Main Menu

Monday, February 19th, 2018

 

ગાંધીનગર ખાતે ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યોની મીટીંગ મળી

ગાંધીનગર ખાતે ચૂંટાયેલા ધારા સભ્યો ની મીટીંગ મળી બજેટ સત્ર ને ગણતરી ના દિવસ બાકી છે ત્યારે ગુજરાત ની શેડો સરકાર આક્રમક રીતે રજુઆત કરે તેની પૂર્વ તૈયારી ગાંધીનગર કોગેસ ભવન ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ સોલંકી ને આવકરી લાઠી ના ધારા સભ્ય ઠૂંમરે નવનિયુક્ત ધારાસભ્યો ને આગામી તા૨૦ થી શરૂ થતાં બજેટ સત્ર માં સરકાર ની સામે આક્રમક રીતે સ્પષ્ટતા માંગવા અનેકો મુદા અંગે વિસ્તૃત ચર્ચા ઓ થઈ હતી      આ મીટીંગ માં કોંગ્રેસ ના ચૂંટાયેલા તમામ ધારા સભ્યો ની વિશેષ હાજરી રહી હતી આગામી બજેટ સત્ર માં સરકારRead More


ઓધવજીભાઈ રામજીભાઈ સોલંકી ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત ૨૩ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન

ઓધવજીભાઈ રામજીભાઈ સોલંકી ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત ૨૩ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન માર્કેટિંગ યાર્ડ રાજુલા ખાતે મત્સઉદ્યોગ મંત્રી પરશોતમભાઈ સોલંકી ની ઉપસ્થિતિ માં સંપન્ન થયેલ.આ પ્રસંગે ૩૧ નવદંપતીઓ એ આશીર્વાદ પાઠવતા માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી,જીલ્લા પંચાયત સદસ્ય પુનાભાઈ ભીલ,કમલેશભાઈ મકવાણા,યાર્ડ ના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ.


ઘરફોડ ચોરીનાં સાધનો સહિત કુલ રૂ.૧,૬૩,૦૧૬/-નાં મુદ્દામાલ સાથે કુલ-૪ને પકડી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં થતી ચોરીઓનાં ગુન્હાઓનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇકાલે ભાવનગર,એલ.સી.બી. ની ટીમ ભાવનગર શહેર વિસ્‍તાર માં મિલ્કત વિરૂધ્ધનાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે તથા મિલ્કત વિરૂધ્ધ નાં ગુન્હાઓમાં પકડાયેલ ગુન્હેગારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન *ભાવનગર, વિકટોરીયા પાર્કની પાછળ, જ્ઞાનમંજરી સ્કુલ તરફ જવાનાં કાચા રસ્તે આવતાં શંકાસ્પદ સીલ્વર કલરની ટાટા ઇન્ડિકા કાર રજી.નંબર-GJ-15-AD 1395માં ચાલક (૧) દિનેશ ઉર્ફે છોટુRead More


મોટી વાવડીમાં પાણી નિકાલના પાઈપો ગાયબ કર્યાની આશંકા

ગારિયાધાર પંથકના મોટીવાવડી ગામે પ્રાથમિક શાળા નજીક વરસાદી પાણી નિકાલનું નવું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં જુના નિકળેલા પાણી નિકાલના ભુંગળા વગર ઠરાવ કે પરવાનગી વગર પંચાયતના સત્તાધીશો દ્વારા બારોબાર ગાયબ કરાયાની આશંકા સેવાઈ રહી છે. મોટીવાવડી ગામે પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલા કામમાં પાણી નિકાલના ચાર જેટલા ભુંગળા સારી હાલતમાં હોવા છતાં પંચાયતના ઠરાવ કે પરવાનગી વગર બારોબાર વેચી દેવાયા હોય. તેમ તમામ ભુંગળા મોટા ચારોડિયા ગામે આપી દેવામાં આવ્યા છે. જ્યારે મોટા ચારોડિયા ગામે તપાસ કરવા પંચાયત દ્વારા આવા કોઈ ભુંગળાની ખરીદી કરાઈ નથી. આવા ભુંગળા સાથેRead More


રાજુલાના બર્બપણા ગામે પરણિતાએ ત્રણ બાળકો સાથે ઝેરી દવા ગટગટાવી

રાજુલાના બર્બપણા ગામે આજે પરિણીતાએ ત્રણ બાળકો સાથે ઝેરી દવા ગટગટાવી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી બે બાળકોને વધુ સારવાર માટે મહુવા બાદ ભાવનગર ખસેડાયા હતા. જાણવા મળતી વિગત મુજબ રાજુલા બર્બપણા ગામે રહેતી સોનલબેન જીતુભાઈ રાઠોડ તેના ત્રણ બાળકો સાથે સુરત રહેતા હતા જ્યા કામ ધંધો નહિ ચાલતા અહી વતનમાં બર્બપણા આવી ગયા હતા બાદમાં પતિ સાથે સુરત જવા માટે અવાર નવાર રકઝક ચાલતી હતી. જેનું આજે લાગી આવતા ૧ પુત્ર તથા ૨ પુત્રી સાથે ઝેરી દવા ગટગટાવી લેતા લેતા ચારેયને સરવાર માટે રાજુલા દવાખાને લવાયા હતા. જેમાંRead More


અમરેલી: માતા અને સાવકા પુત્ર હતા કઢંગી હાલતમાં અને જોઇ ગયો પતિ

ધારી તાલુકાના માણાવાવમાં થોડા દિવસ પહેલા કુવામાંથી મજુરની લાશ મળવાના પ્રકરણમાં મરનારની પત્ની અને તેના દત્તક પુત્ર વચ્ચે આડા સંબંધો હોવાથી અને પતિ બંને કઢંગી હાલતમાં જોઈ ગયો હોવાથી બંનેએ મળીને પતિનું ઢીમ ઢાળી દઈને લાશને કુવામાં ફેંકી દીધી હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ઘટનાના પગલે ભારે ચકચાર જાગી છે. ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ધારી તાલુકાના માણાવાવામાં ગત તા.૭ ફેબ્રુઆરીના રોજ આ ગામે જોરૃભાઈ ઓઢાભાઈ વાળાના ખેતરમાં મજુરી કામ કરતા રમેશ ચંપાભાઈ રાણા(રે.મુળ રાજસ્થાન)ની ખેતરના કુવામાંથી લાશ મળી હતી. ઘટનાનીRead More