Main Menu

Saturday, February 24th, 2018

 

સાવરકુંડલાના નેશનલ હીરોને સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખે કર્યું મસ્જિદમાં સન્માન

સાવરકુંડલા શહેરનું નામ દેશભરમાં ગુંજતું કરીને 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને લાંબીકુદમાં સિલ્વર મેડલ નેશનલ વિજેતા કાશમભાઈ કુરેશીનું સાવરકુંડલાના સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશીએ મસ્જિદે ઉષ્માને ઉંમર ખાતે જુમ્માના દિવસે સન્માનિત કરીને ભારત દેશનું નામ રોશન કરનાર દોડવીર કુરેશીને બિરદાવ્યા હતા સૂફીસંત અલ્હાજ સરકાર દાદાબાપુ કાદરીની દુઆએ ખૈરથી દિલ્હીમાં ડંકો વગાડનાર કાશમભાઈ કુરેશી (જીપ) એ 78 વર્ષની ઉંમરે યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી 3 હજાર ઉપરાંતના સ્પર્ધકોને મ્હાત કરીને સાવરકુંડલા મુસ્લિમ સમાજનું નામ દિલ્હીમાં ગુંજતું કરનારની સરાહના કરીને હજારો મુસ્લિમોની હાજરીમાં મસ્જિદમાં સન્માનિત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશીએRead More


માનવસૃષ્ટી અને સર્પસૃષ્ટી ના રક્ષક બી.બી.ડાભી સાહેબની સરાહનીય સેવા…પૂર્વ ભાજપ ઉપપ્રમુખ પીઢ આગેવાન શ્રીમતી નયનાબેન ગોહિલ દ્વારા ડાભી ને સન્માનિત કરવા માટે ગુજરાત સરકારને કરશે રજૂઆત

અમરેલી માટે આશીર્વાદ રૂપ સર્પ પકડનાર બી.બી.ડાભી સાહેબની ૩૦ વર્ષ ની અવિરતપર્ણ સેવાઓને બિરદાવતા આનંદ થાય છે કે,તાજેતર માં અધિશ્રીબેન ગોહિલ ના નિવાસ સ્થાને રામપાર્ક ગંગાનગર ખાતે પોતાના ઘર પાસે સ્કુટી પાર્ક કરી હતી તેઓ ડ્યુટી ઉપર જવાની તૈયારી માં હતા.ત્યાં અચાનક જ પડોશી ઓ દ્વારા બુમો પડવા લાગી કે કોઈ મોટા ઉડતા પક્ષી ની ચાંચ માંથી નાગણી સરકીને સોસાયટી ના રોડ વચ્ચે જ પડી હતી અને પલકારા માં જ સ્કુટી માં ઘુસી ગયેલ.નાજુક પરિસ્થિતિ પામી જઇને તરત જ નયનાબેન ગોહિલે સેવાભાવી બી.બી.ડાભી ને ફોન ઉપર વિગત ની જાણ કરેલ.તરતRead More


સાવરકુંડલાના નેશનલ દોડવીર કાશમભાઈ કુરેશીનું થયું અદકેરું સન્માન…પ્રદેશ એન.એસ.યુ.આઈ.સમીર કુરેશી,પાલિકા ઉપપ્રમુખે નેશનલ હીરોને બિરદાવ્યા…સન્માનપત્ર પાઠવી એશિયાના દેશોમાં ડંકો વગાડવાની આપી શુભકામનાઓ

સાવરકુંડલાના વયોવૃધે દેશ લેવલે નામ રોશન કરીને 100 મીટર દોડમાં ઝળહળતી સિદ્ધિ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના મહામંત્રી સમીર કુરેશી સહિત સાવરકુંડલા એન.એસ.યુ.આઈ.ના હોદ્દેદારોએ સન્માન કરીને દોડવીર કાશમભાઈ કુરેશીનું અદકેરું સન્માન કર્યું હતું સાથે સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ નાસીર ચૌહાણ અને કોંગ્રેસના ઉપપ્રમુખ તાજુદીન કુરેશીએ મુસ્લિમ વડીલ દોડવીર ને સન્માનિત કર્યા હતા ભારત દેશ લેવલે સાવરકુંડલા નું નામ રોશન કરીને 100 મીટર દોડ સાથે લાંબી કુંડમાં સિલ્વર મેડલ મેળવીને ગુજરાત રાજ્યનું હિર દિલ્હીમાં ડંકો વગાડી આવ્યા બાદ એશિયા ના ખંડોની એથ્લેટીક્સ સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવીને સાવરકુંડલા ના સિતારાRead More


વલારડી ખાતે જ્ઞાનયજ્ઞમાં આઠમાં દિવસે અલૌકિક તુલશીવિવાહ યોજાયા

સમસ્ત વઘાસિયા પરીવાર દ્વારા આયોજીત શ્રીમદ્દ દેવીભાગવત જ્ઞાનયજ્ઞના આઠમાં દિવસે શાસ્ત્રીશ્રી કૌશિકભાઈ ભટ્ટે પોતાની રસાળ શૈલીમાં સ્ત્રીના સન્માન વિશે જણાવતાં કહ્યું કે, પોતાના ઘરમાં રહેલ સ્ત્રીનું સન્માન એજ સાચી શકિતપુજા છે અને લોકોએ પોતાનું જીવન ચોક્ક્સ ઉદ્દેશ સાથે જીવવું જોઈએ. કર્તવ્ય દ્વારા અપાતો બોધએ સૌથી શ્રેષ્ઠ ઉપદેશ છે. જ્ઞાન યજ્ઞના આઠમાં દિવસે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલારડી ગામથી રામજી મંદિરના ઠાકોરજી, સમસ્ત વઘાસીયા પરિવારનાં રણ ખાંભીના સુરાપુરા દાદા શ્રી પાતાદાદાની દિકરી સમાન તુલસીજીને પરણવા આવ્યા હતા. ઠાકોરજીની જાન હાથીની અંબાડીએ વલારડી ગામનાં મંદિરેથી બપોરે 3 વાગ્યેRead More


રાજુલા વનવિભાગને મળી સફળતા…સિંહને પજવણી કરનાર શખ્સ સામે વનતંત્રે નોંધ્યો ગુન્હો…આરોપીને જેલહવાલે કરવાનો કોર્ટે કર્યો હુકમ

સીટી વોચની ઈંપેક્ટ અસર થી વનવિભાગે કરી કાર્યવાહી…રાજુલાના પીપાવાવ પોર્ટ કંપનીમાં 2 દિવસ પહેલા ટ્રક દ્રાઈવરે સિંહો પાછળ દોડાવ્યો હતો ટ્રક….પરપ્રાંતીય ટ્રક દ્રાઈવરે સિંહોની કરી હતી પજવણી….રાજુલા વનવિભાગને મળી સફળતા…ટ્રક અને દ્રાઈવર ની કરી વનવિભાગે ધરપકડ…સિંહને પજવણી કરનાર શખ્સસામે વનતંત્રે નોંધ્યો ગુન્હો….સિંહ પજવણી કરનાર શખ્સને વનવિભાગે કોર્ટમાં કર્યો રજૂ…સિંહ હેરાન કરનાર આરોપીને જેલહવાલે કરવાનો કોર્ટે કર્યો હુકમ.


દામનગરના ધામેલ સહિતના ગ્રામ્ય વિસ્તારો દ્વારા પોલીસ પરિવાર દામનગર અમરેલીનું ભવ્ય બહુમાન કરાયું

દામનગર ના ધામેલ સહિત ના ગ્રામ્ય વિસ્તાર માં જિલ્લા પોલીસ અધિક્ષક ડેપ્યુટી ઓફ અમરેલી દામનગર વંડા સહિત ના પોલીસ પરિવાર નું ભવ્ય બહુમાન                                                                અમરેલી ભવનગર જિલ્લા ના અનેકો પોલીસ સ્ટેશન માં લૂંટ ચોરી ધાડ ના અસંખ્ય ગુના ઓ કરતી ખતરનાક  ગેંગ ના ત્રણ આરોપી ઓ ની ઝડપી કાયદા નું જ્ઞાનભાન કરાવતી પોલીસ થી ખુશ ગ્રામ્ય વિસ્તારો દ્વારા પોલીસ પરિવારRead More


રાજુલાના ચાંચ ગામે મહેલમાં દીપડાના ધામા

રાજુલા તાલુકાના ચાંચ ગામે આવેલા ભાવનગરના રાજવીના મહેલમાં છેલ્લા કેટલાક સમયથી ધામા હોય મહેલ આસપાસ વસનારા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. મહેલના માલિક અને આસપાસ વસનારા આ દીપડો કોઈનો જીવ લે તે પહેલા વન વિભાગ દીપડાને પકડી પાંજરે પુરે તેવી લાગણી વ્યકત કરી રહ્યા છે. રાજુલા તાલુકાના ચાંચ ગામે છેલ્લા કેટલાક સમયથી એક દીપડાએ ધામા નાખ્યા છે. આ બાબતે ચાંચ ગામે વોટસઅપના માધ્યમથી કથીવદર પ્રકૃતિપ્રેમી આતાભાઈ વાઘને જાણ કરવામાં આવી કે ભાવનગરના રાજવીના ગઢના કાંગરે ચડી દીપડો સાંજના સમયે શિકારની શોધમાં બેઠો હોય છે આ મહેલની આજુ બાજુ માનવ વસ્તી ધરાવતોRead More


મંગળવારે પાલિતાણામાં શત્રુંજય ગિરિરાજની છ’ગાઉની યાત્રા

તીર્થધામ પાલિતાણામાં છ’ગાઉની યાત્રા તરીકે ઓળખાતો ઢેબરિયા તેરસનો મેળો આગામી તા.૨૭મીને મંગળવારે યોજાશે. અહિ જય આદીનાથના નાદ સાથે તા.૨૭મીને મંગળવારે વહેલી સવારે ભાવિકો છ’ગાઉની યાત્રાનો પ્રારંભ કરશે. દેશભરમાંથી અંદાજે ૧ લાખથી વધુ ભાવિકો ઉમટી પડી પૂણ્યનું ભાથું બાંધશે. દરમિયાન આદપુર ગામમાં સિધ્ધવડ વાડી ખાતે ૯૭ પાલમાં દહી, ઢેબરા, દાક્ષ, તરબુચ, સરબત, રસ, ખાખરા વિગેરે પ્રસાદનો ભાવિકો લાભ લેશે. જૈન સમાજમાં ફાગણ સુદ તેરસે પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પર છ’ગાઉની યાત્રા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેશભરમાંથી લાખો જૈન જૈનેત્તરો છ’ગાઉની યાત્રા કરી પુણ્યનું ભાથુ બાંધે છે. આ વખતે તા.૨૭મીને મંગળવારેRead More


બોટાદમાં સતવારા સમાજનું આવેદન

બોટાદમાં ગુજરાત સતવારા સુરક્ષા સેના દ્વારા સિક્કા પોલીસ સ્ટેશનમાં સતવારા સમાજની મહિલા સાથે થયેલા અભદ્ર વર્તનના મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી.


ભાવનગર તાલુકાના બુધેલ ગામના ગ્રામજનોનું આવેદન

ભાવનગર તાલુકાના બુધેલ ગામના સરપંચ ભવાનીસીંગ મોરી દ્વારા રાજેશભાઈ નામના ગ્રામજનને આર.ટી.આઈ. અન્વયે માહિતી માંગવા બદલ માર મારતા અને ગામના અમુક વિસ્તારમાં પાણી બંધ કરી દેવાના આક્ષેપ સાથે બુધેલ ગામ સમસ્ત દ્વારા સરપંચના વિરોધમાં કલેક્ટરને આવેદન પત્ર આપી ઘટિત કાર્યવાહી કરવાની માંગ કરી હતી.