Main Menu

Thursday, March 1st, 2018

 

દામનગર ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદાય સમારંભ યોજાયો

દામનગર ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ માં અજિતભાઈ ભટ્ટ (બાદલભાઈ) નો વિદાયમાન સમારોહ સંપૂર્ણ મહાત્મા ગાંધીજી ના આદર્શ ને અનુચરતી અને  બારસો બહેનો ને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક નું શિક્ષણ આપતી સંસ્થા ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ ના કર્મચારી બાદલભાઈ ભટ્ટ ને સેવા નિવૃત થતા ભવ્ય બહુમાન સાથે વિદાયમાન આપતા શાળા સ્ટાફ વિદ્યાર્થીની ઓ                            શિક્ષણ સંસ્કાર ને શિસ્ત સાથે કન્યા કેળવણી ક્ષેત્રે નમૂના રૂપ શિક્ષણ શિસ્ત કાર્યરત  ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી દીકરીRead More


ખાંભા તાલુકાના પાટી ગામે આવેલ અસહાબા નવાથાપીરની દરગાહ હિંદુ-મુસ્લિમ સમાજ માટે કોમી એકતા સમાન છે

ભીખુભાઈ બોરીસાગર : ખાંભા તાલુકા ના પાટી ગામે આવેલ અસહાબા નવાથાપીરની દરગાહ પાટી થી આદસંગ જવાના રસ્તે આશરે ૪૫૦ વર્ષ જૂની આવેલી છે.અહિયાં દરવર્ષ ઉર્ષ થાય છે.જેમાં હિંદુ મુસ્લિમ સમાજના તમામ લોકો હાજર રહે છે.ભજન,ભોજન બંદગી નો ત્રિવેણી સંગમ થાય છે.અહિયાં અનેક હિંદુઓ માનતાઓ ચડાવવા આવે છે.અહિયાં મુંજાવર તરીકે વર્ષોથી ઓઠા કરીમભાઈ બાબુભાઈ સેવા બજાવે છે.અહિયાં રસ્તે જતા યાત્રાળુ ઓ માટે ચા-પાણી ની વ્યવસ્થા રાખેલ છે.બગદાણા તથા ઊંચા કોટડા તરફ જવાના રસ્તે આવેલી આ દરગાહ માં હિંદુ યાત્રાળુ ઓ પણ મોટી સંખ્યા માં આવે છે.દર ગુરુવારે અહિયાં અન્નશેત્ર પણ ચલાવવાRead More


સૌરાષ્ટ્રમાં આજે હોલીકા દહન સાથે પરંપરાગત રીતે ઉજવાશે હોળી પર્વ

આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજય તથા અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમાન હોળી પર્વની સમગ્ર સૌરાષ્ટ્રમાં ફાગણ સુદ પુનમના પાવન દિવસે તા. ૧ ના પરંપરાગત ઉજવણી કરાશે. શહેરો, ગામોમાં સાંજે શુભ મુહૂર્તમાં વિધિવત રીતે હોળી પ્રાગટય કરાશે. ચોકેચોકે લાકડા, છાણા વગેરેની સુશોભીત હોળીએ તૈયાર કરાઇ છે. શ્રધ્ધાળુઓ હોળીની પ્રદક્ષિણા કરી ખજૂર, ધાણી, શ્રીફળ, દાળિયાનો પ્રસાદ હોમશે. તો બીજી બાજુ પરંપરા પ્રમાણે હોળીની ઝાળની દિશાના આધારે આગામી વર્ષ કેવું નિવડશે તેનો વર્તારો કરાશે. * જામનગર શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં કુલ ૪૦૦થી પણ વધુ સ્થળો પર હોલિકા મહોત્સવ ઉજવવામાં આવશે. સાંજેRead More


સરથાણાના યુવાન વેપારીનો પત્ની બાળક સાથે સામુહિક આપઘાત

સરથાણા યોગીચોક સ્થિત મેજીસ્ટીકા હાઈટ્સમાં માત્ર એક માસ અગાઉ જ નવો ફલેટ ખરીદી સંયુક્ત પરિવારમાં રહેવા આવેલા યુવાન વેપારીએ આજે સવારે પત્ની અને ચાર વર્ષિય બાળક સાથે એપાર્ટમેન્ટના ૧૨ મા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ખળભળાટ વ્યાપી ગયો હતો. વેપારીના ખિસ્સામાંથી મળેલી છ પાનાની સ્યુસાઈડ નોટમાં વેપારીએ વ્યાજના બોજાથી કંટાળી પગલું ભર્યુ હોવાનો ઉલ્લેખ કરતાં સરથાણા પોલીસે તે દિશામાં તપાસ શરૃ કરી છે. બનાવ અંગે સ્મીમેર હોસ્પિટલ તેમજ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના બગસરાના જુના વાઘણીયાના વતની અને અગાઉ યોગીચોક તુલસીદર્શન સોસાયટીમાં રહેતા તેમજ કોમ્પ્યુટર અનેRead More


અમરેલી જીલ્લા એન.એસ.યુ.આઈ.દ્વારા એસ.ટી.ડેપો અમરેલી ખાતે હોબાળો

[wpdevart_youtube]OpTOlCXscaA[/wpdevart_youtube]તા.૧-૩-૧૮ ના રોજ અમરેલી જીલ્લા એન.એસ.યુ.આઈ.દ્વારા અમરેલી શહેર ના એસ.ટી.ડેપો ખાતે મેનેજર શ્રી ને રજૂઆત કરવામાં આવી હતી.તેમ જણાવેલ હતું કે,થોડા દિવસોમાં બોર્ડ ની પરીક્ષા શરુ થઈ રહી છે.ત્યારે વિદ્યાર્થી ઓને અનેક ગામ માંથી અમરેલી શહેર ના વિવિધ શાળા ઓના કેન્દ્રો ઉપર પરીક્ષા સ્થળ આવેલ છે ત્યારે અમરેલી જીલ્લા એન.એસ.યુ.આઈ.દ્વારા વિદ્યાર્થી ઓના હિતનો વિચાર કરી એસ.ટી.ડેપો ખાતે વિવિધ પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી હતી.જેમાં મુખ્યત્વે બોર્ડના પરીક્ષા સમય દરમિયાન તમામ બસો નિયમિત સમયસર ગ્રામ્ય વિસ્તારમાં પહોચે તેમજ વિદ્યાર્થી ઓને પરીક્ષા ના સમય પહેલા પહોચાડે તેવી રજૂઆત કરવામાં આવેલ છે.આ કાર્યક્રમRead More


મહાનગરપાલિકાને ૧ માસમાં ૪ કરોડના વેરાની ધીંગી આવક

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કડક કાર્યવાહીને કારણે ફેબ્રુઆરી માસમાં મનપાને ચારેક કરોડની ધીંગી આવક થઈ છે. જ્યારે નોટીસો પાઠવ્યા છતાં વેરો ન ભરનાર ૧૩૦૦ જેટલા આસામીઓની મિલકતની જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકાના કમિશનર કોઠારીની સુચનાથી વેરા વસૂલાતની ટીમ દ્વારા વેરા વસૂલાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રોજે રોજ બાકીદારો આસામીઓ સામે જપ્તી નોટીસ કાઢી વેરો ભરી દેવા તાકિદ કરાઈ રહી છે. નોટીસ પાઠવ્યા બાદ પણ વેરો ન ભરનાર આસામીની મિલકતની જપ્તી સહિતની સઘન કાર્યવાહી શરૃ કરાતા બાકીદાર આસામીઓમાં ફફડાટ ફેલાયો છે. મનપાની વેરા વસૂલાતની ઝુંબેશને કારણે ફેબ્રુઆરી માસનાRead More


કળસાર ગામે પાંચ વર્ષની બાળા પર દીપડાનો હુમલો

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કળસાર ગામે પાંચ વર્ષની એક બાળા પર દીપડાએ હુમલો કરતા ચકચાર સાથે અરેરાટી વ્યાપી જવા પામી છે. ઈજાગ્રસ્ત બાળાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવની જાણ થતા વન વિભાગ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. વન વિભાગના સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, મહુવા તાલુકાના કલસાર ગામે સીમ વિસ્તારમાં રહેતા હરેશભાઈની પુત્રી ખુશી (ઉ.પ) તેના દાદીમાંની બાજુમાં ફળીયામાં સુતી હતી ત્યારે આજે બુધવારે વહેલી સવારે પોણા છ વાગ્યા આસપાસ એક દીપડો આવી ચડયો હતો. આ દીપડાએ ખુશી સુતી હતી ત્યારે તેના મોઢાના ભાગ પર હુમલોRead More


હોલિકા દહન મુહૂર્ત: શુભ છે આ વર્ષનું હોલિકા દહન, જાણો ક્યારે કરશો પૂજા

ભારત તહેવારોનો દેશ છે અને હોળી એક એવો તહેવાર છે જેની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવે છે. આજે હોલિકા દહન કરવામાં આવશે. ક્યારે ન કરવી જોઇએ હોલિકા દહનની પૂજા દહન ફાગણ મહિનાની પૂનમે સૂર્યાસ્ત પછી, જ્યારે પૂનમની તિથિ હોય ત્યારે કરવું જોઇએ. એવો નિયમ છે કે ભદ્ર કાળમાં હોલિકા પૂજન અને હોલિકા દહન ન કરવું જોઇએ. તેનાથી અશુભ ફળ મળે છે. આજે સાંજે 7.39 વાગે ભદ્ર સમાપ્ત થઇ જશે તે પછી હોલિકા દહન કરવું શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ વર્ષ હોલિકા દહન માટે શુભ છે. ધર્મસિંધુ નામકRead More


અંડર-19નો ગુજરાતી “ધોની” હાર્વિક દેસાઇ બન્યો ભાવનગરનો મહેમાન

તાજેતરમાં યોજાયેલ અન્ડર 19 વર્લ્ડ કપમાં ભારતને વિજય બનાવવા ભાવનગરના હાર્વિક દેસાઈનો પણ મોટો ફાળો હતો. હાર્વિક પોતાના વતન ભાવનગર આવી પહોંચ્યો હતો. હર્વિકના આગમનને લઇને પરિવારજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હાર્વીકે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કોઈપણ સફળતા મેળવવા માટે તમારે પુરુષાર્થ કરવાની જરૂર છે અને પુરુષાર્થથી જ તેને રમવાની તક મળી હતી. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલામાં ભારતની અંડર-૧૯ની ટીમે શાનદાર વિજય હાંસલ કરી દેશનું નામ રોશન કર્યું હતું અને આ જીત પાછળ મૂળ ભાવનગરના હાર્વિક દેસાઈએ સિંહફાળો આપ્યો છે.સૌરાષ્ટ્ર જ નહીંRead More


બાબરાઃ નદીએ કપડા ધોવા ગયેલી યુવતીનું થયું અપહરણ, કરાયું દુષ્કર્મ

બાબરા તાલુકાના ખંભાળામાં નાનાભાઈ સાથે નદી કાંઠે કપડા ધોવા ગયેલી ૧૮ વર્ષીય યુવતીનું ત્રણ કુટુંબીજનોએ અપહરણ કર્યા બાદ સુરત ફેરવી વંથલી બંધ મકાનમાં એક શખસે પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરિયાદ થઈ છે. મળતી હકીકમ મુજબ ખંભાળા રહેતી યુવતી તા.૩.ર.૧૮ ના રોજ તેના નાનાભાઈ સાથે કપડા ધોવા ગઈ ત્યારે રાહુલ ભરત મકવાણા, વિપુલ બહાદુર મકવાણા, રવિ હકુભાઈ મકવાણા દ્વારા યુવતીના ભાઈને માર મારી યુવતીને બાઈક ઉપર બેસાડ પ્રથમ ગઢડા(સ્વામીના) અને ત્યાંથી સુરત ઉપાડી જવાઈ હતી. બાદમાં રાહુલ ભરત મકવાણા દ્વારા વંથલી ગામે લાવી એક અવાવરૃ મકાનમાં યુવતીનાRead More