનુભાવોને, કામ જાણી તમે પણ કહેશો વાહ

ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ તે લોકો છે જે લાઇમ લાઇટથી દૂર સાચા અર્થમાં દેશની સેવા કરે છે. દેશના સર્વોચ્ચ સન્માનમાંથી એક તેવા પદ્મશ્રી નવાજવામાં આવ્યા છે. આ વખતે કુલ 17 લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.પદ્મશ્રીથી નવાજ્યા આ મહાનુભાવોના નામ આ મુજબ છે અરવિંદ ગુપ્તા- સાહિત્ય અને શિક્ષા, લક્ષ્‍મીકુટ્ટી-ચિકિત્સા, ભજ્જૂ શ્યામ- કળા, સુધાંશુ વિશ્વાસ- સોશ્યલ સર્વિસ, એમઆર રાજગોપાલ- ચિકિત્સા, મુરલીકાંત પેટકર- રમત જગત, રામગોપાલન વાસુદેવન- વિજ્ઞાન અને એેન્જિનીયરિંગ, સુભાષિની મિસ્ત્રી- સામાજીક કાર્ય, વિજયલક્ષ્‍મી નવનૈતકૃષ્ણન – સાહિત્ય અને શિક્ષા, સુલાગત્તિ નરસમ્મા- ચિકિત્સા, યશી ઢોઢેન-Read More