Main Menu

Thursday, February 1st, 2018

 

અમરેલીમાં ગાંધી નિર્વાણ દિનની ઉજવણી

[wpdevart_youtube]MSSR7pZkEXQ[/wpdevart_youtube]


ભાવનગર શહેરના સંત કવરરામ ચોક નજીક તસ્કરોનો હાથફેરો

ભાવનગર શહેર ના સંત કવરરામ ચોક નજીક આવેલ અમર બેકરી માં તસ્કરો નો હાથફેરો…દુકાન નું છાપરું તોડી અંદર ઘુસી રોકડ, બિસ્કિટ ના મોંઘી ચોકલેટ સહિત આશરે 25 હજાર ની ચોરી થવા પામી છે…ઘટના ની જાણ થતાં પોલીસ એ તપાસ હાથ ધરી છે..


સોના ના ચેઈન ની લુટ કરનાર આરોપીને પકડી પાડતી લીમડી ટાઉન પોલીસ

ગઈ તા. 29.01.2018 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ટાઉનમા વીપુલ સોસાયટીમાં રહેતા સિનિયર સીટીઝન વિલાસબેન તથા તેમના પતિ સાંજના સવા છ વાગ્યાના સમયે વોકિંગમાં નીકળેલ ત્યારે બે અજાણ્યા આરોપીઓ દ્વારા વિલાસબેનન ગળામાંથી સોનાની ચેઇન 10 ગ્રામ વજનની કિંમત રૂ. 20,000/- ની ઝૂટવી, લૂંટ કરીને નાસી ગયેલ હતા. જે અંગે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે જયંતીલાલ ત્રિભોવનદાસ શાહએ સોનાની ચેઇનની લૂંટની ફરિયાદ નોંધાવેલ હતી.સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા લીંબડી પોલીસ સ્ટેશનની હદમાં બનેલ ચેઇન સ્નેચિંગના ગુન્હાની ગંભીરતા  ધ્યાને લઇ, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડી, સઘન કાર્યવાહી કરી, ગુન્હોRead More


મોર્ડન બનશે રેલવે : તમામ રેલવે સ્ટેશનો અને ટ્રેનો WiFi-CCTVથી થશે સજ્જ

બજેટમાં નાણાં મંત્રી અરૂણ જેટલીએ ભારતીય રેલવે માટે 1 લાખ 48 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ વખતે બજેટમાં ભારતીય રેલવે મોર્ડર્ન બનાવવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. માટે આ બજેટમાં જેટલીએ રેલવે માટે કરેલી અનેક મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત કરી છે. આ છે મહત્વની જાહેરાતો નાણાં મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, રેલવેની કેપિસિટી ક્રિએશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.રેલવે નેટવર્કનું ઈલેક્ટ્રિફિકેશન કરવામાં આવશે.1200 વેગન્સ અને 5160 કોચ 2018-19 દરમિયાન તૈયાર કરવામાં આવશે.સેફ્ટી ફર્સ્ટની નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.3600 કિલોમીટર ટ્ર્રેક રિન્યૂઅલનું લક્ષ્‍ય વર્તમના નાણાંકિય વર્ષમાં રાખવામાં આવ્યું.ટેક્નોલોજીRead More


બજેટમાં દુનિયાનો સૌથી મોટો હેલ્થ પ્રોગ્રામ રજૂ કરીને સરકારે બધાને ચોંકાવી દીધા

હેલ્થની દ્રષ્ટિએ બજેટ પર નજર કરીએ તો જેટલીનું બજેટ નાગરિકો માટે હેલ્ધી રહ્યું છે. ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીએ 2018-19ના બજેટમાં સ્વાસ્થ્ય સેવાઓમાં સુધાર કરવાની મોટી જાહેરાતો કરી છે. સરકાર 1200 કરોડ રૂપિયાના ખર્ચે એક નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ શરૂ કરવા જઈ રહી છે, જમાં 10 કરોડ લોકોને જોડવામાં આવશે. આમ, ખેડૂતો બાદ બજેટમાં સૌથી મોટી જાહેરાત સ્વાસ્થયના હેતુથી કરવામાં આવી છે.બજેટમાં અરુણ જેટલીએ કહ્યું કે, આગામી બજેટમાં સરકાર સ્વાસ્થ્ય શિક્ષા પર વધુ ભાર આપશે. આ ઉપરાતં આયુષ્યમાન ભારત પ્રોગ્રામની પણ શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દેશભરમાં 1.50 લાખ હેલ્થRead More


બજેટ 2018: માત્ર 10 વાતમાં જાણો સમગ્ર બજેટ

નાણા પ્રધાન અરુણ જેટલીએ 2018-19ના નાણાકીય વર્ષનું અને 2019ની સંસદીય ચૂંટણી પહેલાંનું મોદી સરકારનું છેલ્લું બજેટ રજૂ કર્યું છે.અરુણ જેટલીએ દસ મહત્ત્વની જાહેરાતો કરી છે. તેને જાણી લેવી જરૂરી છે.આવકવેરાની સીમામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પગારદાર કર્મચારીઓ માટે 40,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે કે જેટલો પગાર છે તેમાંથી 40,000 રૂપિયા બાદ કરીને બાકીની આવક પર ટેક્સ લાગશે. શિક્ષણ અને આરોગ્ય પરનો સેસ ત્રણ ટકાથી વધારીને ચાર ટકા કરવામાં આવ્યો છે.એક લાખ રૂપિયાથી વધુના રોકાણ પર દસ ટકા કેપિટલ ગેઇન્સ ટેક્સ. મોબાઇલ, ટેલિવિઝન ઉપકરણ પર કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. તેથીRead More


TV, મોબાઈલ, લેપટોપ, કાર થયા મોંઘા, જાણો શું શું થયું સસ્તું

દેશના 25માં નાણાં મંત્રી અરૂણ જેટલીએ આજે દેશનું સામાન્ય બજેટ રજું કર્યું હતું. બજેટમાં દેશની આમ જનતાને કોઈ ખાસ રાહત મળી નથી. એક તરફ ઈન્કમ ટેક્ષમાં કોઈ જ ફેરફાર કરવામાં ન આવ્યાં. તો બીજી તરફ શેર બજાર અમાં રિટર્ન પર પણ હવેથી ટેક્ષ ચુકવવો પડશે. પરંતુ દેશની સામાન્ય જનતાની નજર હંમેશા શું સસ્તું થયું અને શું મોંઘુ થયું તેના પર રહે છે. સરકારના આ બજેટમાં અનેક વસ્તુઓ સસ્તી થઈ તો કેટલીક મોંઘી પણ થઈ. જે મધ્યમ વર્ગના લોકોના ખીસ્સાનો ભાર વધારશે. બજેટ 2018માં ટીવી, લેપટોપ અને મોબાઈલ મોંઘા થયાં છે.Read More


ફેબ્રુઆરીમાં અમરેલી જિલ્લાની ચાર પાલિકાની ચૂંટણી…રાજુલા પાલિકા વર્ષોથી છે ભાજપના કબજામાં..આ વખતની ચૂંટણીમાં રાજુલાના નગરજનો કોને ઈચ્છે છે સત્તા પર…જુઓ અહેવાલ

અમરેલી જીલ્લાનો એકમાત્ર ઓઘોગિક ગણાતો રાજુલા વિસ્તાર માં છેલ્લી બે ટર્મથી ભાજપ નું શાશન છે રાજુલા આમ ગણીએ તો વિકસિત શહેરમાં ગણના થાય છે રાજુલા નો ટાવર, હોસ્પિટલ, એસ.ટી.બસ સ્ટેન્ડ, પોલીસ મથક આધુનિક બની ગયા છે પણ નગરપાલિકાની ચુંટણી છે ત્યારે પાલિકા વિસ્તારો માં હજુ અમુક જગ્યાએ રોડ રસ્તાના કામો ચાલુ છે પણ જાહેર રોડ પર કચરાના ઢગલાઓ પણ જોવા મળે છે ગટર ગંગા રોડ પર વહી જાય છે સ્વચ્છતા ના નામે પાલિકા ની કામગીરી નબળી દેખાઈ છે પણ સ્થાનિક ને પાલિકાની કામગીરીથી સંતોષ છે.રાજુલા ભાજપ શ્ષિત પાલિકામાં સ્થાનિકને રોડRead More


દરિયા કાંઠાની જાફરાબાદ પાલિકા છે ભાજપના કબ્જામાં…ભાજપ-કોગ્રેસના પ્રમુખોની જાફરાબાદ પાલિકા કબ્જે કરવાની આ વખતની શુ છે રણનીતિ…જુઓ અહેવાલ

અમરેલી જીલ્લાના દરિયા કાંઠે વસેલું જાફરાબાદ ગામ…. જાફરાબાદ માં વધુ પડતી વસ્તી ખારવા, કોળી અને લઘુમતી સમુદાયની છે અને મોટાભાગના લોકો માછીમારી સાથે સંકાલાયેલા છે જાફરાબાદ ના બંદર ચોક થી લઈને પાલિકા પોલીસ મથક સ્કૂલો રોડ રસ્તાઓ રળિયામણા જોવા મળે છે જાફરાબાદ દરિયા કાંઠે બે ભાગમાં લોકો વસે છે દરિયા ની સામે કાંઠાના ગણાતા વિસ્તારમાં હજુ ગંદકી કચરો જ્યા ત્યાં જોવા મળે છે ખાડા ખાબોચિયા પાણીથી ગંદકી ભર્યા છે પણ જાફરાબાદ વાસીઓને પાલિકા સતાધીશો સામે રોષ પણ વધુ જોવા મળે છે.રોડ રસ્તાને ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે દરિયાRead More


અરુણ જેટલી આઝાદ ભારતનું ૮૮મું સામાન્ય બજેટ રજૂ કરશે

અરુણ જેટલી આજે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આઝાદી પછી અત્યાર સુધીમાં દેશે ૨૫ નાણામંત્રી જોયા છે. ૧૯૪૭થી અત્યાર સુધીમાં કુલ ૮૭ સામાન્ય અને વચગાળાનાં બજેટ રજૂ થઈ ચૂક્યાં છે. જેટલી આ વખતે ૮૮મું કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૮-૧૯ના સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકાર કરદાતાઓને ટેક્સ સ્લેબ અને તેના દરોમાં કેટલીક રાહત આપે તેવી સંભાવના છે. ૬૯ ટકા ભારતીયો માને છે કે સરકારે જનતાની ખરીદશક્તિ વધારવા માટે ટેક્સ સ્લેબમાં છૂટછાટની મર્યાદામાં વધારો કરવો જોઈએ, તેવી જ રીતે ઉદ્યોગજગત અને વેપારીઓ પણ સરકાર પાસે કરમાં વધુ રાહતની આશા રાખી રહ્યાRead More