Main Menu

Friday, February 9th, 2018

 

વિપક્ષ નેતા ધાનાણીના ગઢમાં ત્રીજું ગાબડું, ટીંબી યાર્ડમાં BJP બિનહરીફ

[wpdevart_youtube]JLnpYVYFfp8[/wpdevart_youtube]અમરેલીઃ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમરેલી ગઢમાં સતત ત્રીજી વખત ગાબડું પડ્યું છે. ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતન શિયાળની બિનહરીફ વરણી થતા ભાજપ  ના કાર્યકરોમાં ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. બીજી બાજુ  કોંગ્રેસ ના વળતા પાણી થઇ રહ્યા હોઇ તેમ લાગી રહ્યું છે.અમરેલી જિલ્લામાં છેલ્લા 8 દિવસથી ભાજપનો ભગવો લહેરાય રહ્યો છે. તાજેતરમાં રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેનની બિનહરીફ વરણી થઇ હતી ત્યાર બાદ જાફરાબાદ નગરપાલિકા ભાજપની બિનહરીફ વરણી અને ફરી જાફરાબાદ તાલુકાના ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે ચેતન શિયાળ,વાઇસ ચેરમેન તરીકે ગૌતમ વરૂની વરણી કરવામાં આવી છે. અહીં અમરેલી જિલ્લામાં ગુજરાત રાજયના પૂર્વRead More


12માર્ચથી બૉર્ડની પરીક્ષા શરૂ, બોર્ડે જાહેર કરી દીધા વિદ્યાર્થીઓ માટે આકરા નિયમો

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. તા. ૧૨ માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે ત્યારે પરીક્ષાની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓના માનસને નકારાત્મક અસર કરી શકે તેવા આકરા નિયમો બોર્ડ જાહેર કરી દીધા છે. ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષામાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીને ક્યા પ્રકારની સજા થશે તે માટે ૩૩ પ્રકારની ગેરરીતિઓનું લિસ્ટ શાળાના નોટિસ બોર્ડ પર શિક્ષણ જગતના બોર્ડના ઇતિહાસમાં પહેલી વાર લાગશે. જેમાં કોઇ વિદ્યાર્થી વર્ગખંડમાં અન્ય કોઇ વિદ્યાર્થી સામે ઇશારો કરતાં ઝડપાશે તો તેનીRead More


જૂનાગઢમાં મીનીકૂંભ મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ : ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમ

જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. મહામંડલેશ્વર ભારતીબાપુ, મહંત હરિગીરીબાપુ વગેરે સંતો તેમજ આગેવાનો અને અધિકારીએ ધજા ચડાવી પ્રારંભ કરાવ્યો છે. પહેલા જ દિવસે ગરવા ગિરનારની ગોદમાં મેળાની મોજ માણવા હજારો ભાવિકો ઉમટી પડ્યા છે. શિવરાત્રી મેળાને મીનિકુંભનો દરજ્જો અપાશે તેમ હરિગીરીબાપુએ કહ્યું છે. મુખ્યપ્રધાન આ અંગેની જાહેરાત કરશે….


વડિયાના સનાળી ગામે થી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર બચુભાઇ ગગજીભાઇ મોવલિયાએ ઉમેદવારી નોંધાવી

અમરેલીના વડિયા ના સનાળી ગામે થી તાલુકા પ ચાયત માં કોંગ્રેસ ના ઉમેદવાર બચુભાઇ ગગજીભાઇ મોવલિયા એ ઉમેદવારી નોંધાવી…કોગ્રેસ ના ઉમેદવાર બચુભાઈ એ આજરોજ કુંકાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઇ પાનસૂરિયા કાનજીભાઈ વસાની એ પોતાના ટેકેદારો સાથે વડિયા મામલતદાર માં પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા…વડિયા તાજેતર માં રાજ્યચૂંટણી પંચ દ્વારા તાલુકા જિલ્લા પંચાયતો ની પેટા ચુંટણી ઓ જાહેર કરવામાં આવી તેમાં 12 સનાલી કુંકાવાવ તાલુકા પંચાયત ની સીટ પર જવા થઈ રહી છે.આ સીટ કોંગ્રેસ ના સદસ્ય ધીરુભાઈ નાગજીભાઈ મોવલિયા નું અવસાન થતાં ખાલી પડી હતી.આ સીટ પર પેટા ચૂંટણી થઈ રહીRead More


રાણપુરમાં હોમર્ગાડ જવાનના રહસ્યમય મોતથી ચકચાર

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવકનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતદેહને પેનલ પી.એમ. માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળતી વિગત અનુસાર રાણપુરના આંબેડકરનગરમાં રહેતા અને ૧૨ વર્ષથી હોમગાર્ડમાં ફરજ બજાવતા અશોકભાઈ શિવરામભાઈ પીપળિયા (ઉ.વ.આ.૩૦)નો આજે ગુરૃવારે સવારના સમયે ક્રિષ્ના કોમ્પ્લેક્ષ-જન્મભૂમિ હાઈસ્કૂલ વચ્ચે નવેળીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસના સ્ટાફે સ્થળ પર દોડી જઈ મૃતદેહને પીએમ માટે રાણપુર સીએચસી ખસેડયો હતો. અહીં વલભીપુર અને બોટાદથી આવેલી ડોક્ટરોની ટીમે પીએમ કર્યું હતું. પરંતુ મૃતકના સગા-સબંધીઓને સંતોષ નRead More


સાળંગપુર પાસે કાર પલટી જતાં ચાર જાનૈયાના મૃત્યું, ત્રણ ગંભીર

‘ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે.’ આ ઉક્તિને સાર્થક કરતી ગોજારી ઘટના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ નજીક બની છે. જીગરજાન ભાઈબંધની જાડેરી જાનમાં હાજરી આપવા આવેલા મિત્રોની કારનું ટાયર ફાટતા મોટરકાર ખાળિયામાં ખાબકી જવાથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં ૪ યુવાન મિત્રો કાળનો કોળિયો બની ગયા હતા. જ્યારે અન્ય ત્રણને ગંભીર ઈજા થતાં સારવાર માટે બોટાદ અને બાદમાં ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. અરેરાટી સાથે ગમગીની ફેલાવનાર કરૃણ ઘટના અંગેની મળતી વિગત અનુસાર ઉમરાળા તાલુકાના લીંબડા (હનુભા) ગામે રહેતા છનગભાઈ રાઘવભાઈ સોલંકીના પુત્ર ચિરાગભાઈનો સબંધ બરવાળા તાલુકાના ખાંભડાRead More


ભાવનગરમાં સ્વચ્છતા સર્વેક્ષણ ટીમના ધામા, કાલે ચકાસણી કરશે

કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૮ માટે રેન્કીંગની કાર્યવાહી કરવા માટે દેશભરના ૪૦૪૧ શહેરોની પસંદગી થઈ છે. જેમાં ભાવનગર શહેરનો પણ સમાવેશ થયો છે. સ્વચ્છતા સર્વેક્ષણ માટે ન્યુ દિલ્હી ખાતેથી એક ટીમ આજે ગુરૃવારે ભાવનગરમાં આવી હતી. આ ટીમ દ્વારા ત્રણ દિવસ સુધી ભાવનગરમાં ધામા નાંખી માળખાગત સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ, સ્થળ તપાસણી વગેરે કાર્યવાહી કરવામાં આવનાર છે. ત્યારે પ્રથમ ગ્રાક્ષે જ ભક્ષિકા જેમ લોકોને સ્વચ્છતા ઝુંબેશમાં સહકાર આપવા અને ભાવનગરને ટોપ ક્લીન શહેરોમાં સ્થાન અપાવવા માટે નાગરિકોને હાંકલ કરનાર કોર્પોરેશન જ સ્વચ્છતા જાળવવામાં વામણું પુરવાર થયું છે. શહેરમાંRead More


જિલ્લા પોલીસનું વાર્ષિક ઈન્સ્પેક્શન

ભાવનગર રેન્જ આઈ.જી. દ્વારા એસ.પી. કચેરી ખાતે ગુરૃવારે જિલ્લા પોલીસનું ર્વાિષક ઈન્સ્પેક્શન યોજાયું હતું. જેમાં પરેડ ઉપરાંત વિવિધ કાર્યક્રમો સાથે રિઝર્વ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની કચેરી ખાતે એક મોકડ્રીલ રાખવામાં આવી હતી. જેમાં આતંકવાદી હુમલો તેમજ અન્ય કોઈ મોટી ઘટના ઘટે ત્યારે કેવી કામગીરી કરવી ? તે અંગેનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું. આ કાર્યક્રમમાં ડિવાયએસપી મનિષ ઠાકર, એસઓજી, એલસીબી પીઆઈ વગેરે અધિકારીઓ જોડાયા હતા.


ઉમરાળાના રતનપર ગામે છરીની અણીએ વૃધ્ધ દંપતીને લૂંટી લેવાયા

જિલ્લાના ઉમરાળા તાલુકાના રતનપર ગામે મધરાત્રિના સમયે ઘરમાં ઘૂસી ચાર શખસે વૃધ્ધ દંપતીને છરીની અણીએ લૂંટી લેતા ચકચાર મચી જવા પામી છે. લૂંટની ઘટના અંગે વૃધ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. ઘટના સંદર્ભે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉમરાળા તાલુકાના રતનપર ગામે રહેતા લક્ષ્‍મણભાઈ રવજીભાઈ નાવડિયા (ઉ.વ.૮૦) અને તેમના પત્ની ગત રાત્રિના પોતાના ઘરે સૂતા હતા. તે સમયે મધરાત્રિના ૧ થી ૩ વાગ્યાના અરસામાં ચાર અજાણ્યા શખસો છરી સહિતના ઘાતક હથિયારો લઈ મકાસમાં પ્રવેશ્યા હતા અને નિદ્રાંધિન દંપતીને જગાડી છરી દેખાડી મારી નાંખવાની ધમકી સાથેRead More