Main Menu

Sunday, March 4th, 2018

 

કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]nEg3xOHKu00[/wpdevart_youtube]


ગીર અભ્યારણના વિકાસ માટે ૧૫ કરોડની જાહેરાત

વિશ્વમાં લુપ્ત થવાને આરે ઉભેલા વન્યજીવો, વનસ્પતિઓના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની જાગૃતિ કેળવવા પ્રતિ વર્ષ ૩ માર્ચને વિશ્વ વન્ય જીવ દિવસ તરીકે વિશ્વ આખુ મનાવે છે. ત્યારે સાસણ ગીર ખાતે વિશ્વ વન જીવ દિવસમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનારનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ડો.હર્ષવર્ધન ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા ગીર અભ્યારણના વિકાસમાં રૂપિયા ૧૫ કરોડના નવા પ્રકલ્પોની જાહેરાત કરવામાં આવી હતી. રૂપાણીએ જીઓ ઓર જીને દોના ભારતીય સંસ્કૃતિના સનાતન સુત્રને સાર્થક કરવા રાજ્યમાં ચાલતા કરુણા અભિયાનની ફલશ્રુતિનીRead More


લાઠી ગામે ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ

અમરેલીના લાઠી ગામે ચાર વર્ષની બાળકી ઉપર કુંટુંબીક મામાએ જ દુષ્કર્મ ગુજાર્યાની ઘટનાની ચકચાર મચી છે. ચાર વરસની બાળકી તેની માતા સાથે મામાના ઘરે આવી હતી. જ્યાં મામાએ આ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. બાળકીની માતાને ઘટનાની ખબર પડતા પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી. પોલીસે પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી કૌંટુંબિક મામાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ બાદ જાહેરમાં સરભરા પણ કરી હતી. લાઠીમાં આ ઘટનાને લઇને લોકોમાં પણ ભારે રોષ વ્યાપો હતો.


એપ્રિલથી ઘોઘા-દહેજ કાર્ગો ફેરી થશે કાર્યરત, ભાવનગર બનશે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વારઃવાઘાણી

ભાવનગરઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે ભાવનગર એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, આગામી એપ્રિલ માસથી ઘોઘા-દહેજ વચ્ચે કાર્ગો ફેરી કાર્યરત થઇ જશે. એપ્રિલમાં બીજા સપ્તાહમાં ઘોઘા-દહેજ વચ્ચે 1000 પેસેન્જર તેમજ 150 ટ્રક તેમજ 80 ફોર વ્હીલની ફેરફેર થશે. તેમણે કહ્યું કે, ભાવનગર સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર બની જશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ કામોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. મધ્યમાં આવેલા સરદારબાગને 8.25 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. જયારે બોરતળાવ કૈલાશ વાટિકામાં 5 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. તેનું લોકાર્પણRead More


ભાવનગરમાં પિતાની હેવાનિયત : પ્રેમી સાથે સંબંધ બાંધ્યો છે કે નહિં જાણવા કર્યું આવું

ભાવનગરની મહિલા પોલીસના અભયમ ઉપર કાળીયાબીડ વિસ્તારમાંથી એક યુવતીએ ફોન કરીને પોતાને બચાવી લેવા વિનવણી કરતા, પોલીસ તરતજ હરકતમાં આવી હતી. અને યુવતીને ત્રાસ આપતા તેના સગા માતાપિતા પાસેથી છોડાવી પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતી. પોલીસ સમક્ષ ભાંગી પડેલી યુવતીએ પોતાની આપવીતિ કહેતા, પોલીસ પણ કંપી ગઈ હતી. યુવતીની સ્થિતિ જોઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઘટનાની વિગતો પ્રમાણે ભાવનગરની મહિલા પોલીસ હેલ્પલાઈન અભયમ પર એક યુવતીએ મદદ માટે ફોન કરતાં જણાવ્યું હતું કે તેના માતાપિતાએ જ તેને ગોંધી રાખી છે. તેના પર અસહ્ય ત્રાસ ગુજારવામાં આવી રહ્યોRead More


અમરેલીની દસકાઓ પહેલાની માંગણી હવે થશે ફળીભૂત, મળી સાંતલી ડેમને મંજૂરી

એક દસકાઓ પછી અમરેલીના બાબાપુર નજીક સાંતલી સીંચાઈ યોજના માટે રૂપિયા 707 કરોડની ફાળવણી કરીને ડેમ બનાવવા માટે 1992માં બનાવાયેલી આ યોજના હવે વર્ષ 2018માં સાકાર થશે. જેમાં અમરેલીના બાબાપુર ગામ પાસે સાંતલી ડેમ બનાવવામાં આવશે. ૨૦૧૭માં સરકાર દ્વારા નવી દરખાસ્ત મંગાવતા આ વિસ્તારના પાંચ ગામો બાબાપુર, પાણીયા, જાળીયા, ટીંબલા અને મોટાભંડારીયાના ખેડુતોએ 95 ટકા સંમતી આપી હતી. તેમજ પાણીયા ગામના ગામતળના લોકોએ પણ આ યોજના માટે મંજૂરી આપી હતી. જે અંગે તા. ૨૯-૬ના રોજ રુપિયા ૭૦૭ કરોડની દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી હતી. આ દરખાસ્તને આગળ ચલાવવા માટે સાંતલી ડેમRead More


દામનગર શહેરમાં જશને ઉર્ષ મુબારક હજરત વલી ચીંથરીયા પીર ના ઉર્ષ પ્રસંગે ભવ્ય ઝુલુસ નીકળ્યું

દામનગર શહેર માં જશને ઉર્ષ મુબારક  હજરત વલી ચીંથરીયા પીર ના ઉર્ષ પ્રસંગે ભવ્ય ઝુલુસ નીકળ્યું ચીંથરીયા પીર ને ચીંથરૂ ચડાવી માનતા રાખતા હિન્દૂ મુસ્લિમ સહિત સમાજ ની  અતૂટ શ્રદ્ધા હજરત વલી ચીંથરીયા ના દર્શને મુસ્લિમ સમાંતર હિન્દૂ ની પણ જશને મુબારક ઉર્ષ માં હાજરી                                  ચીંથરીયા પીર ના ઉર્ષ પ્રસંગે દાદાબાપુ કાદરી સાવરકુંડલા નિઝામબાપુ ચિસ્તી અમરેલી મુનિરબાપુ સહિત ના સંતો ની ઉપસ્થિતિ માં ભવ્ય રીતે ઉર્ષ મુબારક ની ઉજવણી હજારો શ્રધ્ધાળુ ઓ દ્વારા દાદાબાપુRead More