Main Menu

Monday, March 12th, 2018

 

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત નવતર પ્રયોગ…વેરા વસુલાત સાથે સ્વચ્છતા અભિયાનનો સંદેશ નો પાલિકાનો નીર્ધાર

[wpdevart_youtube]-rlFlmlE6Ww[/wpdevart_youtube]આકારણી વર્ષ હોય અને પાલિકા દ્વારા વેરા વસુલાત ની કામગીરી વેગવંતી બનાવવા અમરેલી જીલ્લાની સાવરકુંડલા નગરપાલિકા એ વેરા વસુલાત સાથે સ્વચ્છતા અભિયાનના સરકારના મિશનને સાર્થક કરવા નવતર પ્રયોગ આદર્યો છે વેરો ભરવા આવનાર મિલકત ધારકને સ્વચ્છતા માટે ડસ્ટબિન ની ટોપલીઓ આપીને પાલિકા સિવાય અલગ અલગ કેન્દ્રો ખોલીને વેરા વસુલાત થઇ રહી છે               સાવરકુંડલા ની નગરપાલિકા દ્વારા પાણી વેરો અને હાઉસટેક્સ ઉઘરાવવા માટે નવતર પ્રયોગ આદરીને આજથી સાવરકુંડલા ના નવ વોર્ડ વાઇજ અલગ અલગ વેરા વસુલાત કેન્દ્રો ઉભા કરીને વેરા વસુલાત ઝુબેશ શરુ કરી છે પણ વેરા વસુલાત સાથે પાલિકા દ્વારાRead More


સંવેદન ગૃપ દ્વારા 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યાં

બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત નેશનલ ઈમ્યુ નાઈઝેશન ડે 11 માર્ચ રવિવારના રોજ અમરેલીના નવ નિર્મિત નાગનાથ મહાદેવ બસ સ્ટોપ પર સૌ પ્રથમવાર સંવેદન ગૃપ દ્વારા 05 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યાં. પોલિયો જાગૃતિ માટે બાળરોગ નિષ્ણાત ડૉ. જયદીપ પટેલ (કલરવ હોસ્પિટલ), જીલ્લા ભાજપના મંત્રી અને પૂર્વ નગરસેવક અલકાબેન દેસાઈએ ઉપસ્થિત રહી નાના બસ સ્ટેન્ડ પર બાળકોને પોલિયોના ટીપાં પીવડાવ્યા હતા. આ પોલિયો બૂથને સફળ બનાવવા સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, ભરત ચાવડા તથા ધર્મેન્દ્ર લલાડિયાએ જહેમત ઉઠાવી હતી તેમજ પોલિયો બુથ પર અમરેલીના અર્બન હેલ્થ ઓફિસર ડૉ.Read More


અમરેલી જિલ્લા યુવા ભાજપ અગ્રણી મયુરભાઈ ખાચર તથા હેમાંગભાઈ ગઢિયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મો મીઠા કરાવી હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવેલ

વિદ્યાર્થીઓની શેક્ષણિક કારકિર્દીમાં ખુબજ મહત્વની અને નિર્ણાયક કહેવાય તેવી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓનો સમગ્ર રાજ્ય માં આજ રોજ જ્યારે પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન ના મેનેજિંગ ડિરેક્ટર તથા અમરેલી જિલ્લા યુવા ભાજપ અગ્રણી  મયુરભાઈ ખાચર તથા હેમાંગભાઈ ગઢિયા દ્વારા શાળા ના વિદ્યાર્થીઓ ને મો.મીઠા કરાવી હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવેલ છે જેમાં શુભકામના પાઠવતા ઉપસ્થિત મહેમાન શ્રી ઓ ડી.કે પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હેમાંગભાઈ ગઢિયા. પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ ચૌહાણ શહેર ભાજપ મહામંત્રી જયસુખભાઈ નાકરાણી શહેર ભાજપ મહામંત્રી એ.બી યાદવ ભાજપ અગ્રણીRead More


દામનગર શહેરના ત્રણ પરીક્ષા કેન્દ્રો પર એક હજાર થી વધુ પરિક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવતા અગ્રણીઓ

દામનગર શહેર માં બોર્ડ ની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીની ઓ વિદ્યાર્થી ને ચોકલેટ થી મો મીઠું કરવી કુમ કુમ તિલક સાથે શુભેચ્છા  આપતા અગ્રણી ઓ વાલી ઓ શિક્ષકો એસ એસ સી અને ધોરણ ૧૨ ના પરિક્ષાર્થી ઓ શહેર ભર માં ત્રણ કેન્દ્રો પર શાંતિ પૂર્ણ માહોલ માં પરીક્ષા આપે તે માટે ચુસ્ત બંધોબસ્ટ દામનગર શહેર ના ત્રણ પરીક્ષા કેન્દ્રો ૧ ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કુલ ૨ શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ૩ નવજ્યોત વિદ્યાલય દામનગર ત્રણ પરીક્ષા કેન્દ્રો પર એક હજાર થી વધુ વિદ્યાર્થી ઓ પરીક્ષા આપશે સવાર થીRead More


૫રેશ ધાનાણીના વિસ્તાર રામપુરમાં અઠવાડિયે એક વખત પાણી વિતરણ !

રાજ્યમાં ઉનાળાના આરંભે જ પાણીની સમસ્યા વિકટ બની છે. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના મતવિસ્તાર અમરેલી જિલ્લાના રામપુર ગામે પાણીનો પોકાર ઉગ્ર બન્યો છે. અઠવાડિયે માંડ એક વાર મળતા પીવાના પાણીને લીધે અહીં રહીશો પાણી વગર ટળવળી રહ્યા છે. અમરેલી જિલ્લાના કુંકાવાવથી 12 કિલોમીટર દૂર આવેલું રામપુર ગામ. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના મતવિસ્તારમાં આવે છે. આ ગામમાં ઉનાળાના આરંભે જ પાણીના પોકાર ઉઠવા શરૂ થયા છે. અંદાજે પચ્ચીસોથી ત્રણ હજારની વસ્તી ધરાવતા રામપર ગામમાં નર્મદાનું પીવાનું પાણી છ થી આઠ દિવસે આવે છે. અને તે પણ જરૂરિયાતના 33 ટકા જ.Read More


ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી બની પ્રતિષ્ઠાનો જંગ, ભાજપ-કોંગ્રેસે ઊભા કર્યા ત્રીજા ઉમેદવાર

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ફરી એકવાર પ્રતિષ્ઠાનો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ તરફથી બે-બે ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. પણ હાલમાં ભાજપ અને કોંગ્રેસે ત્રીજા ઉમેદવારોએ નામ નોંધાવતાં ફરી ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે. ભાજપ તરફથી કિરીટ સિંહ રાણાએ ઉમેદવારી ફોર્મ ભર્યું.જ્યારે કોંગ્રેસ તરફથી પી. કે વાલેરાએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું. આમ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીને લઇને ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપે ત્રીજો ઉમેદવાર ઉભો કરતા અનેક તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ તરફથી નારણ રાઠવાનું ફોર્મ રદ્દ થવાની આશંકાને પગલે ત્રીજા ઉમેદવારનું ફોર્મ ભરાવ્યું હોવાનીRead More


જાહેરમાં જુગાર રમતાં ૭ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ. આજરોજ ભાવનગર એલ.સી.બી. નાં સ્ટાફનાં અધિકારી/ કર્મચારીઓ એલ.સી.બી. ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન ભાવનગર, દેસાઇનગર સામે આવેલ ત્રિપદા કોમ્પ્લેકસની પાછળનાં ભાગે આવેલ ગોકુળધામ સોસાયટીનાં જાહેર રોડ ઉપર ઇલે. લાઇટનાં થાંભલા નીચે અમુક ઇસમો ભેગાં થઇ ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે.તેવી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં જાહેરમાંRead More


બોટાદમાં મેઘાણી વંદના અંગેનો રંગ કસુંબલ ડાયરો માણવા લોકો ઉમટયા

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૧મી પુણ્યતિથિએ એમની કર્મ-નિર્માણભૂમિ બોટાદ ખાતે મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરા)નું ભવ્ય આયોજન સુરક્ષા સેતુ સોસાયટી-બોટાદ જિલ્લા પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયુ હતું. વિશાળ માનવી મેદનીએ મોડી રાત સુધી કાર્યક્રમને રસપૂર્વક માણ્યો હતો. યુવા પેઢીની વિશે ઉપસ્થિતિ રહી હતી. પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા, પૂર્વ નાણા મંત્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ, બોટાદ નગરપાલિકા પ્રમુખ બીનાબેન મહેતા અને ઉપપ્રમુખ કિશોરભાઈ પાટીવાળા, બોટાદ એપીએમસી ચેરમેન ડી.એમ.પટેલRead More


ભાવનગર-મોડાસા બસમાં બીપ્..બીપ્..થતાં પેસેન્જર ભયભીત

ભાવનગર એસ.ટી.વિભાગ સહિત રાજ્યના મોટાભાગના ડેપોની બસો ખખડધજ થઈ જવા છતાં પણ વર્કશોપમાં કામ કરતાં ફોરમેન સ્ટાફ દ્વારા તેના રિપેરીંગકામમાં કંજૂસાઈ કરવામાં આવતી હોય છે. વર્કશોપના સ્ટાફની મનમાની અને ઉચ્ચ અધિકારીઓની લાપરવાહીના કારણે બસોને રોડ પર દોડાવાતાં છાસવારે અધવચાળે ખોટકાઈ જતાં મુસાફરોને રઝળી પડવાનો વારો આવે છે. આવી જ હાલત આજે ભાવનગર-મોડાસા રૃટની બસની નિરમા પાટિયા નજીક થઈ હતી. આજે રવિવારે ભાવનગર બસ સ્ટેશનમાંથી ઉપડેલી ભાવનગર-મોડાસા રૃટની બસ નં. જી.જે.૧૮. ઝેડ. ર૩૩૧ હાઈ વે પર નિરમા પાટિયા પાસે પહોંચતાં ડ્રાઈવર કેબીનમાં એકાએક બીપ્.. બીપ્..બીપ્.અવાજ ચાલું થઈ જતાં ઘડીભર તો પેસેન્જરોનાRead More


ભાવનગર જિલ્લામાં પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ યોજાયો

ભાવનગર જિલ્લામાં રવિવારે પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. શહેર જિલ્લાના આંગણવાડી કેન્દ્રો, હેલ્થ સેન્ટર, સર ટી.હોસ્પિટલ સહિતના સ્થળોએ રાષ્ટ્રીય રસીકરણમાં બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપા પીવરાવવામાં આવ્યા હતા. હજુ આવતીકાલ તા. ૧૨ મીથી તા. ૧૪ માર્ચ સુધી હાઉસ ટુ હાઉસ કામગીરીમા બાકી રહેલા બાળકોને પોલિયો રસીકરણથી સુરક્ષિત કરવામાં આવશે.