Main Menu

Tuesday, March 13th, 2018

 

અમરેલી જિલ્લાના રેશનિંગ ડિલરો સામે આર.ટી.આઈ.એક્ટીવીસ્ટ ની થઈ જીત…સસ્તા અનાજના ડિલરોને હવે રાખવા પડશે ફરજીયાત બોર્ડ…ભીખુભાઇ બાટાવાળા ની જહેમત લાવી રંગ…જુઓ

અમરેલી જિલ્લામાં સસ્તા અનાજનો પુરવઠો બારોબાર પગ કરી જતો હોવાનો પર્દાફાશ અમરેલીમાં થયો છે ને 8 રેશનિંગ ડિલરો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ ચુકી છે ત્યારે જિલ્લાના રેશનિંગ ડિલરો સસ્તા અનાજની દુકાનો માં બોર્ડ ન લગાડવા, પૂરવઠાનો જથ્થો ન દર્શાવો જેવી અનેક શતીઓ સામે ગીર લાયન નેચર કલબ ના ભીખુભાઇ બાટાવાળા એ રાજ્ય સરકારના પરિપત્રો ને જોડીને કરેલી અરજી સંબંધે જિલ્લા પુરવઠા તંત્ર સફાળું  જાગીને અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં પરિપત્ર કરીને રેશનિંગ ડિલરોના જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત દુકાન માલિકના નામ, દુકાન ખોલવાનો દિવસ, સમય, લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થો, સબસીડી ની વિગતોRead More


સ્ટ્રેચર તથા વ્હીલચેર પણ અપૂરતી અને તૂટેલી

સર ટી.માં ત્રણ દિવસથી સિટીસ્કેન અને એમઆરઆઇ બંધ, દર્દીઓને રઝળપાટ

માત્ર પ્રશ્નો સાંભળી વાહ વાહ લૂંટાય છે, પ્રશ્નોનો ખરા અર્થમાં ઉકેલ ક્યારે આવશે..? : લોકોમાં પુછાતો સવાલ સર ટી.હોસ્પિટલમાં સીટીસ્કેન અને એમઆરઆઇ સુવિધા ત્રણ દિવસથી બંધ કરાતા ગરીબ દર્દીઓને રઝળપાટ થઈ રહ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓને ત્યાં જ સુવિધા મળી રહે એ માટે પ્રાઇવેટ કંપનીને જગ્યા ફાળવાઈ છે પરંતુ સેવા-સુવિધામાં ધાંધીયા એ ફરિયાદ હવે કાયમી થતી જાય છે.જેની સામે પગલાં ભરવામાં તંત્રવાહકોના હાથ ધ્રુજી રહ્યા છે.! હજ્જારો ગરીબ દર્દીઓને આશીર્વાદ સમાન ભાવનગરની સરકારી સર ટી. હોસ્પિટલના વહીવટ સામે દિન પ્રતિદિન ફરિયાદો વધી રહી છે. સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પણ જરૂરિયાતમંદRead More


ગાંધીનગર વિધાનસભા ભવનમાં રાજયસભાની ચુંટણી માટે રૂપાલા અને માંડવીયા એ ઉમેદવારી નોંધાવી

ભારતીય જનતા પાર્ટી દ્રારા ગુજરાતમાંથી કેન્‍દ્રીયમંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા તેમજ શ્રી મનસુખભાઈ માંડવીયાને ફરી બીજિ વખત રાજયસભાનાં ઉમેદવાર તરીકે જાહેર કરતા ગાંધીનગર વિધાનસભામાં શ્રી રૂપાલા તેમજ શ્રી માંડવીયાએ ઉમેદવારી પત્ર ભરેલ જેમાં અમરેલી જિલ્‍લામાંથી ખૂબજ મોટી સંખ્‍યામાં ભાજપનાં આગેવાનો, કાર્યકર્તાઓ આ બંન્‍ને નેતાઓને સત્‍કારવા ઉપસ્‍તિથ રહેલ. જેમાં અમરેલીનાં લોકપ્રિય સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી.વઘાસીયા, પ્રદેશ ભાજપના આગેવાન ડો.કાનાબાર, પૂર્વ જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રી શરદભાઈ લાખાણી, અમરડેરીના ચેરમેનશ્રી અશ્‍િવનભાઈ સાવલીયા, જિલ્‍લા ભાજપના મહામંત્રીશ્રી રવુભાઈ ખુમાણ, કમલેશભાઈ કાનાણી, કૌશીક વેકરીયા, ઉપપ્રમુખશ્રી મયુર હીરપરા, પૂર્વ જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી દીનેશભાઈ પોપટ, પ્રાગજિભાઈ હીરપરા, જુગલબાપુ કુબાવત,Read More


ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર ને સસ્પેન્ડ કરાયા

ગુજરાત વિધાનસભામાં ચાલુ ચર્ચાએ લોકમાંગણીનો અવાજ ઉઠાવી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર ને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેના પગલે કોંગ્રેસના બીજા ધારાસભ્યોએ પણ ઉભા થઈને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વોક આઉટ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષના આ વર્તન બાદ તેમણે સ્પીકર વિરોધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના લાઠીના ધારાસભ્ય તેમજ પૂર્વ સાંસદ અને સિનિયર નેતા વીરજી ઠુમ્મરને સસ્પેન્ડ કરવામાં મુદ્દે વિધાનસભા અધ્યક્ષ પક્ષપાતી વલણ ધરાવતા હોવાનો સુત્રોચ્ચાર પણ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે , આ પૂર્વે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રીRead More


બોલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચન ની તબિયત લથડી, સેટ પર પહોચી ડોકટરોની ટીમ

અમિતાભ બચ્ચન ને લઈને એક મોટી ખબર સામે આવી છે. બિગબી જોધપુરમાં તેમની અપકમિંગ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ નું શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની તબિયત ખરાબ થવાની ખબર સામે આવી છે. બિગબીએ સવારે ૩ વાગ્યા સુધી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે. આ વાતની માહિતી તેમણે તેમના બ્લોગમાં આપી છે. શરૂઆતમાં ખબર હતી કે, તપાસ માટે અમિતાભ મુંબઈ પરત આવશે પરંતુ હવે એવી ખબર સામે આવી છે કે, ડોકટરોની એક ટીમ જોધપુરમાં જ અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્યની તપાસ કરશે.આ સમયે અમિતાભ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના શૂટિંગ માટેRead More


ઉનાળા પહેલા જ ગીરની નદીઓ સુકાઈ, વન્યજીવોને પહોંચાડાયુ પાણી

ઉનાળાની જેમ જેમ ગરમી પડતી જાય છે તેમ તેમ કુદરતી પાણીના સ્ત્રોતો પણ સુકાઈ રહ્યાં છે. ત્યારે ગીર તથા બોર્ડર ઉપર વસવાટ કરતા હજારો વન્યજીવો માટે વનવિભાગ દ્વારા બનાવામાં આવેલા કૃત્રિમ પાણીના પોઈન્ટ્સમાંથી પોતાની તરસ છીપાવી રહ્યાં છે. તેમજ વનવિભાગ દ્વારા વન્ય પ્રાણીઓનીપાણીની તરસ છીપાવવા માટે ટેંકરો, સોલાર પંપસેટ દ્વારા પાણીની કુંડીઓ ભરવામાં આવી રહી છે. થોડા વર્ષો પહેલા મોટાભાગની તમામ નદીઓ બારેમાસ પાણથી ખળખળ વહેતી રહેતી હતી. પરંતુ હવે ચોમાસાના બે-ચાર માસ બાદ નદીઓ સુકાવા લાગતી હોય છે. ગીરમાં હમણા સુધી મોટાભાગની નદીઓ બારે માસ ચાલતી અથવા તો ક્યાંક-ક્યાંકRead More


થોરડી ગામે પાણી મામલે આધેડ પર પિતા-પુત્રનો ઘાતકી હુમલો

ભાવનગર તાલુકાના થોરડી ગામે મજિયારા કૂવામાંથી પાણી ભરવા મામલે બે પરિવાર વચ્ચેના ઝઘડામાં આધેડ ઉપર કુહાડી, કોદાળી વડે જીવલેણ હુમલો કરી આરોપી પિતા-પુત્ર ફરાર થઈ ગયાની ફરિયાદ વરતેજ પોલીસમથકમાં નોંધાઈ છે. પોલીસે બન્ને આરોપીને ઝડપી લઈને હવાલાતમાં બંધ કરી દીધાં હતા. પોલીસના સાધનોના જણાવ્યા મુજબ થોરડી ગામે રહેતાં પ્રવીણભાઈ લલ્લુભાઈ ઈટાળિયા પટેલ (ઉ.વ.૪૦) અને શેઢાપાડોશી ખેડૂત ગોપાભાઈ રાણાભાઈ ઈટાળિયા પટેલ વચ્ચે મજિયારો કૂવો છે. જે કૂવાના પાણી ખેતીકામ માટે લેવા મામલે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. દરમિયાનમાં ગઈકાલે કૂવામાંથી પાણી ભરવા બાબતે બોલાચાલી થતાં આરોપી ગોપા રાણાભાઈ ઈટાળિયા તથાRead More


ગઢડાના હેડકોન્સ્ટેબલ ર૦ હજારની લાંચ લેતાં પકડાયાં

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હેડકોન્સ્ટેબલ આજે ઢળતી સાંજના સુમારે રૃા.ર૦,૦૦૦ની લાંચ લેતાં રાજકોટ એસીબીની ટ્રેપમાં આબાદ પકડાઈ ગયા હતા. જેની ધરપકડ કરી એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઢડા પોલીસમથકના હેડકોન્સ્ટેબલ લાંચ લેતાં ઝડપાઈ જવાના પગલે ભાવનગર અને બોટાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. વિશ્વસનીય વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર રાણપુર પોલીસ સ્ટેશનમાં માહે વર્ષ સપ્ટેમ્બર ર૦૧૭ માં ફરિયાદી વિરૃધ્ધ ઉચાપતનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં તત્કાલીન તપાસ અધિકારીએ બે આરોપીને આગોતરા જામીન મળે તથા અન્ય આરોપીને હેરાન નહિ કરવાના રૃા.ર,ર૦,૦૦૦ નક્કી કરાયા હતા. જેRead More


રાજુલા સ્થિત રિલાયન્સ ડિફેન્સ કંપની સામે પ્રવિણ રામ ના આંદોલનની શરૂઆત

રાજુલા સ્થિત રિલાયન્સ ડિફેન્સ કંપની સામે પ્રવિણ રામ ના આંદોલનની શરૂવાત આજે વહેલી સવારે 6 વાગે કોન્ટ્રાક્ટરો અને કામદારોએ કંપનીના તમામ ગેટ કરી દીધા બંધ કોન્ટ્રાક્ટરો અને કામદારો વહેલી સવારે જ ગેટ આગળ બેસી ગયા  કોન્ટ્રાક્ટરો, કામદારો અને કંપનીના સત્તાધીશો વચ્ચે વહેલી સવારે જ રકઝક  વહેલી સવારે પોલીસે આંદોલનકારી પ્રવિણ રામ સહિત 30 થી વધુ લોકોની કરી ધરપકડ તમામને મરીન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા  કોન્ટ્રાક્ટરો અને કામદારો ના કરોડો રૂપિયા આપવામાં રિલાયન્સ ડિફેન્સ કંપનીના ઠાગાથૈયા


અમરેલી જિલ્લા NSUI દ્વારા વિદ્યાર્થીઓને એક કલમ બોલપેન આપી શુભેચ્છા પાઠવવામાં આવી

આજ ના દિવસ થી સમગ્ર રાજ્ય માં શરૂ થઈ ચૂકેલ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને અમરેલી જિલ્લા NSUI દ્વારા શુભકામના એક કલમ બોલપેન આપી શુભેચ્છા પાઠવવા માં આવી હતી ત્યારે આજ પ્રકારે અમરેલી , સાવરકુંડલા ,લીલીયા,બગસરા  NSUI ટીમ દ્વારા આજ પ્રકારે શુભકામના પાઠવી નીડરતા પૂર્વક પરીક્ષા આપી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય નું ઘડતર આ કલમ મારફત કરે તેવા શુભ આશીષ પાઠવ્યા હતા સમગ્ર જિલ્લા ના વિવિઘ વિસ્તાર ના NSUI ના કાર્યકર્તા ઓ દ્વારા ઉપયોગી અને હકારાત્મક કાર્યક્રમ આપવા બદલ તમામ હોદેદારો કાર્યકર્તા  મિત્રો ને અભિનંદન.