Main Menu

Friday, March 9th, 2018

 

રંઘોળા નજીક ૩૫ જાનૈયાઓને ભરખી જનાર ટ્રક ચાલક ઝડપાયો

રંઘોળા નજીક જાનૈયા ઓ ભરખી જતા ટ્રક ચાલકે બે ફીકરાઈ થી ટ્રક ચલાવી ૩૫ માનવ ઝીંદગી ભરખી જનાર ટ્રક ચાલક ને ઝડપી લેવામાં પોલીસ ને સફળતા મળી છે.અકસ્માત સર્જી ને મહુવા ના કુંઢેલી ગામે સંતાયો હતો.ઝડપાયેલ ટ્રક ચાલક ટ્રક ચલાવવા નું લાયસન્સ ન ધરાવતો હોવા છતાં ટ્રક માલિકે લાંબા સમયથી ટ્રક ચલાવવા આપ્યો હતો.


તળાજા પો.સ્ટે.નાં ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ. જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *પો.કો. શકિતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, તળાજા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૨૬/૧૭ પ્રોહી.એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬બી,૯૮ ઘ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી મહેશ કે જેનું ખરેખર નામ મેઘરાજ ઉર્ફે મહેશ ઇશ્વરભાઇ કુંચાલા રહે.ભાવનગર વાળો છે.જે હાલ ભાવનગર,એસ.ટી.સ્ટેશન પર હાજર છે.* જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નાસતાં-ફરતાં આરોપી મેઘરાજ ઉર્ફેRead More


રજવાડી મજરલોડ બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર જીલ્લામાં કેટલાક ઇસમો ગેરકાયદેસરના ફાયર આર્મ્સ રાખતા હોવા અંગેની હકિક્ત પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબના ધ્યાને આવતા પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે આવા ઇસમોને પકડી પાડી તેમના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા સારૂ  ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારએ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફને સુચના આપેલ અને આવા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ આજરોજ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ ના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ સોહિલભાઇ ચોકિયાને મળેલ ખાનગી હકિકત આધારે પાલીતાણા તાબેના નાની પાણીયાળી ગામ ખારા ડેમની સામે વણજારાની વાડીમાંRead More


શાળાઓના વ્યાયામ તથા રમત ગમત નું પ્રમાણ ઘટતું હોવાથી વિદ્યાથીઓમાં વધતી જતી કુટેવો રોકવા બાબતે રજૂઆત

આજરોજ ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.દ્વારા આવેદન પાઠવી સમગ્ર જીલ્લાની શાળાઓને સૂચિત કરવા માંગ કરીએ છીએ કે અમરેલી જીલ્લા ની અંદર હાલ અનેક ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ આવેલ છે.આ શાળાઓમાં અનેક પ્રકાર ની ફી ની વસુલાત કરવામાં આવે છે.ત્યારે એક્ટીવીટીસ ફી તથા સાંસ્કૃતિક ફીઓ પણ ઉઘરાવવામાં આવી રહી છે.ત્યારે આપને જણાવવાનું કે હાલ અમરેલી જીલ્લાના વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો ની શારીરિક ફિટનેસ ખુબ જ ઓછી થઈ રહી છે.કારણ કે શાળાઓમાં રમત ગમત તથા વ્યાયામ નું પ્રમાણ ખુબ જ ઘટી ગયેલું જણાય છે.જેના કારણે આજનો યુવાન દિન પ્રતિદિન માયકાંગલોRead More


આઈ.ટી.આઈ.અમરેલીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ રૂમમાં લાઈટ તેમજ પંખાની અપૂરતી સુવિધા પૂરી પાડવા રજુઆત કરતી ટીમ NSUI

અમરેલી આઈ ટી આઈ માં શિક્ષણ રૂમ માં અમુક વર્ગ માં લાઈટ તેમજ પંખા ની અપૂરતી સુવિધા હોય જેથી અમરેલી આઈ ટી આઈ ના આચાર્ય શ્રી ને ઉનાળા ની ઋતુ માં વિદ્યાર્થી ને તકલીફ ન પોહચે તે હેતુ થી આ અપૂરતી સુવિધા પૂરી પાડવા તાત્કાલિક ના ધોરણે યોગ્ય કરવા માં આવે તેવી માંગણી કરતા આઈ ટી આઈ ના પ્રિન્સિપાલ એ ખાત્રી આપી તાત્કાલિક ના ધોરણે માંગણી ના અનુસંધાને કાર્યવાહી કરવા માં આવશે તેવી બાંહેધરી આપી હતી


ભાવનગરમાં કેટલાક બ્રિજ છે જે નોતરી શકે છે મોટા અકસ્માત, તંત્ર ક્યારે જાગશે?

ભાવનગરઃ થોડા સમય પહેલા જ રંઘોળા ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં 34 જેટલા લોકો મોતને ભેટયા હતાં. આ ઘટના કોની ભુલને કારણે બની તે જાણી શકાયું નથી. પરંતુ ભાવનગરમાં એવા કેટલાય બ્રિજ છે જે મોટા અકસ્માતને નોતરી શકે છે. જર્જિરીત બ્રિજોના મામલે તંત્ર ઘૌર નિંદ્રામાં છે. હજુ વધુ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું એમ લાગી રહ્યું છે. ભાવનગર જિલ્લાના રોડ-રસ્તા એવા છે કે જેના કારણે સૌથી વધુ અકસ્માત સર્જાય છે. અમદાવાદ, રાજકોટને જોડતા રોડની હાલત બિસ્માર છે. તો ભાવનગરથી ગામડાઓને જોડતા રસ્તા પણ તુટી ગયેલા જોવા મળે છે. ભાવનગરથી અમદાવાદ જતા ટૂંકાRead More


તળાજામાં મહિલા દિને ત્રણ દિકરીના જન્મથી હર્ષોલ્લાસ

વિશ્વ મહિલા દિવસ અંતર્ગત આજે તળાજાની બે ખાનગી હોસ્પિટલોમાં પરોઢીએ અલગ-અલગ ત્રણ પ્રસુતી દરમિયાન ત્રણ દિકરીઓ જન્મી હતી. આજના દિવસની ઉજવણીના ભાગરૃપે ચૂંટાયેલ મહલા આગેવાનો, તાલુકા મેડીકલ ટીમ દ્વારા બાળકી અને તેના પરીવારને સન્માનીત કરવામાં આવ્યા હતા. પુરૃષ સામે સ્ત્રીની ઘટતી જતી સંખ્યા, દિકરીની ગર્ભમાં જ હત્યા થતી હોઈ અટકાવવાનું ભાગરૃપે તથા દિકરીના માવતરને પ્રોત્સાહિત કરવાના આશયને લઈ રાજ્ય સરકાર દ્વારા આજે વુમન્સ-ડે અવસરે જયાં દિકરી અવતરે તે દિકરી અને તેના પરીવારને યાદગાર પ્રસંગ બનાવવાના ભાગરૃપે સન્માનીત કરવાનું નક્કી થયું હતું.જેમા તળાજાના ડો.કાતરીયાની શિવમ્ હોસ્પિટલમાં સવારે બે અને બાપા સિતારામRead More


કુંભારા ગામે બંધમકાનમાંથી ત્રણ લાખની મતાની તસ્કરી

બોટાદ શહેર અને તાલુકાપંથકમાં છેલ્લાં કેટલાંક અરસાથી ચોરી, ઘરફોડ, ધાડ, લૂંટ, ચીલઝડપના ગુનાએ માઝા મૂકી હોવાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. તેમાં પણ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવા આવતાં લોકોને આરોપી હોય તેમ ખખડાવી નાખીને કાઢી મૂકાતા હોવાની રાવ આમજનતામાંથી જાગી હતી. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વેના બંધમકાનમાંથી ત્રણેક લાખની મતાની ચોરીના બનાવની ફરિયાદ લેવામાં પાળિયાદ પોલીસે ગલ્લાંતલ્લાં કરતાં બોટાદ એસ.પી.નો હુકમ થયા બાદ જ ગૂનો નોંધાયો હતો. પોલીસ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના કુંભારા ગામે રહેતાં ભુપતભાઈ હરજીભાઈ મેર ગત તા.૬/૩ ના રોજ સવારે ૧૧/૦૦ કલાકે મકાનને તાળુંRead More


તળાજામાં મજૂરો ભરેલ છકડોની ગૂલાંટ

તાજેતરમાં રંઘોળા નજીક પુલ પરથી ટ્રક નીચે ખાબકતાં અનીડા ગામના ૩ર જાનૈયા મોતના મુખમાં ધકેલાઈ ગયાની ઘટના લોકમાનસમાંથી ભૂંસાઈ નથી ત્યાં ગુરૃવારે તળાજાના રામપરા રોડ પરના ડુંગળીના કારખાનામાં મજૂરીકામ પુરૃ કરીને પરત તેમના ગામ મંગેળા છકડોરિક્ષામાં બેસીને જતાં આશરે દસેક જેટલાં મજૂરો જતાં હતા. ત્યારે રાધેકૃષ્ણ સોસાયટી નજીક છકડોરિક્ષાના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગૂમાવી દેતાં પલટી ખાઈ જતાં તેમાં બેઠેલાં શ્રમજીવીઓને ઈજા થવા પામી હતી.


જાળિયાના ખેડૂતને આત્મવિલોપન કરતાં પૂર્વે જ પોલીસે દબોચી લીધાં

ગારિયાધાર તાલુકાના જાળિયા ગામના ખેડૂતની વાડીમાંના પાકને સળગાવી દઈ જાતિ માટે હડધૂત કરી ફરાર થઈ ગયાની ફરિયાદ ગામના જ બે શખસ વિરૃધ્ધ ગારિયાધાર પોલીસમથકમાં ભોગગ્રસ્ત ખેડૂતે નોંધાવતાં પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેના આરોપીઓની ધરપકડ નહિ થતાં ફરિયાદીએ આત્મવિલોપન કરવાની ચીમકી આપતાં પોલીસે ત્રણ દિવસમાં ઝડપી લેવાની ખાતરી આપ્યા બાદ પણ નહિ પકડાતાં આત્મવિલોપનની ચીમકી આપી હતી. જે મુજબ દલિત ખેડૂત આજે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવા આવતાં ફરજ પર તૈનાત પોલીસે તેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. તેમજ ખેડૂતની સાથેનાRead More