Main Menu

February, 2018

 

વિધાનસભામાં હંગામો: કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ

સસ્પેન્ડ વિધાનસભા ગૃહની પ્રશ્નોતરી દરમિયાન ગિરસોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં રસાયણ ખાતર, પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજી પર વસુલવાના મુદે ધારાસભ્ય (ગીર–સોમનાથ)ના સવાલના જવાબમાં ભારે હંગામો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્યો વેલ સુધી ધસી જતાં તમામને એક દિવસ માટે સસ્પેન્ડ કરેલ છે જયારે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ વોકઆઉટ કયુ છે. ગૃહમાં અપશબ્દ બોલનાર મહિલા ધારાસભ્યને બે દિવસ માટે સસ્પેન્ડ કરેલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ અધ્યક્ષના વલણના વિરોધમાં તેમની સામે અવિશ્ર્વાસ દરખાસ્ત લાવવાની કોંગ્રેસમાં અંદરખાને તૈયાર ચાલી રહી છે. પ્રશ્નોત્તરીકાળ પૂર્ણ થતાની સાથે જ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો.Read More


જીએસટીના નિયમોને વધુ સરળ કરવા ઝડપથી પગલાં લેવાશેઃ જેટલી

સરકાર ટૂંક સમયમાં જીએસટીનું અમલીકરણ સરળ કરશે એમ નાણાંમંત્રી અરૂણ જેટલીએ મંગળવારે જણાવ્યું હતું. જોકે તેમણે જીએસટી માટે સિંગલ રેટ પ્રથા લાવવાનો ઇનકાર કર્યો હતો. ઇન્ડિયા-કોરિયા બિઝનેસ સમિટને સંબોધતા જેટલીએ જણાવ્યું હતું કે, ભારતમાં મોટા પાયે ટેકસનું કોમ્પ્લાયન્સ નથી થતું. આ સ્થિતિને સુધારવાની જરૂર છે. જીએસટીમાં કોમ્પ્લાયન્સ બર્ડન વધુ છે. જેને સરળ બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, ભારત જેવા દેશમાં આર્થિક અસમાનતા હોવાથી જીએસટીનો સિંગલ રેટ કામ નહી કરે. જોકે તેમણે જણાવ્યું હતું કે સરકાર ર8 ટકા જીએસટીના સ્લેબમાં ચીજો ઘટાડી છે અને આગામી દિવસોમાં હજુ કોન્સોલિડેશન થશે. ઉંખનીયRead More


હજ કરવા જનાર માટે સરકારે હવાઇ ટિકિટના દરમાં જાહેર કર્યેા ઘટાડો

હજ કરવા જનાર માટે સબસિડી બધં કર્યાના એક મહિના બાદ સરકારે હજ કરવા જનાર માટે હવાઇ ટિકિટના દરમાં ખાસ્સો ઘટાડો જાહેર કર્યેા હોવાની માહિતી કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ આપી હતી. નકવીએ આ પગલાંને મોટું પગલું ગણાવતા જણાવ્યું હતું કે વડા પ્રધાન કાર્યાલયે આ મામલે ખાસ્સો રસ લીધો હતો. આ નિર્ણય ભાજપની નીતિ અનુસારનું જ છે. દરઘટાડો અર ઈંડિયા, સઉદી અરલાઇન્સ અને લાયનાસ (સઉદી અરેબિયાની વિમાની કંપની)નાં વિમાનોમાં દેશના ૨૧ અરપોર્ટ પરથી જેદ્દાહ અને મદિના જવા માટે આપવામાં આવશે. નકવીએ વધુમાં જણાવ્યું હતું કે દરઘટાડાથી કોંગ્રેસના યુપીએ શાસનRead More


અમરેલી: પ્રેમિકાએ પરણિત પ્રેમી સાથે એક નહીં થતા ઝેરના પારખા કર્યા, પ્રેમિકાનું મોત

બાબરાની મુસ્લિમ પ્રેમિકાએ પરણિત પ્રેમી સાથે સજોડે ઈશ્વરીયા ધાર નજીક વિષ પાન કરી લેતા પ્રેમિકાનું મોત થયું હતુ અને પરણિત પ્રેમીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. પ્રેમીના લગ્ન થઈ જતા બંને એક નહીં થઈ શકે તેવું વિચારી ઝેરના પારખા કર્યા હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે. બાબરા પોલીસ મથકમાં મુસ્તાકભાઈ નાથાભાઈ મેતરે આપેલી માહિતી મુજબ કરીયાણા રોડ નજીક રહેતી સાબેરાબેન જીવાભાઈ મેતર(ઉ.૧૯) નામની યુવતીને ભાયાભાઈ કાળુભાઈ મેતર (ઉ.રર) સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમી યુવકના લગ્ન થઈ જવાથી બંને એક થઈ નહીં શકે તેમ હોવાથી ગઈ કાલે બપોર બાદ ઘરેથી નીકળીRead More


અધ્યાપક સહાય મંડળ દ્વારા અધ્યાપક સહાયકો ના પડતર પ્રશ્નો અંગે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને રજૂઆત

તા.૨૭ ના રોજ અધ્યાપક સહાયક મંડળ દ્વારા ગુજરાત રાજ્ય ના વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સમક્ષ અધ્યાપકો ના પડતર પ્રશ્નો જેવા કે ફાજલ રક્ષણ,સળંગ નોકરી,સેવાની શરતો માં સુધારા અંગે રજૂઆત કરવામાં આવી.


નાયબ ખેતી નિયામક (તાલીમ) ભાવનગર ની કચેરી દ્વારા ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે સજીવ ખેતી પાક પરિસંવાદ ક્રુષિ મેળો તથા પ્રદર્શન યોજાયુ

તા. ૨૮ ફેબ્રુ. ના રોજ નાયબ ખેતી નિયામક (તાલીમ) ભાવનગર ની કચેરી દ્વારા ખેડુત તાલીમ કેન્દ્ર,યુનિ. કેમ્પસ,ભાવનગર ખાતે સજીવ ખેતી પાક પરિસંવાદ ક્રુષિ મેળો તથા પ્રદર્શન સાંસદ ડો. ભારતીબેન શિયાળ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં  યોજાયુ હતુ. આ પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે આજે અહીં સજીવ ખેતી પાક પરિસંવાદ ક્રુષિ મેળો તથા પ્રદર્શન યોજાયુ છે તે થકી ખેડુતોને આધુનિક ખેત પદ્ધતિની જાણકારી મળશે કેન્દ્ર સરકાર ખેડુતોના હિતો માટે સતત ચિંન્તા કરી રહી છે દેશનો ખેડુત બિચારો, બાપડો ન રહે તે માટે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારRead More


સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 55 તાલુકામાં પાણીની કપરી સ્થિતિ

સૌરાષ્ટ્રમાં ઉનાળો શરૂ થતાં વેંત પાણીની તીવ્ર તંગી વરતાવા માંડી છે. સૌરાષ્ટ્રમાં જમીનનું બંધારણ જ એવું છે કે ચોમાસામાં નદીઓ પાણીથી ફાટ ફાટ થતી હોય અને ઉનાળામાં સુક્કી ભઠ્ઠ બની જાય છે. પરંતુ પાણીના વ્યવસ્થાપન અંગે આજ સુધી કોઇ સરકાર ગંભીર ન હોવાથી આ વખતે ઉનાળો આકરો બનવાનો છે. ત્યારે આવો જોઇએ. સૌરાષ્ટ્રની ગ્રાઉન્ડ રિયાલીટી. ઉનાળાના પગરવની સાથે જ સૌરાષ્ટ્રમાં પાણીની તંગી દસ્તક દેવા લાગી છે. સૌરાષ્ટ્રના ૮ જિલ્લાના કુલ ૫૫ તાલુકા મથકોમાં પાણી પ્રશ્ને ઉનાળામાં કપરી પરિસ્થિતિ સર્જાવાની ભીતિ છે. સ્થાનિક ડેમો, તળાવોના પાણી ઉનાળો પાર કરાવી દેવા સક્ષમRead More


બુધેલમાં વિકાસ કામો અટકાવનાર તત્વો સામે ગ્રામજનોનું રણશીંગુ

ભાવનગર તાલુકાના બુધેલ ગામમાં કેટલાક સમયથી વિકાસકામોને બ્રેક લાગી ગઈ છે. અહિ કેટલાક આવારા તત્વો દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમા હારી જતા વિરોધ કરી રહ્યા છે. માથાભારે તત્વોએ જમીનોનું દબાણ પણ કરેલ છે. આવા તત્વોને સામે સામૂહિક રીતે ગ્રામજનોએ એકઠા થઈ રણશીંગુ ફૂંક્યુ છે. ૭૦૦થી ૮૦૦ ગ્રામજનો દ્વારા એકઠા થઈ જિલ્લા કલેક્ટર, એસપી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. વિગત મુજબ બુધેલ ગ્રામ પંચાયતમાં એક સંપથી વિકાસ કામગીરી થતી હતી. પરંતુ છેલ્લી ચૂંટણી બાદ કેટલાક વિઘ્ન સંતોષીઓ દ્વારા વારંવાર પંચાયત પાસે ખોટી માહિતી માંગવામાં આવે છે. કેટલાક શખ્સોએ પંચાયતની જમીનRead More


ગોધરાના મૃતક શહિદોને શ્રધ્ધાંજલિ

ગોધરા સ્ટેશન ઉપર અયોધ્યાથી પરત ફરી રહેલા રામસેવકો ઉપર રાષ્ટ્રવિરોધી તત્વો દ્વારા જ્વલનશીલ પદાર્થ છાંટી મોતને ઘાટ ઉતાર્યાને આજે ૨૭મી ફેબ્રુઆરીઓે ૧૬મી વર્ષી હોય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મૃતક શહિદોને શહેરના જશોનાથ ચોક ખાતે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


શહેરની વારાહી સોસાયટીમાં મનપાનું ઓપરેશન ડિમોલેશન

ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે મંગળવારે શહેરના રીંગરોડ પર આવેલી વારાહી સોસાયટીમાં ઓપરેશન ડિમોલેશન હાથ ધરાયુ હતુ. ગઈકાલે સ્થાનિક રહિશોના વિરોધને પારખી ગયેલી મ્યુનિ.ની ટીમ આજે પોલીસ પ્રોટેક્શન સાથે દોડી ગઈ હતી અને ગેરકાયદે ઉભા કરાયેલા દવાખાના પર બુલડોઝર ફેરવી દીધું હતું. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા ૧૫૦ ફૂટ રીંગ રોડના વિકાસ કામ માટે અહીં આવેલા ૮ પ્લોટ ધારકોને હટાવી વારાહી સોસાયટીમાં ટી.પી. સ્કીમના કોમન પ્લોટ ફાળવાયા છે. ૮ પ્લોટ ધારકો પૈકી ૬ પ્લોટ ધારકોને પ્લોટ પણ આપી દેવાયા છે. જ્યારે અન્ય બે પ્લોટ ધારકોને કોમન પ્લોટ ફાળવવા માટે વારાહી સોસાયટીમાંRead More