Main Menu

Tuesday, February 27th, 2018

 

અમરેલી ખાતે કલેકટર સંજય અમરાણીના હસ્‍તે દીપપ્રાગટ્ય કૃષિ કૌશલ્‍ય વિકાસ તાલીમ – કૃષિ મેળો અને પ્રદર્શન ખૂલ્લું મૂક્યું

અમરેલી ખાતે કલેકટરશ્રી સંજય અમરાણીએ, દીપપ્રાગટ્ય કરી કૃષિ કૌશલ્‍ વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત કૃષિ મેળો અને પ્રદર્શન ખૂલ્લું મૂક્યું હતુ. કલેકટરશ્રી સંજય અમરાણીએ જણાવ્‍યું કે, ખેડૂતોને ખેતી-બાગાયતલક્ષી અત્‍યાધુનિક તાલીમ-માહિતી આપવા માટે કૃષિ મેળા અને પ્રદર્શનનું મહત્‍વ છે. આત્મા દ્વારા મૂલ્‍યવર્ધનની તાલીમ આપી ખેતી-બાગાયતના ક્ષેત્રમાં સર્જનાત્‍મકતા લાવી નવી દિશાઓ ખૂલી શકે છે. રાજકોટ સંયુક્ત ખેતી નિયામકશ્રી ધોરાજીયાએ જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્‍તારમાં જૂથ બનાવી આત્‍મા પ્રોજેકટ અંતર્ગત સર્જનાત્‍મક કાર્ય કરી ખેતી-બાગાયત- પશુપાલન ક્ષેત્રે મૂલ્‍યવર્ધન કરી નવસર્જન કરી શકાય છે. તેમણે બિયારણનું મહત્‍વ-ઉત્‍પાદન મૂલ્‍યવર્ધન જણાવી જૈવિક ખાતરનો ઉપયોગ કરવા ભલામણ કરી હતી. શ્રીRead More


અલંગ શીપયાર્ડમાં જહાજમાં ધડાકા સાથે આગ : દોડધામ

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૭માં પડેલા જહાંજ પર બાજુના પ્લોટ નં.૮માં ટાવર શિપના તૂટતા જહાંજનો એ ભગા પડયો હતો. જહાંજનો તૂટેલો ભાગ શીપમાં બાટલાઓ પડયા હોઈ તેના પર જ પડતા બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠી હતી. મોટા ધડાકાઓ સાથે બાટલાઓ ફાટત આસપાસના રહિશોમાં દોડધામ થઈ હતી. મોડી સાંજ સુધી આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. આધારભૂત વર્તુળો પાસેથી મળતી આગ અકસ્માતની મળતી વિગતો પ્રમાણે શિપબ્રેકર રાજુભાઈની માલીકીના નગરશેઠ શિપ બ્રેકરના પ્લોટનં.૭માં કટીંગ માટે લવાયેલ જહાંજ પડયું હતું. આ જહાંજને કાપવા માટે તેમના પર ઉપરના ભાગે એલપીજી ગેસના બાટલાઓRead More


ભાવનગર મા.યાર્ડમાં ડુંગળીના મામલે ખેડૂતોએ તાળાબંધી કરી

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં આજે ડુંગળીના ભાવના મામલે ધરતીપુત્રોએ તાળાબંધી કરી હતી.ઓણ સાલ ડુંગળીના ભાવ સારા રહેતા ડુંગળીના ખેડૂતો ગેલમાં આવી ગયા હતા. જો કે, છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીના ભાવમાં લગાતાર ઘટાડો થતાં ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો હતો. તેમાં પણ આવતીકાલથી ભાવનગર યાર્ડ પાંચ દિવસ માટે બંધ રહેનાર હોવાથી ડુંગળીની ખરીદી અંગે વેપારીઓમાં ઉભી થયેલી અસમંજસતાને કારણે સવારે મોડે સુધી હરાજી થઈ શકી ન હતી. જેથી અકળાયેલા ખેડૂતોએ માર્ડના ગેટ પર તાળાબંધી કરી હતી.જો કે, આ વિવાદ બાદમાં ઉકેલાતા અંતે ડુંગળીની હરાજી થઈ હતી. આજે સોમવારે ભાવનગર યાર્ડમાં લાલ ડુંગળીના ભાવRead More


અમરેલીની પોલીટેકનીક કોલેજમાંકાર્યક્રમનો પ્રારંભ

ડો.જે.એન. મહેતા પોલીટેકનીક કોલેજ અમરેલી ખાતે ડીપ્‍લોમાં એન્‍જીનીયરીંગમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રમત ગમતની વિવિધ ઈન્‍ડોર તેમજ આઉટડોર રમતો માટેના ક.બચઢશ કાર્યક્રમને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ તેમના વરદ હસ્‍તે ખુલ્‍લો મુકેલ હતો. આ તકે, અતિથિ વસંતભાઈ મોવલીયા, ભરતભાઈ વેકરીયા, અલ્‍કાબેન ગોંડલીયા, સંસ્‍થાના એમ.જે.પાઠક, પી.એન.જોષી, એન.બી.રાઠોડ સહિતનો સ્‍ટાફ તથા બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહયા હતા.


મિતિયાળા અભ્યારણ નજીક રેવેન્યુના ડુંગરમાં લાગી આગ….સિંહોના રહેણાંક વિસ્તારમાં આગ લાગવાથી વનતંત્ર દોડ્યું

અમરેલી જિલ્‍લાનાં વનવિભાગમાં દર વર્ષે જંગલમાં દવ લાગવાની ઘટના બની રહી છે. અને ઘણી વખત દવ લગાવવામાં આવતો હોવાની પણ ફરિયાદ ઉભી થતી હોય છે. હજુ સુધી વન વિભાગ નકકર તપાસ કરતો ન હોવાનો વસવસો વન્‍ય પ્રેમીઓ દર્શાવી રહૃાા છે. દરમિયાનમાં મિતિયાળા અભિયારણ નજીક આજે જંગલમાં અચાનક દવ લાગતાં ર00થી 300 એકરનું જંગલબળીને ખાખ થઈ ગયું છે. તો હજારો જીવ- જંતુઓ તેમજ વન્‍યપ્રાણીઓ પણ મોતને ભેટયા હોવાની આશંકા દર્શાવાઈ રહી છે. એવું પણ જાણવા મળેલ છે કે આ દવ કુદરતી નહી બલ્‍કે કૃત્રિમ છે અને કોઈ કૌભાંડને દબાવવા માટે દવRead More


પાલિતાણામાં ધી ર્બિંનગ બસ

પાલિતાણા શેત્રુંજય તીર્થધામ ખાતે ફાગણ સુદ તેરસના મેળા અને છ ગાઉની યાત્રામાં લાભ લેવા માટે વડોદરા ખાતેથી છ ગાઉની યાત્રાના શ્રધ્ધાળુઓ લઈને ખાનગી લક્ઝરી બસ પાલિતાણા આવી હતી. બસ અહીંની સર માનસિંહજી હોસ્પિટલ નજીકથી પસાર થતાં એકાએક બસમાં ઈલેક્ટ્રિક શોર્ટસર્કીટ થતાં આગ લાગી હતી. જેના લીધે બસમાં બેઠેલાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગની જાણ થતાં પાલિતાણા ફાયર બ્રિગેડ ટીમે ઘટનાસ્થળે ધસી જઈ પાણીનો મારો ચલાવી આગને હોલવી નાખી હતી. આ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.


શહેરમાં યુવતીની છેડતી મામલે પિતા અને પુત્ર પર ૪નો હુમલો

શહેરના શિવાજી સર્કલ, ઘોઘા રોડ, મંત્રેશ કોમ્પ્લેક્સ, યોગીનગર વિસ્તારમાં રહેતાં સુખલાલ રામજીભાઈ ચુડાસમા (ઉ.વ.૪૪)એ એવી ફરિયાદ સ્થાનિક ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે કે, ગઈ રાત્રિના ર૧/૩૦ વાગ્યાના અરસામાં ફરિયાદી મંત્રેશ કોમ્પ્લેક્સ, ભીલ સોસાયટી પાસે ઊભા હતા, ત્યારે રૃવાગામના સંજય ભનાભાઈ દલખાણિયા, રાહુલ રઘાભાઈ (રહે.લક્ષ્‍મીનગર), રૃષિ ભરતભાઈ મેર (રહે.રૃવાગામ) તથા દલખાણિયા ગામનો છોકરો સહિત ચાર શખસે ફરિયાદીની પુત્રીનો પીછો કરી બાવડું પકડી છેડતી કરવાનો પ્રયાસ કરી ઝઘડો કર્યો હતોે. જેના સમાધાન માટે ફરિયાદી તથા તેના પુત્રને બોલાવી આરોપીઓએ ગાળો બોલી, ઢીંકાપાટુનો માર મારી, વાંસના કટકા વડે ઈજા પહોંચાડી તમામ ફરાર થઈRead More


ભાવનગરમાં પ્રથમ વખત તાપમાન ૩૫ ડિગ્રીને પાર

મહા શિવરાત્રિ બાદ ભાવનગરમાં ઉનાળાની ઋતુનું ધીમા પગલે આગમન થઈ ચૂક્યું હોય તેમ તાપમાનમાં લગાતાર વધારો નોંધાયો હતો. બપોરના સમયે નગરજનો તાપ અને તડકાથી ત્રસ્ત બની ગયા છે. ત્યારે ઉઘડતા સપ્તાહે જ સિઝનમાં પ્રથમ વખત તાપમાનનો પારો ૩૫ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. ભાવનગરમાં ગત ૧૪મી ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન ૨૯.૯ ડિગ્રી નોંધાયા બાદ તાપમાનનો પારો સતત ૩૦ ડિગ્રીને પાર જ રહ્યો છે. જેના કારણે ઉનાળાની ઋતુએ ભાવનગરમાં દસ્તક દઈ દીધી હોય તેવો શહેરીજનોને અનુભવ થઈ રહ્યો હતો. વધી રહેલા તાપમાનને કારણે ઠંડી ગાયબ થઈ જતાં દિવસે અને રાત્રે પંખા, એ.સી.Read More


ભાવનગર લાકડાના ગોદામમાં ભીષણ આગ

ભાવનગર શહેરના જૂનાબંદર ફેરી રોડ પરના લાતીબજારમાં આવેલ લાકડાની લાતીમાં આજે રાત્રિના સુમારે એકાએક આગ ભભૂકી ઊઠી હતી. જેની જાણ થતાં સ્થાનિક ફાયર બ્રિગેડના સ્ટાફનો કાફલો મારતી ગાડીએ ઘટનાસ્થળે ધસી ગયો હતો અને પાણીનો મારો ચલાવતાં રહી બેકાબુ આગને કાબુમાં લેવાની કાર્યવાહી કરી હતી. પોલીસ સ્ટાફ પણ બનાવના સ્થળે ધસી ગયો હતો. આ અંગે ભાવનગર શહેર ફાયર બ્રિગેડના વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી મુજબ શહેરના જૂનાબંદર ફેરી રોડ વિસ્તારમાં રહેતાં ઈબ્રાહીમભાઈ તાજભાઈ વોરાનું લાતીનું ગોદામ દાણાપીઠમાં આવેલ છે. જે ગોડાઉનમાં ગઈરાત્રિના સુમારે અકસ્માતે આગ લાગી હતી. દરમિયાનમાં આગએ રૌદ્ર સ્વરૃપ ધારણ કરીRead More


મહુવા તાલુકા ના દુધેડી ગામે 70 બાળકો ને કરડી મધમાખી…તમામ બાળકો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

મહુવા તાલુકા ના દુધેડી ગામે 70 બાળકો ને કરડી મધમાખી…ધોરણ 1 થી 4 માં અભ્યાસ કરતા 70 બાળકો ને કરડી મધમાખી..તમામ બાળકો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા…