Main Menu

Saturday, February 10th, 2018

 

અમરેલીઃ ૩.૨ની તીવ્રતાના ભુકંપનો આંચકો, મકાનોમાં તિરાડો પડી, ધડાકાનો અવાજ સંભળાયો

અમરેલી જિલ્લાના દરિયાના પેટાળમાં થઈ રહેલી હલચલના પગલે આજે બપોરના સમયે ૩.૨ની તીવ્રતાના આંચકાએ રાજુલા અને જાફરાબાદ તાલુકાની ધરા ધ્રુજાવી હતી.મોટા અવાજ સાથે ધડાકો સંભાળાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.ભુકંપનું કેન્દ્રબિંદુ કા.વાયા નજીક દરિયાકાંઠે નોંધાયું છે.લાંબાસમય બાદ અમરેલીમાં ભુકંપની પ્લેટ સક્રિય થતા લોકોમાં ગભરાટની લાગણી વ્યાપી જવા પામી છે અમરેલી જિલ્લામાં વર્ષો બાદ દરિયાના પેટાળમાં ભુકંપની પ્લેટ ફરી સક્રિય થઈ હોય તેમ આજે બપોરે ૨/૫૯ મિનિટે એકાએક જ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં ૩.૨ની તીવ્રતાના ભુકંપના આંચકાથી ધરા ધ્રુજી હતી. બપોરે ત્રણ વાગ્યાના સમયે મોટાભાગના લોકો બપોરના આરામમાં હતા ત્ગયારે ભુકંપનોRead More


ભાજપ-કોંગ્રેસની ચલાલા નગરપાલિકા જીતવાની શુ છે રણનીતિ….જુઓ

[wpdevart_youtube]2EabjUWRHsA[/wpdevart_youtube]અમરેલી જીલ્લાનું ચલાલા એટલે પરમ પૂજ્ય સંત દાન મહારાજ નું ચલાલા…….. આ ચલાલા પાલિકામાં અમરેલી જીલ્લાનું સૌથી ઓછું મતદાન ધરાવતી અને ફક્ત ૬ વોર્ડ ૨૪ બેઠકો પર ચુંટણી ઓણસાલ લડાશે… સીમાંકન ફરતા દરવખતે ૨૧ બેઠકો હતી પણ આ વખતની પાલીકાની ચૂટણીમાં ૨૪ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચે જંગ ખેલાશે સાથે એન.સી.પી.પણ ૧૦ બેઠકો પર કિસ્મત અજમાવી રહી છે ચલાલા પાલિકામાં ૧૯૮૫ થી ફક્ત બેવાર ભાજપ સત્તા પર આવી છે બાકી કોંગ્રેસનો ગઢ ચલાલા ગણાઇ છે ચલાલાના જાહેર રોડ પર કચરાના ઢગલાઓ પણ જોવા મળે છે ગટર ગંગા રોડ પર વહી જાયRead More


અમરેલીના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામે રેશનિંગનું અનાજ ઉપડવાનું કૌભાંડ…જિલ્લા પુરવઠા તંત્રે અમરેલીની 8 રેશનીંગ પરવાનેદારો ના લાયસન્સ કર્યા 90 દિવસ માટે સસ્પેન્ડ…જુઓ

[wpdevart_youtube]2gPVwFA80Z0[/wpdevart_youtube]રાજ્ય સરકાર દ્વારા ગરીબોને નામે ફાળવવામાં આવતા રેશનિંગ ના જથ્થાનો પુરવઠો કાર્ડ ધારકોને જાણ વગર રેશનિંગ ડિલરો જ ઉપાડી લેવાના કૌભાંડ નો પર્દાફાશ થતા જિલ્લા પુરવઠા તંત્રે લાલ આંખ કરીને આંઠ રેશનીંગ પરવાનેદારો ના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી ગયો છે.સરકાર દ્વારા ગરીબોને મળતું સસ્તું અનાજ બારોબાર પગ કરી જતું હોવાનું સાંભળ્યું હતું પણ ખરેખર ગરીબોના જથાનું મળતું સસ્તું અનાજ, ઘઉં, ચોખા, કેરોસીન જેવી ખાધ્ય વસ્તુઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના રેશનિંગ કાર્ડ ના ઉપયોગ વિના રેશનીંગ પરવાનેદારો જ કાર્ડ ધારકની જાણ વિના ઉપાડી લેતા હોવાનો ચોંકાવનારો ખુલાસો અમરેલી માંRead More


સાવરકુંડલાના ધોબા ગામે લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ૨૪ મો પટેલ સમાજ સમૂહ લગ્ન સંપન્ન

ધોબા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ૨૪ મો પટેલ સમાજ સમૂહ લગ્ન સંપન્ન ૨૪ નવદંપતી એ  શાસ્ત્રોક્ત વિધિ થી સમાજ અગ્રણી ઓ ના આશિષ થી લગ્નગ્રંથિ થી જોડાયા સાવરકુંડલા તાલુકા ના ધોબા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ૨૪ મો પટેલ સમાજ સમૂહ લગ્ન ભવ્ય રીતે ઉજવાયો પટેલ સમાજ રત્નો ની વિશાળ હાજરી કાગવડ ખોડલધામ ટ્રસ્ટી વસંતભાઈ મોવલિયા દકુભાઈ ભુવા શીતલ આઈસ્ક્રીમ મનુભાઈ દેસાઈ સજોગન્યુઝ ના તંત્રી સુરેશભાઈ દેસાઈ સ્થાનિક પટેલ સમાજ અગ્રણી પ્રવીણભાઈ ઉકાણી હરદાસભાઈ બારસિયા બાલાભાઈ શેખલીયા ગોબરભાઈ કથીરિયા સહિત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં પટેલ સમાજ નોRead More


અમરેલી કે.કે.પારેખ કોમર્સ કોલેજ સામે મોદી સરકારે આપેલ નિવેદન નો N.S.U.I. દ્વારા વિરોધ…યુવાનો એ ભજીયા તથા પકોડા વેચી વિરોધ સાથે નારાઓ લગાવ્યા…જુઓ

[wpdevart_youtube]ehChGYPH1K8[/wpdevart_youtube]આજરોજ કે.કે.પારેખ કોમસ કોલેજ અમરેલી ની સામે બેરોજગાર શિક્ષિત યુવાનોની મજાક ઉડાવતા નિવેદન મોદી સરકારે જે આપેલ છે જેના વિરોધ માં એન.એસ.યુ.આઈ.દ્વારા આજરોજ તા.૧૦.૨.૧૮ ના રોજ ગ્રેજ્યુએટ યુવાનોએ એન.એસ.યુ.આઈ.દ્વારા ભજીયા તથા પકોડા વેચી વિરોધ દર્શાવતું પ્રદર્શન યોજેલ.તેમજ આ યુવાનો એ નારાઓ જેવા કે,ભારત દેશ ના યુવાધન ની મજાક ઉડાવતી મોદી સરકાર,મોદી સરકાર,શું આને અચ્છે દિન કહેશે મોદી સરકાર ? યુવાનો બેરોજગાર,પકોડા વેચાવે મોદી સરકાર એવા અસંખ્ય મોદી સરકાર ના નિવેદન વિરુદ્ધ નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન અમરેલી ના એન.એસ.યુ.આઈ.ના મહામંત્રી દેવરાજ ભાઈ બાબરિયા તથા કોલેજ કરતા યુવાનો ભાઈઓ બહેનો તેમજ ગ્રેજ્યુએટRead More


ગિરનારની તળેટીમાં 5 દિવસનો ધર્મોત્સવ શરૂ, રાત્રે ભજન રમઝટ, સાધુ-સંતોનો જમાવડો થયો

શુક્રવારથી પ દિવસ એટલે કે મંગળવાર તા.૧૩ સુધી ચાલનારા આ ધાર્મિક મેળાવડામાં આજના પ્રથમ દિવસથી જ લગભગ ર૦૦ અન્નક્ષેત્રો ધમધમતા થઈ ગયા છે. જેમાં પહેલા દિવસે લગભગ એક લાખ લોકોએ ભોજન લીધું છે. આ અન્નક્ષેત્રોમાં પ દિવસમાં રોજ પ૦ હજાર લેખે ભાવિકો વધતા મહાશિવરાત્રી દિને અહી સેંકડો અન્નક્ષેત્રોમાં પાંચેક લાખ લોકો ભોજન લેશે.ર૦૦ અન્નક્ષેત્રો, સેકડો રાવટીઓ, અસંખ્ય ધર્માલયોમાં ગુંજતા ભજનના અનેરા નાદ સાથે મહાશિવરાત્રીની શરૃઆત થઈ ગઈ છે. ભવનાથ તળેટીના ભક્તિમય વાતાવરણમાં મહાવદ નોમના પવિત્ર દિવસે ભવનાથ મહાદેવ મંદિર અને ત્રણેય અખાડામાં પુજા આરતી કરવામાં આવ્યા હતાં. દરમિયાન ભવનાથ ખાતેRead More


ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં લાગી આગ, ગેસના બાટલા પણ ફાટ્યા

ભાવનગરના પ્રસિદ્ધ અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં આજે ભીષણ આગ લાગી હતી. પ્લોટ નંબર 21ની સામે મજૂરોના રહેણાંક વિસ્તારમાં આગ લાગવાને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જેમાં 7 ઝૂપડા બળીને ખાખ થઈ ગઈ હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં પ્લોટ નં. 21ની સામે આવેલા મજુરોના રહેણાંક વિસ્તારમાં આગ લાગી હતી. આ આગ લાગવાને કારણે ત્યાં મૂકાયેલા રાંધણ ગેસના બાટલા પણ ફાટ્યા હતા. જેને કારણે આગ વધુ લાગી હતી. આગના ગોટેગોટા વાતાવરણમાં છવાઈ ગયા હતા. આગને પગલે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. તેમજ પ્લોટની સામે આવેલા 20 ઝૂંપડાઓમાં આગRead More


જુનાગઢ: શિવભક્તોને ધ્યાનમાં રાખી એસ.ટી.વિભાગે 340 વધારાની બસો ફાળવી

આજથી જુનાગઢના ભવનાથમાં શિવરાત્રીના મેળાનો પ્રારભ થયો છે. મહંત હરીગીરીબાપુ ના હસ્તે ધ્વજારોહણ કરી આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. પાંચ દિવસ સુધી આ મેળો ચાલશે. જેમાં પાંચ લાખથી પણ વધારે શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. આ મેળાને મીની કુંભ મેળાનો દરજ્જો અપાવવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે કરી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરાત કરશે તેમ જણાવ્યું હતું. શિવરાત્રિનાં મેળાને લઈ એસ.ટી. વિભાગે વધુ બસો ફાળવી છે. એસ.ટી. વિભાગે મુસાફરોની અનુકૂળતા માટે 340 વધારાની બસો જુનાગઢનાં મેળા માટે ફાળવ છે. શિવભક્તોને ધ્યાને રાખીRead More


સિહોરના શિવમંદિરોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ

ભગવાન ભોળાનાથને રીઝવવા માટેનું પર્વ મહાશિવરાત્રિ તા.૧૩-ર ને મંગળવારના રોજ છે.ત્યારે શિવભક્તો આ પર્વને ભાવભેર ઉજવવા થનગની રહ્યા છે. મંદિરોની નગરી તરીકે પ્રચલિત પૌરાણીક સારસ્વતપુરમ એવમ સિંહપુર(સિહોર) શહેરમાં ભગવાન ભોળાનાથના નવ શિવમંદિરો રાજનાથ, સુખનાથ, ભાવનાથ, કામનાથ, જોડનાથ, ધારનાથ, ભુતનાથ, ભીમનાથ, તેમજ રમ્યગીરી તળેટી પર સ્વયંભુ ગૌત્તમેશ્વર મહાદેવ મંદિર તેમજ મુક્તેશ્વર મહાદેવના મંદિરો આવેલા છે. જયાં પવિત્ર શ્રાવણ માસ તેમજ મહાશિવરાત્રિ પર્વે ગુજરાતભરમાંથી દર્શનાર્થે શિવભક્તો ઉમટી પડે છે અને ભગવાન ભોળાનાથની ભાવવંદના કરી શિશ નમાવે છે. શિવભક્તો આ પર્વે શિવમંદિરોમાં શિવપૂજા, દૂધનો અભિષેક તેમજ બિલીપત્ર ચઢાવી ભક્તિનું ભાથુ બાંધશે. શહેરના શિવમંદિરોમાંRead More


ત્રાપજ બંગલા પાસે કાર-ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત : બે ગંભીર

તળાજા-ભાવનગર નેશનલ હાઈવે આજ સવારે ફરીને ગોઝારી બન્યો હતો. ત્રાપજ બંગલા નજીક આવેલ પેટ્રોલપંપ સામેજ કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ભાવનગર ખાતે રહેતા અલંગ શીપ યાર્ડના અગ્રણી વેપારીનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. કાર ચાલક અને સાથી એક વેપારીને ગંભીર ઈજાઓ સાથે ભાવનગર ખસેડવામા આવેલ છે. અગ્રણી વેપારીના અકાળે નિધનને લઈ શોકની કાલીમા છવાઈ ગઈ હતી. અલંગ પોલીસના જણાવ્યા પ્રમાણે અલંગ-સોસીયા શિપ બ્રેકીંગ યાર્ડના વેપારી વિજયભાઈ બટુકભાઈ ભટ્ટ (ઉ.વ.પ૦) રહે.ભાવનગર નિત્યક્રમ મુજબ પોતાની અર્ટીકા કાર નં.જીજે-૦૪-સીઆર-૬૮ર૦માં અલંગના સાથી વેપારી મિત્ર કાનજી ધરમશીભાઈ ઈટાળીયા રહે.ભાવનગરમા બેસી અલંગ પોતાનાRead More