Main Menu

Thursday, February 15th, 2018

 

પાટણ કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ…સરકારે આ મામલે તપાસનો આદેશ આપ્યો

પાટણ: જમીન વિવાદને પગલે સમીના એક ગામનો દલિત પરિવાર લાંબા સમય સુધી માંગ નહીં સંતોષતા આજે બપોરના સુમારે આત્મવિલોપનના બોર્ડ સાથે કચેરી સામે પ્રદર્શન કર્યું હતું. પોલીસે બેનર લઈ લીધાની ગણતરીની મિનિટોમાં એક સામાજિક કાર્યકરે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપી હતી. આગ પર કાબૂ મેળવીને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સરકારે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે. જ્યારે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ આ મામલે સરકારની ઉગ્ર ઝાટકણી કાઢતા તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રુપાણી  ના રાજીનામાની માગણી કરી છે.


ગણતરી ના કલાકો માં ચોરી ના આરોપી ને પકડી પાડતી લાઠી પોલીસ

અમરેલી જીલ્‍લા પોલીસ અધિક્ષક શ્રી જગદીશ પટેલ સાહેબ  તથા ડી.વાય.એસ.પી. શ્રી એલ.બી.મોણપરા સાહેબ નાઓની સુચના તથા સર્કલ પો.ઇન્સ પી.પી.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન હેઠળ લાઠી પો.સ્‍ટે. ના પી.એસ.આઇ.શ્રી બી.વી.બોરીસાગર તથા સ્‍ટાફ ના એ.એસ.આઇ અરવિંદભાઇ કટારા તથા પો.કોન્સ મનીષભાઇ એન જાની તથા પો.કોન્સ હસમુખભાઇ એન ખુમાણ તથા પો.કોન્સ દિલીપભાઇ જે ખુંટ તથા પો.કોન્સ જગદીશભાઇ બી.રામાણી નાઓની ટીમે ગણતરી ના કલાકો માં અન ડિટેકટ ચોરી નો ગુન્‍હો ડિટેકટ કરેલ છે જે ગુન્‍હો લાઠી પો.સ્‍ટે. I ગુ.ર.નં. ૦૬/૨૦૧૮ IPC કલમ ૩૭૯,૪૪૭ મુજબ તા.૧૪/૦૨/૨૦૧૮ ના ક.૧૮/૪૫ વાગ્‍યે જાહેર થયેલ આ કામે ફરીયાદી અનીલભાઇ મગનભાઇ રાઠોડRead More


લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ

લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ માં ફાઇનલ માં ધામેલ પે સેંટર ની ટિમ વિજેતા થયેલ છે તથા આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણધીકારી શ્રી ગોપાલભાઈ અઘેરા તથા તાલૂકા પ્રાથમિક શિક્ષણ સંઘ ના પ્રમુખ શ્રી હિતેશભાઈ સોરઠીયા તથા મંત્રી શ્રી હરેશભાઇ રૂપાલા એ જહેમત ઉઠાવેલ છે


ગીરના સિંહો ની હાલત થઈ સ્વાનો જેવી…બે-બે સિંહો દોલતી ની સિમમાં ઘાયલ…જુઓ

ગીરના સિંહો ની હાલત થઈ સ્વાનો જેવી…બે બે સિંહો દોલતી ની સિમ માં ઘાયલ…સિંહ નાં પગે ગંભીર ઇજા…સિંહ સાથે રહેતી બાંડી સિંહણ પણ પગે લંગડાતી જોવા મળી…. સશક્ત અવસ્થા માં એક જ લોકેશનનાં બને સિંહ-સિંહણ….ઇજાગ્રસ્ત સિંહ બેલડી વન વિભાગને ધ્યાને ન આવતા બને સિંહો નાં જીવ જોખમ માં.[wpdevart_youtube]xWj2kTWq6Jo[/wpdevart_youtube]


ભાવનગરની બે મહિલાનું શબાના આઝમીના હસ્તે સન્માન

શૈક્ષણિક જગતની અનેક સેવાભાવી સંસ્થાઓ-ક્ષેત્ર સાથે જોડાયેલા અને બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને વર્તમાન ટેકનોલોજીની જાણકારી પ્રાપ્ય થાય, બાળકો આ ક્ષેત્રમાં વધુ નિપૂણ બને તેવા બહુહેતુક સાથે કાર્યરત ભાવનગરની બે અગ્રણી મહિલાઓ હર્ષાબેન રામૈયા અને પ્રિતીબેન ત્રિવેદીનું તાજેતરમાં મુંબઈની ધ હોટલ લલીત ખાતે યોજાયેલા એક સમારોહમાં સમાજસેવિકા અને પ્રસિધ્ધ ફિલ્મ અભિનેત્રી શબાના આઝમી અને સ્વાતી પોપટ વત્સના હસ્તે સન્માન થયું હતું અને વિવિધ સેવાઓ બદલ આ બન્ને મહિલાઓને એવોર્ડ આપી સન્માનિત કરાઈ હતી. આ બન્ને મહિલાઓ સાથે ભાવનગરની અન્ય મહિલાઓ પણ કે જે અર્લી ચાઈલ્ડ એસો. (ઈસીએ) સાથે જોડાયેલી છે તેRead More


પાંચ રેલવે બ્રોડગેજ પ્રોજેક્ટ ઝડપી પૂર્ણ કરવા જી.એમ.ની હૈયાધારણા

પિૃમ રેલવેના મહા પ્રબંધક એ.કે.ગુપ્તાએ ઓ ભાવનગર રેલવે ડિવિઝનના સોમનાથ-ભક્તિનગર રેલવે સેકશનનુ ર્વાિષક નિરીક્ષણ કર્યુ હતું.તેઓએ ઢસા-જેતલસર અને બોટાદ-સાબરમતી, જૂનાગઢ-વિસાવદર, વિસાવદર-ખિજડીયા અને જૂનાગઢ-ખીજડીયા વચ્ચેના મીટરગેજ ટ્રેકને બ્રોડગેજમાં પરિવર્તન કરવાનુ આશ્વાસન આપ્યુ હતું. વેસ્ટર્ન રેલવેના જી.એમ.ગુપ્તાએ સોમનાથથી રેલવે ટ્રેકનનુ નિરક્ષણ કરવાનુ શરૃ કર્યુ હતું.તેઓએ વેરાવળમાં રનિંગ રૃમ, કોલોની, પીટલાઈન, હેલ્થ યુનિટનુ નિરીક્ષણ કર્યુ હતું.જૂનાગઢમાં જી.એમ.એ લોક પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને રેલવેની સુવિધાના સંદર્ભમાં વિચાર-વિમર્શ કર્યો હતો.ર્વાિષક નિરીક્ષણ દરમિયાન ગુપ્તાએ સ્ટેશનો પર યાત્રી સુવિધાઓની સાથે માનવરહિત, માનવ સહિત લેવલ ક્રોસિંગ ફાટકો, મેજર અને માઈનોર બ્રીજ વળાંક, ટ્રેક વિગેરેનુ પણ સઘન નિરીક્ષણ કર્યુRead More


ગારિયાધાર પંથકની ઘરફોડ ચોરીમાં ૩ શખ્સ ની ધરપકડ

ભાવનગર શહેર અને તાલુકા મથકોમાં વધતી જતી ચોરી, લૂંટ, ઘરફોડ, ધાડના ગુનાઓ પોલીસ દફ્તરે નોંધાતાં રહેતાં લોકોની ઊંઘ હરામ થઈ છે. દરમિયાનમાં ગત રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન ગારિયાધાર નજીક ભાવનગર એલસીબી ટીમે શંકાસ્પદ બાઈકસવાર ત્રણ શખસને અટકાવી વાહનના કાગળો માગી તલાશી લેતાં ચોરી કરવાના સાધનો અને ચોરાઉ મતા મળી આવતાં તમામને ગારિયાધાર પોલીસ મથકે લઈ જઈ આગવી ઢબે પૂછતાછ કરતાં એક લૂંટ તથા સાતેક ઘરફોડ ચોરીના ગુનાની કબૂલાત આપતાં ત્રણેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ભાવનગર શહેર અને જિલ્લાના ગારિયાધાર પંથકમાં થયેલી ચોરી, ઘરફોડના આરોપીઓને ઝડપી લેવાની એસ.પી.પી.એલ.માલની સૂચનાનાRead More


ગોરડકા નજીક ક્વોલીસ પલટી જતાં એકનું મોત

ગઢડા તાલુકાના ગોરડકા ગામ નજીક અચાનક ક્વોલીસ જીપ પલટી ખાઈ જતાં તેમાં સવાર બોટાદના આધેડને ગંભીર ઈજા થતાં તેમનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતુ. આ અંગે ગઢડા પોલીસે જીપચાલક વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી મુજબ આજે બુધવારે વહેલી સવારે ગઢડા(સ્વામીના) શહેરથી ૮ કિલોમીટરના અંતરે બોટાદ તરફના રસ્તે આવેલા ગોરડકા ગામ નજીક ક્વોલીસ જીપ નં.જી.જે.૧૮ એ એચ ૫૫૩૬ ના ચાલકે એકાએક સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા નદી પરના પુલ પાસેના વળાંકમાં પલટી ખાઈ ગઈ હતી. જે અકસ્માતમાં ક્વોલીસમાં મુસાફરી કરતાં દલસુખભાઇ તુલસીભાઇ વેદાણી (ઉં.વ.૫૦)Read More


માખણિયા ગામના યુવાને જીવતો વીજવાયર પકડી આપઘાત કર્યો

તળાજાના માખણીયા ગામના યુવાનની આજે સેવાળીયા ગામની સીમમાંથી લાશ મળી આવી હતી. યુવાન બે દિવસથી લાપતા બન્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાને વિજપોલ પર ચઢીને વિજળીના વાયર પકડી આત્મહત્યા કરી હતી. તળાજા પંથકમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. પરંતુ આજે બનેલા આત્મહત્યાના બનાવમાં મૃતક યુવાને આપઘાત માટેનો અલગ જ કિમિયો અપનાવ્યો. બીટ જમાદાર એલ.વી. ભંમરના જણાવ્યા પ્રમાણે માખણીયા ગામના યુવાન રમેશભાઈ બોઘાભાઈ સોલંકી (ઉં.વ.૩૦)ની લાશ સેવાળીયા ગામની સીમમાં માયધાર ગામના ખેડૂત ડાંગર ભનુભાઈ ડાયાભાઈની વાડીના શેઢેથી મળી આવી હતી. મૃતક યુવાને વિજપોલ પર ચઢી ઈલેક્ટ્રીકના વાયર પકડીને મોતમિઠુ કર્યું હતું.Read More


શહેરમાં કોપીરાઈટ ભંગમાં ચાર વેપારી પોલીસની ઝપટે

શહેરના ભીડભંજન ચોક, જે.કે.હોટલવાળો ખાંચો, ડબગર શેરીમાં આવેલ ગેરકાયદે, પરમીશન વગર ગીત, ફિલ્મ ડાઉનલોડ કરતાં ચાર વેપારીને આજે ગંગાજળીયા પોલીસે ઝડપી લઈ સૂરત સ્થિત અધિકૃત કંપનીના અધિકારીની ફરિયાદના પગલે કોપીરાઈટ ભંગના ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ વર્તુળોમાંથી મળતી વિગત મુજબ સુપર મ્યુઝીકલ એન્ટરપ્રાઈઝ કંપનીના અધિકૃત વિક્રેતા મે.ઈગલ હોમ એન્ટરપ્રાઈઝ પ્રા.લિ., સૂરત સ્થિત વિરેનભાઈ ભુપતભાઈ કાત્રોડિયા પટેલ (ઉ.વ.ર૬) રહે. સી/ર૦૧, મધર હાઉસ એપાર્ટમેન્ટ, હીરાબાગ,વરાછા રોડ, સૂરત)એ ભાવનગર ખાતેના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ કોપીરાઈટ ભંગના ગુનાની ફરિયાદના પગલે શહેરના ભીડભંજન ચોક, જે.કે.હોટલવાળો ખાંચો, ડબગર શેરીમાં આવેલી મોબાઈલ ફોન, પેનડ્રાઈવ,Read More