Main Menu

Saturday, March 10th, 2018

 

મહુવા:શિક્ષણ પર્વમાં ગીતગાન

ગુજરાતી કેળવણી પરિષદ દ્વારા મહુવા કૈલાશ ગુરુકુળ ખાતે યોજાયેલ શિક્ષણ પર્વ દરમિયાન શુક્રવાર ની રાતે લોકગાયક શ્રી અરવિંદભાઈ બારોટ ના કંઠે મેઘાણી અને બીજા કવિઓ ની રચના ઓનું ગીતગાન શ્રી મોરારીબાપુ ના સાનિધ્ય સાથે સૌને માણવા મળ્યું હતું.


સુરત જિલ્લાનાં કામરેજ પોલીસ સ્ટેશનનાં ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ,ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગરનાંઓ તરફથી આર.આર.સેલ, ભાવનગરને નાસતાં-ફરતાં આરોપીઓ પકડવા માટે સુચના આપવામાં આવેલ. આજરોજ ભાવનગર રેન્જ,ભાવનગર સ્ટા,ફનાં માણસો ઉપરોકત સુચના અનુસંધાને ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,સર ટી હોસ્પીટલ પાસે આવતાં પો.કો. ઉમેશભાઇ સોરઠીયાને બાતમીરાહે હકિકત મળેલ કે,સુરત ગ્રામ્ય,કામરેજ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૫૨૫/૨૦૧૭ પ્રોહી.એકટ કલમઃ-૬૫ ઇ,૮૧,૮૩, ૯૮(૨) મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી સંજય ઉર્ફે સુનકો રહે.જમોડ હાઇસ્કુલની સામે,ભાવનગરવાળો ભાવનગર,જીલ્લા જેલ સામે રોડ પર ભુરા રંગનું ટી-શર્ટ તથા નાઇટ ડ્રેસનું પેન્ટ પહેરીને ઉભો છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં ઉપરોકત વર્ણનવાળા *સંજયભાઇ ઉર્ફે સુનિલ ઉર્ફે સુનકો જયંતિભાઇ Read More


રૂ.૫,૬૬,૮૦૦/-નાં મુદ્દામાલ સાથે ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ. આજરોજ ભાવનગર, એલ.સી.બી સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં ના.રા.માં હતાં.તે દરમ્યાન *પો.હેડ કોન્સ. પ્રદ્યુમનસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,આડોડિયા વાસ માં રહેતાં રોમેશભાઇ દિનેશભાઇ પરમારે GJ-04-AT 2355 ટાવેરા ગાડીમાં બહારથી પરપ્રાંત દારૂ/ બિયરનો જથ્થો મંગાવેલ છે.તે દારૂ/બિયરનો જથ્થો આડોડિયા વાસમાં આવેલ ગ્રાઉન્ડમાં જે કેન્દ્ર તરીકે ઓળખાય છે.ત્યાં ટાવેરા ગાડી રાખી રોમેશ દિનેશRead More


ભાવનગરના રંઘોળા અકસ્માતમાં વધુ બેના મોત, PM દ્વારા ૫ણ રૂ.2 લાખની સહાય

ભાવનગરના ઉમરાળાના રંઘોળા ગામે ત્રણ દિવસ અગાઉ થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક 38 થયો છે..ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત થયા છે. મૃતકોમાં એક અનિડાના સોમજી રમેશભાઇ ૫રમાર જ્યારે બીજા તળાજાના દિ૫કભાઇ રવજીભાઇ ૫રમાર છે. આ તરફ પીએમ મોદીએ રંઘોળા અકસ્માતમાં સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોને પરિજનોને બે લાખ જ્યારે કે ઘાયલોને પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે. મહત્વનુ છે કે રાજય સરકાર મૃતકોના વારસદારોને ચાર લાખ જ્યારે કે ઘાયલોને વિના મૂલ્યે સારવારની જાહેરાત કરી ચૂકી છે.


રૂ.25 લાખના લાંચ કેસમાં પૂર્વ IAS પ્રદિ૫ શર્માને ભાવનગર કોર્ટમાં રજૂ કરાશે

પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માને આજે ભાવનગર લઇ જવામાં આવી રહ્યા છે. જ્યા લાંચ કેસમાં તેમને કોર્ટ સમક્ષ રજૂ કરાશે. પ્રદીપ શર્માની શુક્રવારે સાબરમતી જેલ ખાતેથી ધરપકડ કરાઇ હતી. આખી રાત શાહીબાગ એસીબી ઓફિસમાં રાખવામાં આવ્યા હતા. ભાવનગરના દસ વર્ષ જુના લાંચ કેસ બાબતે ભાવનગર કોર્ટમાં રજૂ કરાશે. આલ્કોક-એશડાઉન લિમિટેડ કંપનીમાં લીધેલા નાણાં મામલે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં કોન્ટ્રાકટર સહાયરાજ સાવરીમથ્થુ નામના ફરિયાદીએ ઇડી સમક્ષ પીએમએલએ એકટ અંતર્ગત આપેલા નિવેદન સંદર્ભે આ ફરિયાદ નોંધાઇ છે. જેમાં પ્રદીપ શર્માએ 25 લાખની લાંચ લીધી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.


સ્‍ત્રીઓની ગરિમા-અસ્‍મિતા જાળવવી એ ભારતીય પરંપરા-સંસ્‍કૃત્તિ છે -કલેકટર સંજય અમરાણી

[wpdevart_youtube]f6TtngkmtQQ[/wpdevart_youtube]ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્‍યક્ષશ્રી મહેન્‍દ્રસિંહ સરવૈયાએ, મહિલા સંમેલન કાર્યક્રમને દીપ પ્રગટાવી ખૂલ્લો મૂક્યો હતો. અમરેલી ખાતે યોજાયેલ મહિલા સંમેલન કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતા ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્‍યક્ષશ્રી મહેન્‍દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું કે, સ્‍ત્રી શક્તિ સ્‍વરૂપ છે. દીકરી બે કુળને તારે છે, તેમને સંસ્‍કાર સાથેનું શિક્ષણ આપવામાં આવે તે જરૂરી છે. રાજય સરકારે સ્‍ત્રીશિક્ષણને મહત્‍વ આપી કન્‍યા કેળવણી કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. રાજયની મહિલાઓને આર્થિક રીતે સ્‍વનિર્ભર બનાવવા પશુપાલન, આરોગ્ય, ગૃહઉદ્યોગ, લઘુઉદ્યોગ જેવી અનેકવિધ પ્રવૃત્તિ માટે જુદી-જુદી સહાય પૂરી પાડવામાં આવે છે. શ્રી મહેન્‍દ્રસિંહ સરવૈયાએ ઉમેર્યુ કે, અમરેલી-ગાયકવાડી રાજય, તેમાં મફત અને ફરજિયાતRead More


વિક્ટર ગ્રાં.પ.ઉપ સરપંચ તરીકે રમેશભાઈ ભટ્ટ ની સર્વાનુમતે વરણી

રાજુલા તાલુકા ના વિક્ટર ગામે યોજાયેલ ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણી માં ભારે રસાકશી વચે વર્તમાન સરપંચ રાજુ ભાઈ મકવાણા ની પેનલ ના પરિતા બેન મકવાણા નો 97મતે ભવ્ય વિજય થયો હતો ત્યારે આજ રોજ ઉપ સરપંચ પદ ના રમેશ ભાઈ ભટ્ટે દાવેદારી નોંધાવી હતી ત્યારે t.d.o.રાજુલા ની ઉપસ્થિત માં સરવાનું મતે રમેશ ભાઈ ભટ્ટ ની સત્તત 6ટર્મ થી ઉપ સરપંચ પદે વરણી કરવા માં આવી હતી ત્યારે પૂર્વ ધારા સભ્ય હીરા ભાઈ સોલંકી .જિલ્લા પં સદસ્ય કમલેશ ભાઈ મકવાણા .પૂર્વ સરપંચ રાજુભાઇ મકવાણા .પરિતા બેન મકવાણા .પંચાયત સભ્યો દાદુRead More


રાજુલા-મહુવા લોકલ એસ.ટી. બસ શરૂ નહીં થાય તો વિધ્યાર્થીઑ દ્વારા રસ્તા રોકો આંદોલન

રાજુલા શહેર તેમજ ગ્રામય વિસ્તાર માથી મહુવા અભ્યાસ કરવા જતા વિધ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ કક્ષા યે પત્ર પાઠવી ને રજુવાત કરવામાં આવી અને જો મંગળ વાર સુધી માં યોગ્ય નહીં થાય તો ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે વળશે વિધાર્થીઓ વિધ્યાર્થીઓ દ્વારા પત્ર માં જણાવ્યું કે છેલ્લા ઘના સમય થી અમે વિધ્યાર્થીઓ રાજુલા અને ગ્રામ વિસ્તાર જેવાકે નિંગાળા .વિક્ટર .વિશલિયા .દાતરડી .દુધાળા .સહિત ના ગામ માંથી મહુવા અભ્યાસ અર્થે જાઇ છીયે ત્યારે અમને બસ સમય સર નથી મળી રહી તેમજ મળે છે ત્યારે ફુલ્લ પેક હોવાના કારને અમારે જીવ ના જોખમે છકડોRead More


ધારી તાલુકાના ગોપાલગ્રામમાં પોલીયો રવિવાર અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ધારી તાલુકાના ગોપાલગ્રામ મા પોલીયો રવિવાર અંતર્ગત કાર્યક્રમ યોજાયેલો છે. પ્રાથમિક શાળાના બાળકો એ રેલી કાઢેલી હતી તેમજ ગોપાલગ્રામ પી.એચ.સી. ના બનોએ બહોળી સંખ્યા મા જોડાયા હતા.


મહિલાઓ રૃઢિચુસ્ત રિવાજોના બદલે નિડર બની અવાજ ઉઠાવે

૮મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.૭૬માં માતૃ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ શાળા નં.૭૬માં યોજાયેલ માતૃ સંમેલનમાં ભાવનગરના મેયર નિમુબેન બાંભણિયાએ પોતાના ઉદ્બોધનમાં મહિલાઓને શિક્ષણનું મહત્વ સમજાવી રૃઢિચુસ્ત રિવાજોને સ્થાને સમય સાથે કદમ મેળવી નિડર બની અવાજ ઉઠાવવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ભરતનગર પોલીસ મથકના મહિલા પીઆઈ ચાવડાએ વાલીઓને એક માતા તરીકે વાલીની વિવિધ ફરજો તથા બહેનોને મળતી વિવિધ કાનૂની સેવાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. પૂર્વ ડેપ્યુટી ચેરમેન છાયાબેહેને બાળ ઉછેરમાં તથા પોતાનાRead More