Main Menu

Friday, February 23rd, 2018

 

અમરેલી જીલ્લાની ચાર બેઠકો માટેની મત ગણતરી યોજાઈ…૩ બેઠક પર કોંગ્રેસ અને ૧ બેઠકમાં ભાજપનો વિજય

[wpdevart_youtube]t-Mc3Tcx8CM[/wpdevart_youtube]અમરેલી જીલ્લાની ચાર બેઠકો માટેની મત ગણતરી માં આજે ધારી તાલુકા પંચાયતની ૩ બેઠક વીરપુર, ગોપાલગ્રામ અને દિતલા બેઠક માં કોંગ્રેસે બાજી મારી હતી જયારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના કુકાવાવ તાલુકા પંચાયતની સનાળી બેઠક ભાજપે કબજે કરી હતી પાલિકાની ચૂટણીમાં ભાજપનો હાથ ઉપર રહ્યો હતો પણ તાલુકા પંચાયતની પેટા ચૂટણીમાં કોંગ્રેસે બાજી મારીને ૩ બેઠકો કબજે કરી છે જેમાં વીરપુર બેઠકમાં ધીરુ મકવાણા ૧૯૪ મતે, ગોપાલગ્રામ બેઠક પર ગૌતમ હકુ વાળા ૩૮૮ મતે તો દીતલા બેઠક મહેન્દ્ર લાલકીયા ૬૮ મતે કોંગ્રેસના વિજેતા થયા છે તો કુકાવાવની સનાલી બેઠકના ભાજપનાRead More


ઘારીનાં વીરપુર માંથી સાત વન્ય પ્રાણી નીલગાય નાં મૃત દેહ મળી આવ્યા…યુરિયા વાળું પાણી પીવાથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ

ઘારીનાં વીરપુર માંથી સાત વન્ય પ્રાણી નીલગાય નાં મૃત દેહ મળીઆવ્યા…માલિકી ની વાડી માંથી એક સાથે સાત વન્ય જીવ નીલગાય નાં મૃત દેહ મળી આવતા વન વિભાગનો કાફલો ઘટના સ્થળે…યુરિયા વાળું પાણી પીવાથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ..


રાજુલા તાલુકાના વડ છતડીયા માર્ગ પર આવી ચડ્યા 2 સિંહો…શિકારની શોધમાં સિંહો નીકળ્યા રસ્તા પર…સિંહો રસ્તા પર આવતા વાહનો થંભી ગયા..જુઓ વિડીયો

[wpdevart_youtube]CCpu4R2G7lc[/wpdevart_youtube]રાજુલા તાલુકાના વડ છતડીયા માર્ગ પર આવી ચડ્યા 2 સિંહો…..શિકારની શોધમાં સિંહો નીકળ્યા રસ્તા પર…સિંહોએ રોડ પર મારી લટાર….સિંહો રસ્તા પર આવતા વાહનો થંભી ગયા….રાજુલા રેવેન્યુ વિસ્તારોમાં સિંહોનો છે વસવાટ..[wpdevart_youtube]QieofKENvbg[/wpdevart_youtube]


લાઠીદડ ગામે બે જૂથ વચ્ચે ધીગાંણું

બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે આજે સાંજના સુમારે વાહન વ્યવહારમાં બેસવા બાબતની માથાકુટે રૃદ્રસ્વરૃપ ધારણ કરતા પટેલ અને ભરવાડ સમાજના લોકો સામ સામે આવી ગયા હતા અને નાના એવા લાઠીદડ ગામમાં ભારેલા અગ્ની જેવો માહોલ હતો. વાહનના વ્યવહાર બાબતે માથાકુટ થઈ હોવાનું જણાવવામાં આવેલ છે. બન્ને સમાજના લોકો સામ સામે આવી જતા પોલીસ અધીકારીઓ દોડી ગયા હતા. બોટાદના લાઠીદડ ગામે ભારેલ કેબીનો પણ તોડી નાખ્યાના સમાચારો મળી રહ્યા છે. નાની એવી બાબત વિકરાળ સ્વરૃપ ધારણ કરતા બન્ને સમજના લોકો સામ સામે આવી ગયા હતા. એસ.પી. ડિ.વાય.એસ.પી. પોલીસ ઘટના સ્થળે દોડી ગઈRead More


ભાવનગર પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્રનો આરંભ

વિદેશ મંત્રાલય તથા ભારતીય ડાક વિભાગના સહયોગથી હેડ પોસ્ટ ઓફિસ ભાવનગર ખાતે પોસ્ટ ઓફસી પાસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો સાંસદડો. ભારતીબેન શિયાળના હસ્તે શુભારંભ કરાયો હતો. આ કાર્યક્રમનો દીપ પ્રાગટય કરી અને સાંસદ ડો.ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષતી કેન્દ્ર સરકારમાં રજુઆત કરાતી હતી અને આજે તેના ફળ સ્વરૃપે ભાવનગરને પોસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્ર મળવાથી લોકોને પાસપોર્ટ મેળવવાની સુવિધા ભાવનગર ખાતે થી જ મળશે. રીજીઓનલ પાસપોર્ટ ઓફીસર શ્રીમતી નિલમ રાનીએ જણાવ્યું હતું કે પાસપોર્ટ દરેક માણસ પાસે હોવો જરૃરી છે તેમણે દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિથી જ વહિવટRead More


૮ વેપારી પેઢીમાં GSTની તપાસ

સરકારે છેલ્લા કેટલાક માસથી વેટના બદલે હવે જીએસટીનો વેરો શરૃ કર્યાે છે પરંતુ વેટની સરખામણીએ જીએસટીની કામગીરી અઘરી હોય હજુ ઘણા વેપારીઓને જીએસટીમાં ખાસ ખબર પડતી નથી ત્યાં સરકારના આદેશથી ભાવનગરના જીએસટી વિભાગે શંકાસ્પદ વ્યવહાર કરનાર વેપારીઓની પેઢીએ તપાસનો ધમધમાટ શરૃ કર્યાે છે. ભાવનગર શહેરની કેટલીક વેપારીઓ પેઢીઓમાં આજે ગુરૃવારે જીએસટી વિભાગના અધિકારી-કર્મચારીઓએ તપાસનો ધમધમાટ શરૃ કર્યાે હતો અને વેપારને લગતા ચોપડા, કોમ્પ્યુટર વગેરેનુ ચેકીંગ કર્યુ હતું. જીએસટી વિભાગની કામગીરીના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને કેટલાક વેપારીઓએ ચેકીંગના ભયના પગલે દુકાન બંધ કરી દીધી હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલRead More


મુંબઈના કર્મકાંડી ભૂદેવને’હનીપ્રીત’માં ફસાવી ૫ લાખ માગ્યાં

સિહોર શહેરમાં કર્મકાંડ-કથા સપ્તાહ કરવા આવેલાં મુંબઈના યુવાન સાથે મોબાઈલ ફોનમાં વોટ્સએપ્સમાં ચેટિંગ કરી અશ્લીલ મેસેજ મોકલી પાંચ લાખની રકમની માગણી કરી સિહોરની યુવતી સહિત પાંચ જણાએ બ્લેકમેઈલ કરી ધાકધમકી આપ્યાની ફરિયાદ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ભોગગ્રસ્ત મુંબઈના યુવાને નોંધાવતાં અને મુંબઈથી આંગડિયામાં રૃપિયા લેવા જતાં બે શખસને પોલીસે છટકું ગોઠવીને દબોચી લીધાં હતા. જ્યારે સિહોરના દંપતી સહિત ત્રણને ઝડપી લેવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. આ અંગે માહિતી આપતાં સ્થાનિક નીલમબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એમ.નકવીએ જણાવ્યા મુજબ હાલ મુંબઈ રહેતાં અને કર્મકાંડ-કથા સપ્તાહના વ્યવસાય કરતાં મૂળ સિહોરના વતની ગોપાલભાઈRead More


ગરમીમાં વધારો જારી: ૧૦ શહેરમાં પારો ૩૫ ડિગ્રીને પાર

ફેબુ્રઆરી મહિનો હજુ પૂરો પણ થયો નથી ત્યાં ગરમીએ પ્રભુત્વ જમાવવાનું શરૃ કરી દીધું છે. આજે અમદાવાદ સહિત ૧૦ શહેરમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રીને પાર થયો છે. ૩૬.૪ ડિગ્રી સાથે મહુવામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. બીજી તરફ અમદાવાદમાં ૩૫.૪ ડિગ્રી ગરમીનો પારો નોંધાયો હતો. રાત્રે પડતી ઠંડીમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. ગત રાત્રિએ મોટાભાગના શહેરમાં ઠંડીનો પારો ૧૫ ડિગ્રીથી વધુ નોંધાયો હતો. અમદાવાદમાં ૧૬ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.  હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી ચાર દિવસ ઠંડીનો પારો ૧૮ ડિગ્રીએ જ્યારે ગરમીનો પારો ૩૬ ડિગ્રીએ પહોંચશે.Read More