Main Menu

Saturday, February 3rd, 2018

 

ભાવનગરના હાર્વિક દેસાઈ ના વિનિંગ શોટ સાથે ઇન્ડિયા થયું વિન

ભાવનગર નો હાર્વીન દેસાઈ અંડર ૧૯ વલ્ડ કપ માં ઇન્ડિયા ની ટીમ માંથી રમી રહ્યા હતો.પાકિસ્તાન ને ધૂળ ચાટતું કરવામાં પણ આ હાર્વીન નો મહત્વ નો ફાળો રહ્યો હતો.તો આજે રમાયેલી ઇન્ડિયા ઓસી વચ્ચે ની ફાઈનલ મેચ માં ભારતનો વિજય અપાવવામાં પણ ભાવનગર ના આ હાર્વીન નું મહત્વ નું યોગદાન રહ્યું છે.ખાસ કરીને વિનિંગ શોટ સાથે ફોર ફટકારી ને હાર્વીન એ ઇન્ડિયા ને જીત ની ભેટ આપી હતી.


અનિડા ગામની ભાગોળે એસ.ટી બસે આધેડ ને ઝપટે લીધા…આધેડ નું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું

આધેડ બધાભાઈ બાવાભાઈ મયાત્રા જેઓ વડિયા થી કુંકાવાવ તરફ જઈ રહ્યા હતા સામે અમરેલી થી વડિયા તરફ થી આવતી એસટી બસ સાથે અનિડા ની ગોળાઈ માં અકસ્માત થતા બધાભાઈ નું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું..આ બધાભાઈ ની ઉમર આશરે 60 વર્ષ છે..બધાભાઈ કુંકાવાવ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટી ના દલિત આગેવાન હતા


વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું…જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું એકપણ ફોર્મ ન ભરાયું…28 માંથી 24 બેઠકો ભાજપની થઈ બિનહરીફ…જુઓ

ગુજરાત ના વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના ગઢમાં ગાબડું પડ્યું છે અમરેલી જીલ્લાની ચાર નગરપાલિકા પૈકી જાફરાબાદ નગરપાલીકામા ચુંટણી પહેલાં જ ભાજપનો ભગવો લહેરાયો છે.સાત વોર્ડની 28 બેઠકો પર 24 ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે અને કોંગ્રેસનું નાક કાપી લીધું હતું.હજુ એક માસ પહેલા જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કમળ કચડીને અમરેલી જિલ્લાની પાંચેય બેઠકો પર કોંગ્રેસે કબ્જો કર્યો હતો પણ એક માસ બાદ સ્થાનિક સ્વરાજ્યની જાફરાબાદ નગરપાલીકાના કુલ ૭ વોર્ડ ના ૨૮ સદસ્યો મોટે ચુંટણી યોજાનાર હતી પરંતુ આશ્ચર્યજનક રીતે ૨૮ પૈકી ભાજપના ૨૪  ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે..Read More


અંડર-19 વર્લ્ડકપમાં ભારતનો ઐતિહાસિક વિજય, ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું

ભારતે અંડર-19 વર્લ્ડકપમાં શાનદાર વિજય મેળવી લીધો છે. ફાઇનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું છે .ભારતે 217 રનના ટાર્ગેટને ફોલો કરીને આ ઐતિહાસિક વિજય મેળવ્યો છે.આ શાનદાર વિજયમાં મનજોત કાલરાની 101 રનની ઇનિંગ અને હાર્વિક દેસાઇની 47 રનની અણનમ ઇનિંગે મહત્વનું યોગદાન આપ્યું છે. અંડર નાઈનટીન વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 216 રનમાં ઓલ આઉટ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ આ સાથે ભારતને જીત માટે 217 રનનો લક્ષાંક આપ્યો હતો. ટોસ જીતને ઓસ્ટ્રેલિયાએ શરૂઆત સારી કરી હતી. પરંતુ બાદમાં ઓસ્ટ્રેલિયાને પહેલો ફટકો મેકસ બ્રાયટના રૂપે પડ્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયાનીRead More


ફરજના સ્‍થળ પર ગેરહાજર હોય તેવા તલાટી કમ મંત્રીઓની ફરિયાદ કરી શકાશે – જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડે

અમરેલી જિલ્‍લામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ તેમના ફરજના સ્‍થળ પર ગેરહાજર હોય તેવા સમયે તેમની ગેરહાજરી અંગે રજૂઆત કરી શકાશે. સંબંધિત તાલુકાઓમાં આ અંગે અધિકારીઓને, તેમના મોબાઇલ નંબર પર રજૂઆત કરી શકાશે. ગ્રામ પંચાયત બંધ હોય કે તલાટી કમ મંત્રીઓ તેમના ફરજના સ્‍થળ પર ગેરહાજર હોય તેવા સમયે ફોટો સાથે ફોન નંબર પર રજૂઆત કરી શકાય તેવું આયોજન જિલ્‍લા પંચાયત કચેરી-અમરેલી દ્વારા કરવામાં આવ્‍યું છે.         વોટસઅપ મોબાઇલ એપ્‍લિકેશનથી ફરિયાદ કરી શકાશે. ફરજ સોંપવામાં આવેલ હોય તેવા તમામ કર્મચારીઓએ ફરજિયાત આ અંગેની ફરિયાદોનું રજીસ્‍ટર નિભાવી, સંબંધિત તાલુકા વિકાસ અધિકારી સમક્ષRead More


ગામ,ગરીબ,મહિલા અને ખેડુતોને આગળ વધવાની તકોનું નિર્માણ કરતું બજેટ : કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા

વર્ષ ૨૦૧૮-૧૯ માટે રજુ થયેલ બજેટ બહુઆયામી અને લાંબાગાળાની અસરો છોડી જનારું બની રહેશે. ગામ, ગરીબ, ખેડૂત, મહિલા અને ઉદ્યોગોની ચિંતા કરતુ આ બજેટ પ્રગતિનાં નવા અવસરોનું નિર્માણ કરશે તેની સાથે જ લાંબાગાળાની અસરો છોડી જશે. તેવુ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા એ જણાવેલ છે. “ઈઝ ઓફ લીવિંગ” ને આધાર બનાવી બજેટ રજુ કરી સરકારે દેશનાં જન-જન માટેની ચિંતાનો ચિતાર આપ્યો છે. આ બજેટમાં કરેલ ઘણા નિર્ણયો લાંબાગાળાની અસરો ઊભી કરશે. જેમકે, ખેડુતોને ખેત પેદાશ માટે દોઢ ગણા ભાવ આપવાની નીતિથી આજે એકRead More


ધારી પો.સ્‍ટે.વિસ્‍તારની નાગધ્રા ચોકડી પાસે બનેલ લુંટના ગુન્‍હાના આરોપીને ગણતરી કલાકમાં પકડી પાડતી એલ.સી.બી.

તાજેતરમાં અમરેલી જીલ્‍લામાં જુદા જુદા પો.સ્‍ટે. વિસ્‍તારમાં મિલકત સબંધી ગુન્‍હાઓ વધવા પામેલ હોય જે બનાવો ઉપર અંકુશ લાવવા માટે અમરેલી એલ.સી.બી પોલીસ ઇન્‍સ.શ્રી.એ.પી.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા આ પ્રકારના બનાવોની વિગતોનો ઉંડાણ પુર્વક અભ્યાસ કરવામાં આવેલ અને આવા ગુન્‍હાઓ શોધી કાઢવા તથા તેના ઉપર અંકુશ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ. ગઇ તા.૨૯/૦૧/૨૦૧૮ ના દિવસના સાડા ચારેક વાગ્‍યાના અરસામાં ધારી તાલુકા નાગધ્રા ચોકડી પાસે રૂ.૧૮,૬૦૦/- ની લુંટનો બનાવ બનવા પામેલ હોય અને આ કામે ફરિયાદી નાનુભાઇ હરિભાઇ સલ્‍લા રહે.ખાંભા જી.અમરેલી વાળાએ જાહેર કરેલ હોય કે બનાવના દિવસે પોતે પોતાનું સ્‍પલેન્‍ડર મો.સા.Read More


સાદગી અને સેવાથી રંગાયેલા ચંદુભાઈ સંઘાણી એ..મહિલા વિકાસ ગ્રૃહની બાળાઓને વસ્‍ત્રદાન-અન્‍નદાન કરીન જન્‍મદિન ઉજવ્‍યો

જન્‍મ દિવસની ઉજવણી પણ સેવાભાવના સાથે ઉજવાની લત ધરાવતા સેવાભાવી અગ્રણી ચંદુભાઈ સંઘાણીએ તેમનો જન્‍મ દિવસ પણ મહિલા વિકાસ ગૃહની બાળાઓને ઘરઆંગણે વસ્‍ત્રદાન અને અન્‍નદાન-ભોજન પીરસી સૌની વચ્‍ચે સાદગીસભર રીતે ઉજવીને નૂતન રાહ ચિંઘ્‍યો છે. પ4 મા પ્રવેશતા ચંદુભાઈ પ્રત્‍યે અપાર લાગણી અને પ્રેમ ધરાવતી બાળાઓએ પણ પ4 દિપમાળા તૈયારી કરીને શુભકામના પાઠવી હતી આ તકે ચંદુભાઈના ધર્મપત્‍ની ગીતાબહેન સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, એમ.ડી. ડો.આર.એસ.પટેલ, ડો. રામાનુજન સાહેબ, કૌશિકભાઈ વેકરીયા, હરિભાઈ બાંભરોલીયા, ભગીરથભાઈ ત્રિવેદી, રાજેશભાઈ માંગરોળીયા, તુષારભાઈ જોષી, અરૂણાબેન માલાણી, તરૂલતાબેન વ્‍યાસ, સમગ્ર સંઘાણી પરિવાર અને વિકાસ ગૃહનોRead More


જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના પાણીનો બેફામ વડેફાટ

સિંચાઈ વિભાગના નિયમોનો છેદ ઉડાડી મતોનું રાજકારણ ખેલતા નેતાઓના દબાણના કારણે શેત્રુંજી સિંચાઈ યોજના અંતર્ગત છેલ્લા પંદર દિવસથી છોડવામાં આવેલ પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે. એક તરફ રાજ્ય ભરના જળાશયો માપણીની અછત આવનારા દિવસોમાં વર્તાઈ રહી છે. ત્યારે ગોહિલવાડના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમનું અમૂલ્યપાણી બેદરકારીના કારણે બગડી રહ્યું છે. વગર ચોમાસે તળાજી નદી, નદીપરના ચેકડેમો, નાળાઓ છલકાયા-વહેતા થયા છે. છેલ્લા આઠેક દિવસથી શેત્રુંજી ડેમનું જે થોડૂક પાણી સંગ્રહીત થયેલ છે. તે સિંચાઈના નામે બગડી રહ્યું છે. રાજ્ય સરકાર એક તરફ પાણી બચાવવા પાછળ કરોડો રૃપિયા ખર્ચ કરે છે તોRead More


ઓપરેશન ડિમોલેશન : ૧૧ મકાન પર મહા૫ાલિકાનું બુલડોઝર ફર્યું

ભાવનગર શહેરની માલધારી સોસાયટીથી પટેલ સોસાયટી સુધીના ૫૦ ફૂટ રોડ ગેરકાયદે ઉભા કરી દેવાયેલા મકાનો પર મનપાની દબાણ હટાવ ટીમે આજે શુક્રવારે બુલડોઝર ફેરવી દીધું હતું. મનપા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓ૫રેશન ડિમોલેશન હાથ ધરવામાં આવતા દેકારો પણ મચ્યો હતો. શહેરના સરદારનગરથી માલધારી સોસાયટી વચ્ચે માલધારી બ્રીજથી લંબે હનુમાનજી બેઠલા પુલના રસ્તા પર પટેલ સોસાયટી સુધી ૧૫ જેટલા ગેરકાયદે મકાનો ઉભા કરી ૫૦ ફૂટ રોડ પર દબાણો ખડકી દેવામાં આવ્યા હતા. આ દબાણોનો સફાયો કરવા માટે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર કોઠારીએ આપેલી સુચનાથી આજે શુક્રવારે એસ્ટેટ વિભાગના કાર્યપાલક ઈજનેર વિજય પંડિતRead More