Main Menu

Monday, February 5th, 2018

 

પ્રજ્ઞાચક્ષુઓની આંગળીના ટેરવે ઉજાસ : શ્રી કૃષ્ણકુમારસીહજી અંધ ઉદ્યોગ શાળા-ભાવનગર

ભાવનગર ના આપણા પ્રભવત્સલ રાજવી શ્રી કૃષ્ણકુમાર સીહજી મહારાજ ના નામ સાથે જોડાયેલ અંધ ઉદ્યોગ શાળા માં પ્રજ્ઞાચક્ષુ બાળકો વિધ્યાર્થીઓ શિક્ષણ સાથે સ્વમાનભેર સ્વનિર્ભર રહે તેવો ઉમદા સેવાયજ્ઞ થઈ રહ્યો છે.શ્રી કૃષ્ણ કુમાર સીહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગર માં માત્ર પાઠ્યક્રમ નું શિક્ષણ આપવામાં આવે તેમ નથી.આ સંસ્થા પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા,તાંત્રિક શાળા,માટેનો અભ્યાસક્રમ સંગીત કલાં કેન્દ્ર,સારવાર કેન્દ્ર વગેરે શિક્ષણ કેળવણી નું કામ થઈ રહ્યું છે.


ભંડારિયા માં બી.એસ.એન.એલ.નેટવર્ક સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે ?

ભાવનગર તાલુકા ના ભંડારિયા માં બી.એસ.એન.એલ.મોબાઈલ નેટવર્ક ની સમસ્યા એટલા હદે છે કે ધારકોએ હવે ફરિયાદ કરવાનું જ માંડી વાળ્યું છે.આખરે આ પ્રશ્ન ક્યારે ઉકેલાશે ? તેવો સવાલ ઉઠ્યો છે.ભંડારિયા ના પાદર માં જ બીએસએનએલ નો ટાવર ઉભો કરાયેલો છે.પરંતુ તંત્ર ની ઉપેક્ષા નો ભોગ બન્યો હોય તેમ છાસવારે નેટવર્ક જતું રહે છે.મહિનાઓથી નહી પરંતુ વર્ષો થી આ સમસ્યા છે પરંતુ સરકારી બાબુઓ આ બાબતને ગંભીરતાથી લેતા જ નથી.


રાજ્યસભામાં પોતાના પ્રથમ ભાષણમાં શાહના કોંગ્રેસ પર પ્રહાર

કોંગી શાસનમાં વ્યાપક ભ્રષ્ટાચાર હતો : અમિત શાહનો તીવ્ર આક્ષેપ

જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ ગણાવનારા રાહુલ ગાંધીની જારદાર ઝાટકણી કાઢી : ચા વાળાનો પુત્ર આજે વડાપ્રધાનના પદ પર છે : અમિત શાહનો મત ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ અમિત શાહે આજે સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં નિવેદન કરીને કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. સાથે સાથે કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહેલા આક્ષેપોનો પણ જવાબ આપ્યો હતો. અમિત શાહે યુપીએ સરકારની અવધિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ ગાળા દરમિયાન દેશમાં ભ્રષ્ટાચારની બોલબાલા હતી. દેશ પોલિસી પેરાલીસીસથી ગ્રસ્ત હતું. અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભજીયાવાળા નિવેદનને લઇને પણ બચાવ કર્યો હતો.Read More


દેશમાં આક્રોશ વચ્ચે જોરદાર જવાબી કાર્યવાહીની સેનાની તૈયારી

સરહદ પર ભીષણ ગોળીબાર બાદ હાલમાં વિસ્ફોટક સ્થિતિ

પાકિસ્તાનના ગોળીબારમાં ચાર ભારતીય જવાનો શહીદ થયા : એલઓસીની પાસે ૮૪ સ્કુલ બંધ : પાકિસ્તાન દ્વારા નાની મિસાઇલ પણ ઝીંકવામાં આવી સરહદ પર પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કૃત્ય કરીને ભીષણ ગોળીબાર કરવામા આવ્યા બાદ હવે સરહદ પર વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે. બીજી બાજુ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ચાર ભારતીય જવાન શહીદ થયા બાદ દેશના લોકોમાં વ્યાપક આક્રોશ છે. આવી સ્થિતિમાં ભારતીય સેના ફરી એકવાર પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપીને બોધપાઠ ભણાવવાની તૈયારીમાં હોવાના હેવાલ મળી રહ્યા છે. પાકિસ્તાને ગોળીબાર કરવાની સાથે સાથે નાની મિસાઇલો પણ ઝીંકી હતી. જેમાં સેનાનાRead More


રીક્ષામાં બેસાડી પેસેન્જર પાસેથી રૂ.૨,૭૦૦/-ની લુંટ ચલાવતાં બે ઇસમને ઝડપી પાડી લુંટનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, એલ.સી.બી

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇકાલ રાત્રીનાં ભાવનગર, એલ.સી.બી.ની ટીમ ભાવનગર શહેર વિસ્‍તારમાં ના.રા.માં હતાં.તે દરમ્યાન ગંગાજળીયા તળાવ, પથિકાશ્રમ પાસે આવતાં ગંગાજળીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમઃ-૩૯૨,૫૦૪ તથા જી.પી. એક્ટ-૧૩૫ મુજબનાં ગુન્હાનાં કામે ઉપયોગમાં લેવામાં આવેલ અતુલશક્તિ પેસેંજર રીક્ષા નંબર- GJ-04-W 6485માં બેસેલ  *અકરમભાઇ સતારભાઇ સેલોત ઉ.વ.૨૨ રહે.ક્વાર્ટર નં.૩૧૫,નારી રોડ,કુંભારવાડા, ભાવનગર તથા દર્શનભાઇ જીતુભાઇ વાજા ઉ.વ.૨૨Read More


લાઠી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ.બી.વી.બોરીસાગર નો વિદાય સમારંભ યોજાયો

ટુક સમયમાં લાઠી પોલીસ સ્ટેશનના અન ડીટેકટ ગુન્હા તથા નાસતા ફરતા આરોપી ને પકડી સારી નામના મેળવનાર લાઠી પોલીસ સ્ટેશન નાં પો.સબ ઇન્સ બી.વી.બોરીસાગર સાહેબનો વિદાય સમારંભ લાઠી પોલીસ સ્ટેશન માં યોજવામાં આવેલ જેમાં લાઠી પોલીસ સ્ટેશન ના તમામ એ.એસ.આઈ.,હેડ કોન્સ,પો.કોન્સ,શ્રી બી.વી.બોરીસાગર સાહેબને ભાવ ભરી રીતે વિદાય આપેલ હાલ બી.વી.બોરીસાગર સાહેબની લાઠી પોલીસ સ્ટેશન ખાતે થી ચલાલા પોલીસ સ્ટેશન ખાતે બદલી થયેલ હોય.


ગામ તળાવના બ્યુટીફિકેશનની કામગીરીથી પાણીની સમસ્યા વધી

ભાવનગર મ્યુનિસિપલના સત્તાધિશો દ્વારા ગંગાજળિયા તળાવના બ્યુટીફિકેશનના નામે ગંગાજળિયા તળાવમાંથી પાણી કાઢવાનું કામ શરૃ કરવામાં આવ્યું છે. જેના કારણે ગામતળમાં ભુગર્ભ પાણીની સમસ્યા વકરી છે. ઉનાળો ધીમા પગલે દસ્તક દઈ રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકાના સત્તાવાળાઓ દ્વારા ગંગાજળિયા બ્યુટીફિકેશનના નેજા નીચે ગંગાજળિયા તળાવમાં રહેતું પાણી કાઢી તળાવ ખોવાનું કામ શરૃ કરવામાં આવ્યું છે. જેના પરિણામે શહેરના પીરછલ્લા, ભગાતળાવ, દરબારગઢ, વડવા, કણબીવાડ, કરચલિયા પરા, નવાપરા વગેરે વિસ્તારોમાં અત્યારથી જ ભુગર્ભ પાણીના તળ ઊંડા જવા માંડયા છે અને કૂવા, ડંકી-ડારનું પાણી નીચે ઉતરી રહ્યું છે. જેથી આ વિસ્તારોમાં પાણીની સમસ્યા વકરી છે. સરકારRead More


ભાવનગર જિલ્લાની ૮૦ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૭૦.૭૪ ટકા મતદાન

ભાવનગર જિલ્લામાં આજે રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં કુલ ૭૦.૭૪ ટકા મતદન નોંધાયુ હતું. એક પણ ઇવીએમ ખરાબ થયુ ન હતુ અને શાંતીમય માહોલમાં મતદાન થયુ હતું. આગામી મંગળવારે મતગણતરી થશે. જિલ્લામાં આજે રવિવારે કુલ ૮૦ ગ્રામ પંચાયતની ચૂૂંટણી અને પેટા ચૂંટણી થઈ હતી, જેમાં ૬૯ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને ૧૧ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી થઈ હતી. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ ૭૦.૭૪ ટકા મતદાન નોંધાયુ હતુ, જેમાં પુરૃષનુ ૭૩.૪૦ ટકા અને સ્ત્રીનુ ૬૭.૮ર ટકા મતદાન થયુ છે. કુલ મતદાર ૧,૧૪,૮૬૪ હતા, જેમાંથી ૮૧,રપ૮ મતદારોએ મતદાન કર્યુRead More


ઘોઘાગેઈટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા દેખાવો-વિરોધ

શહેરના હેવમોર ચોક, ઘોઘાગેઈટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના ઉપક્રમે મુફતી ભાજપા સરકાર અને સેના બચાવ, દેશ બચાવ સંદર્ભે દેખાવો અને વિરોધદર્શક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિહિપ અને બજરંગદળના આગેવાનો, કાર્યક્રરો મોટી સંખ્યામાં જોડાયા હતા.


નારી નજીક અકસ્માતના પગલે ટ્રાફિકજામ

ભાવનગર-અમદાવાદ હાઈ-વે પર નારી ગામ નજીક રવિવારે સવારે ટ્રક નંબર ટીએન ૩૪ એએ ૧પપ૭ અને જય ખોડીયાર ટ્રાવેલ્સની બસ નંબર જીજે ૧૪ એકસ ૪૩૯પ વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કેટલાક લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતના પગલે રોડ પર થોડીકવાર માટે ટ્રાફીકજામ જોવા મળ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.