Main Menu

Thursday, February 22nd, 2018

 

સંયુકત રેઇડમાં રૂ.૧,૫૦,૨૦૦/-નો ઇંગ્લીશ દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડતી ના.પો.અધિ. કચેરીના સ્ટાફ તથા બોરતળાવ પો.સ્ટે. તથા વરતેજ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એચ.ઠાકર સાહેબની સુચનાથી ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ જે દરમ્યાન આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એચ.ઠાકર સાહેબને મળેલ બાતમી આધારે બોરતળાવ પો.ઇન્સ. કે.એમ.રાવલ તથા  ડી.વાય.એસ.પી. કચેરીના પો.સ.ઇ. આર.ડી.ગરવા તથા વરતેજ પો.સ.ઇ. જે.પી.ગઢવી તથા બોરતળાવ પો.સ્ટે.ના એસ.ટી.મહેશ્ર્વરી તથા સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.સ.ઇ. શ્રી આર.ડી.ગરવાને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, હાદાનગર જુના રૂષીરાજનગરમાં જગદીશ ઉર્ફે માંદો તેના રહેણાકના ઘર પાસે અલગ અલગ કારોમાં પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની હેરાફેરીRead More


વણશોધાયેલ ચોરીનો ગુન્હો શોધી રૂ ૬૦૦૦૦૦ /-નાં મુદ્દામાલ ટ્રક સાથે ત્રણ ઇસમને ઝડપી પાડતી ભાવનગર, ગંગાજળિયા પોલીસ તથા એલ.સી.બી શાખા ની સયુંકત કામગીરી

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે તથા ના.પો.અધિ એમ.એસ.ઠાકર સાહેબ તથા ગંગાજળીયા  પોલીસ ઇન્સ. કે.સી.ઝાલા તથા એલ.સી.બી પો.ઇન્સ ડી.એમ.મિશ્રાસા. તથા એલ.સી.બી સ્ટાફ તથા ગંગાજળિયા પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફ પો.સબ ઇન્સ. એમ.એસ.જાડેજા તથા ડી સ્ટાફનાં માણસોને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,ગંગાજળિયા પોલીસ સ્ટેશનની ડી સ્ટાફ ના માણસો તથા એલ.સી.બી શાખાના  સ્ટાફ ના માણસો વિસ્‍તારમાં મિલ્કત વિરૂધ્ધ નાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે તથા મિલ્કત વિરૂધ્ધ નાં ગુન્હાઓમાં પકડાયેલ ગુન્હેગારો શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન બાતમીRead More


સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ કર્યા બાદ બેરોજગારોને ભરેલી નિયત ફી પરત આપવા બાબતે એન.એસ.યુ.આઈ.દ્વારા આવેદન

ગુજરાત રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે.ત્યારે ગુજરાત રાજ્ય સરકાર સ્પર્ધાત્મક પરીક્ષા ઓનું આયોજન કરી અનેક બેરોજગારો પાસે સરકારી નોકરી આપવાની લાલચ બતાવી ફોર્મ ભરાવી રહી છે.ત્યારે આજરોજ આપના માધ્યમ થી રાજ્ય સરકારને જણાવવાનું કે,ગૌણસેવા,તલાટી,ટેટ,એમ.જી.વી.સી.એલ.પોલીસ,ક્લાર્ક,બેંક જેવી અનેક ભરતીઓ બહાર પાડવામાં ખુબ જ માહિર છે પરંતુ આવી પરીક્ષા ના ફોર્મ ભરાવ્યા બાદ કોઈપણ કારણ દર્શાવી પરીક્ષા રદ કરે છે.અને બેરોજગારોના ફી ભરેલા નાણા પોતાની તીઝોરીઓ ભરે છે.ત્યારે આ રાજ્ય સરકારની એક આવક ઉભી કરવાનું સ્ત્રોત બેરોજગારોને લુટીને ઉભું કરવામાં આવી રહ્યું છે.તેવું જણાય રહ્યું છે.


અમરેલી જીલ્લાના દરિયા કાંઠાના ૧૫ ગામના સરપંચો તથા ગ્રામજનોએ કલેકટરને કરી રજૂઆત…કલેકટર કચેરીમાં જ હલ્લાબોલ કરી દેકારો બોલાવ્યો…જુઓ

[wpdevart_youtube]mYUXJo0vlW8[/wpdevart_youtube]અમરેલી જીલ્લાના રાજુલામાં આવેલા પીપાવાવ પોર્ટ દ્વારા સરકારી ગૌચર અને ખેડુતોની જમીન પર કરવામાં આવેલા દબાણને દુર કરવા અને કંપનીઓ દ્વારા કરવામાં આવતા ખનની વિરુધ્ધ આવદેનપત્ર આપવા માટે આજે પીપાવાવના સરપંચ સહિતના ગ્રામજનો અમરેલી કલેક્ટર કચેરીે પહોંચ્યા હતા…જો કે રજુઆત કરવા આવેલા લોકો સાથે કલેક્ટરે યોગ્ય પ્રત્યુતર ન આપતા સ્થાનીકોએ કચેરીમાં જ હલ્લાબોલ કરી દેકારો બોલાવ્યો હતો…સ્થાનીકોનો આરોપ છે કે કલેક્ટર પણ પોર્ટની દાદાગીરીમાં પોર્ટને સહકાર આપે છે.


ભાવનગરમાં ધો.9 નો વિદ્યાર્થી ગુમ : પોલીસને કર્યો અ૫હરણ થયાનો ફોન !

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં સિલ્વર બેલ્સ સ્કૂલમાં નવમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી હાર્દિક સોલંકીના અપહરણની ઘટનાને લઈને ચકચાર મચી હતી. હાર્દિક સ્કૂટર લઈને ટ્યુશનમાં જવા નીકળ્યો હતો. તેણે 100 નંબર પર પોતાનું અપહરણ થયુ હોવાની જાણ કરી. સિહોરમાં મહાલક્ષ્મી મેટલ નામની દુકાનમાં તાંબા પીતળનો વ્યવસાય કરતા રજનીકાંત થોડા સમયથી તેના પુત્રના અભ્યાસ માટે સિહોરથી ભાવનગર રહેવા જતા રહ્યા હતા. બપોરે હાર્દિક પોતાને વહેલું ટયુશનમાં જવાનું છે તેમ કહી સ્કૂટર લઈને રવાના થયો અને થોડી વારમાં જ અમદાવાદ પોલીસને ૧૦૦ નંબરથી હાર્દિક તેના શિક્ષકે અપહરણ કર્યું હોવાનો હોવાનો મેસેજ મળ્યો. અમદાવાદ પોલીસે તાકીદેRead More


દામનગર પોલીસ દ્વારા લૂંટ ધાડ ચોરીના અનેકો ગુનામાં સામેલ ખતરનાક ગેંગ ના ત્રણ આરોપીને ઝડપી પાડયા

દામનગર પોલીસે લૂંટ ધાડ ના અનેકો ગુના કરી ચૂકેલ અતિ ખતરનાક ગુના કરતી ગેંગ ને ઝડપી પાડી વિવિધ પોલીસ સ્ટેશન માં અનેકો ગુના માં સંડોવાયેલ એક ડઝન કરતા વધુ ગુના ઓ ને અંજામ આપતી ખતરનાક ગેંગ અન્ય ક્યાં ગુના ઓ માં સંડોવાયેલ છે? ક્યાં પોલીસ સ્ટેશન માં ક્યાં ગુના ઓ તેમના પર નોંધાયેલ છે ? તેવા અનેકો સવાલ સાથે પૂછપરછ કરતી પોલીસ આ આરોપી ઓ ને કોર્ટ માં રજૂ કરી વધુ રિમાન્ડ મેળવી રહી છે. ભાવનગર જિલ્લા ના ગારીયાધાર પોલીસ લાઠી દામનગર સહિત અનેકો લૂંટ ધાડ ચોરી ના ગુના માંRead More


ધારીના આંબરડી નજીક વાડીના કૂવામાં દીપડો ખાબક્યો…દીપડાને બચાવવા વનવિભાગે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન..જુઓ

ધારી ના આંબરડી નજીક વાડી ના કૂવામાં દીપડો ખાબક્યો….80 ફૂટ ઊંડા કૂવામાં દીપડો ખાબકતા વનવિભાગ દોડ્યું…..દીપડાને બચાવવા વનવિભાગે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન….વનવિભાગ દ્વારા દીપડા નું રેસ્ક્યુ કરી એનીમલ કેર ખાતે સારવાર માં ખસેડાયો.


ભાવનગરના ૧૨૦ થી વધુ માવતર નવનિર્મિત વિધાનસભાની મુલાકાત લેશે અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માનશે

આ વખતે પહેલી વખત સિનીયર સિટીઝનો માટે ગુજરાત સરકારના બજેટમાં ખૂબજ સારા, અસરકારક ઉપયોગી આરોગ્યલક્ષી આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કરવા અને અભિનંદન આપવા ભાવનગરના ૧૨૦ થી વધુ માવતર તા.૨૨/૦૨/૨૦૧૮ના રોજ નવનિર્મિત વિધાનસભાની મુલાકાત લેશે અને માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને નાણા મંત્રીશ્રી નીતીનભાઇ પટેલનો આભાર માનશે. જેમાં રાજ્ય સરકારે સિનીયર સિટીઝન વડીલો અને કુટુંબના મોભીઓ એવા ઉંમર લાયક લોકોના આરોગ્યની ખાસ ચિંતા કરીને જે કુટુંબની વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખની છે તેવા સિનીયર સિટીઝન વડીલો (માવતર)ને પણ  મા વાત્સલ્ય યોજના  હેઠળ ગંભીર બિમારીમાં રૂ.૩.૦૦ લાખ સુધીનીRead More


સાવરકુંડલાના વયોવૃદ્ધએ રચ્યો ઇતિહાસ…78 વર્ષીય વૃદ્ધ કાસમભાઈએ જીત્યો ગોલ્ડ મેડલ…બે માસ પછી એશિયાના દેશોની એથ્લેટીક્સની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિદ્ધત્વ કરશે…જુઓ

[wpdevart_youtube]NFK25frJmCc[/wpdevart_youtube]કહેવત છે કે મન હોય તો માળવે જવાઈ પણ આ કહેવત ને સાચી ઠેરવવા માટે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના ૭૮ વર્ષીય વૃદ્ધે ઈતિહાસ રચીને ભારતભરમાં નામ રોશન કર્યું છે દિલ્હી ખાતેની ઇન્ડો બાંગ્લાદેશ માસ્ટર એથ્લેટીક્સ મીટ સ્પર્ધામાં ૨૨ રાજ્યોના ૩ હજાર સ્પર્ધકોને પછાડીને સાવરકુંડલા ના વ્યોવૃધે ૧૦૦ મીટર દોડ માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.તૂટલી ફૂટલી સાયકલ પર સવાર આ વ્યોવૃધ છે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના વતની….. એસ.ટી.નિગમમાં કંડકટર તરીકે નિવૃત થયેલા કાશમભાઈ કુરેશી નાનપણ થી દોડવીર તરીકે આખા સાવરકુંડલા માં પ્રખ્યાત છે ફોરવ્હીલ ઝીપ ની સાથે દોડતા આ દોડવીરRead More


વલારડી ખાતે ચાલી રહેલ જ્ઞાનયજ્ઞમા ચોસઠ જોગણીના ભવ્ય દર્શન

અમરેલી ના વલારડી ખાતે ચાલનાર શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ માં ચતુર્થ દિવસે રાત્રી ના  સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર -અમરેલી દ્વારા ભવ્ય સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો.શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ ભટ્ટ દ્વારા પોતાની આગવી શૈલીમાં પાંચમા દિવસે કથા નું મહત્વ સમજાવ્યુ હતું અને ચોસઠ જોગણી ના અવતારો નું વર્ણન કર્યું હતું. શાસ્ત્રી જી એ વ્યાસપીઠ પરથી કથા નું મહત્વ સમજાવ્યું કે, કથા જીવન ની વ્યથા ને દૂર કરે છે. અને સમાજ માં બહુજ બધી પડી ગયેલી ખોટી પ્રથા ને બદલે છે અને અંદર પડેલા ધૂમ્ર લોચન , મહીસાસુર ,રક્તબીજ આ બધા દુર્ગુણો છેRead More